Sunday 24 April 2022

છુટ્ટા-છેડા–પતિ-પત્ની ભલે છુટ્ટા થાય, પણ માતા-પિતા સંતાનો સાથે રહેવા જોઈએ!!!

 

છુટ્ટા-છેડા–પતિ-પત્ની ભલે છુટ્ટા થાય, પણ માતા-પિતા સંતાનો સાથે રહેવા જોઈએ!!!

 How Divorce Affects the Children's Future | California Divorce Attorneys

મણાં એક માતા-પિતાને મળવાનું થયું, જેઓને છુટ્ટા પડવું હતું. કોઈપણ રીતે હવે સાથે રહી શકાય એવું નહોતું. બે સંતાનો છે અને બંને એવું ઈચ્છે છે કે સંતાનો સાથે રહે. સંતાનો માટે બંને વચ્ચે સ્પર્ધા જાણે કે થઈ રહી હતી. સંતાનો નાના હોવાથી હજી પરિસ્થિતિને સમજી શકે એમ નહોતા. માટે પિતાએ એવા પ્રયાસો કર્યા કે તે માંગે એટલું લઈ દેવાનું. તેઓની માંગણીઑ સારી હોય કે ખરાબ બસ પૂરી કરવાની ! માતાએ બળાપો કાઢતા કહ્યું, હું તો ગરીબ છુ ક્યાથી તેઓની બધી જરૂરિયાતો પૂરી કરી શકું? માટે બંને સંતાનો પિતા સાથે રહે છે, એના પિતાએ વસ્તુઓથી એટલા ભરી દીધા છે કે તેઓ મારી પાસે પણ આવતા નથી!

    સંતાનોને પૂછ્યું કે મમ્મી યાદ નથી આવતી? તો કશું બોલ્યા નહી, તેઓ માતાની સામે જોવા પણ તૈયાર નહોતા. અલબત નફરતને લીધે નહી, પણ જરૂરિયાતો પૂરી થઈ રહી હતી, તેના દબાણમાં! છુટ્ટા થતાં માતા-પિતા માટે પોતાના સંતાનોની કસ્ટડી ગમે તે ભોગે લેવી એ જ એકમાત્ર ધૂન સવાર થઈ જતી હોય છે. તેના માટે તેઓ ગમે તે હદ સુધી જવા તૈયાર થઈ જતાં હોય છે. પતિ-પત્ની ભલે છૂટા થાય પણ શું માં-બાપ સાથે મળીને સંતાનોને સારી જિંદગી ના આપી શકે? સાથે રહ્યા વિના પણ સંતાનોને લાગણી-સભર રીતે ઉછેરી શકાય છે. તેના માટે આવી હરિફાઇઓ કરી સંતાનોના ભવિષ્યને બગાડવાની કોઈ જ જરૂર નથી હોતી.

   કોઈપણ લગ્ન તૂટે ત્યારે એની સૌથી ઊંડી અસર સંતાનો પર પડતી હોય છે. તેઓને એક વિકલ્પ આપવામાં આવે છે કે તારે કોની સાથે રહેવું છે?’ આ પ્રશ્નનો જવાબ કદાચ એ સંતાન ત્યારે તો આપી દે છે, પણ માતા/પિતા એ બંનેમાથી કોઈ એકને તે ગુમાવી દેતાં હોય છે. સંતાનોના વિકાસ માટે માતા-પિતા બંનેનો પ્રેમ જરૂરી હોય છે. સંતાનનું અસ્તિત્વ જ બંને થકી હોય છે. અને ઉછેર કોઈ એક દ્વારા થાય તો તેની અસરો સંતાનોના મનમાં આખી જિંદગી રહી જતી હોય છે.

   માતા-પિતાનું સુખી લગ્ન-જીવન સંતાનો માટે હુંફ બની રહેતું હોય છે. એવી હુંફ જે તેના જીવનને લાગણીઓથી ભરી દેતું હોય છે. સંતાનોની માનસિક તંદુરસ્તી માટે કુટુંબના બંને આધાર-સ્તંભો જરૂરી છે. પણ જ્યારે એ સંબંધો તૂટે છે, ત્યારે  સંતાનો સૌથી પહેલા તૂટતાં હોય છે.  ઘણીવાર તો તેઓ લગ્ન-વ્યવસ્થાથી દૂર ભાગતા થઈ જતાં હોય છે. તેઓને એ જ નથી સમજાતું કે સાથે રહેનાર બે લોકો પાસે કેમ ના રહી શક્યા? તેઓના જુદા થવાના કારણો જે હોય પણ તેઓ પાસે ભેગા રહેવા માટે એક સબળ કારણ તો હતું ને! છતાં તેઓ કેમ જુદા થઈ ગયા?

   હવે બંને સાથે અલગ અલગ રહેવાનુ છે, એ વિચાર જ તેઓને ધ્રૂજવી દેતો હોય છે. એ ધરતીકંપથી પડતી તિરાડો ક્યારેય પુરાઈ શકતી નથી. જીવન આગળ વધે છે, પણ ખાલીપો ત્યાં ને ત્યાં જ રહી જાય છે. છુટ્ટા-છેડા હવે આપણા સમાજમાં પણ કોમન ઘટના બની ગઈ છે. છુટ્ટા-છેડા કોઈ સેલિબ્રેટીના હોય કે કોઈ સામાન્ય માણસોના કારણો લગભગ સરખા જ હોય છે. અને સંવેદનાઓ પણ સરખી જ હોય છે. એમ જ સંતાનોની લાગણીઓ પણ માતા-પિતા પ્રત્યે એકસરખી જ હોય છે.

    છુટ્ટા-છેડા લેતા માતા-પિતાએ સંતાનોને તેના કારણો વહેલી તકે સમજાવી દેવા જરૂરી છે. ભલે છુટ્ટા પડયા પણ ગૌરવપૂર્ણ રીતે છૂટા પડીએ. સામસામે બ્લેમિંગગેમ નહી પણ જુદા થવું જરૂરી હતું એટલે એમ થયું! સંતાનો કારણો શોધતા ફરે એના કરતાં તો માતા-પિતાએ પોતે જ કહી દેવાનું કે શા માટે છુટ્ટા પડ્યા?  ભલે એ કારણો સમજતા સંતાનોને સમય લાગશે પણ એની સંવેદનાઓને ધક્કો ઓછો લાગશે. એ કારણો તેઓને કોઈ બીજા પાસેથી શા માટે જાણવા મળવા જોઈએ? વળી ઘણીવાર બીજા લોકો પાસેથી કારણો સાથે ઘણું બધુ બીજું પણ ઉમેરાતું રહે છે, જે સંતાનોના જીવનમાં ઊંડા ઘાવ કરી શકે છે.

   સાથે રહીને ભલે સંતાનોને હુંફ અને પ્રેમ ના આપી શકીએ પણ તેઓના પ્રેમ અને હુંફ વિશેના વિચારો પર કોઈ ખરાબ અસર ના પડવી જોઈએ. માતા-પિતાનો તૂટેલો સંબંધ તેઓની માટે જખમ ના બની જવો જોઈએ.તેઓને એવી સ્મૃતિઓ આપીએ કે તેઓની લાગણીઓને ઠેસ ના લાગે. તેઓનું જીવન કાયમ ડિસ્ટર્બ થતું રહે એવું ના કરીએ. તેઓને કહીએ કે દરેક લગ્નોમાં આવું નથી થતું. છૂટા પડીને પણ એકબીજા સાથે જોડાઈ શકીએ છીએ. અમે અલગ અલગ રહીને પણ તમારો ઉછેર કરી શકીએ છીએ. તેઓ આગળની જિંદગી પ્રત્યે નકારાત્મક ના બની જવા જોઈએ. ભલે છુટ્ટા થયા પણ સંતાનો મેળવવા સ્પર્ધા તો ના કરીએ!!! લાગણીથી તેઓને ઉછેરીએ........

   જે કશુંક તેઓની અંદર સતત ટૂંટતું રહે છે, તેને માતા-પિતાએ જ સાંભળવાનું હોય છે અને પુરવાનું પણ તેઓને જ હોય છે.


A study published in 2013 suggested that mothers are often less supportive and less affectionate after divorce. Additionally, their discipline becomes less consistent and less effective.5

No comments:

Post a Comment

કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........

    કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........                        દુનિયા હવે કોરોના પહેલા અને કોરોના પછી એમ ...