Monday 29 April 2019

એકલા ચાલો, અને આપણે,


એકલા ચાલો, અને આપણે,



                                  
 ekla chalo re images के लिए इमेज परिणाम










 અટલ બિહારી વાજપાઈ, દશરથ માંઝી, અન્ના હઝારે, બાબા રામદેવ, હેનરી ફોર્ડ,રાજા રામ મોહનરાય, આ બધા જ મહાનુભાવોમાં કયું સામ્ય રહેલું છે, કોઈ પૂછે તો સૌનો જવાબ તેમણે મેળવેલી સફળતાને આધારે અલગ અલગ હશે. પણ જો મારા આજના આર્ટીકલના શીર્ષક ને ધ્યાનમાં લઈએ તો હું કહીશ આ બધા અને જેણે આ વિશ્વને બદલવામાં પોતાનો અદ્વિતીય ફાળો આપ્યો છે, એ બધા જ લોકોએ જયારે પોતાના કાર્યની શરૂઆત કરી ત્યારે તેઓ એકલા હતા. એક વિચાર સાથે તેઓ વિશ્વમાં આવ્યા અને આજે એ વિચાર સમગ્ર દુનિયા માટે પ્રેરણા આપનારો બની રહ્યો છે. આ લોકોએ જયારે ચાલવાની શરૂઆત કરી સમગ્ર સંઘર્ષ દરમિયાન તેઓ એકલા હતા પણ જયારે એ સંઘર્ષ સફળતામાં ફેરવાયો ત્યારે તેઓ સાથે આખી દુનિયા હતી. આપણે સૌ હમેંશા એવું વિચારતા હોઈએ છીએ જયારે કોઈ નવી શરૂઆત કરવી હોય ત્યારે કે મારા એકલાથી શું થશે, મને કોણ સાંભળશે અને હું એકલો/એકલી આ સંઘર્ષ કેવી રીતે પાર કરી શકીશ. આપણે જયારે એવું વિચારતા હોઈએ છીએ ત્યારે આપણને આપણામાં રહેલી શક્તિઓ પર વિશ્વાસ હોતો નથી અગર તો આપણે આપણી જાતને ‘અન્ડરએસ્ટીમેટ’ કરતા હોઈએ છીએ. પણ ઈશ્વરે આપણને મોટીવેટ કરવા એવા એવા ઉદાહરણો આપણી સમક્ષ મુક્યા છે, જેના થકી પ્રેરણા લઇ આપણે આપણી શક્તિઓને ઓળખી કોઇપણ રસ્તે ‘એકલા’ ચાલી સફળ થઈએ કે ના થઇએ પણ આગળ વધી શકીએ છીએ. યાદ રાખવું સફળ થવું એ કોઈપણ પ્રયત્નોનો માપદંડ નથી. આપણે જે પ્રકારનું જીવન જીવવા ઈચ્છતા હોઈએ એ જીવવા મળે એ પણ સફળતા જ છે.પણ એના માટે પણ એકલા એકલા જીવનના રસ્તાઓ પર ચાલવું જ પડે છે, આમપણ જીવનનો સંઘર્ષ જેટલા એકલે હાથે લડીશું, એટલા જ પરિણામો વધુ મીઠા લાગશે.
   આગળના ફકરામાં જેટલા જેટલા મહાનુભાવોની વાત કરી છે, એ બધાને આજે આખી  સલામ કરે છે, પણ તેઓએ જયારે શરૂઆત કરી હશે, કેટલા મજબુત મનોબળ સાથે કરી હશે. અટલ બીહારી વાજપાઈએ જયારે જનસંઘ વિખેરી ૬ એપ્રિલ ૧૯૮૦માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી તેઓ સાવ એકલા હતા.૧૯૮૪માં તેઓની પાર્ટીએ માત્ર બે જ બેઠકો જીતી હતી. એકવાર તો તેઓ હાર્યા પણ ખરા.પણ હાર માને એ વ્યક્તિત્વ જ તેઓનું નહોતું. અને આજે એ ભારતીય જનતા પાર્ટી ભારતની સૌથી મોટી પોલીટીકલ પાર્ટી છે. તેઓ ભારતનાં પ્રથમ બીનકોંગ્રેસી વડાપ્રધાન બન્યા. ૧૯૮૦ માં પાર્ટીની સ્થાપના બાદ તેઓએ  આખા ભારતમાં ભ્રમણ કર્યું અને લાખો કાર્યકર્તાઓને બીજેપી તરફ વાળ્યા. આજે ભલે આ પાર્ટી નરેન્દ્ર મોદીના ના નામે ઓળખાય છે, પણ એની સ્થાપના અને વિકાસનો સંપૂર્ણ શ્રેય અટલજી  ને જ મળવો રહ્યો.અટલજી એ વિચાર્યું હોત કે  હું એકલો શું કરી શકું? તો આજે આ પાર્ટીનું કોઈ અસ્તિત્વ જ ના હોત! આ લેવલે પાર્ટીને પહોચાડવા તેમણે અનેક સંઘર્ષોનો સામનો કર્યો હશે. જેઓ સંઘર્ષ કરતા રહે છે,તેઓ જ કઈક અલગ રસ્તો કંડારતા રહે છે. હકીકત તો એ છે કે “ હું એકલો/એકલી શું કરી શકું એ ભાવના જ આપણામાં નકારાત્મકતા જન્માવે છે. આવું વિચારીએ છીએ ત્યારે આપણે દુનિયા જેવી છે તેવી સ્વીકારી લઈએ છીએ અને આપણા સપનાઓ અધૂરા રહી જાય છે.

બીજું ઉદાહરણ લઈએ દશરથ માંઝીનું જેને લોકો ‘mountain man’ તરીકે ઓળખે છે.પત્ની ફાલ્ગુની દેવીને સમયસર સારવાર ના મળવાથી મૃત્યુ પામી કારણકે નજીકમાં કોઈ હોસ્પિટલ નહોતી. તેઓએ નક્કી કર્યું કે હવે કોઈ આ અસુવિધાને લીધે મરણને શરણ થવું જોઈએ નહિ. અને એકલા હાથે તેણે ૧૧૦ મી લાંબો, ૭.૭ મી.ઊંડો અને ૯.૧ મી પહોળો રસ્તો બનાવી લીધો. એ પણ પર્વતો અને ખડકોની વચ્ચેથી! એના આ પ્રયત્નોને લીધે તેઓના ગામ ગેહલર (બિહાર) ના લોકોનું જીવન આજે સરળ બની રહ્યું છે. શરૂઆતમાં ગામના લોકોએ તેનો વિરોધ પણ કરેલો પણ પછી મદદ પણ કરી. છે ને એકલા ચાલવાની મજા! એમાં જેવી લક્ઝરી મળે બીજામાં ના મળે. શરૂમાં કોઈ સાથે ના  હોય પણ છેલ્લે બધા સાથે જોડાય જાય છે.વિરોધ કરનારા સાથે જોડાય એનાથી વધુ આનદ-દાયક પ્રવાસ કયો હોવાનો! આવો પ્રવાસ જ જીવનને વધુ સારા કાર્યો કરવાની પ્રેરણા આપતો રહે છે.
રાજા-રામ મોહનરાય નામ સાંભળ્યું હશે, જેમણે એકલે પંડે પહેલીવાર ‘સતીપ્રથાના’ રિવાજનો વિરોધ કર્યો. શું તેમણે એવું વિચાર્યું કે હું એકલો શું કરી શકીશ?  મારા એકના વિરોધથી આ કાળો રીવાજ કેવી રીતે બદલાશે? સદીઓથી ચાલ્યા આવતા અ ગલત રિવાજનો તેમણે એકલા હાથે સામનો કર્યો. વળી વિચારો કે એ સમયે સમાજ પણ કેટલો રૂઢીચુસ્ત હતો.છતાં તેમણે પ્રયાસો કર્યા અને એ રીવાજ  બદલાવ્યો. તેઓના થકી આ ક્રૂર રિવાજનો અંત આવ્યો. એકલે હાથે આવા ચમત્કારો પણ થઇ શકે છે.
 સાલુમરાદા થીમક્કા (કર્ણાટક) છે ને કઈક અલગ નામ! તેઓનું કામ પણ તેમના નામ જેવું જ અલગ છે. તેઓને આ વર્ષે પદ્મશ્રીનો એવાર્ડ મળ્યો છે. જો આ એવાર્ડ તેમને મળ્યો એમાં એવોર્ડની ગરિમા વધી ગઈ! તેઓએ પર્યાવરણની સુરક્ષા કાજે હજારો વૃક્ષો એકલા હાથે ઉગાડ્યાં અને ઉછેર્યા પણ ખરા! તેઓએ સ્કૂલનું ઔપચારિક શિક્ષણ પણ લીધું નથી. પણ જેણે એકલા હાથે સમાજના ભલા માટે કામ કરવું જ છે, એને કશું નડતું નથી. નડે છે, તેઓને જ જેણે માત્ર ફરિયાદો જ કરવી છે. પર્યાવરણ માટે એકલે હાથે વૃક્ષો ઉગાડવાની તેમની જીદ આજે તેઓને ક્યાં સુધી લઇ ગઈ? માત્ર વાતો કર્યા કરવી અને કામ કરતા રહેવું એમાં ધરતી-આકાશનો ફર્ક હોય છે.
હેનરી ફોર્ડ જેને અમેરિકન ઉધોગોના ‘કેપ્ટન’ માનવામાં આવે છે. તેમણે એકલા હાથે ફોર્ડ કંપનીની સ્થાપના કરી. અને કંપનીને સફળતાના શિખરે પહોચાડી. તેઓએ પોતાના કર્મચારીઓને ઊંચા પગાર આપી કંપનીને એક નવી ઓળખ આપી. તેઓના એકલા હાથના પ્રયાસોને જ લીધે દુનિયા તેઓને ‘ફોરડીઝમ’ તરીકે ઓળખે છે. એકલા પંથે ચાલી અમેરિકાના ઉધોગોને નવી દિશા આપનારા આ સાહસિકની ઓળખને કોણ વળી ભૂલી સકે?
મિત્રો આવા તો કેટલાયે ઉદાહરણો છે, દરેક ક્ષેત્રમાં આપણને આવી એકલા પંથે ચાલી સફળ વ્યક્તિઓ મળી આવશે. ભારતમાં ફિલ્મ ઉધોગની શરૂઆત કરનાર દાદા સાહેબ ફાળકે ને વળી કોણ ભૂલી સકે. હકીકત તો એ છે મિત્રો આ દુનિયા આવા એકલ પ્રવાસીઓને લીધે જ બદલાતી અને વિકસતી રહે છે. આ વ્યક્તિઓ જ આપણને સમજાવી શકી છે, કે એકલે હાથે દ્રઢ નિશ્ચયતાથી લડનાર જ વિશ્વને નવો રાહ ચિંધનાર બની શકે છે. આવા લોકો જ પોતાના સપનાઓ સાકાર કરી શકે છે. કોઈ કામને ક્રેડીટ આપે કે નાં આપે એકલા એકલા લડતા રહેવું એ જીવનમંત્ર અપનાવવા જેવો ખરો. હવે ક્યારેય એવું ના વિચારતા કે હું એકલો/એકલી શું કરી શકું? જે કંઈપણ નવું કરવું છે, એના માટે મુહુર્ત જોવાની જરૂર નથી માત્ર આપણા દ્રઢ સંકલ્પો જ કાફી છે. 


                                                                                                                       
ekla chalo re images के लिए इमेज परिणाम 

No comments:

Post a Comment

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...