મે-ડે... મે-ડે... મે-ડે....
બહાદુર અને કાયર વચ્ચે એક જ ક્દમનો ફાંસલો હોય છે. કાયરો જે એક કદમ નથી ઉઠાવી શકતા એ કદમ બહાદુર સિફતપૂર્વક ઉઠાવી લેતા હોય છે. અને ઇતિહાસ પણ હમેંશા લડનારને જ યાદ રાખે છે, તેની જ પૂજા કરે છે અને તેની પાસેથી જ પ્રેરણા લે છે. 30મી સપ્ટેમ્બરે આવા જ એક બહાદુર કેપ્ટને મહાવીર બજરંગબલીને યાદ કરતાં કરતાં પોતાના જીવનની ફરવા કર્યા વિના 174 પ્રવાસીઓની જાન બચાવી. આજે આખું ભારત એ બહાદુર કેપ્ટન, ‘સ્મિત મચ્છર’ ને સલામ કરી રહ્યું છે! પ્લેનના સેફ લેંડિંગ બાદ જ્યારે પ્રવાસીઓ પોતાના સગાવહાલાઓને ભેટ્યા, ત્યારે એ લોકોની આંખમાં રહેલા લાગણીના આંસુએ કેપ્ટન સ્મિતને હ્રદયથી ‘thank you’ કહ્યું. ત્યાં હજાર દરેક લોકોના ચહેરા પરના સ્મિતનું કારણ ‘સ્મિત’ હતા!
કેપ્ટને અધૂરું રાખેલું કામ પ્લંબિંગના વ્યવસાય સાથે જોડાયેલા યાવિન હ્યુન નાનમાં એક સાહસિક મુસાફરે પૂરું કર્યું. આ મુસાફરે એર ટ્રાફિક કંટ્રોલર સાથે જોડાણ કરી તેમને કહ્યું કે, જો તમે મને ગાઈડ કરો તો હું સફળ લેંડિંગમાં મદદ કરી શકું એમ છુ. અને એ માર્ગદર્શન પ્રમાણે યાવિન કંટ્રોલ યોકને પાછળની તરફ ખેંચવા માંડ્યો. જેથી 14000ફીટ નીચે આવેલું વિમાન હવામાં થોડીવાર સ્થિર થઈને ઊંચાઈ મેળવવા લાગ્યું!
વિમાનને સેફ એરિયામાં જોઈને કંટ્રોલરે પૂંછયું, આ કેવી રીતે થયું? જેનો જવાબ એક ક્રૂ મેમ્બરે આપ્યો કે એક પેસેંજરે આ કરી દેખાડ્યું છે! નિરાંતનો દમ લીધા બાદ કંટ્રોલરે હવે યાવિનને પૂંછયું, “ તમને કેવી રીતે વિમાનનું સંચાલન કરતાં આવડ્યું?’ અને પેલા પેસેંજરે જવાબ આપ્યો કે મે ટી.વી. અને ફિલ્મો જોઈને આ કરી દેખાડ્યું! સાંભળનારને આ વાત પર વિશ્વાસ ના આવ્યો, પણ બસ હકીકત આ જ હતી.
યાવિનને એવી શ્રદ્ધા હતી કે 179 લોકોના જીવ એ માત્રને માત્ર ટી.વી. જોઈને મેળવેલા જ્ઞાનને આધારે બચાવી શકશે. એની પાછળ જે ફિલ્મ જવાબદાર હતી, તેનું નામ હતું,’મે ડે’ જે વિમાનમાં ઈમરજન્સી સમયે વપરાતો શબ્દ છે. જ્યારે કોઈપણ વાર પ્લેન આવી વિપરીત પરિસ્થિતિમાં મુકાય જાય ત્યારે, પાયલોટ આ શબ્દ ત્રણવાર બોલે છે. અને એર ટ્રાફિક કંટ્રોલર તેનો જવાબ આપે છે, જેના થકી જે તે પ્લેનનું સેફ-લેંડિંગ થઈ શકે છે.
મે-ડે, જ કેમ? એ પણ એક રસપ્રદ વાર્તા છે. આ શબ્દ ફ્રેંચ શબ્દ-સમૂહ ‘m’aider’ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે. ‘help me’! આ ફ્રેંચ શબ્દનું ઉચ્ચારણ વાયરલેસ ફ્રીકવન્સી પર એકદમ સ્પષ્ટ થાય છે, અને સામેવાળો મદદની ભાષા સરળતાથી સમજી શકે છે. "મેડે" શબ્દનો પ્રારંભ ૧૯૨૦ના દાયકાની શરૂઆતમાં ઈંગ્લેન્ડના ક્રોયડન એરપોર્ટ પર રેડિયો વિભાગના અધિકારી ફ્રેડરિક સ્ટેનલી મોકફોર્ડ દ્વારા કટોકટીના સંકેત (distress call) તરીકે કરવામાં આવ્યો હતો. તેમને એવો શબ્દ વિચારવાનું કહેવામાં આવ્યું હતું જે કટોકટી સૂચવે અને કટોકટીના સમયે તમામ પાઇલટ્સ અને ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા સરળતાથી સમજી શકાય. તે સમયે મોટાભાગની હવાઈ અવરજવર ક્રોયડન અને પેરિસના લે બોર્જેટ એરપોર્ટ વચ્ચે થતી હોવાથી, તેમણે "મેડે" શબ્દ સૂચવ્યો, જે ફ્રેન્ચ શબ્દસમૂહ "m'aider" (મને મદદ કરો) નો સમાનાર્થી શબ્દ હતો.
વિવિધ પરીક્ષણો બાદ,ફેબ્રુઆરી ૧૯૨૩માં 'ક્રોસ-ચેનલ'ફ્લાઇટ્સ માટે આ નવા શબ્દનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. અગાઉ કટોકટીના સંકેત તરીકે મોર્સ કોડ "SOS" નો ઉપયોગ થતો હતો, પરંતુ અવાજ દ્વારા થતા સંદેશાવ્યવહાર માટે તે સરળ ન હતો,કારણ કે "ટેલિફોન પર 'S' અક્ષરને અલગ ઓળખવામાં મુશ્કેલી પડતી હતી" ૧૯૨૭માં,વોશિંગ્ટન ડી.સી. ખાતે યોજાયેલી 'ઇન્ટરનેશનલ રેડિયોટેલિગ્રાફ કન્વેન્શન'દ્વારા SOS રેડિયોટેલિગ્રાફ સંકેત ઉપરાંત,રેડિયોટેલિફોન દ્વારા કટોકટીના સંકેત તરીકે "મેડે" શબ્દને અપનાવવામાં આવ્યો.
ઘણીવાર આપણી આસપાસ પણ કોઈ આવી રીતે મદદ માટે પોકાર કરતું હોય છે. પણ આપણે એ મદદનાં અવાજને ઓળખી શકતા નથી. પણ આ ઘટનાએ એક વાત તો સાબિત કરી દીધી કે જો આપણે કોઈને સાચા દિલથી મદદ કરવા માંગતા હોઈએ તો ઈશ્વર આપણને મદદ કરવા હાજર જ રહેવાનો છે. નિરજા ભનોટની જેમ કેપ્ટન સ્મિતને પણ આ દુનિયા કાયમ માટે યાદ રાખશે.
હવેથી તમારી આસપાસ મદદ માટે કોઈ અવાજ લગાવતું હોય કે ઈમરજન્સી હોય તો વિડીયો ઉતારવાને બદલે એ વ્યક્તિને મદદ કરજો...


