Thursday, 18 June 2026

શું હવે સોસિયલ મીડિયા પર કશુંક પોસ્ટ કરવા માટે પૈસા ચૂકવવા પડશે???

 

 subscription plans for WhatsApp ...

 

 

શું હવે સોસિયલ મીડિયા પર કશુંક પોસ્ટ કરવા માટે પૈસા ચૂકવવા પડશે???

 

 

     સોસિયલ મીડિયા આજકાલ આપણા સૌના જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયું છે. આપણા સૌના જીવનમાં ભાગ્યેજ કોઈ દિવસ એવો હશે જ્યારે આપણે સોસિયલ મીડિયાનો ઉપયોગ નહી કરતાં હોય! ભારતમાં એક વ્યક્તિ સરેરાશ 5 થી 6 કલાકનો સ્ક્રીનટાઈમ માણે છે! હવે જો કોઈ આવીને એવું કહે કે આ વોટસએપ,ફેસબૂક કે ઇનસ્ટા જેવા સોસિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરવા માટે તમારે દર મહિને 300/400 રૂ ચૂકવવા પડશે! તો ભારતીયો પર વીજળી પડી હોય તેવું લાગશે.

   મેટાના પ્રોડક્ટ હેડ નાઓમી ગ્લીટે 27મી મે, 2026ના રોજ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા એક વિડિયોમાં જાહેરાત કરતાં કહ્યું કે, સામાન્ય યુજર્સ માટે મેટાની ત્રણેય એપ્લીકેશન્સ ફ્રી રહેશે, જેમકે વોટ્સ એપના ત્રણ પાયાના ફીચર્સ મેસેજિસ,વિડીયો કોલ્સ અને એન્ડ ટૂ એન્ડ ક્રીપ્શન ફ્રી જ રહેશે, પણ બિઝનેસ કરનારાઓ માટે, સર્જકો અને એ.આઈ. ટૂલ્સનો ઉપયોગ કરનારાઓએ વધારાની સગવડોનો ઉપયોગ કરવા માટે, પૈસા ચૂકવવા પડશે. જેમ યુ-ટ્યુબ પર પહેલા વિડિયોઝ ફ્રીમાં જોઈ શકાતા હતા, પણ હવે એ વિડિયોઝ ફ્રીમાં જોવા માટે અઢળક જાહેરાતો જોવી પડે છે, અને કા તો તેનું પ્રીમિયમ ફીચર લેવા માટે પૈસા ચૂકવવા પડે છે, એવી જ રીતે હવે આ સોસિયલ પ્લેટફોર્મ્સના પ્રીમિયમ ફીચર્સ માટે દર મહિને પૈસા ચૂકવવા પડશે.

  વોટસએપ, પર વધારાના સ્ટિકર્સ, રીંગટોન્સ કે વ્યક્તિગત અલગ અલગ અભિવ્યક્તિ ઉમેરવા માટે વધારાના પૈસા વસૂલ કરવામાં આવશે. એવી જ રીતે ઇનસ્ટા પર અને ફેસબૂક પર વધારાના ફીચર્સ માટે પૈસા ચૂકવવા પડશે. અત્યાર સુધી આવી કંપનીઓ આવા સોસિયલ પ્લેટફોર્મ્સ પર આવતી જાહેરાતો થકી કમાણી કરી લેતી હતી. મોટા ભાગની કંપનીઓ પોતાના માર્કેટિંગ બજેટનો એક હિસ્સો સોસિયલ મીડિયા માર્કેટિંગ માટે ફાળવતી હતી. એકલા ભારતમાં જ વોટ્સએપ, ઇનસ્ટા અને ફેસબૂક યુજર્સની સંખ્યા 853.8, 508 અને 700 મિલિયન છે, આટલા લોકો સુધી સરળતાથી કંપનીઓ પોતાની પ્રોડક્ટ પહોંચાડી શકે છે, જેના માટે હવે તેમણે પ્રીમિયમ ફીચર્સ લેવા પડશે!

 મેટા કંપની પોતાના એ.આઈ. ટૂલ્સના ખર્ચાઓને પહોંચી વળવા માટે, જે અંદાજે 125 બિલિયન ડોલર્સથી 145 ડોલર્સ જેટલો થાય એમ છે, તેને પહોંચી વળવા વોટસ-એપ પ્લસની કિંમત 255 રૂ, ઇનસ્ટાપ્લસ માટે 300રૂ અને ફેસબૂક પ્લસ માટે 340રૂ જેટલી કિંમત દર મહિને વસૂલ કરશે. મોટા ભાગના એક્સપર્ટનું માનવું છે કે સરેરાશ ભારતીય સર્જક સોસિયલ મીડિયા માટે મોટાપાયે શરૂઆતમાં ચુકવણી નહી કરે, પણ અમુક સમય બાદ પ્લસ સર્વિસના ફાયદા સમજાયા બાદ તેઓ પોતાના વેપારને આગળ લઈ જવા માટે આ સર્વિસના પૈસા ચૂકવવા તૈયાર થઈ જશે.

  દાયકા પહેલા લોકો નેટફ્લિક્સ કે એમેઝોન પ્રાઇમના પૈસા ચૂકવવા તૈયાર નહોતા, પણ આજે તેઓ હોંશે હોંશે ઘણા બધા ઑ.ટી.ટી. પ્લેટફોર્મ્સના પૈસા ચૂકવવા તૈયાર થઈ ગયા છે. એવી જ રીતે તેઓ આ સોસિયલ પ્લેટફોર્મ્સના પૈસા ચૂકવવા પણ તૈયાર થઈ જશે. ઓનલાઈન માર્કેટની હરીફાઈ જોતાં, વધુ ને વધુ ગ્રાહકો સુધી પહોંચવા માટે ક્રીએટર્સ આ પ્લસ ફીચર્સનો ઉપયોગ કરતાં થઈ જશે.

  એક સમય હતો જ્યારે સોસિયલ મીડિયા પર પોસ્ટની સફળતા ઓર્ગેનિક પહોંચ અને જોડાણ થકી નક્કી થતી, પણ હવે લોકો પેઈડ કન્ટેન્ટને વધુ મહત્વ આપી રહ્યા છે, ત્યારે મેટા જેવી કંપનીઓ તેનો લાભ લેવા અને ભારત જેવા વિશાળ માર્કેટને કવર કરવા પ્લસ ફીચર્સ સાથે આવી પહોંચી છે. મોટા વેપારીઓને આનાથી વધુ ફાયદો થશે, જ્યારે નાના અને નવા વેપારીઓ પાસે લિમિટેડ માર્કેટિંગ બજેટ હોવાને લીધે તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

 જો કે ગ્રાહકો માટે આ એપ્સ તેના બેઝિક ફીચર્સ સાથે ફ્રી માં જ રહેવાની છે. (પણ જો ભવિષ્યમાં બેઝિક ફીચર્સ પણ પેયેબલ થઈ જાય તો આપણે શું કરીશું? વિચારજો.) પરંતુ મેટા ફીચર્સ, ટૂલ્સ અને સંભવિત ગ્રાહકો સુધી પહોંચવામાં પેઇડ અને ફ્રી વચ્ચેના તફાવતને લોકોને કેવી રીતે સમજાવશે એ નક્કી કરશે કે આ પરિવર્તન ક્રીએટર અર્થતંત્રમાં કેટલું પરીવર્તન લાવશે?

 

 

 

  
 
 

 

No comments:

Post a Comment

શું હવે સોસિયલ મીડિયા પર કશુંક પોસ્ટ કરવા માટે પૈસા ચૂકવવા પડશે???

        શું હવે સોસિયલ મીડિયા પર કશુંક પોસ્ટ કરવા માટે પૈસા ચૂકવવા પડશે???          સોસિયલ મીડિયા આજકાલ આપણા સૌના જીવનનો એક ...