Monday 29 April 2019

એકલા ચાલો, અને આપણે,


એકલા ચાલો, અને આપણે,



                                  
 ekla chalo re images के लिए इमेज परिणाम










 અટલ બિહારી વાજપાઈ, દશરથ માંઝી, અન્ના હઝારે, બાબા રામદેવ, હેનરી ફોર્ડ,રાજા રામ મોહનરાય, આ બધા જ મહાનુભાવોમાં કયું સામ્ય રહેલું છે, કોઈ પૂછે તો સૌનો જવાબ તેમણે મેળવેલી સફળતાને આધારે અલગ અલગ હશે. પણ જો મારા આજના આર્ટીકલના શીર્ષક ને ધ્યાનમાં લઈએ તો હું કહીશ આ બધા અને જેણે આ વિશ્વને બદલવામાં પોતાનો અદ્વિતીય ફાળો આપ્યો છે, એ બધા જ લોકોએ જયારે પોતાના કાર્યની શરૂઆત કરી ત્યારે તેઓ એકલા હતા. એક વિચાર સાથે તેઓ વિશ્વમાં આવ્યા અને આજે એ વિચાર સમગ્ર દુનિયા માટે પ્રેરણા આપનારો બની રહ્યો છે. આ લોકોએ જયારે ચાલવાની શરૂઆત કરી સમગ્ર સંઘર્ષ દરમિયાન તેઓ એકલા હતા પણ જયારે એ સંઘર્ષ સફળતામાં ફેરવાયો ત્યારે તેઓ સાથે આખી દુનિયા હતી. આપણે સૌ હમેંશા એવું વિચારતા હોઈએ છીએ જયારે કોઈ નવી શરૂઆત કરવી હોય ત્યારે કે મારા એકલાથી શું થશે, મને કોણ સાંભળશે અને હું એકલો/એકલી આ સંઘર્ષ કેવી રીતે પાર કરી શકીશ. આપણે જયારે એવું વિચારતા હોઈએ છીએ ત્યારે આપણને આપણામાં રહેલી શક્તિઓ પર વિશ્વાસ હોતો નથી અગર તો આપણે આપણી જાતને ‘અન્ડરએસ્ટીમેટ’ કરતા હોઈએ છીએ. પણ ઈશ્વરે આપણને મોટીવેટ કરવા એવા એવા ઉદાહરણો આપણી સમક્ષ મુક્યા છે, જેના થકી પ્રેરણા લઇ આપણે આપણી શક્તિઓને ઓળખી કોઇપણ રસ્તે ‘એકલા’ ચાલી સફળ થઈએ કે ના થઇએ પણ આગળ વધી શકીએ છીએ. યાદ રાખવું સફળ થવું એ કોઈપણ પ્રયત્નોનો માપદંડ નથી. આપણે જે પ્રકારનું જીવન જીવવા ઈચ્છતા હોઈએ એ જીવવા મળે એ પણ સફળતા જ છે.પણ એના માટે પણ એકલા એકલા જીવનના રસ્તાઓ પર ચાલવું જ પડે છે, આમપણ જીવનનો સંઘર્ષ જેટલા એકલે હાથે લડીશું, એટલા જ પરિણામો વધુ મીઠા લાગશે.
   આગળના ફકરામાં જેટલા જેટલા મહાનુભાવોની વાત કરી છે, એ બધાને આજે આખી  સલામ કરે છે, પણ તેઓએ જયારે શરૂઆત કરી હશે, કેટલા મજબુત મનોબળ સાથે કરી હશે. અટલ બીહારી વાજપાઈએ જયારે જનસંઘ વિખેરી ૬ એપ્રિલ ૧૯૮૦માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી તેઓ સાવ એકલા હતા.૧૯૮૪માં તેઓની પાર્ટીએ માત્ર બે જ બેઠકો જીતી હતી. એકવાર તો તેઓ હાર્યા પણ ખરા.પણ હાર માને એ વ્યક્તિત્વ જ તેઓનું નહોતું. અને આજે એ ભારતીય જનતા પાર્ટી ભારતની સૌથી મોટી પોલીટીકલ પાર્ટી છે. તેઓ ભારતનાં પ્રથમ બીનકોંગ્રેસી વડાપ્રધાન બન્યા. ૧૯૮૦ માં પાર્ટીની સ્થાપના બાદ તેઓએ  આખા ભારતમાં ભ્રમણ કર્યું અને લાખો કાર્યકર્તાઓને બીજેપી તરફ વાળ્યા. આજે ભલે આ પાર્ટી નરેન્દ્ર મોદીના ના નામે ઓળખાય છે, પણ એની સ્થાપના અને વિકાસનો સંપૂર્ણ શ્રેય અટલજી  ને જ મળવો રહ્યો.અટલજી એ વિચાર્યું હોત કે  હું એકલો શું કરી શકું? તો આજે આ પાર્ટીનું કોઈ અસ્તિત્વ જ ના હોત! આ લેવલે પાર્ટીને પહોચાડવા તેમણે અનેક સંઘર્ષોનો સામનો કર્યો હશે. જેઓ સંઘર્ષ કરતા રહે છે,તેઓ જ કઈક અલગ રસ્તો કંડારતા રહે છે. હકીકત તો એ છે કે “ હું એકલો/એકલી શું કરી શકું એ ભાવના જ આપણામાં નકારાત્મકતા જન્માવે છે. આવું વિચારીએ છીએ ત્યારે આપણે દુનિયા જેવી છે તેવી સ્વીકારી લઈએ છીએ અને આપણા સપનાઓ અધૂરા રહી જાય છે.

બીજું ઉદાહરણ લઈએ દશરથ માંઝીનું જેને લોકો ‘mountain man’ તરીકે ઓળખે છે.પત્ની ફાલ્ગુની દેવીને સમયસર સારવાર ના મળવાથી મૃત્યુ પામી કારણકે નજીકમાં કોઈ હોસ્પિટલ નહોતી. તેઓએ નક્કી કર્યું કે હવે કોઈ આ અસુવિધાને લીધે મરણને શરણ થવું જોઈએ નહિ. અને એકલા હાથે તેણે ૧૧૦ મી લાંબો, ૭.૭ મી.ઊંડો અને ૯.૧ મી પહોળો રસ્તો બનાવી લીધો. એ પણ પર્વતો અને ખડકોની વચ્ચેથી! એના આ પ્રયત્નોને લીધે તેઓના ગામ ગેહલર (બિહાર) ના લોકોનું જીવન આજે સરળ બની રહ્યું છે. શરૂઆતમાં ગામના લોકોએ તેનો વિરોધ પણ કરેલો પણ પછી મદદ પણ કરી. છે ને એકલા ચાલવાની મજા! એમાં જેવી લક્ઝરી મળે બીજામાં ના મળે. શરૂમાં કોઈ સાથે ના  હોય પણ છેલ્લે બધા સાથે જોડાય જાય છે.વિરોધ કરનારા સાથે જોડાય એનાથી વધુ આનદ-દાયક પ્રવાસ કયો હોવાનો! આવો પ્રવાસ જ જીવનને વધુ સારા કાર્યો કરવાની પ્રેરણા આપતો રહે છે.
રાજા-રામ મોહનરાય નામ સાંભળ્યું હશે, જેમણે એકલે પંડે પહેલીવાર ‘સતીપ્રથાના’ રિવાજનો વિરોધ કર્યો. શું તેમણે એવું વિચાર્યું કે હું એકલો શું કરી શકીશ?  મારા એકના વિરોધથી આ કાળો રીવાજ કેવી રીતે બદલાશે? સદીઓથી ચાલ્યા આવતા અ ગલત રિવાજનો તેમણે એકલા હાથે સામનો કર્યો. વળી વિચારો કે એ સમયે સમાજ પણ કેટલો રૂઢીચુસ્ત હતો.છતાં તેમણે પ્રયાસો કર્યા અને એ રીવાજ  બદલાવ્યો. તેઓના થકી આ ક્રૂર રિવાજનો અંત આવ્યો. એકલે હાથે આવા ચમત્કારો પણ થઇ શકે છે.
 સાલુમરાદા થીમક્કા (કર્ણાટક) છે ને કઈક અલગ નામ! તેઓનું કામ પણ તેમના નામ જેવું જ અલગ છે. તેઓને આ વર્ષે પદ્મશ્રીનો એવાર્ડ મળ્યો છે. જો આ એવાર્ડ તેમને મળ્યો એમાં એવોર્ડની ગરિમા વધી ગઈ! તેઓએ પર્યાવરણની સુરક્ષા કાજે હજારો વૃક્ષો એકલા હાથે ઉગાડ્યાં અને ઉછેર્યા પણ ખરા! તેઓએ સ્કૂલનું ઔપચારિક શિક્ષણ પણ લીધું નથી. પણ જેણે એકલા હાથે સમાજના ભલા માટે કામ કરવું જ છે, એને કશું નડતું નથી. નડે છે, તેઓને જ જેણે માત્ર ફરિયાદો જ કરવી છે. પર્યાવરણ માટે એકલે હાથે વૃક્ષો ઉગાડવાની તેમની જીદ આજે તેઓને ક્યાં સુધી લઇ ગઈ? માત્ર વાતો કર્યા કરવી અને કામ કરતા રહેવું એમાં ધરતી-આકાશનો ફર્ક હોય છે.
હેનરી ફોર્ડ જેને અમેરિકન ઉધોગોના ‘કેપ્ટન’ માનવામાં આવે છે. તેમણે એકલા હાથે ફોર્ડ કંપનીની સ્થાપના કરી. અને કંપનીને સફળતાના શિખરે પહોચાડી. તેઓએ પોતાના કર્મચારીઓને ઊંચા પગાર આપી કંપનીને એક નવી ઓળખ આપી. તેઓના એકલા હાથના પ્રયાસોને જ લીધે દુનિયા તેઓને ‘ફોરડીઝમ’ તરીકે ઓળખે છે. એકલા પંથે ચાલી અમેરિકાના ઉધોગોને નવી દિશા આપનારા આ સાહસિકની ઓળખને કોણ વળી ભૂલી સકે?
મિત્રો આવા તો કેટલાયે ઉદાહરણો છે, દરેક ક્ષેત્રમાં આપણને આવી એકલા પંથે ચાલી સફળ વ્યક્તિઓ મળી આવશે. ભારતમાં ફિલ્મ ઉધોગની શરૂઆત કરનાર દાદા સાહેબ ફાળકે ને વળી કોણ ભૂલી સકે. હકીકત તો એ છે મિત્રો આ દુનિયા આવા એકલ પ્રવાસીઓને લીધે જ બદલાતી અને વિકસતી રહે છે. આ વ્યક્તિઓ જ આપણને સમજાવી શકી છે, કે એકલે હાથે દ્રઢ નિશ્ચયતાથી લડનાર જ વિશ્વને નવો રાહ ચિંધનાર બની શકે છે. આવા લોકો જ પોતાના સપનાઓ સાકાર કરી શકે છે. કોઈ કામને ક્રેડીટ આપે કે નાં આપે એકલા એકલા લડતા રહેવું એ જીવનમંત્ર અપનાવવા જેવો ખરો. હવે ક્યારેય એવું ના વિચારતા કે હું એકલો/એકલી શું કરી શકું? જે કંઈપણ નવું કરવું છે, એના માટે મુહુર્ત જોવાની જરૂર નથી માત્ર આપણા દ્રઢ સંકલ્પો જ કાફી છે. 


                                                                                                                       
ekla chalo re images के लिए इमेज परिणाम 

Monday 22 April 2019


અકસ્માતો અને આપણે,



Image result for accidents in india 
 દેશ ક્યારેય સરહદોથી બનતો નથી. સરહદ એ તો કોઈપણ દેશની રાજકીય અને પ્રાદેશિક મર્યાદા બતાવે છે. કોઈપણ દેશનું નકશામાં સ્થાન સરહદ નક્કી કરી આપે છે. આમ તો સરહદો લોકોને તોડવાનું અને વહેચવાનું કામ કરે છે. પણ આજે આપણે સરહદ નહિ સરહદોથી દોરાયેલા આપણા દેશની વાત કરવી છે. એનો ભવ્ય ઈતિહાસ, એની ભવ્ય સંસ્કૃતિ આપણે બહુ વાગોળતા રહીએ છીએ, એના ઉજવવળ ભવિષ્યની આપણે કલ્પનાઓ કરતા રહીએ છીએ. પણ એનો વર્તમાન કદી આપણી સમક્ષ રહેતો નથી. હા આપણી વાતોમાં,ચર્ચાઓમાં, આપણો દેશ કેન્દ્રસ્થાને હોય છે, પણ આપણે દેશ વિશે માત્ર વાતો કરતા રહીએ છીએ. દેશ વિષે જયારે કશું કરવાનું આવે આપણે આઘા ખસી જઈએ છીએ.( જે લોકો દેશ માટે કશું કરતા હોય એણે ખોટું ના લગાડવું) જેને લાગૂ પડતું હોય એની જ વાત અહી થાય છે. આપણે બધા માત્ર ત્યારે જ જાગીએ છીએ જયારે કોઈ સમસ્યા આપણને નડે કે આપણા ઘર સુધી પહોંચે. અન્યથા આપણે સુતા જ રહીએ છીએ. આપણે ઉઠીએ છીએ રોજ પણ જાગીએ છીએ ત્યારે જ જયારે કોઈ દુર્ઘટના આપણી સાથે કે આપણા કુટુંબ સાથે બને. આ દેશમાં એક સામાન્ય સમસ્યા લઇએ. દેશમાં સડક અકસ્માતો નિયમિત થતા રહે છે.અરે આપણે સેકન્ડો કે મીનીટોમાં આંકડા કાઢીએ તો મળી આવે, એવી રીતે અહી લોકો વિહિકલ ચલાવતા રહે છે. દારૂ પીકે ડાન્સ કરેગા નહિ દારૂ પીકે ગાડી ચલાયેંગે એ આપણું સુત્ર છે. નશામાં તરબત્તર વ્યક્તિ જયારે અકસ્માત કરી બેસે છે,નિર્દોષ લોકો એનો ભોગ બને છે, કોઈ ફેમીલી અધૂરું થઇ જાય છે. કોઈ બાળક પોતાના માતા-પિતા કે કોઈ પત્ની પતિ ગુમાવી બેસે કે કોઈ માતા-પિતા પોતાનો વહાલસોયો દીકરો ગુમાવી દે છે. પણ આપણે નથી નશો કરવાનું છોડતા કે નથી ટ્રાફિકના નિયમોનું પાલન કરી આપણી જિંદગી બચાવવાનું વિચારતા. આપણે ટ્રાફિકના નિયમોને તોડવામાં બહાદુરી સમજીએ છીએ. અતિ ટ્રાફિક વાળા શહેરોમાં તો વ્યક્તિ ઘરે પહોંચે, ત્યારે સમજવાનું કે આજે તે જીવતા પાછા આવ્યા.પણ છતા આપણે અકસ્માતો ટાળવાનો જરાપણ પ્રયાસ કરતા નથી!  







Image result for accidents in india
આપણે ત્યાં ૪થાકે પાચમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ વિહિકલ ચલાવતા થઇ જાય છે. લીટરલી ઘણા માતા-પિતા ગર્વ અનુભવતા હોય છે કે મારું સંતાન નાનું હોવા છતાં વિહિકલ ચલાવે છે.એ બાળકોને ટ્રાફિકના નિયમોનું જરાપણ જ્ઞાન હોતું નથી, આગળ થઇ જવાની ઉતાવળમાં તેઓ ગમે તેમ ઓવર ટેક કરે છે અને અકસ્માતોમાં પોતાનો જીવ ગુમાવતા રહે છે. પછી અફસોસ સિવાય આપણી પાસે કશું રહેતું નથી. જીવન ઝડપ કરતાયે સસ્તું બની રહે છે. એક જ વાહનમાં કેપેસીટી કરતા જાજા ભરવાની આપણી પોલીસી પણ ક્યારેક સેંકડોના મૃત્યુનું કારણ બની રહે છે.પણ આપણે કેપેસીટી કરતા વધુ મુસાફરો બેસાડી સૌનો જીવ જોખમમાં મુકતા જ રહીએ છીએ. બાઈકની કેપેસીટી ૨ વ્યક્તિની જ છે, છતાં આપણે ૪/૫ એમ બેસાડતા જ રહીએ છીએ. તમે વિચારો ક્યારેક તો સામસામાં બાઈક ભટકાય તો પણ ૪/૫ લોકો મૃત્યુ પામે છે. કેવી બેદરકારી! આપણી એસ.ટી. બસો તો જાણે ગમે તેટલા મુસાફરો સમાડવાની બસો  હોય એવું જોતા લાગે. અમુક રાજ્યોમાં તો લોકો બસની ઉપર પણ બેસતા હોય છે. આપણી ટ્રેનો પણ આ જ પરીસ્થીતીમાં હોય છે. એક ડબામાં કેપેસીટી કરતા વધુ મુસાફરો ભરી આપણે લોકોની જિંદગીને સસ્તી બનાવી મુકીએ છીએ. અહી વાહનમાં લોકો અંદર બહાર ઉપર જ નહિ પણ બારણે લટકીને પણ પોતાનું જીવન મુસીબતમાં મુક્તા રહે છે. ચાલુ વિહીકલે ચડવું કે ઉતરવું પણ અહી એકદમ કોમન ગણાય છે. ટૂંકમાં અહી લોકોને પોતાની જાતની સલામતી કરતા વધુ ઝડપ વહાલી હોય છે. દરેકને ઝડપી ક્યાંક પહોચવું છે. એ ઝડપમાં તેઓ પોતાની જિંદગીને પણ દાવ પર લગાવી દે છે.ક્યાંક ઉતાવળમાં પહોંચમાં આપણે સીધા ઈશ્વરના ધામમાં પહોચી જતા હોઈએ છીએ.
આવું બધું જયારે વાંચીએ કે સાંભળીએ આપણને પ્રવચન જેવું લાગે, પણ જયારે આપણા પર વીતે ત્યારે જ અમુક બાબતો સમજાતી હોય છે. ઘરમાંથી વિહિકલ લઈને ગયેલું કોઈ જયારે પાછું નાં આવે, ત્યારે આ બધી બાબતોની ગંભીરતા આપણને સમજાતી હોય છે.સરકાર કડક કાયદા કરે, હેલ્મેટ પહેરવાનું કહે, રસ્તા પર સુત્રો મુકે, પણ આપણે તો માનવાનું નહિ એ નક્કી જ કરી લીધું છે. અને જયારે અકસ્માત થાકી આખી જિંદગીની વિકલાંગતા ભોગવવી પડે ત્યારે સમજાય કે આડેધડ વાહન ચલાવવું કેટલું ખતરનાક છે. આપણા દેશમાં કદાચ વસ્તી બહુ છે, એટલે મૃત્યુનું મુલ્ય નહિ સમજાતું હોય! મુંબઈની ટ્રેનોમાં મુસાફરી  આખા વિશ્વમાં સૌથી વધુ એડવેન્ચરીયસ ગણવી પડે લોકો એટલી ઝડપથી જીવનાં જોખમે ચડતા હોય, ટીંગાતા હોય આપણને લાગે વિશ્વમાં આનાથી વધુ સાહસિક કાર્ય કોઈ છે જ નહિ! લોકો ચડતા ચડતા થાંભલા સાથે ભટકાય જાય કે પડી જાય તો માત્ર જોઈ લેવાનું જીવ્યો કે મર્યો? માનવ જીવનનું કશું મહત્વ જ નહિ!
તમને શરૂઆત નું લખાણ જોઈ એવું લાગતું હશે ગાડી પાટા પરથી ઉત્તરી ગઈ કે શું? અરે એ અકસ્માત તો ચર્ચવાના જ રહી ગયા! બેદરકારી ને લીધે દર વર્ષે આપણા દેશમાં બે-ત્રણ મોટા અકસ્માતો થતા જ રહે છે અને સેંકડો લોકો જીવ ગુમાવતા રહે છે. અમુક અકસ્માતો તો સાવ નજીવી બેદરકારીને લીધે થાય છે. પછી તપાસ થાય પણ છેલ્લે કોની બેદરકારી હતી એ નક્કી નાં થાય! અને આપણે પ્રજા તરીકે બહુ ટૂંકી યાદ-શક્તિ ધરાવીએ છીએ. બે-ત્રણ દિવસ હો-હા કરી આપણે ભૂલી જઈએ છીએ. મિત્રો વિહિકલ આપણી સરળતા અને સગવડતા માટે છે,પણ આપણે જ એને આપણા મૃત્યુનું કારણ બનાવી મુકીએ છીએ. યાદ છે,મિત્રો હમણાં દશેરા પર રાવણ દહન દરમિયાન લોકો એટલા મગ્ન થઇ ગયા કે ક્યારે ટ્રેન આવી અને ઘણા લોકોને કચડી ગઈ એ પણ કોઈને ખબર ના રહી. આપણે ત્યાં હજી એક સ્થળ એવું છે, જ્યાં આવા અકસ્માતો થાય છે અને એ છે ધર્મસ્થાનો દર વર્ષે એકાદ ધર્મસ્થાનમાં એવી ઘટના તો બને જ છે, જેમાં ધક્કા-મુક્કી માં સેંકડો લોકો મૃત્યુને શરણે જતા રહે છે. ઈશ્વર પાસે જવાની ઉતાવળ એટલી કે સીધા ઈશ્વર પાસે જ પહોંચી જાય! ઝડપની લાયમાં જિંદગીને આપણે સાવ સસ્તી બનાવી દીધી છે. ખબર નહિ આપણને સૌને ક્યાં પહોચવાની ઉતાવળ હોય છે. કેમ ખરું ને?
એક પ્રજા તરીકે આવી બાબતો પ્રત્યે આપણે કેટલા જાગૃત છીએ, એ ખ્યાલ આવે એટલે લખ્યું. દરેક સમસ્યા સામે આપણો એક જ ઉકેલ હોય છે, ‘સરકાર કઈ કરતી નથી’ ઓવર ક્રાઉડ આપણો પ્રશ્ન છે, પણ એનો ઉકેલ પણ છે અને એ છે, આપણામાં સ્વયમ શિસ્ત હોવી જોઈએ. બેદરકારીથી વાહન  ચલાવતા પકડાય જઈએ તો દંડ ભરાય કે પછી ટ્રાફિક પોલીસના ખિસ્સા ભરાય એ આપણે નક્કી કરવાનું છે. હેલ્મેટ પહેરવાથી આપણી સુરક્ષા જળવાય તો પહેરવું કે ના પહેરવું એ આપણે નક્કી કરવાનું છે. ટ્રાફિકના નિયમો આપણી સુરક્ષા માટે છે, એ પાળવા કે ના પાળવા એ આપણે નક્કી કરવાનું છે, નહિ તો કોઈ સ્કૂલ-વાન વધુ બાળકોને લઇ જતી હશે અને ઉથલી પડશે, પ્રવાસની કોઈ બસ વિદ્યાર્થીઓ સહીત ગમે ત્યારે અકસ્માત નોતરી બેસશે.જેટલી કાળજી આપણે રાખીશું અમુલ્ય જિંદગીઓ બચાવી શકીશું. હવે તો ફોર ટ્રેક બની રહ્યા છે, સૌનો પોતાનો અલગ ટ્રેક છે, જો આપણે આપણા ટ્રેકને વળગી રહીશું તો અકસ્માત નહિ થાય. બાકી જો દરેક વખતે કોઈ વાહનને ઓવર-ટ્રેક કરવાનો પ્રયાસ કરીશું તો જિંદગી આપણી આઉટ ઓફ ટ્રેક થઇ જશે. નિર્યણ આપણે લેવાના છે, આખરે જિંદગી પણ આપણી જ છે ને? અને યાદ રાખો આપણી જિંદગી માત્ર આપણી એકલાની નથી એની સાથે કેટલાયે અન્ય લોકો સંકળાયેલા છે. એના માટે પણ સલામતી અપનાવીએ.
અકસ્માતો થકી વાહનો તો કાટમાળમાં ફેરવાય જ છે, પણ જિંદગીઓ પણ કાટમાળ બની રહે છે.

Be Cautions, Life Is Precious.
                                                                                                          

તમારા મન અને મગજમાં કોણ રહે છે?

  તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...