Friday, 22 May 2026

શું છે આ , ' ડોપા માઇન ડિટોક્સ??







  
શું છે આ " ડોપા માઇન ડિટોક્સ"?

હેડિંગ  
   જે કાઇપણ આપણને જીવતા અને જીવંત રહેતા અટકાવે છે, તે બધુ જ ડીટોક્સ થવું જોઈએ. આજે સોસિયલ મીડિયાએ આપણી પાસેથી જીવન જીવવાનો ઉત્સાહ છીનવી લીધો છે, ત્યારે આ ડિજિટલ ફાસ્ટિંગ અઠવાડિયામાં એકવાર કરી લેવા જેવો ખરો.. 
  
 







આપણા સૌના જીવનમાં અને મનમાં હોર્મોન્સ ઠેકડા મારતા હોય છે. આપણી અંદર થતાં મોટા ભાગના ફેરફારો હોર્મોનલ હોય છે. ઘણીવાર આપણે બહારથી એવું ઇચ્છતા નથી કે આવું કશું થાય, પણ આપણી અંદરની હલચલ આપણને એવું કરવા મજબૂર કરી દેતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી આવા જ એક હોર્મોન્સની ચર્ચા ટ્રેન્ડમાં છે, જે ડિજિટલ ડીટોક્સ સાથે જોડાયેલી છે. આપણે દિવસમાં કેટલીવાર મોબાઈલ હાથમાં લેતા હોઈશું? કેટલીવાર એ ચેક કરતાં હોઈશું કે કોઈનો કોલ આવ્યો હતો કે કેમ? એમાં પણ સોસિયલ મીડિયા પર તો આપણે મિનિટે મિનિટે પ્રગટ થઈ જતાં હોય છે. સ્ક્રીન સ્ક્રોલ કરવામાં કલાકો ખર્ચાય જાય છે. એક સર્વે મુજબ આપણા દેશમાં સૌથી વધુ યુવાનો અને બાળકો મોબાઇલની સ્ક્રીન પાછળ પોતાનો સમય ખર્ચે છે. રીલ્સ આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગઈ છે. આપણને સૌને એવું લાગે છે કે આપણે સોસિયલ મીડિયાથી દૂર થઈ જઈશું તો ઘણું બધુ ગુમાવી દઇશું. પણ છેલ્લા કેટલાક સમયથી મોટા ભાગના લોકો આ ડિજિટલ સાધનોથી અને પોતાનો ખોવાયેલો આનંદ પાછો મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. જેને ડિજિટલ ડીટોક્સ તરીકે ઓળખવામાં આવે છે. 
 આ ‘ડિજિટલ ડીટોક્સ’ સાથે ડોપામાઇન નામનું હોર્મોન્સ જોડાયેલું છે. ડોપામાઇન એક પ્રકારનું મોનોમાઇન ન્યુરોટ્રાન્સમીટર છે, જે આપણા મગજમાં બને છે અને કેમિકલ મેસેંજર તરીકે કાર્ય કરે છે, આપણા મગજના ચેતા કોષો અને તમારા શરીરના બાકીના ભાગ વચ્ચે સંદેશાઓ પહોંચાડે છે. ડોપામાઇન એક હોર્મોન તરીકે પણ કાર્ય કરે છે. ડોપામાઇન, એપિનેફ્રાઇન અને નોરેપીનેફ્રાઇન મુખ્ય કેટેકોલામાઇન્સ છે. આ હોર્મોન્સ આપણા સૌના શરીરમાં એડ્રેનલ ગ્રંથિ દ્વારા બનાવવામાં આવે છે, જે કિડનીની ટોચ પર રહેલી એક નાની ટોપી આકારની ગ્રંથિ છે. ડોપામાઇન એ તમારા મગજમાં હાયપોથેલેમસ દ્વારા મુક્ત થતો ન્યુરોહોર્મોન પણ છે. ડોપામાઇનને "ફીલ-ગુડ" હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. તે આપણને આનંદની અનુભૂતિ આપે છે. જ્યારે એવું થાય છે, ત્યારે મનમાં ઠેકડા મારતો આ હોર્મોન્સ આપણને કશુંક સારું કરવાની પ્રેરણા આપે છે. 
  ડોપામાઇન એ મગજમાં રહેલું એક રસાયણ છે જે આનંદ, પ્રેરણા અને ધ્યાન કેન્દ્રિત કરવાની લાગણીઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આપણે જ્યારે મનગમતું કશુંક કરીએ છીએ ત્યારે ડોપામાઇન આપણને આંનદ અને સંતોષની ફીલિંગ આપે છે. 
   
Photo attachment: Screenshot_2026-05-14-16-16-02-71_680d03679600f7af0b4c700c6b270fe7.jpg
Photo attachment: Screenshot_2026-05-14-16-16-02-71_680d03679600f7af0b4c700c6b270fe7.jpg



ડીટોક્સ એટલે એવી પ્રવૃતિઓ તરફ મનને વાળવું, કે જેથી આપણે જીંદગીને રીસેટ કરી શકીએ. બને તેટલું સોસિયલ મીડિયાથી, ઓનલાઈન ગેમ્સથી અને બીંજ વોચિગથી જાતને દૂર રાખવી, ઓનલાઈન શોપિંગથી દૂર રહેવું, સ્માર્ટ ફોનથી દૂર રહેવું અને મનને રીડિંગ, રાઇટિંગ,પેઇન્ટિંગ વગેરે વગેરે જે કાઇપણ શોખો કે જેને આપણે અભેરાઈએ ચડાવી દીધા હોય તેને નીચે ઉતારીને ફરીથી જીવવા. એટલું જ નહી, મનને યોગા અને મેડિટેશન જેવી પ્રવૃતિઓ તરફ લઈ જવું જેથી રૂટિન પ્રવૃતિઓથી ગોઠવાઈ ગયેલા મનને આપણે રીફ્રેશ કરી શકીએ. ઋષિકેશ અને હરિદ્વાર જેવા સ્થળોએ પંચકર્મની વિધિ દ્વારા આ હોર્મોન્સને બેલેન્સ કરવાની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. 
 ડોપામાઇન ડીટોક્સ આપણને ઓવરથિંકિંગથી બચાવે છે. એ આપણને બીજા આપણા વિષે શું વિચારશે કે આપણા વિષે શું બોલશે? એ બીમારી સામે પણ રક્ષણ આપે છે. જેની ભારત જેવા દેશોમાં ખાસ જરૂર છે. આપણી આસપાસ એવા ઘણા બધા બિનજરૂરી નોટિફિકેશન્સ ઓન હોય છે, જે આપણને સતત ડિસ્ટરેક્ટ કરતાં રહે છે. જેને લીધે આપણે આપણા રૂટિન કામમાં પણ એકાગ્ર થઈ શકતા નથી. અને એટલે જ આજકાલ ડોપામાઇન ડીટોક્સનું મહત્વ વધતું જાય છે. ઘણા બધા લોકો હવે સ્માર્ટફોનની જગ્યાએ સાદા ફોનનો ઉપયોગ કરવા લાગ્યા છે. જેથી તેઓ દુનિયાથી ડીસ-કનેક્ટ થઈ શકે અને જાત સાથે જોડાઈ શકે. 
 

 ડીટોક્સ એટલે આજમાં જીવીએ અને સર્જનાત્મક બનીએ. મનોવૈજ્ઞાનિકોના કહેવા મુજબ આપણી અંદર ઘણું એવું છે, જેને આપણે ડીટોક્સ કરતાં રહેવું જરૂરી છે. જે કાઇપણ આપણને જીવતા અને જીવંત રહેતા અટકાવે છે, તે બધુ જ ડીટોક્સ થવું જોઈએ. આજે સોસિયલ મીડિયાએ આપણી પાસેથી જીવન જીવવાનો ઉત્સાહ છીનવી લીધો છે, ત્યારે આ ડિજિટલ ફાસ્ટિંગ અઠવાડિયામાં એકવાર કરી લેવા જેવો ખરો.. 
  

No comments:

Post a Comment

શું છે આ , ' ડોપા માઇન ડિટોક્સ??

   શું છે આ " ડોપા માઇન ડિટોક્સ"? હેડિંગ      જે કાઇપણ આપણને જીવતા અને જીવંત રહેતા અટકાવે છે, તે બધુ જ ડીટોક્સ થવું જો...