Friday, 22 May 2026

શું છે આ , ' ડોપા માઇન ડિટોક્સ??

શું છે આ " ડોપા માઇન ડિટોક્સ"?

હેડિંગ  
   જે કાઇપણ આપણને જીવતા અને જીવંત રહેતા અટકાવે છે, તે બધુ જ ડીટોક્સ થવું જોઈએ. આજે સોસિયલ મીડિયાએ આપણી પાસેથી જીવન જીવવાનો ઉત્સાહ છીનવી લીધો છે, ત્યારે આ ડિજિટલ ફાસ્ટિંગ અઠવાડિયામાં એકવાર કરી લેવા જેવો ખરો.. 
  
આપણા સૌના જીવનમાં અને મનમાં હોર્મોન્સ ઠેકડા મારતા હોય છે. આપણી અંદર થતાં મોટા ભાગના ફેરફારો હોર્મોનલ હોય છે. ઘણીવાર આપણે બહારથી એવું ઇચ્છતા નથી કે આવું કશું થાય, પણ આપણી અંદરની હલચલ આપણને એવું કરવા મજબૂર કરી દેતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી આવા જ એક હોર્મોન્સની ચર્ચા ટ્રેન્ડમાં છે, જે ડિજિટલ ડીટોક્સ સાથે જોડાયેલી છે. આપણે દિવસમાં કેટલીવાર મોબાઈલ હાથમાં લેતા હોઈશું? કેટલીવાર એ ચેક કરતાં હોઈશું કે કોઈનો કોલ આવ્યો હતો કે કેમ? એમાં પણ સોસિયલ મીડિયા પર તો આપણે મિનિટે મિનિટે પ્રગટ થઈ જતાં હોય છે. સ્ક્રીન સ્ક્રોલ કરવામાં કલાકો ખર્ચાય જાય છે. એક સર્વે મુજબ આપણા દેશમાં સૌથી વધુ યુવાનો અને બાળકો મોબાઇલની સ્ક્રીન પાછળ પોતાનો સમય ખર્ચે છે. રીલ્સ આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગઈ છે. આપણને સૌને એવું લાગે છે કે આપણે સોસિયલ મીડિયાથી દૂર થઈ જઈશું તો ઘણું બધુ ગુમાવી દઇશું. પણ છેલ્લા કેટલાક સમયથી મોટા ભાગના લોકો આ ડિજિટલ સાધનોથી અને પોતાનો ખોવાયેલો આનંદ પાછો મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. જેને ડિજિટલ ડીટોક્સ તરીકે ઓળખવામાં આવે છે. 
 આ ‘ડિજિટલ ડીટોક્સ’ સાથે ડોપામાઇન નામનું હોર્મોન્સ જોડાયેલું છે. ડોપામાઇન એક પ્રકારનું મોનોમાઇન ન્યુરોટ્રાન્સમીટર છે, જે આપણા મગજમાં બને છે અને કેમિકલ મેસેંજર તરીકે કાર્ય કરે છે, આપણા મગજના ચેતા કોષો અને તમારા શરીરના બાકીના ભાગ વચ્ચે સંદેશાઓ પહોંચાડે છે. ડોપામાઇન એક હોર્મોન તરીકે પણ કાર્ય કરે છે. ડોપામાઇન, એપિનેફ્રાઇન અને નોરેપીનેફ્રાઇન મુખ્ય કેટેકોલામાઇન્સ છે. આ હોર્મોન્સ આપણા સૌના શરીરમાં એડ્રેનલ ગ્રંથિ દ્વારા બનાવવામાં આવે છે, જે કિડનીની ટોચ પર રહેલી એક નાની ટોપી આકારની ગ્રંથિ છે. ડોપામાઇન એ તમારા મગજમાં હાયપોથેલેમસ દ્વારા મુક્ત થતો ન્યુરોહોર્મોન પણ છે. ડોપામાઇનને "ફીલ-ગુડ" હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. તે આપણને આનંદની અનુભૂતિ આપે છે. જ્યારે એવું થાય છે, ત્યારે મનમાં ઠેકડા મારતો આ હોર્મોન્સ આપણને કશુંક સારું કરવાની પ્રેરણા આપે છે. 
  ડોપામાઇન એ મગજમાં રહેલું એક રસાયણ છે જે આનંદ, પ્રેરણા અને ધ્યાન કેન્દ્રિત કરવાની લાગણીઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આપણે જ્યારે મનગમતું કશુંક કરીએ છીએ ત્યારે ડોપામાઇન આપણને આંનદ અને સંતોષની ફીલિંગ આપે છે. 
   
Photo attachment: Screenshot_2026-05-14-16-16-02-71_680d03679600f7af0b4c700c6b270fe7.jpg
Photo attachment: Screenshot_2026-05-14-16-16-02-71_680d03679600f7af0b4c700c6b270fe7.jpg

ડીટોક્સ એટલે એવી પ્રવૃતિઓ તરફ મનને વાળવું, કે જેથી આપણે જીંદગીને રીસેટ કરી શકીએ. બને તેટલું સોસિયલ મીડિયાથી, ઓનલાઈન ગેમ્સથી અને બીંજ વોચિગથી જાતને દૂર રાખવી, ઓનલાઈન શોપિંગથી દૂર રહેવું, સ્માર્ટ ફોનથી દૂર રહેવું અને મનને રીડિંગ, રાઇટિંગ,પેઇન્ટિંગ વગેરે વગેરે જે કાઇપણ શોખો કે જેને આપણે અભેરાઈએ ચડાવી દીધા હોય તેને નીચે ઉતારીને ફરીથી જીવવા. એટલું જ નહી, મનને યોગા અને મેડિટેશન જેવી પ્રવૃતિઓ તરફ લઈ જવું જેથી રૂટિન પ્રવૃતિઓથી ગોઠવાઈ ગયેલા મનને આપણે રીફ્રેશ કરી શકીએ. ઋષિકેશ અને હરિદ્વાર જેવા સ્થળોએ પંચકર્મની વિધિ દ્વારા આ હોર્મોન્સને બેલેન્સ કરવાની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. 
 ડોપામાઇન ડીટોક્સ આપણને ઓવરથિંકિંગથી બચાવે છે. એ આપણને બીજા આપણા વિષે શું વિચારશે કે આપણા વિષે શું બોલશે? એ બીમારી સામે પણ રક્ષણ આપે છે. જેની ભારત જેવા દેશોમાં ખાસ જરૂર છે. આપણી આસપાસ એવા ઘણા બધા બિનજરૂરી નોટિફિકેશન્સ ઓન હોય છે, જે આપણને સતત ડિસ્ટરેક્ટ કરતાં રહે છે. જેને લીધે આપણે આપણા રૂટિન કામમાં પણ એકાગ્ર થઈ શકતા નથી. અને એટલે જ આજકાલ ડોપામાઇન ડીટોક્સનું મહત્વ વધતું જાય છે. ઘણા બધા લોકો હવે સ્માર્ટફોનની જગ્યાએ સાદા ફોનનો ઉપયોગ કરવા લાગ્યા છે. જેથી તેઓ દુનિયાથી ડીસ-કનેક્ટ થઈ શકે અને જાત સાથે જોડાઈ શકે. 
 
 ડીટોક્સ એટલે આજમાં જીવીએ અને સર્જનાત્મક બનીએ. મનોવૈજ્ઞાનિકોના કહેવા મુજબ આપણી અંદર ઘણું એવું છે, જેને આપણે ડીટોક્સ કરતાં રહેવું જરૂરી છે. જે કાઇપણ આપણને જીવતા અને જીવંત રહેતા અટકાવે છે, તે બધુ જ ડીટોક્સ થવું જોઈએ. આજે સોસિયલ મીડિયાએ આપણી પાસેથી જીવન જીવવાનો ઉત્સાહ છીનવી લીધો છે, ત્યારે આ ડિજિટલ ફાસ્ટિંગ અઠવાડિયામાં એકવાર કરી લેવા જેવો ખરો.. 
  
Wednesday, 13 May 2026

ચૂંટણીઓ, આપણે હારની ખેલદિલી અને જીતની વિવેકબુદ્ધિ ભૂલી ગયા છીએ!!!

ચૂંટણીઓ, આપણે હારની ખેલદિલી અને જીતની વિવેકબુદ્ધિ ભૂલી ગયા છીએ!!!

      હેડિંગ :  ચૂંટણીઓ એ પસંદગીની પ્રક્રિયા છે, જેમાં આપણે જવાબદારીથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવાની હોય છે, આ પ્રક્રિયામાં ક્યાંય વલ્ગર કે નીચ કક્ષાનું કન્ટેન્ટ સોસિયલ મીડિયા પર વાઇરલ થવું જોઈએ નહી. ચૂંટણીઓ લોકોના મનોરંજન માટે નથી. માટે આવી રીલ્સ બનાવનાર પર કંટ્રોલ હોવો જરૂરી છે. 

image.png

    પાંચ રાજ્યોની ચૂંટણીઑ પૂરી થઈ. પરિણામો પણ આવી ગયા. આપણા દેશમાં જુદી જુદી જગ્યાએ ભરાતી સંસદો અને ઓટલા પરિષદોમાં ચૂંટણીની હાર-જીતની ચર્ચાઓ સૌથી વધુ થાય છે. ગામડાઓથી લઈને શહેરો સુધી આપણે સૌ ચૂંટણીઓ સાથે જોડાયેલા રહીએ છીએ. જો કે આઝાદીના 77 વર્ષો બાદ પણ આપણને હજી મત કોને આપવો? એ નક્કી કરતાં નથી આવડતું. આજે પણ આપણે ઉમેદવારો જ્ઞાતિ અને જાતિના આધારે જ નકકી કરી રહ્યા છીએ. છેલ્લા કેટલાક વર્ષોથી આપણી પાસે કોઈ ઠોસ વિકલ્પ પણ નથી. એટલે મોટાભાગની ચૂંટણીઓ એકતરફી થઈ ગઈ છે. ધર્મના આધારે લડાઈ રહેલી ચૂંટણીઓમાંથી વિકાસ અને આપણા સાચા પ્રશ્નો અને પડકારો એકદમ ભુલાઈ જ ગયા છે.

   પણ સાથે સાથે બીજી કેટલીક અગત્યની બાબતો છે, જે આપણે સાવ ડિલીટ કરી દીધી છે અને એ છે, ખેલદિલી અને વિવેકબુદ્ધિ. હાર-જીત એ ચૂંટણીની રૂટિન પ્રક્રિયાઓ છે. પણ આપણે હારની ખેલદિલી અને જીતની વિવેકબુદ્ધિ ભૂલી ગયા છીએ. સોસિયલ મીડિયા પર શું શેર કરવું અને શું ના કરવું? શું જોવું અને શું ના જોવું? એ પ્રશ્નના જવાબો તો આજે પણ આપણી પાસે નથી. એમાં હવે ચૂંટણીમાં હારેલા નેતાઓ અને પક્ષો વિષેની એકદમ બેહૂદી અને ગંદી રીલ્સ જોઈને અને શેર કરીને આપણે જે આનંદ લઈ રહ્યા છીએ, તે આપણી  નીચી માનસિકતા છતી કરે છે. આ રીલ્સ કોમનસેન્સથી નહી,પણ બીજાને નીચા દેખાડવાના પ્રયાસોરૂપે બનાવવામાં આવે છે, અને એટલે તે એકદમ નિમ્ન કક્ષાની બને છે. અને વાઇરલ પણ એટલી જ ઝડપથી થાય છે. અને ટ્રેન્ડમાં તો 5જી કરતાં પણ વધુ સ્પીડે આવી જાય છે.

   2024 ની ચૂંટણીઓ  ભારતની પ્રથમ એ,આઈ, બેઝ્ડ ચૂંટણીઓ હતી, જેમાં રાજનીતિ અંગેની રીલ્સ અને પોસ્ટ ઇંસ્ટા અને યુ-ટ્યુબ જેવા સોસિયલ મીડિયા પર સૌથી વધુ શેર થઈ. પણ સાથે સાથે નેતાઓની સાવ ઊતરતી કક્ષાઓની રીલ્સ બનાવવાનો ટ્રેન્ડ પણ એટલો જ વાઇરલ થયો. જેણે ત્યાર પછીની બધી ચૂંટણીઓમાં માઝા મૂકી. આ પ્રકારની પોસ્ટસ અને રીલ્સ લોકોને સૌથી વધુ મિસલીડ કરે છે. એમાં મૂકવામાં આવતી માહિતીમાં 0.05 ટકા જેટલું પણ સત્ય નથી હોતું.

  પશ્ચિમ બંગાળ અને તામિલનાડુની ચૂંટણીઓ પર આ વખતે સૌથી વધુ રીલ્સ બની અને વાઇરલ પણ થઈ. તામિલનાડુમાં જેન-ઝી વૉટર્સ ઇંસ્ટા અને બીજા સોસિયલ મીડિયા પર સૌથી વધુ સક્રિય થયા. એ. આઈ. ના ટચે આ ટ્રેન્ડઝમાં ચાર ચાંદ લગાવી દીધા! પણ એ. આઈ. નો ગલત ઉપયોગ કરીને બનાવેલી કેટલીક રીલ્સ એટલી બેકાર હતી કે જોઈને પ્રશ્ન થાય કે આ લોકોને રોકવાવાળું કોઈ નહી હોય? એમાં પણ પશ્ચિમ બંગાળના હારેલા મહિલા મુખ્યમંત્રી મમતા બેનર્જીની રીલ્સ જોઈને એવું ફીલ થાય કે શું પુરુષો મહિલાઓ વિષેની પોતાની ટૂંકી માન્યતાઓ અને પૂર્વગ્રહો માંથી હજી આજે પણ બહાર આવી શકયા નથી?

  ચૂંટણીઓ લોકશાહીનો આત્મા છે, જે આજે આવી રીલ્સને લીધે એકદમ ઘાયલ થઈ ચૂક્યો છે. કોઈપણ વ્યક્તિ પ્રત્યેનો આદર આપણે અભેરાઈએ ચડાવી દીધો છે. મોદી અને દીદી બંનેનો આદર થવો જોઈએ. જે હારી જાય છે, એ એટલા નીચા નથી હોતા, જેટલા તેઓને આ રીલ્સ દ્વારા દેખાડવામાં આવે છે. કોઈપણ સ્ત્રી આપણી ઘરની દીકરી જેટલા જ આદરને પાત્ર હોય છે. તેણીને આવી રીતે રીલ્સ થકી નીચા દેખાડવાના પ્રયાસો શું દર્શાવે છે? કે આપણે વિવેકબુદ્ધિ ચૂકી ગયા છીએ. એ. આઈ. થકી મોદી અને દીદીના રોમાંસના વિડિયોઝ જોઈને થાય કે આપણે વિવેકબુદ્ધિમાં માઇનસમાં જતાં રહ્યા છીએ.

  રીલ્સ માહિતી માટે બનાવવી જોઈએ, જાહેરાતો માટે બનાવવી જોઈએ પણ કોઈનું અપમાન કરવા માટે તેનો ઉપયોગ ના થવો જોઈએ. ચૂંટણીઓ એ પસંદગીની પ્રક્રિયા છે, જેમાં આપણે જવાબદારીથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવાની હોય છે, આ પ્રક્રિયામાં ક્યાંય વલ્ગર કે નીચ કક્ષાનું કન્ટેન્ટ સોસિયલ મીડિયા પર વાઇરલ થવું જોઈએ નહી. ચૂંટણીઓ લોકોના મનોરંજન માટે નથી. માટે આવી રીલ્સ બનાવનાર પર કંટ્રોલ હોવો જરૂરી છે. અને આપણી શેરિંગ કેપેસિટી પર પણ આપણે કંટ્રોલ રાખવો જરૂરી છે. રીલ્સ જવાબદારીપૂર્વક તૈયાર થવી જોઈએ અને જે સંવાદો થાય એ આદરપૂર્વકના હોવા જોઈએ.

Thursday, 7 May 2026

બાળકની દ્રષ્ટિએ યુદ્ધ એટલે શું?

 બાળકની દ્રષ્ટિએ યુદ્ધ એટલે શું?

હેડિંગ: 

हम अपने अपने खेतों में, गेहूँ की जगह चावल की जगह
ये बन्दूकें क्यों बोते हैं? 
जब दोनों ही की गलियों में, कुछ भूखे बच्चे रोते हैं

        છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર વિશ્વ જુદા જુદા યુદ્ધોની અસર હેઠળ સિસકીઓ લઈ રહ્યું છે. આશરે 250 મિલિયન જેટલા બાળકો આજે છેલ્લા કેટલાક વર્ષોના યુદ્ધોને લીધે અનાથોની પીડા સહન કરી રહ્યા છે. આપણો દેશ પણ યુદ્ધથી થોડાક અંતરે છેટો રહી ગયો. પણ જે દેશો પોતાની વચ્ચેના અંતરને ઘટાડી ના શકયા, તેઓ આજે લડી રહ્યા છે અને તે યુદ્ધોની સૌથી ખરાબ અસરો બાળકો પર થઈ રહી છે. દારૂ-ગોળાના ધુમાડા વચ્ચે તેઓનું ભવિષ્ય ધૂધળું તો શું પણ દેખાતું જ બંધ થઈ ગયું છે. યુદ્ધના ઘોંઘાટે તેઓના જીવનમાં એવો ખાલીપો ભરી દીધો છે, જેને તેઓ જીવશે ત્યાં સુધી નથી ભૂલી શકવાના! કારણકે આ યુદ્ધોએ તેઓની પાસેથી તેઓનું સઘળું જ છીનવી લીધું છે, તેઓના બાળપણ સહિત...

  આપણી આસપાસના 50% બાળકો ઈલેક્ટ્રોનિક ગેજેટ્સના ઉપયોગને લીધે શારીરિક અને માનસિક રીતે ખતમ થઈ રહ્યા છે, અને બાકીના 50% બાળકો યુદ્ધ અને ભૂખમરાને લીધે પોતાનું સર્વસ્વ ગુમાવી રહ્યા છે. આપણે બાળકોને કેવી દુનિયા આપી રહ્યા છીએ? રવિન્દ્રનાથ ટાગોરના પ્રખ્યાત વાક્ય, "દરેક બાળક એ સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ થયા નથી." પણ આજના બાળકો માણસોથી ખરેખર નિરાશ થઈ ગયા છે!

  જે ઘરોમાં માતા-પિતા સાથે તેઓ મસ્ત મજાનું જીવન જીવી રહ્યા હતા, તે ઘરોના કાટમાળ નીચે તેઓની જિંદગી દટાઇ ગઈ છે. સવારે ઊઠે છે, તો માતા-પિતાની એ હુંફ મિસિંગ છે, જેના સહારે તેઓનું બાળપણ એકદમ સલામત વીતી રહ્યું હતું. આવા અનાથ બાળકોના આંકડાઓ જાણીને પણ આપણે શું કરીશું? જ્યારે આપણે તેઓની વેદના-સંવેદનાને સમજી શકતા નથી. ભૂખમરો,ગરીબી, એકલતા તેઓના સાથીદારો બની રહે છે. રાહતકેમ્પમાં ઉછરતા આ બાળકોને એ પણ નથી ખબર કે ઈશ્વર તેઓને કઈ વાતની સજા દઈ રહ્યો છે? માતા-પિતા સાથેની તેઓની કલરફૂલ દુનિયા એકદમ બ્લેક & વાઇટ બની જાય છે.

  ઘણીવાર આવા બાળકો યુદ્ધ દરમિયાન શારીરિક અપંગ પણ બની જાય છે. તેઓ શરીરનું કોઈ અંગ, દ્રષ્ટિ અથવા જ્ઞાનાત્મક ક્ષમતા ગુમાવવા ઉપરાંત, શાળા અને સામાજિક જીવનની તક ગુમાવી શકે છે. આવા બાળકોની સ્થિતિ સૌથી વધુ કપરી બની રહે છે. આવા બાળકોને કૃત્રિમ અંગો મળતા 10 વર્ષો કે તેથી વધુ સમય લાગે છે. ઘણા તો કૃત્રિમ અંગો મેળવી પણ શકતા નથી અને આખી જિંદગી અપંગ તરીકે ઠોકર ખાતા રહે છે. યુદ્ધમાં બાળકોના સ્વાસ્થ્ય પણ જળવાતું નથી. પોષણ, પાણીની સલામતી, સ્વચ્છતા, રહેઠાણ, આરોગ્ય સેવાઓની પહોંચ. વસ્તીના સ્થળાંતર સાથે રોગના વાહકો સામે રોગપ્રતિકારક શક્તિ ગુમાવી શકે છે. શરણાર્થી બાળકો ખાસ કરીને કુપોષણ અને ચેપી બીમારીના ભોગ બને છે. યુદ્ધને કારણે વસ્તી રસીકરણ કાર્યક્રમોમાં પણ વિક્ષેપ પડે છે જે બાળ મૃત્યુદરમાં વધારો કરે છે.

 યુદ્ધ દરમિયાન નાની દીકરીઓ સાથે બળાત્કાર પણ થાય છે. બળાત્કારનો ભોગ બનેલી આવી દીકરીઓનો સમાજિક બહિષ્કાર થાય છે, તેણી ક્યારેય સુખી લગ્નજીવન મેળવી શકતી નથી. આવી દીકરીઓ મોટા ભાગે સેક્સ-વર્કર બની જાય છે, અને એઈડઝ જેવા રોગોની ભોગ બને છે. લાંબો સમય એકલા રહેવાને લીધે આવી દીકરીઓની જિંદગીમાથી લાગણીઓની બાદબાકી થઈ જાય છે. આવી બાળકીઓ આખી જિંદગી યુદ્ધની માનસિક અસરોમાથી બહાર આવી શકતી નથી.

  આવા બાળકો માતા-પિતા ગુમાવીને સગા-સંબંધીઓના સહારે ઉછરે છે, જ્યાં તેઓનું શારીરિક અને માનસિક શોષણ થાય છે. તેઓ માટે યુદ્ધ બાદનું જીવન ક્યારેય યુદ્ધ પહેલાના જીવન જેવી સંભાવનાઓ લાવી શકતું નથી! આવા બાળકોનું ચારિત્ર્યઘડતર થઈ શકતું નથી. આસપાસની દુનિયા તરફથી ઉદાસીનતાનો અનુભવ, અથવા તેનાથી પણ ખરાબ દુષ્ટતા અને બાળકોનું નૈતિક અધ:પતન પણ થાય છે. તેઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જૂઠું બોલવું, ચોરી કરવી અને ક્યારેક પોતાનું શરીર પણ વેચી દેવું પડે છે.

  સતત ડર હેઠળ ઉછરતું આ બાળપણ આજે આપણી પાસે શાંતિ અને સલામતી માંગી રહ્યું છે. યુદ્ધથી થયેલું આર્થિક નુકસાન તો આપણે ભરપાઈ કરી દઇશું, પણ બાળકોએ ગુમાવી દીધેલી હુંફ, પ્રેમ અને માતા-પિતાનું સુખ આપણે તેઓને ક્યારેય પાછું આપી શકવાના નથી.

બાળકોની  દ્રષ્ટિએ યુદ્ધ એટલે શું?
હેડિંગ: 
हम अपने अपने खेतों में, गेहूँ की जगह चावल की जगह
ये बन्दूकें क्यों बोते हैं? 
जब दोनों ही की गलियों में, कुछ भूखे बच्चे रोते हैं
Inline image

        છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર વિશ્વ જુદા જુદા યુદ્ધોની અસર હેઠળ સિસકીઓ લઈ રહ્યું છે. આશરે 250 મિલિયન જેટલા બાળકો આજે છેલ્લા કેટલાક વર્ષોના યુદ્ધોને લીધે અનાથોની પીડા સહન કરી રહ્યા છે. આપણો દેશ પણ યુદ્ધથી થોડાક અંતરે છેટો રહી ગયો. પણ જે દેશો પોતાની વચ્ચેના અંતરને ઘટાડી ના શકયા, તેઓ આજે લડી રહ્યા છે અને તે યુદ્ધોની સૌથી ખરાબ અસરો બાળકો પર થઈ રહી છે. દારૂ-ગોળાના ધુમાડા વચ્ચે તેઓનું ભવિષ્ય ધૂધળું તો શું પણ દેખાતું જ બંધ થઈ ગયું છે. યુદ્ધના ઘોંઘાટે તેઓના જીવનમાં એવો ખાલીપો ભરી દીધો છે, જેને તેઓ જીવશે ત્યાં સુધી નથી ભૂલી શકવાના! કારણકે આ યુદ્ધોએ તેઓની પાસેથી તેઓનું સઘળું જ છીનવી લીધું છે, તેઓના બાળપણ સહિત...

  આપણી આસપાસના 50% બાળકો ઈલેક્ટ્રોનિક ગેજેટ્સના ઉપયોગને લીધે શારીરિક અને માનસિક રીતે ખતમ થઈ રહ્યા છે, અને બાકીના 50% બાળકો યુદ્ધ અને ભૂખમરાને લીધે પોતાનું સર્વસ્વ ગુમાવી રહ્યા છે. આપણે બાળકોને કેવી દુનિયા આપી રહ્યા છીએ? રવિન્દ્રનાથ ટાગોરના પ્રખ્યાત વાક્ય, "દરેક બાળક એ સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ થયા નથી." પણ આજના બાળકો માણસોથી ખરેખર નિરાશ થઈ ગયા છે!

  જે ઘરોમાં માતા-પિતા સાથે તેઓ મસ્ત મજાનું જીવન જીવી રહ્યા હતા, તે ઘરોના કાટમાળ નીચે તેઓની જિંદગી દટાઇ ગઈ છે. સવારે ઊઠે છે, તો માતા-પિતાની એ હુંફ મિસિંગ છે, જેના સહારે તેઓનું બાળપણ એકદમ સલામત વીતી રહ્યું હતું. આવા અનાથ બાળકોના આંકડાઓ જાણીને પણ આપણે શું કરીશું? જ્યારે આપણે તેઓની વેદના-સંવેદનાને સમજી શકતા નથી. ભૂખમરો,ગરીબી, એકલતા તેઓના સાથીદારો બની રહે છે. રાહતકેમ્પમાં ઉછરતા આ બાળકોને એ પણ નથી ખબર કે ઈશ્વર તેઓને કઈ વાતની સજા દઈ રહ્યો છે? માતા-પિતા સાથેની તેઓની કલરફૂલ દુનિયા એકદમ બ્લેક & વાઇટ બની જાય છે.

  ઘણીવાર આવા બાળકો યુદ્ધ દરમિયાન શારીરિક અપંગ પણ બની જાય છે. તેઓ શરીરનું કોઈ અંગ, દ્રષ્ટિ અથવા જ્ઞાનાત્મક ક્ષમતા ગુમાવવા ઉપરાંતશાળા અને સામાજિક જીવનની તક ગુમાવી શકે છે. આવા બાળકોની સ્થિતિ સૌથી વધુ કપરી બની રહે છે. આવા બાળકોને કૃત્રિમ અંગો મળતા 10 વર્ષો કે તેથી વધુ સમય લાગે છે. ઘણા તો કૃત્રિમ અંગો મેળવી પણ શકતા નથી અને આખી જિંદગી અપંગ તરીકે ઠોકર ખાતા રહે છે. યુદ્ધમાં બાળકોના સ્વાસ્થ્ય પણ જળવાતું નથી. પોષણપાણીની સલામતીસ્વચ્છતારહેઠાણઆરોગ્ય સેવાઓની પહોંચ. વસ્તીના સ્થળાંતર સાથે રોગના વાહકો સામે રોગપ્રતિકારક શક્તિ ગુમાવી શકે છે. શરણાર્થી બાળકો ખાસ કરીને કુપોષણ અને ચેપી બીમારીના ભોગ બને છે. યુદ્ધને કારણે વસ્તી રસીકરણ કાર્યક્રમોમાં પણ વિક્ષેપ પડે છે જે બાળ મૃત્યુદરમાં વધારો કરે છે.

 યુદ્ધ દરમિયાન નાની દીકરીઓ સાથે બળાત્કાર પણ થાય છે. બળાત્કારનો ભોગ બનેલી આવી દીકરીઓનો સમાજિક બહિષ્કાર થાય છે, તેણી ક્યારેય સુખી લગ્નજીવન મેળવી શકતી નથી. આવી દીકરીઓ મોટા ભાગે સેક્સ-વર્કર બની જાય છે, અને એઈડઝ જેવા રોગોની ભોગ બને છે. લાંબો સમય એકલા રહેવાને લીધે આવી દીકરીઓની જિંદગીમાથી લાગણીઓની બાદબાકી થઈ જાય છે. આવી બાળકીઓ આખી જિંદગી યુદ્ધની માનસિક અસરોમાથી બહાર આવી શકતી નથી.

  આવા બાળકો માતા-પિતા ગુમાવીને સગા-સંબંધીઓના સહારે ઉછરે છે, જ્યાં તેઓનું શારીરિક અને માનસિક શોષણ થાય છે. તેઓ માટે યુદ્ધ બાદનું જીવન ક્યારેય યુદ્ધ પહેલાના જીવન જેવી સંભાવનાઓ લાવી શકતું નથી! આવા બાળકોનું ચારિત્ર્યઘડતર થઈ શકતું નથી. આસપાસની દુનિયા તરફથી ઉદાસીનતાનો અનુભવઅથવા તેનાથી પણ ખરાબ દુષ્ટતા અને બાળકોનું નૈતિક અધ:પતન પણ થાય છે. તેઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જૂઠું બોલવુંચોરી કરવી અને ક્યારેક પોતાનું શરીર પણ વેચી દેવું પડે છે.

  સતત ડર હેઠળ ઉછરતું આ બાળપણ આજે આપણી પાસે શાંતિ અને સલામતી માંગી રહ્યું છે. યુદ્ધથી થયેલું આર્થિક નુકસાન તો આપણે ભરપાઈ કરી દઇશું, પણ બાળકોએ ગુમાવી દીધેલી હુંફ, પ્રેમ અને માતા-પિતાનું સુખ આપણે તેઓને ક્યારેય પાછું આપી શકવાના નથી.

શું હવે સોસિયલ મીડિયા પર કશુંક પોસ્ટ કરવા માટે પૈસા ચૂકવવા પડશે???

        શું હવે સોસિયલ મીડિયા પર કશુંક પોસ્ટ કરવા માટે પૈસા ચૂકવવા પડશે???          સોસિયલ મીડિયા આજકાલ આપણા સૌના જીવનનો એક ...