મિત્રતા ૨૪*૩૬૫
માણસને કેટલાક સંબંધો જન્મથી મળેલા હોવાને લીધે વહાલા લાગે છે, કેટલાક સંબંધો સમાજમાં ચાલતી પ્રથા કે રીતરીવાજોને લીધે બાંધવા પડે છે તો કેટલાક સંબંધો બીઝનેસ ને લીધે નિભાવવા પડે છે. પણ એક સંબંધ એવો છે જે લાગણી, સંવેદનાને લીધે નિભાવવો ગમે છે. અરે યાર કશા જ કારણ વિના ગમે છે અને એ છે ‘મિત્રતા’, ‘દોસ્તી’, કે ‘ friendship’. જે કહો તે આમ પણ ગમે તે કહીએ ગમે તેટલા ઝઘડીએ છતાં સાથે ને સાથે હોય તે મિત્ર. મિત્રતા એવું બંધન છે, જેને તમે કોઈ સંબંધોની પરિભાષામાં ગોઠવી કે સમજાવી શકો નહિ એ તો જે બાંધે અને નિભાવે એને જ ખબર પડે. બાકી બધા સંબંધો આપણે મેળવીયે છીએ પણ ‘મિત્રતા’ તો કમાવવી પડે છે. એના માટે સ્વયં સારા મિત્ર બનવું પડે છે. સુદામાનો સાદ સંભળાય ને દ્વારકાનો નાથ રાજાપણું ભૂલી તેને ભેટવા દોડી પડે એનું નામ મિત્રતા. કશુજ કહ્યા વિના સઘળું આપી સુદામાની દરિદ્રતા દુર કરી દે એનું નામ મિત્રતા. કાર્લ માર્ક્સ ને જિંદગીના દરેક સંઘર્ષો માં સાથ આપી મહાન માણસ બનાવનાર ‘friedrich engels’ ની મિત્રતા. તો વળી આપણા શોલે ના જાય-વીરુ ની કાલ્પનિક મિત્રતા એ સ્કૂટર એ તોફાન ને એ ગીત, ‘ ये दोस्ती हम नहीं छोड़ेंगे छोड़ेंगे दम मगर तेरा साथ न छोड़ेंगे ‘ છે ને મિત્રો મિત્રતાની અલગ દુનિયા ‘haर एक फ्रेंड जरुरी होता हे’.
મિત્રતા ઊંચ,નીચ, જ્ઞાતિ,જાતી, ધર્મ, કોમ આ બધી બાબતોથી પર હોય છે. આ માણસને મળેલો સૌથી મૌલિક સંબંધ છે. પસંદગી કરવાની છૂટ હોય છે મિત્રની, ને માટે આ સંબંધ સાચા કે ખોટા ની પરીક્ષાથી મુક્ત હોય છે. મિત્રતા એટલે જે બીજા માટે વરસી પોતે ખાલી થઇ જાય એવું વાદળ ને પછી એકદમ સ્વચ્છ બની જતું આકાશ જે એકદમ નિખાલસ અને માસુમ લાગે છે. એટલે જ તો આપણે મિત્ર પાસે જેવા હોઈએ તેવા પ્રગટ થઇ જઈએ છીએ. નહિ કોઈ દંભ નહિ કોઈ વ્યવહાર કે નહિ કોઈ વેપાર પ્યોર સંબંધ ને પ્યોર બંધન. જિંદગીના સમગ્ર દુખો જેના ખભે મૂકી આપણે નિરાતનો શ્વાસ લઇ શકીએ તે મિત્ર, જેને જિંદગીની નાનામાં નાની બાબત કે ઘટના કહ્યા વિના ના રહી શકાય તે મિત્ર ને જેની સાથે ઝઘડો કર્યા બાદ પણ બોલ્યા વિના ના રહી શકાય તેનું નામ મિત્ર.
‘મિત્રતા’ ની સમજણ દરેક સંબંધોનો પાયો છે. જો માતા-પિતા ને સંતાનો વચ્ચે મિત્રતા હોય તો જનરેશન ગેપ ના પ્રશ્નો જ ઉભા ના થાય. દાદા-દાદી તો હોય જ છે પૌત્ર-પૌત્ર્રીઓના મિત્ર. તેઓની સાથે રમી તેઓ પણ નાનપણ જીવી લે છે. કુટુંબના દરેક સંબંધોમાં મિત્રતા જળવાય તો મકાન ‘ઘર’ બની જાય ને કુટુંબો કદી તૂટે નહિ. અરે યાર લગ્નજીવનમાં પણ મિત્રતા જરૂરી છે. પતિ-પત્ની એકબીજાના મિત્ર બની રહે તો લગ્ન આ પૃથ્વી પરનો સૌથી અલૌકિક સંબંધ બની રહે. એટલે જ તો સપ્તપદી ના સાત વચનો માં એક વચન માં મિત્ર બનવાનું પણ આવે છે. ‘ આપણે બંને એકબીજાના મિત્રો બની રહીએ. એટલે મિત્રો’, દોસ્તી થકી જ દરેક સંબંધો નિભાવવા લાયક બને છે. મિત્રતા થકી જ જીવનના દરેક પ્રશ્નો ઉકેલી શકાય છે.
‘મિત્રો’ સાથેની મિત્રતા એટલે શેરીની ધૂળમાં રમવું, વરસાદના પાણીથી ભરાયેલા ખાબોચિયામાં સાથે નાહવું, શિયાળા ની ઠંડીમાં ના ઉઠતા મિત્રોની ચાદર ખેચી લેવી,ને ઉનાળામાં ભર બપોરે મિત્ર બોલાવે તો રમવા દોડી જવું,ને માં બોલાવતી રહી જાય તોય ગલીઓમાં રમવા દોડી જવું તેનું નામ મિત્રતા.ને વળી સ્કૂલમાં બેંચ પર ઠેકડા મારવા કે રિશેષ માં એકબીજાના નાસ્તા શેર કરવા કે પછી કદિ સ્કૂલે થી સ્વેચ્છિક રજા લઇ ગામ ની ગલીઓમાં ફરવા નીકળી જવું કે પછી ગામ ના પાદરે વડની ડાળીએ ઝૂલવું કે નદીમાં ભૂસકા મારવા એનું નામ પણ છે મિત્રતા. કદી સ્કૂલમાં તોફાન કરતા શિક્ષક પકડી લે ને એકાદાને માર પડે ને સોળ બધાને ઉઠી આવે કે કદી હાથે કરીને કોઈ મિત્રને માર ખવડાવવાની મજા જ કઈ ઓર હોય છે. તો વળી કદી ઘર આસપાસ ની ગાળિયો માં ટોળી બનાવી પાડોશીઓને હેરાન કરવાના પ્લાન બનાવે તે પણ મિત્રો સિવાય કોણ હોય! નાનપણની મિત્રતા નિખાલસ સંબંધો ની દોરીએ બંધાયેલી હોય છે ,જેમાં લડવું, ઝઘડવું,પાછા ભેગા થવું કોમન હોય છે , પણ એની સ્મૃતિઓ જીવનભર સચવાય રહે છે આપણે જિંદગીમાં આગળ વધી જઈએ છીએ પણ એ નાદાનિયત કદી ભુલાતી નથી. એટલેજ તો બાળપણમાં મિત્રો સાથે કોઈના ખેતરમાં ઘુસી ખાધેલી શેરડીનો સ્વાદ પછી ગમે તેવી કંપનીના coldrinks કે જ્યુસ માં આવતો નથી.
કોલેજ ની મિત્રતા એટલે કાર્ડ્સ ને ગીફટ ને days ને બોયફ્રેન્ડ ને ગર્લફ્રેન્ડ ને ફેસબુક ને whatsapp ને party વગેરે વગેરે .............પણ છે એ પણ જકાસ.કોલેજ ની મિત્રતામાં ટીનએજ ની મુગ્ધતા ભળે ને જીંદગીમાં જોશ આવી જાય.પુરપાટ બાઈક ચલાવવાનું જોશ, ખુલ્લી છાતીએ પવન જીલવાનું જોશ, મિત્રો માટે કોઈ સાથે લડી લેવાનું જોશ, તો વળી વરસતા વરસાદમાં સાથે મળી લોંગ drive પર જવાનું જોશ તો કદી કોલેજ માંથી બંક મારી પીચર જોવા જવું કે પકડાઈ જઈએ તો પ્રોફેસર કે પ્રિન્સીપાલ ને ઉલ્લુ બનાવવા કે પછી સજા થાય તો સાથે ભોગવવાનો આનંદ! કે કદી ક્લાસમાં છેલ્લી બેન્ચે બેસી પ્રોફેસરો ના કાર્ટૂન દોરવા કે વાતો કરવી. તો વળી પરિક્ષા દરમિયાન એકબીજાને મદદ કરવા બને એટલા નુસખા કરવા. આ મિત્રતા કોલેજ ના કેમ્પસ કે હોસ્ટેલ ના રૂમ થી શરુ થાય છે ને જિંદગીભર જળવાય રહે છે. હોસ્ટલમાં મિત્ર એ પોતાની માટે બહાર જવા તૈયાર કરેલા કપડા પેરી બહાર જતું રહેવું, તેની ગર્લફ્રેન્ડ ને તેના સિક્રેટ કેવા કે પછી હોસ્ટેલ ની પાળી પર બેસી એકબીજા સાથે જીંદગી શેર કરવી એ મોજ પછી આગળ જતા મોટા મોટા બંગલામાં પણ આવતી નથી. એટલે જ તો મિત્રો કોલેજની મિત્રતામાં unlimited મસ્તી મોજ ને આનંદ હોય છે.
लगे मुझे यारी तेरी एसी जेसे दारू देशी खट्टी मीठी बाते तेरी नशे सी.
ને છેલ્લે મિત્રો એક અનોખી મિત્રતાની વાત કરવી છે ને એ છે સ્ત્રી-પુરુષ મિત્રતાની. હા દોસ્તો એક સ્ત્રી અને પુરુષ પણ મિત્રો હોય શકે છે. પ્રેમ, લગ્ન સિવાય પણ તેઓની વચ્ચે માત્ર મિત્રતાનો સંબંધ હોય સકે છે.ને એ આપણે સ્વીકારવો જ જોઈએ ખુલ્લા મન અને હૃદય થી. શ્રીકૃષ્ણ અને દ્રૌપદી વચ્ચે સખા ભાવ જ હતોને દુનિયા દરેક સંબંધોથી અલગ એ બંધન હતું. એટલેજ તો દ્રૌપદી ના દરેક દુઃખમાં માધવે તેને પૂરો સાથ આપ્યો હતો. તેઓનો સખાભાવ અલૌકિક હતો, આત્મીય હતો.આપણે પણ આ સંબંધને મિત્ર ભાવે જ જોવાનો છે. એક છોકરા અને એક છોકરી વચ્ચે મિત્ર હોય શકે છે. એ બાબત આપણે સ્વીકારવી રહી. આમ પણ દરેક સંબંધો જેનું કોઈ નામ નથી હોતું તેને આપને દોસ્તી નું જ નામ આપીએ છીએ ને! તો..........
ને એક વાત યાદ રાખજો તમારો મિત્ર જેવો હોય તેવો તેને તેની મર્યાદા સાથે સ્વેકારજો. એકવાર મિત્રતા કર્યા બાદ જિંદગીભર નીભાવજો. ને યાદ રાખજો મિત્ર-દિવસ એટલે માત્ર ઓગષ્ટ મહિનાનો પેલો રવિવાર એવું જ નહિ પણ એ તો ૨૪*૩૬૫ આપણી સાથેજ હોય. જે દોરી આ દિવસે બાંધો એને જીવનભર નીભાવજો.
“happy friendship day”
\
No comments:
Post a Comment