શિક્ષણને
રાષ્ટ્રમાં પરિવર્તન લાવનાર સૌથી અગત્યનું માધ્યમ ગણવામાં આવે છે.કોઈ પણ રાષ્ટ્ર
એટલે આગળ છે, કારણકે તે શિક્ષિત છે.વિશ્વના જે રાષ્ટ્રો શિક્ષિત છે,વિકસિત છે.પણ
શું આપણા દેશમાં શિક્ષણ પરિવર્તન લાવનાર સૌથી અગત્યનું પરિબળ છે, ખરું? શિક્ષણ થકી
લોકોમાં વૈચારિક પરિવર્તન આવે છે ખરું? આ પ્રશ્નનો જવાબ દરેક વ્યક્તિએ અલગ-અલગ
હોવાનો. પણ જો આ જ પ્રશ્ન આપણે આજે શિક્ષણ મેળવનાર લોકોને પૂછીએ તો શો જવાબ
મળશે?કેટલા વિદ્યાર્થીઓ એવું કહેશે કે ‘શિક્ષણને લીધે અમે
જ્ઞાતિપ્રથા,દહેજ,ભ્રૂણહત્યા,બળાત્કાર,જાતિવાદ,અસ્પૃશ્યતા અંધશ્રદ્ધા વગેરે
દુષણોમાં માનતા નથી. કોણ એવું કહેશે શિક્ષણને લીધે અમારા આ દુષણો પ્રત્યેના વિચારો
બદલાય ગયા છે.અમે સમજી ગયા છીએ કે આવા કુરીવાજોથી દુર રહેવું જોઈએ. બોલો કોણ
સંપૂર્ણ નિર્ભયતાથી આ કુરિવાજો સામે લડશે? હકીકત તો એ છે કે આપણા દેશમાં શિક્ષણનું
પ્રમાણ જેમ જેમ વધતું જાય છે, તેમ તેમ વૈચારિક પરિવર્તન વધવાને બદલે ઘટતું જાય છે!
હવે આ શિક્ષણ-પ્રથાનો વાંક છે કે પછી શિક્ષણ પ્રાપ્ત કરનારનો? કે પછી આપણે અમુક
પરિવર્તનોને હજી સુધી સમજી જ શક્યા નથી! અને એમાનું એક પરિવર્તન છે, ‘આધુનિકીકરણ’
આ શબ્દનો આપણે ઉપયોગ વારંવાર કરીએ છીએ પણ હજી સુધી આ પરિવર્તનને આપણે સમજી શકયા
નથી. આ શબ્દની વ્યાખ્યા જ આપણે ખોટી કરી છે.
આપણે એવું માનીએ છીએ કે કોઈ સંસ્કૃતિનું
આંધળું અનુકરણ એટલે ‘આધુનિકીકરણ’. કોઈ યુવાન કે યુવતી લેટેસ્ટ ફેશનના કપડા પહેરે
કે મેકઅપ કરે એટલે એ આધુનિક! કોઈ વ્યક્તિ હાઈ-ફાઈ સ્માર્ટફોન વાપરે કે ઉંચી
કંપનીના ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ વાપરે એટલે એ આધુનિક! કે પછી કોઈ માતા-પિતા પોતાના
સંતાનોને 'english-medium’ સ્કૂલમાં ભણાવે એટલે આધુનિક! કોઈ વ્યક્તિ પોપ-સોંગ્સ
સાંભળે કે પાર્ટીઓમાં ડાન્સ કરે એટલે આધુનિક! કે પછી કોઈ લેટેસ્ટ હોટેલમાં ચાઇનીઝ,
પંજાબી કે કોન્ટીનેન્ટલ જમેં એટલે એ આધુનિક! વગેરે વગેરે...... બોલો આમાંથી તમે કઈ
વ્યાખ્યાને સાચી માની તેને અનુસરો છો? ને કઈ વ્યાખ્યા મુજબ ખૂદને “આધુનિક” માનો
છો? કહેશો. આ આપણી બનાવેલી આધુનિકતાની વ્યાખ્યા, જેને આધારે આપણે સૌનું મૂલ્યાંકન
કરતા રહીએ છીએ. હવે તમે જ કહો જો વ્યાખ્યા જ ખોટી હોય તો મૂલ્યાંકન પણ ખોટું જ
થવાનું ને? હકીકત તો એ છે કે આધુનિકતા આવે છે નવા વિચારો થકી. જે પ્રજા જુના અને
ઝડ વિચારો છોડી નવા વિચારોને સ્વીકારવા તૈયાર રહે છે, તે આધુનિકતાની સાચી પરિભાષા
કરી શકે છે.ને એ મુજબ પોતાનું આધુનિકીકરણ કરી શકે છે.માત્ર કોઈ પાસેથી ઉછીના
લીધેલા ‘days’ ઉજવવાથી કોઈ પ્રજા આધુનિક નથી બની જતી.એના માટે પ્રજાએ ગમે તેવા
દુષણો સામે લડવા તત્પર રહેવું પડે છે.ગમે ત્યાં ભારતીય સંસ્કૃતિના ગાણા ગાયે કશું
થવાનું નથી.પરિવર્તન લાવવા પેલા આપણે પરિવર્તિત થવું પડશે.
સાચું તો એ છે કે જ્યાં વિચારોની સ્વતંત્રતા અને
વિચારો રજુ કરવાની નિર્ભયતા હોય એ બાબતો જ આધુનિકતાના દાયરામાં આવે છે.દુષણો સામે
લડનાર જ સાચો શિક્ષિત નાગરિક ગણાય છે.સતીપ્રથાનો વિરોધ કરનાર અને એ પ્રથા બંધ
કરાવવાનો પ્રયાસ કરનાર ‘રાજા રામ મોહનરાય’ આધુનિક હતા. એકલે હાથે એ દુષણ સામે
લડ્યા અને જીત્યાં પણ ખરા! તેઓ પેલા લાખો વ્યક્તિઓએ એ પ્રથાની સ્ત્રી પર થતી અસર
જોઈ હતી પણ કોઈ બોલ્યું નહિ. જેવું છે તેવું સ્વીકારી લેવાની આપણી આદતોએ જ આપણને
નવા વિચારો થી દુર કરી મુક્યા છે.જ્યાં સુધી કોઈ પ્રથા મને નડતી નથી, એનો કોઈ
વિરોધ નથી.પણ જો એ મને નડશે તો હું લડી લઈશ આપણી આ આધુનીક્તાએ આપણને સાવ કુવામાંના
દેડકા બનાવી દીધા છે.એ જ રીતે અથાક પ્રયત્નો થકી ભારતમાં પ્રથમ મુવી બનાવનાર ‘દાદા
સાહેબ ફાળકે’ પણ આધુનિક હતા. મારા દેશને મારે કશુક નવું આપવું છે, એ વિચાર જ
આધુનીક્તાનો પર્યાય બની રહે છે.એવી જ રીતે ભારતમાં કોઈ નવી શરૂઆત કરનાર પ્રત્યેક
વ્યક્તિ આધુનિક છે.પણ જો તમે ડોક્ટર છો અને હજી દહેજ માંગો છો તો તમારા જેવું
‘અભણ’ કોઈ નથી. તમારું શિક્ષણ તમારામાં ડિગ્રી સિવાય કોઈ પરિવર્તન લાવી શક્યું
નથી.તેવી જ રીતે જો તમે શિક્ષિત છો અને ભ્રૂણહત્યા માં માનો છો તો તમારા જેવું
રૂઢીવાદી કોઈ નથી.શિક્ષણ થકી નવા વિચારોનું પ્રસારણ થવું જોઈએ. જે શિક્ષણ તમને
સામાજિક કુરિવાજો સામે લડતા ના શીખવે એ શિક્ષણ શું કામનું?
આઝાદીના
૭૨ વર્ષો પછી પણ આપણે દહેજ,અંધશ્રદ્ધા,વ્યક્તિપૂજા,ભ્રૂણહત્યા,અસ્પૃશ્યતા વગેરે
જેવા દુષણો દુર નથી કરી શક્યા,એ સૂચવે છે કે આપણે માત્ર સાક્ષર બન્યા છીએ પણ
શિક્ષિત બન્યા નથી.હજી આજની તારીખે મત કોને આપવો એ એક પુખ્ત નાગરિક તરીકે આપણે
નક્કી નથી કરતા.પણ આપણી જ્ઞાતિ કે કુટુંબ આ બાબતો નક્કી કરે છે.હવે તમે જ કહો
શિક્ષણ થકી ખરેખર આપણે મુક્ત બન્યા કે હજી જુના વિચારો સાથે જ જીવી રહ્યા છીએ.નવા
વિચારો સામે આપણે આપણા મનની બારીઓ બંધ જ કરી દીધી છે.નવા વિચારો જુના વિચારો સામે
લડી જ શકતા નથી એ બાબત જ સૂચવે છે કે આપણે હજી જૂનીપુરાણી સદીઓમાં જ બંધિયાર બની
જીવી રહ્યા છીએ. આપણો બાહ્ય પહેરવેશ બદલાયો છે,પણ આંતરિક પરિવર્તન હજી ઘણે દુર છે.વૈચારિક
પરિવર્તન હજી આપણે અપનાવ્યું નથી. એ જ જુના વિચારો અપનાવી આપણે સ્ત્રીઓને પડદા કે
બુરખા પાછળ ધકેલતા રહીએ છીએ. સ્ત્રી પણ જીન્સ પહેરવાથી કે ટુકા કપડા પહેરવાથી
આધુનિક નહિ બને પણ એણે પણ નવા વિચારો સ્વીકારવા પડશે. સ્ત્રી-શિક્ષિત બની નવા
વિચારો અપનાવશે તો રાષ્ટ્ર ઝડપથી બદલાશે.સ્ત્રીઓ એ પણ કુરિવાજો સામે લડવું પડશે.
આપણને વિચારોની ઝડતા ફાવી ગઈ છે.નવી શરૂઆત
કરનાર આપણને ગમે છે,પણ શરૂઆત કરવી આપણને ગમતી નથી.નવા રસ્તાઓ આપણે અપનાવવા પડશે.એક
એક યુવાન અને યુવતીઓએ નવા વિચારો અપનાવવા પડશે.પછી તે સોચાલય બનાવવાનો હોય કે
સ્વચ્છતા નો કે પછી દહેજ નહિ લેવાનો. દરેક જગ્યાએ આપણે આગળ પડતા રહેવું પડશે.આપણે
જ નવા વિચારોના ‘બ્રાન્ડ-એમ્બેસેડર’ બનવું પડશે.લગ્ન પાછળ થતા ખોટા ખર્ચાઓ અટકાવવા
પડશે, ધર્મના નામે મંદિરો કે મસ્જિદોમાં પૈસા આપવા એના કરતા કોઈ ગરીબને એ પૈસા થકી
મદદ કરવી પડશે,કોઈ પરિણીત યુગલે કહેવું પડશે કે અમે ભ્રૂણહત્યા નહિ કરીએ,માત્ર
મારા માતા-પિતાના કહેવાથી કોઈ બાબા કે ધર્મગુરુમાં નહિ માનું,કોઈ વ્યસન નહિ
કરું,આવા નવા વિચારો સાથે શરૂઆત કરનાર પ્રત્યેક વ્યક્તિ ‘આધુનીક’ ગણાશે.શિક્ષણ નો
સાચો હેતુ તો જ સિદ્ધસિદ્ધ જો આપણે એમાં સુચવેલા પરિવર્તનો સ્વીકારી દેશને
નવી દિશા તરફ લઇ જઈ શકીશું.શિક્ષણ એક એવું માધ્યમ છે,જેના થકી આપણે દેશમાં નવા
વિચારોનો સંચાર કરી શકીશું.
કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ લોકોની વિચારસરણીમાં
આવતા પરિવર્તન થકી જ થાય છે.નવા વિચારો જયારે જુના વિચારોને દુર કરે છે,ત્યારે જ
સૂર્યોદય થાય છે.વિચારોની નવીનતા જ રાષ્ટ્રને નવા સંશોધનો તરફ દોરી જાય છે.શિક્ષણ
દ્વારા જ રાષ્ટ્રમાં સર્જનાત્મકતાનો સંચાર થાય છે.અને જ્યાં સર્જનાત્મકતા હોય
ત્યાં મૌલિકતા નિખરે છે.અને મૌલિકતા પ્રજાને વિચારોની સ્વતંત્રતા તરફ દોરી જાય છે.
અને સાચું શિક્ષણ એ જ છે જે લોકોને સ્વતંત્રતા તરફ દોરી જાય. શિક્ષણનો મુખ્ય હેતુ
જ લોકોને મુક્ત રીતે વિચારતા કરવાનો છે.યાદ કરો રવીન્દ્રનાથ ટાગોર ની એ કવિતા.સાચું
શિક્ષણ વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી નહી પણ દેશની સમસ્યાઓ સામે લડવાની તાકાત પણ આપનાર
બની રહેવું જોઈએ.
Where the mind is without fear and the head is
held high
Where knowledge is free
Where the world has not been broken up into fragments
By narrow domestic walls
Where words come out from the depth of truth
Where tireless striving stretches its arms towards perfection
Where the clear stream of reason has not lost its way
Into the dreary desert sand of dead habit
Where the mind is led forward by thee
Into ever-widening thought and action
Into that heaven of freedom, my Father, let my country awake.
Where knowledge is free
Where the world has not been broken up into fragments
By narrow domestic walls
Where words come out from the depth of truth
Where tireless striving stretches its arms towards perfection
Where the clear stream of reason has not lost its way
Into the dreary desert sand of dead habit
Where the mind is led forward by thee
Into ever-widening thought and action
Into that heaven of freedom, my Father, let my country awake.
No comments:
Post a Comment