Friday, 7 August 2026

ભારતીય સંસ્કૃતિ, શૂન્યમાથી અનંત સર્જન!

 

 India – A Land of Cultures - Diplomatist

ભારતીય સંસ્કૃતિ, શૂન્યમાથી અનંત સર્જન! 

1875માં ભારતના એક મંદિરમાથી વિમાનિકા શાસ્ત્ર ગ્રંથની પ્રત મળેલી, જેની રચના ઈ.સ. પૂર્વે 400 દરમિયાન ઋષિ ભારદ્વાજે કરેલી. જેમાં પણ વિમાનોના આકાર અને પ્રકાર વિશે માહિતી આપેલી છે.  

 

 

    શૂન્યની શોધ  સૌપ્રથમ કોણે કરી? વાયરલેસ રેડિયો વેવ્સની શોધ સૌપ્રથમ કોણે કરી? ગણિતમાં આવતા પાયથાગોરસના સૂત્રની સૌપ્રથમ શોધ કોણે કરી? ગણિતમાં જ આવતા અને કોઇકને જ સમજાતાં સાઇન, કોસ, વગેરે ત્રિકોણમિતિના નિયમોની સૌપ્રથમ શોધ કોણે કરી? અણુનું સૌપ્રથમ વિભાજન કોણે સમજાવ્યું? ફિબોનાકી જેવી સંખ્યાઓની વિશિષ્ટ શ્રેણી સૌપ્રથમ કોણે શોધી? ગોડ પાર્ટીકલ સાથે સૌપ્રથમ કોનું નામ જોડાયું હતું? ક્વોન્ટમ ઓપ્ટિક્સમાં ડાયાગોનલ રિપ્રેઝન્ટેશન સૌપ્રથમ કોણે રજૂ કરેલું? ફાઈબર ઓપ્ટિક્સના ક્ષેત્રે સૌપ્રથમ મહત્વનુ યોગદાન કોણે આપેલું? પૃથ્વી ગોળ છે અને તે સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે, એવું સૌપ્રથમ કોણે સમજાવેલું? મોટા ભાગના રોગોની સારવાર પદ્ધતિઓ સૌપ્રથમ ક્યાં શોધાઈ હતી? સૌપ્રથમ વ્યવસ્થિત હિસાબી પદ્ધતિની શરૂઆત ક્યાં દેશમાં થઈ હતી?

  આ સિવાય પણ ઘણા બધા સવાલો છે, જેના જવાબો આખું વિશ્વ જાણે છે, બસ આપણે ભારતીયો જ આ સવાલોના જવાબો મેળવવાની તસ્દી લેતા નથી. અને તેથી મોટા ભાગના સંશોધનો પાછળ વિદેશી વ્યક્તિઓના નામ જોડાઈ ગયા છે. અને મોટા ભાગના સંશોધનો માટેના નોબલ પ્રાઇઝ જે તે વ્યક્તિઓને મળી ગયા છે. આપણાં પ્રાચીન ગ્રંથો અને સંશોધકો આપણાં માટે જ્ઞાનનો અદ્ભૂત વારસો આપણને આપતા ગયા હતા, પણ આપણે તેને સાચવી ના શક્યા અને પરિણામે આજે આ બધુ જ આપણે આપણાં વિદ્યાર્થીઓને વિદેશી સંશોધકોના નામે શીખવાડી રહ્યા છીએ!

 ભારતીય સંસ્કૃતિની એ જ તો વિશેષતા છે કે તે સૌથી પ્રાચીન અને જીવંત હોવા સાથે સાથે વૈજ્ઞાનિક પણ છે. મોટા ભાગના ઈતિહાસકારોનું માનવું છે કે આપણી સંસ્કૃતિ 10000 વર્ષો જૂની છે. આપણા વેદો એ માત્ર ધાર્મિક નહી, પણ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા ગ્રંથો છે. જેમાં વ્યક્તિના શરીર અને મનની રચના સંબધિત અગત્યની માહિતીઓ આપેલી છે. બસ આપણે માત્ર વાંચવાની તસ્દી લેવાની જરૂર છે. આપણે હડપ્પાનું નગર-આયોજન સમજીશુ તો જણાશે કે ત્યાના લોકો માપનપ્રક્રિયા અને ભૂમિતિથી પૂરેપૂરા માહિતગાર હતા.

  આર્યભટ્ટ, બ્રમ્હ્ગુપ્ત, લીલાવતી, ભાસ્કરાચાર્ય વગેરે વગેરે ગણિતજ્ઞો થકી આપણે સમૃદ્ધ છીએ. પૂર્ણાંક સંખ્યાઓ અને દશાંશ પદ્ધતિઓનો ઉપયોગ ઇ.સ. પૂર્વે 3જી સદીથી થતો,તો બીજ-ગણિત અને ભૂમિતિના ખરા શોધક પણ હિન્દુઓ જ હતા. રસાયણવિદ્યામાં પતંજલિ અને નાગાર્જુન જેવા મહાનુભાવોનો ફાળો આપણે જાણી લેવાની ખાસ જરૂર છે. 2600 વર્ષો પહેલા ઋષિ કણાદે અણુસિદ્ધાંત ની શોધ કરેલી જેનો શ્રેય અત્યારે ડાલ્ટનને મળી રહ્યો છે. ભૌતિક વિજ્ઞાનમાં પણ આપણી પાસે ગુરુત્વાકર્ષણ વિષે ખાસ્સી માહિતી હતી, ગતિના નિયમો પણ હતા અને વીજળીક ઘટનાની ઉમાસ્વતીએ ઇ.સ. પૂર્વે 50માં નોંધ લીધેલી.

  એવો જ દબદબો આપણો રોગોની સારવાર પદ્ધતિઓમાં હતો. જેમાં ચરક અને સુશ્રુતના કારનામાં સૌથી જાણીતા છે. ઇ.સ. પૂર્વે 500 વખતે આ બંને સારવાર પદ્ધતિઓ અસ્તિત્વમાં હતી. આ સારવાર પદ્ધતિઓમાં ઓપરેશન પણ થતાં અને રોગોની જડ-મુળથી સારવાર પણ થતી. તેઓ પાસે દમ, લકવો, હાર્ટ-એટેક, વગેરે વગેરે રોગોની સારવાર થઈ શકે એવી દવાઓ હતી! એટલું જ નહી આ બંને સારવાર પદ્ધતિઓનો ઉપયોગ વિશ્વના ઘણા દેશોએ પણ કરેલો છે! હિંદુઓની શરીરરચના પદ્ધતિ પણ એકદમ આધુનિક હતી, જેને આજના વૈજ્ઞાનિકોએ પણ સ્વીકારેલી છે. અને આપણે સૌએ એ ખાસ વાંચવા જેવી છે. ચરક અને સુશ્રુત દ્વારા રજૂ થયેલી જનીન વિષેની હકીકતોને આજની નેનો-ટેકનૉલોજી પણ સ્વીકારે છે. શરીરના તમામ અંગોના રોગો વિષેની સમજણ આપણી પ્રાચીન સારવાર પદ્ધતિઓ પાસે હતી.

 રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં પણ અનેક પ્રકારની ટેક્નોલોજીનો ઉલ્લેખ જોવા મળે છે. જેનું એક ઉદાહરણ સંજય 80 કિલોમીટર દૂર રહી, યુદ્ધના દ્રશ્યોનું લાઈવ ટેલિકાસ્ટ ધૃતરાષ્ટ્રને સમજાવે છે. રામાયણમાં રાવણ પાસે વિમાન હતું, એ આપણને ખબર જ છે. આ બંને મહાકાવ્યોમાં અનેક જગ્યાએ આપણી પાસે છે, એના કરતાં પણ લેટેસ્ટ ટેક્નોલોજીના ઉપયોગ વિષેની જાણકારી આપવામાં આવી છે. એટલું જ નહી, ઋગ્વેદમાં પણ વિમાનનો ઉલ્લેખ વાંચવા મળે છે. 1875માં ભારતના એક મંદિરમાથી વિમાનિકા શાસ્ત્ર ગ્રંથની પ્રત મળેલી, જેની રચના ઈ.સ. પૂર્વે 400 દરમિયાન ઋષિ ભારદ્વાજે કરેલી. જેમાં પણ વિમાનોના આકાર અને પ્રકાર વિશે માહિતી આપેલી છે.

 આવું તો ઘણું બધુ છે, આપણી સંસ્કૃતિ પાસે, બસ આપણે લાઈબ્રેરી તરફ વળવાની જરૂર છે....

 

 

 

  

ભારતીય સંસ્કૃતિ, શૂન્યમાથી અનંત સર્જન!

    ભારતીય સંસ્કૃતિ, શૂન્યમાથી અનંત સર્જન!  1875માં ભારતના એક મંદિરમાથી ‘ વિમાનિકા શાસ્ત્ર ’ ગ્રંથની પ્રત મળેલી , જેની રચના ઈ.સ. પૂર્...