buletin board

હું અહીં જુદા જુદા તાજેતરના વિષયો પર લેખ લખીશ અને પ્રેરણાદાયી વિડીયો મૂકીશ.

About Me

My photo
buletin board
View my complete profile

Thursday, 18 June 2026

શું હવે સોસિયલ મીડિયા પર કશુંક પોસ્ટ કરવા માટે પૈસા ચૂકવવા પડશે???

 

 subscription plans for WhatsApp ...

 

 

શું હવે સોસિયલ મીડિયા પર કશુંક પોસ્ટ કરવા માટે પૈસા ચૂકવવા પડશે???

 

 

     સોસિયલ મીડિયા આજકાલ આપણા સૌના જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયું છે. આપણા સૌના જીવનમાં ભાગ્યેજ કોઈ દિવસ એવો હશે જ્યારે આપણે સોસિયલ મીડિયાનો ઉપયોગ નહી કરતાં હોય! ભારતમાં એક વ્યક્તિ સરેરાશ 5 થી 6 કલાકનો સ્ક્રીનટાઈમ માણે છે! હવે જો કોઈ આવીને એવું કહે કે આ વોટસએપ,ફેસબૂક કે ઇનસ્ટા જેવા સોસિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરવા માટે તમારે દર મહિને 300/400 રૂ ચૂકવવા પડશે! તો ભારતીયો પર વીજળી પડી હોય તેવું લાગશે.

   મેટાના પ્રોડક્ટ હેડ નાઓમી ગ્લીટે 27મી મે, 2026ના રોજ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા એક વિડિયોમાં જાહેરાત કરતાં કહ્યું કે, સામાન્ય યુજર્સ માટે મેટાની ત્રણેય એપ્લીકેશન્સ ફ્રી રહેશે, જેમકે વોટ્સ એપના ત્રણ પાયાના ફીચર્સ મેસેજિસ,વિડીયો કોલ્સ અને એન્ડ ટૂ એન્ડ ક્રીપ્શન ફ્રી જ રહેશે, પણ બિઝનેસ કરનારાઓ માટે, સર્જકો અને એ.આઈ. ટૂલ્સનો ઉપયોગ કરનારાઓએ વધારાની સગવડોનો ઉપયોગ કરવા માટે, પૈસા ચૂકવવા પડશે. જેમ યુ-ટ્યુબ પર પહેલા વિડિયોઝ ફ્રીમાં જોઈ શકાતા હતા, પણ હવે એ વિડિયોઝ ફ્રીમાં જોવા માટે અઢળક જાહેરાતો જોવી પડે છે, અને કા તો તેનું પ્રીમિયમ ફીચર લેવા માટે પૈસા ચૂકવવા પડે છે, એવી જ રીતે હવે આ સોસિયલ પ્લેટફોર્મ્સના પ્રીમિયમ ફીચર્સ માટે દર મહિને પૈસા ચૂકવવા પડશે.

  વોટસએપ, પર વધારાના સ્ટિકર્સ, રીંગટોન્સ કે વ્યક્તિગત અલગ અલગ અભિવ્યક્તિ ઉમેરવા માટે વધારાના પૈસા વસૂલ કરવામાં આવશે. એવી જ રીતે ઇનસ્ટા પર અને ફેસબૂક પર વધારાના ફીચર્સ માટે પૈસા ચૂકવવા પડશે. અત્યાર સુધી આવી કંપનીઓ આવા સોસિયલ પ્લેટફોર્મ્સ પર આવતી જાહેરાતો થકી કમાણી કરી લેતી હતી. મોટા ભાગની કંપનીઓ પોતાના માર્કેટિંગ બજેટનો એક હિસ્સો સોસિયલ મીડિયા માર્કેટિંગ માટે ફાળવતી હતી. એકલા ભારતમાં જ વોટ્સએપ, ઇનસ્ટા અને ફેસબૂક યુજર્સની સંખ્યા 853.8, 508 અને 700 મિલિયન છે, આટલા લોકો સુધી સરળતાથી કંપનીઓ પોતાની પ્રોડક્ટ પહોંચાડી શકે છે, જેના માટે હવે તેમણે પ્રીમિયમ ફીચર્સ લેવા પડશે!

 મેટા કંપની પોતાના એ.આઈ. ટૂલ્સના ખર્ચાઓને પહોંચી વળવા માટે, જે અંદાજે 125 બિલિયન ડોલર્સથી 145 ડોલર્સ જેટલો થાય એમ છે, તેને પહોંચી વળવા વોટસ-એપ પ્લસની કિંમત 255 રૂ, ઇનસ્ટાપ્લસ માટે 300રૂ અને ફેસબૂક પ્લસ માટે 340રૂ જેટલી કિંમત દર મહિને વસૂલ કરશે. મોટા ભાગના એક્સપર્ટનું માનવું છે કે સરેરાશ ભારતીય સર્જક સોસિયલ મીડિયા માટે મોટાપાયે શરૂઆતમાં ચુકવણી નહી કરે, પણ અમુક સમય બાદ પ્લસ સર્વિસના ફાયદા સમજાયા બાદ તેઓ પોતાના વેપારને આગળ લઈ જવા માટે આ સર્વિસના પૈસા ચૂકવવા તૈયાર થઈ જશે.

  દાયકા પહેલા લોકો નેટફ્લિક્સ કે એમેઝોન પ્રાઇમના પૈસા ચૂકવવા તૈયાર નહોતા, પણ આજે તેઓ હોંશે હોંશે ઘણા બધા ઑ.ટી.ટી. પ્લેટફોર્મ્સના પૈસા ચૂકવવા તૈયાર થઈ ગયા છે. એવી જ રીતે તેઓ આ સોસિયલ પ્લેટફોર્મ્સના પૈસા ચૂકવવા પણ તૈયાર થઈ જશે. ઓનલાઈન માર્કેટની હરીફાઈ જોતાં, વધુ ને વધુ ગ્રાહકો સુધી પહોંચવા માટે ક્રીએટર્સ આ પ્લસ ફીચર્સનો ઉપયોગ કરતાં થઈ જશે.

  એક સમય હતો જ્યારે સોસિયલ મીડિયા પર પોસ્ટની સફળતા ઓર્ગેનિક પહોંચ અને જોડાણ થકી નક્કી થતી, પણ હવે લોકો પેઈડ કન્ટેન્ટને વધુ મહત્વ આપી રહ્યા છે, ત્યારે મેટા જેવી કંપનીઓ તેનો લાભ લેવા અને ભારત જેવા વિશાળ માર્કેટને કવર કરવા પ્લસ ફીચર્સ સાથે આવી પહોંચી છે. મોટા વેપારીઓને આનાથી વધુ ફાયદો થશે, જ્યારે નાના અને નવા વેપારીઓ પાસે લિમિટેડ માર્કેટિંગ બજેટ હોવાને લીધે તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

 જો કે ગ્રાહકો માટે આ એપ્સ તેના બેઝિક ફીચર્સ સાથે ફ્રી માં જ રહેવાની છે. (પણ જો ભવિષ્યમાં બેઝિક ફીચર્સ પણ પેયેબલ થઈ જાય તો આપણે શું કરીશું? વિચારજો.) પરંતુ મેટા ફીચર્સ, ટૂલ્સ અને સંભવિત ગ્રાહકો સુધી પહોંચવામાં પેઇડ અને ફ્રી વચ્ચેના તફાવતને લોકોને કેવી રીતે સમજાવશે એ નક્કી કરશે કે આ પરિવર્તન ક્રીએટર અર્થતંત્રમાં કેટલું પરીવર્તન લાવશે?

 

 

 

  
 
 

 

at June 18, 2026 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Monday, 15 June 2026

ચિઠ્ઠી ના કોઈ સંદેશ, જાને વો કોનસા જહા તુમ ચલે ગયે...

   When Dreams Die Young: The Crisis Killing Indian Students Abroad

ચિઠ્ઠી ના કોઈ સંદેશ, જાને વો કોનસા જહા તુમ ચલે ગયે..


હેડિંગ:  
         સોસિયલ મીડિયા પર વિદેશમાં ભણવા જવાની જાહેરાતોથી ભરમાઈને કે પછી કોઈ એજન્ટે દેખાડેલા સપનાથી ભ્રમિત થઈને જે માતા-પિતા પોતાના સંતાનોને વિદેશ અભ્યાસ માટે મોકલે છે, તેમણે પૂરેપૂરી ચકાસણી કર્યા બાદ એ રસ્તે પોતાના સંતાનોને મોકલવા જોઈએ. અને સંતાનો ત્યાં જઈને પાછા આવવા માંગે તો વહેલી તકે તેઓને પાછા બોલાવી લેવા જોઈએ. 
 
 
 

 બોરસદથી ચાર વર્ષ પહેલા કેનેડા ભણવા ગયેલી 22 વર્ષની દીકરી વિધિ મેઘા નામની યુવતીનું કેનેડામાં કોઈ અજાણ્યા વ્યક્તિએ બેરહેમીથી ખુન કરી નાખ્યું. આ દીકરી પોતાના કુટુંબને મદદ કરવા ત્યાં નોકરી પણ કરી રહી હતી. ફેબ્રુઆરી 2026 માં બેંગલુરુના યુવાન સાકેત શ્રીનિવાસૈયાએ મેન્ટલ સ્ટ્રેસસને લીધે કેલિફોર્નિયામાં આપઘાત કરી લીધો. એવી જ રીતે મે-2026 માં આંધ્રપ્રદેશના ના એક યુવાને અમેરિકામાં રોજગારી ના મળવાને લીધે આપઘાત કરી લીધો. ગયા વર્ષે કેનેડામાં ફૂડ ડિલિવરી પાર્ટનર તરીકે કામ કરતા 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થી ગુરવિંદર નાથનું મોત નીપજ્યા બાદ, તેની માતા નરિન્દર દેવીએ મોતને વહાલું કરી લીધું ,તેના પિતા, કૃષ્ણ દેવ, પોતાના પુત્રને વિદેશ મોકલવા બદલ ભારે અફસોસ સાથે જીવી રહ્યા છે. તેમણે એક ન્યૂઝ ચેનલને મુલાકાત આપતી વખતે કહ્યું કે, “મને લાગ્યું કે જો તે કેનેડાથી અભ્યાસ કરશે તો તેનું જીવન સારું રહેશે. હવે, મને મારા પુત્રને કેનેડા મોકલવાનો અફસોસ છે,” કોઈ નાઈટ-શિફ્ટ કરીને પાછું ના ફર્યું, તો કોઈ અજાણ્યા રસ્તા પર અકસ્માતમાં મૃત્યુ પામ્યો.
  છેલ્લા કેટલાક વર્ષોથી આવી એક પછી એક હેડલાઇન્સે વિદેશમાં અભ્યાસ કરવાના બહારથી ચળકતાં સપનાઓની હકીકત સામે લાવીને રાખી દીધી છે. ભારતીય શિક્ષણના કેમ્પસ છોડીને ગયેલા સેંકડો વિદ્યાર્થીઓ અજાણ્યા કેમ્પસમાં પોતાની જિંદગી ગુમાવી રહ્યા છે. એક સર્વે મુજબ 2018 થી 2026 દરમિયાન આશરે 842 વિદ્યાર્થીઓએ અને ઘણા કુટુંબોએ વિદેશમાં પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં35 વિદ્યાર્થીઓએ સુસાઇડથી મોતને વહાલું કર્યું જ્યારે 807 વિદ્યાર્થીઓએ બીજા કોઈ કારણોસર પોતાના જીવ ખોયા! જેમાં અમેરિકા અને કેનેડામાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓનો આંકડો સૌથી વધુ છે. કોઈ એક કુટુંબ કે વિદ્યાર્થીની સફળતાં જોઈને નીકળી પડેલા લોકો કેનેડા, અમેરિકા, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલીયા વગેરે વગેરે જેવા દેશોમાં ખરેખર પરિસ્થતિ અને સંજોગો કેવા છે! તેની પૂરેપૂરી માહિતી મેળવ્યા વિના લીગલ કે ઇલ-લીગલ રીતે વિદેશમાં જાય છે. પણ ત્યાંની પરિસ્થતિ જાણ્યા પછી અહી દેશમાં લોકો એવું વિચારશે કે મોટા ઉપાડે વિદેશ ગયા હતા, વીલા મોઢે પાછા આવ્યા એવું માનીને ત્યાં ગમે તેવા કામો કરે છે, પણ દેશમાં પાછા ફરતા નથી. 
    વિદેશોમાં ભારતીય વિદ્યાર્થીઓની મહેનત કરવાની ક્ષમતા અને એકેડેમિક ટેલેન્ટ સહન ના થતાં ત્યાંનાં લોકો દ્વેષ જે ઈર્ષ્યાને લીધે આપણા વિદ્યાર્થીઓ પર આક્રમણ કરીને તેઓને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. આંખોમાં ઉજ્જવળ ભવિષ્યના સપના લઈને વિદેશ જવા નીકળેલા ઘણા સંતાનો છેલ્લા ઘણા વર્ષોથી માતા-પિતા પાસે પાછા નથી આવી રહ્યા. જે સંતાનો માટે માટે માતા-પિતા દિવસ-રાત એક કરી રહ્યા હતા, જેઓની સાથે માતા-પિતાની સંવેદનાઓ જોડાયેલી હતી, તે સંતાનો વિદેશમાં જઈને મેડિકલ ઇમરજન્સી, નાણાકીય ભીડ, હિંસક ગુનાઓ, આકસ્મિક ડૂબી જવાથી, ત્યાંનાં લોકોના ભારતીય પ્રત્યેના દ્વેષને લીધે, કે રોજગાર ના મળવાને લીધે માનસિક હતાશા અને નિરાશાને લીધે મૃત્યુને ભેટી રહ્યા છે, એમાંથી ઘણા વિદ્યાર્થીઓની તો લાશ પણ માતા-પિતાને મળી નથી રહી. જે માતા-પિતા સંતાનોના લાંબા જીવન માટે સતત પ્રાર્થના કરતાં હતા, તે હવે ભારત સરકાર પાસે પોતાના સંતાનના ડેડ-બોડી માટે કે ખોવાઈ ગયેલા સંતાનોનો દેશ-વાપસી માટે કરગરી રહ્યા છે! 
 મોટા-પિતાની મહત્વાકાંક્ષા અહી પણ સંતાનો માટે ઘાતક પુરવાર થઈ રહી છે, ખાસ કરીને મધ્યમ વર્ગના સંતાનોને માતા-પિતા લોન લઈને કે પછી પોતાની સંપતિ વેચીને વિદેશ ભણવા મોકલે છે, આખી જિંદગીની કમાણી વિદેશ અભ્યાસમાં રોકી દઈને તેઓ સંતાનોને પરાણે વિદેશમાં મોકલે છે, જ્યાં ઘણીવાર ભાષા અને સંસ્કૃતિના તફાવતોને લીધે કે પછી સરકારની બદલાયેલી નીતિઓને લીધે વિદ્યાર્થીઓ સેટ નથી થઈ શકતા. અજાણ્યા પ્રદેશમાં કોઈપણ જાતંના મેન્ટલ સપોર્ટ વિના આ યંગ-જનરેશન અભ્યાસ સાથે નોકરીના દબાણ જીરવી નથી શકતા અને અંતે થાકીને, હારીને તેઓ મોતને ભેટી જતાં હોય છે, અહી પણ નિષ્ફળતા માટે કોઈ દરવાજા ખોલતું નથી ને પરિણામે તેઓ મૃત્યુના દરવાજા ખખડાવ્યા કરે છે. 
    સોસિયલ મીડિયા પર વિદેશમાં ભણવા જવાની જાહેરાતોથી ભરમાઈને કે પછી કોઈ એજન્ટે દેખાડેલા સપનાથી ભ્રમિત થઈને જે માતા-પિતા પોતાના સંતાનોને વિદેશ અભ્યાસ માટે મોકલે છે, તેમણે પૂરેપૂરી ચકાસણી કર્યા બાદ એ રસ્તે પોતાના સંતાનોને મોકલવા જોઈએ. અને સંતાનો ત્યાં જઈને પાછા આવવા માંગે તો વહેલી તકે તેઓને પાછા બોલાવી લેવા જોઈએ. આંખો ખૂલતાં જ જે સપનાઓ જીવલેણ લાગે, તેણે સાકાર કરવાની જીદ માતા-પિતા અને વિદ્યાર્થીઓ બંનેએ છોડી દેવી જોઈએ. 


at June 15, 2026 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Thursday, 4 June 2026

દહેજપ્રથા: વેદિક યુગથી લઈને આજે પણ પોતાનું અસ્તિત્વ સાબિત કરી રહી છે.







બહોત જ્યાદા ઘૂટન હો રહી હે માં’ સસુરાલમે મેરે સાથ બહોત ગલત હો રહા હે, એ લૉગ મુજ પર બચ્ચા પેદા કરને કા પ્રેશર બના રહે હે. મુજે યહાં સે લે જાઓ. મુજે લગતા હે કી મે યહા ફસ ચૂકી હું, મેરા પતિ મુજે પૂછ રહા હે કી યે બચ્ચા કિસકા હે?  આ મેસેજિસ છે, 2012 માં મિસ પૂને રહી ચૂકેલી ફેમસ મોડેલ અને એક્ટ્રેસ ત્વિષા શર્માના, જેણે 5 મહિનાના લગ્ન-જીવનથી કંટાળીને 12 મે 2026 ના રોજ પોતાના સાસરિયામા આપઘાત કરી લીધો. જે દીકરી સામે ઉજ્જવળ ભવિષ્ય હતું, તેણે દહેજના ત્રાસથી કંટાળીને પોતાનું જ જીવન રોળી નાખ્યું. પણ ત્વીશાના  કુટુંબના કહેવા મુજબ તેમની દિકરીને દહેજ અને પતિના શંકાશીલ સ્વભાવને લઈને મારી નાખવામાં આવી છે. 
 આપણી આસપાસ એટલું બધુ અજુગતું બની રહ્યું છે કે લાગે છે કે આપણે છીએ એકવીસમી સદીમાં પણ જીવન પાછું ખેંચાઈને 15 મી-16 મી સદીઓમા જતું રહ્યું છે. શરીરના કોઈ ભાગમાં થયેલું કેન્સર જેમ ઊથલો મારે, એ રીતે કુરિવાજો ફરીથી ઊથલો મારી રહ્યા છે. જે કુરિવાજોને દૂર કરવા આપણે સદીઓથી પ્રયાસો કરી રહ્યા છીએ એ કુરિવાજો સમાજમાં પાછા ફરી રહ્યા છે. અને એ પણ અતિ-શિક્ષિત લોકોના ઘરો થકી!  
 આપણા સમાજમાં મોટા ભાગના કૂ-રિવાજોનો ભોગ સ્ત્રીઓએ જ બનવું પડે છે. પછી એ સતી થવાનો રિવાજ હોય કે પછી વિધવા સ્ત્રીઓના પુનર્વિવાહ અંગેનો રિવાજ હોય કે પછી બાળકીને દૂધપીતી કરવાનો કૂ-રિવાજ હોય! અને બળાત્કાર તો એ એવરગ્રીન ગુનો છે, જે આપણા દેશમાં બારેમાસ થતો જ રહે છે. 
  સ્ત્રીઓ સમાજમાં કોઈને કોઈ રીતે શોષિત થઈ રહી છે. ભલે આજે તેણીને ઉડવા માટે આકાશ મળી રહ્યું હોય, પણ તેણીની પાંખો કાપવા આસપાસ શિકારી ઊભા જ છે. વર્ષોથી પુરુષોના આદેશો હેઠળ જીવી રહેલી સ્ત્રીઓ હવે દરેક ક્ષેત્રે પુરુષો સાથે કદમ થી કદમ મિલાવીને ચાલી રહી છે. એ બાબત જ પુરુષોને હર્ટ કરી રહી છે, અને ઘાયલ પુરુષો સ્ત્રીઓના એ કદમોને રોકવાના પ્રયાસો અલગ અલગ રીતે કરી રહયા છે. ‘દહેજ-પ્રથા’ આવું જ એક દૂષણ છે, જેને છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા દેશમાં ઉથલો માર્યો છે.  ભોપાલમાં ત્વીશા શર્મા અને ગ્રેટર નોઇડામાં દિપીકા નાગરની હત્યાએ એ સાબિત કરી દીધું છે જે આટલું બધુ લીગલ પ્રોટેક્શન હોવા છતાં આપણા દેશમાં NCRFના સર્વે મુજબ રોજ 16 સ્ત્રીઓ દહેજનો અને ડોમેસ્ટિક વાયોલન્સની શિકાર બને છે. 
  ભોપાલ દહેજ-કાંડમાં તો જે દીકરી આપઘાત કર્યો હતો, એ દીકરીના સાસુમાં નિવૃત જજ અને પતિદેવ ફેમસ વકીલ છે. આવા શિક્ષિત ઘરોમાં પણ જો આ પ્રકારના કિસ્સાઓ થતાં હોય તો આપણે અભણ માણસોને કોઈ દોષ આપી શકીએ એમ નથી! આ બંને દીકરીઓનું  દહેજની માંગ બાબતે સતત શોષણ થતું હતું અને થાકીને તેણીએ અંતે ઈશ્વરનું શરણ લઈ લીધું. રાજ્યની વાત કરીએ તો ઉત્તરપ્રદેશ અને શહેરોની વાત કરીએ તો દિલ્લી દહેજના કેસોમાં નંબર વન સ્થાન ધરાવે છે. શિક્ષણ પણ આપણા વિચારોમાં પરિવર્તન લાવવામાં નિષ્ફળ જઇ રહ્યું છે. 
 ભારતમાં છેક વેદિક સમયથી આ કૂરિવાજ આપણા સમાજમાં ઘૂસી ગયેલો હતો, જેણે આપણે આજે પણ સંપૂર્ણ રીતે દૂર કરી શક્યા નથી. છોકરો જો વધુ ભણેલો હોય તો દહેજના બજારમાં તેની ઊંચી કિંમત નક્કી કરવામાં આવે છે. કરિયાવરના નામે દિકરીઓના માતા-પિતા પાસેથી તેઓની આખી જિંદગીની કમાણી લઈ લેવામાં આવે છે. અને લગ્ન પછી પણ આવા સ્વાર્થી અને લાલચુ સાસરીયાઓ દીકરીઓને શાંતિથી રહેવા દેતાં નથી. ત્વીશા શર્મા કે દિપીકા નાગર આ તો થોડાક નામો છે, જે નોંધાયેલા છે, 
  આપણા દેશમાં હજી આજેપણ અમુક રાજયોમાં દિકરીઓના પરિવાર પાસેથી ‘દહેજના નામે’ લાખો રૂપિયા વસૂલ કરવામાં આવે છે. જે કિસ્સાઓ નોંધાય છે, તેમાંથી કેટલાને ન્યાય મળે છે? એ પ્રશ્નનો જવાબ કોઈ પાસે નથી. અને જે કિસ્સાઓ નથી નોંધાતા તેઓના માતા-પિતા આંસુઓના પ્રવાહમાં પોતાની બાકી જિંદગી વહાવી દેતાં હોય છે.
at June 04, 2026 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Newer Posts Older Posts Home
Subscribe to: Posts (Atom)

ઉમ્મીદ પે દુનિયા કાયમ હે.....

      ઉમ્મીદ પે દુનિયા કાયમ હે.....                         આજે એક સરસ મજાની વાત સાંભળી... ઇ.સ . 1971 માં બંગાળના હંસપુકુર નામ...

  • સેક્સનું સૌંદર્ય બ(બા)ળત્કારની વિકૃતિમાં શા માટે ફેરવાય જાય છે?
      સેક્સનું સૌંદર્ય બ(બા)ળત્કારની વિકૃતિમાં શા માટે ફેરવાય જાય છે?                      આટકોટ નજીકના એક ગામમાં સાત વર્ષની બાળ...
  • (no title)
       જે બીજા લોકો માટે અઘરું છે, એ શું આપણા માટે સરળ છે?                જિંદગીમાં સૌથી સરળ હોય છે , બીજાને સમજાવવાનું અને સૌથી અઘરું હોય છે, ...
  • શા માટે બજારમાં ‘મેમરી ચિપ્સ મેમરી ચિપ્સ થઈ રહ્યું છે?
      શા માટે બજારમાં ‘મેમરી ચિપ્સ મેમરી ચિપ્સ થઈ રહ્યું છે?                    2026 માં આપણે લેપટોપ , પી.સી. કે મોબાઈલ ફોન્સ લે...

roopalmehta.blogpost.com

Posts
Atom
Posts
All Comments
Atom
All Comments
Powered By Blogger

roopalmehta.blogpost.com

buletin board

હું અહીં જુદા જુદા તાજેતરના વિષયો પર લેખ લખીશ અને પ્રેરણાદાયી વિડીયો મૂકીશ.

Popular Posts

  • પ્રેમમાં પડેલા છોકરા,છોકરી અને આપણે,
          The greatest way to live with honour in this world is to be what we pretend to be.”  ―  Socrates ,  Essential Thinkers - Soc...
  • જ્ઞાતિવાદ, ભારત અને આપણે
     ભગવદગીતામાં કૃષ્ણ ભગવાને ચાર સરસ મજાના વાક્યો કહ્યા છે, જેનું આપણે સામાન્ય રીતે કરીએ છીએ તેમ જ ખોટું અર્થઘટન કર્યું અને આજે એ અ...
  • લોકશાહી,પ્રજા,સરકાર અને આપણે,
           લોકશાહી એટલે શું? આ પ્રશ્નનો સૌથી પહેલો જવાબ આપણને નાગરિક-શાસ્ત્ર ભણતા ત્યારે મળ્યો. અબ્રાહમ લિંકન ની એક બહુ જાણીતી...
  • શિક્ષણના ત્રણ પાયા અને આપણે,
    શિક્ષણના ત્રણ પાયા અને આપણે, દરેક દેશની સમાજવ્યવસ્થાનો સૌથી મજબુત પાયો એની શિક્ષણવ્યવસ્થા હોય છે. કોઈપણ દેશમા વ...
  • માતા-પિતાની મહત્વાકાંક્ષા સંતાનો અને આપણે,
    માતા-પિતાની મહત્વાકાંક્ષા સંતાનો અને આપણે,               બુધવારે એસ.વાય. બી.એ. માં રવીન્દ્રનાથ ટાગોરનું ફેમસ કાવ્...
  • શિક્ષણ, પરિવર્તન અને આપણે
    શિક્ષણને રાષ્ટ્રમાં પરિવર્તન લાવનાર સૌથી અગત્યનું માધ્યમ ગણવામાં આવે છે.કોઈ પણ રાષ્ટ્ર એટલે આગળ છે, કારણકે તે શિક્ષિત છે.વિશ્વના ...
  • વેક્સીન માટેની સાઇટ
    https://www.cowin.gov.in/notfound  વેકિસન લેવા આ સાઈટ પર રજિસ્ટ્રેશન કરો.
  • ડિગ્રી આવડત અને આપણે,
         ડિગ્રી આવડત અને આપણે, હમણાં કે.બી.સી. માં એક એપિસોડ જોયો.એક ધો.૧૦ પાસ બહેને ૫૦લાખરૂ જીત્યા.આટલું ઓછું શિક્...
  • સલાહ સાથે સહકાર તો આપો!
    આજે એસ.વાય.બી.એ.માં ડેન્માર્કની શ્વેત-ક્રાંતિ ભણાવી અને ઉપરનું શીર્ષક યાદ આવી ગયું.ડેન્માર્ક આજે યુરોપનું ડેરીનું ખેતર ગણાય છે.વ...
  • જીવી લઈએ, જરૂરિયાતોનું પ્લેન ક્રેશ થાય એ પહેલા!
      જીવી લઈએ , જરૂરિયાતોનું પ્લેન ક્રેશ થાય એ પહેલા!                 પ્લેન ક્રેશ થયું , સેંકડો લોકો માર્યા ગયા. જેઓ પ્લેનમાં નહ...

Followers

buletinboard

buletin board

  • Home

Search This Blog

Search This Blog

buletin board

i am a teacher

My photo
buletin board
View my complete profile

Followers

Report Abuse

Labels

  • be

Blog Archive

  • July 2026 (3)
  • June 2026 (3)
  • May 2026 (3)
  • April 2026 (4)
  • March 2026 (5)
  • February 2026 (4)
  • January 2026 (5)
  • December 2025 (6)
  • November 2025 (4)
  • October 2025 (4)
  • September 2025 (2)
  • August 2025 (2)
  • July 2025 (2)
  • June 2025 (3)
  • May 2025 (3)
  • April 2025 (3)
  • March 2025 (3)
  • February 2025 (3)
  • January 2025 (3)
  • December 2024 (3)
  • November 2024 (2)
  • October 2024 (2)
  • September 2024 (2)
  • August 2024 (4)
  • July 2024 (3)
  • June 2024 (2)
  • May 2024 (4)
  • April 2024 (4)
  • March 2024 (2)
  • February 2024 (4)
  • January 2024 (2)
  • December 2023 (3)
  • November 2023 (3)
  • October 2023 (1)
  • September 2023 (4)
  • August 2023 (3)
  • July 2023 (4)
  • June 2023 (3)
  • May 2023 (4)
  • April 2023 (5)
  • March 2023 (2)
  • February 2023 (3)
  • January 2023 (3)
  • December 2022 (2)
  • November 2022 (3)
  • October 2022 (2)
  • September 2022 (2)
  • August 2022 (3)
  • July 2022 (5)
  • June 2022 (3)
  • May 2022 (3)
  • April 2022 (4)
  • March 2022 (3)
  • February 2022 (1)
  • January 2022 (2)
  • December 2021 (2)
  • October 2021 (3)
  • September 2021 (3)
  • August 2021 (3)
  • July 2021 (3)
  • June 2021 (7)
  • May 2021 (17)
  • April 2021 (3)
  • July 2020 (2)
  • August 2019 (2)
  • April 2019 (2)
  • December 2018 (1)
  • October 2018 (1)
  • July 2018 (2)
  • June 2018 (2)
  • April 2018 (2)
  • March 2018 (2)
  • February 2018 (1)
  • January 2018 (2)
  • December 2017 (1)
  • November 2017 (6)
  • October 2017 (2)
  • August 2017 (1)
  • July 2017 (1)
Simple theme. Powered by Blogger.