Thursday, 22 January 2026

'ચીરહરણ' દ્રૌપદીથી લઈને સમન્થા સ્મિથ સુધી ......

 

'ચીરહરણ'  દ્રૌપદીથી લઈને સમન્થા સ્મિથ સુધી ......

 NCW forms panel to probe Bhopal rape ...

 

        મહાભારતમા દ્રૌપદી ચીર-હરણ સૌથી કરૂણ અને આક્રોશ વાળો પ્રસંગ છે. દ્રૌપદીએ પુંછેલા પ્રશ્નોનાં જવાબો આજે પણ કોઈ આપી શકે એમ નથી. કારણકે  આજે પણ ગલીએ ગલીએ રહેલા દુર્યોધન અને દૂ:શાસન આ જ કરી રહ્યા છે. દ્રૌપદીને તો કૃષ્ણએ બચાવી લીધેલા પણ આજની દ્રૌપદીને કોઈ બચાવી શકે એમ નથી.ભારતમાં NCRBના લેટેસ્ટ સર્વે મુજબ બળાત્કારના કુલ આરોપીઓમાથી માત્ર 28-29% ને જ સજા થાય છે. એમાં હવે ટેકનોલોજીએ સર્જેલા રેપ સ્ત્રીઓની જિંદગી બરબાદ કરી રહ્યા છે.

  આમપણ સદીઓથી સ્ત્રીઓ પુરુષો માટે સોફ્ટ ટાર્ગેટ હતી જ. એટલે અત્યાર સુધી સ્ત્રીઓ ઘરની અંદર કે પડદા પાછળ છુપાયેલી રહેતી! જો કે એ ઘરમાં કે પડદા પાછળ પણ સેફ તો નહોતી જ! પણ બહારના પુરુષોથી તો ઓઝલ હતી! પણ હવે જેમ જેમ સ્ત્રીઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે, તેમ તેમ પુરુષોના તેણી પ્રત્યેની ઈર્ષ્યા અને અહમ બંને વધી રહ્યા છે. અને જ્યારે પુરુષો સ્ત્રીઓને કોઈ રીતે આગળ વધતી નથી રોકી શકતા તો તેઓ સ્ત્રીઓના કેરેક્ટર પર ઘા કરતાં હોય છે, કારણકે આ સમાજે કેરેક્ટરની ફીલિંગ માત્ર ને માત્ર સ્ત્રીઓને જ ભેટમાં આપી છે.

 ટેકનૉલોજીએ સૌ પહેલા પોર્ન એમ.એમ.એસ. થકી સ્ત્રીઓ પર રેપ કર્યા. 2004માં સૌથી પહેલા દિલ્હી પબ્લિક સ્કૂલ, આર.કે. પુરમમાં ભણતા હેમંત ચુઘ નામના એક વિદ્યાર્થીએ પોતાના ફોન પર એક સગીર વિદ્યાર્થીનીને ટોપલેસ થઈને તેના પર ફોસલાવીને તેનું અપમાન કરતો વીડિયો શૂટ કર્યો, જે તેણીને ખબર પણ ન હતી. તે બંને ૧૧મા ધોરણના વિદ્યાર્થીઓ હતા. ત્યારબાદ વીડિયો ક્લિપ MMS દ્વારા શેર કરવામાં આવી હતી અને પોર્ન સાઇટ્સ પર વાયરલ થઈ હતી. ત્યારબાદ અત્યાર સુધીમાં આવા સેંકડો એમ.એમ.એસ. વાઇરલ થઈ ચૂક્યા છે.

   જેમ જેમ ટેકનૉલોજી અપડેટ થતી ગઈ, સ્ત્રીઓ પર થતાં રેપની પેટર્ન પણ બદલાતી ગઈ. ત્યાર બાદ આવ્યું, IBSA ઈમેજ બેઝ્ડ સેક્સુઅલ એબ્યુઝ એટલે છોકરીઓની સંમતી વિના તેઓના પર્સનલ ફોટા અથવા વિડિયોઝ શેર કરવા કે શેર કરવાની ધમકી આપવી. 30-40 વર્ષો પહેલા ગમતી છોકરી ના પાડે, તો તેને સળગાવી દઈ કે પછી આજકાલ છોકરી ના પાડે તો તેનો બદલો લેવા ચહેરા પર એસિડ ફેંકવામાં આવે છે. તેમજ હવે સ્ત્રીઓની ના નો બદલો લેવા રીવેંજ પોર્નનો ઉપયોગ થાય છે.

 ઓનલાઈન સેક્સુઅલ હેરેસમેંટ એક ટેકનૉલોજી છે, જેના થકી સ્ત્રીઓ પર રેપ થાય છે. ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર સેક્સુઅલ કન્ટેન્ટ મોક્લવાથી માંડીને ધમકી આપવા સુધીની કળાઓનો આમાં સમાવેશ થઈ જાય છે. સોસિયલ મીડિયાનો આબાદ ઉપયોગ કરીને છોકરો હોવા છતા છોકરીઓના નામે ફેક એકાઉન્ટ બનાવી સ્ત્રીઓને સેક્સુઅલ એબ્યુઝ કરવામાં આવી રહી છે. ભારતમાં સૌથી વધુ સ્ત્રીઓની હત્યા અને આત્મહત્યા સેક્સુઅલ હેરેસમેંટને લીધે થાય છે.

    તે ઉપરાંત પણ એક ટેક્નોલૉજી છે, જેમાં દુરુપયોગ કરનારાઓ GPS ટ્રેકિંગનો ઉપયોગ કરે છે, સ્ત્રીઓની પરવાનગી વિના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઍક્સેસ કરે છે, અથવા પીડિતાની પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને નિયંત્રિત કરવા માટે સ્માર્ટ હોમ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. એનો અર્થ હવે સ્ત્રીઓ ઘરમાં પણ સલામત નથી!

 ને હવે લેટેસ્ટ રેપ-સિસ્ટમ પણ આવી ગઈ છે, જેમાં એ.આઈ. નો ઉપયોગ કરીને સ્ત્રીઓની ડીપ-ફેક ઇમેજ બનાવવામાં આવે છે, તો 2025માં આવેલા જીબલી અને સારી ટ્રેન્ડ સમયે પણ ફરિયાદો થઈ હતી કે આવા ટ્રેન્ડ વડે સ્ત્રીઓ પાસેથી માહિતી ભેગી કરી તે માહિતીનો ગલત ઉપયોગ કરવામાં આવે છે. તો હમણાં થોડા દિવસો પહેલા એલન મસ્કના સોસિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સમન્થા સ્મિથ નામની છોકરીના કહેવા પ્રમાણે તેના ફોટાને એડિટ કરીને તેણીના શરીર પરના કપડાં ઉતારીને તેણીને ન્યુડ દેખાડાઈ હતી.

  ત્યારબાદ અનેક લોકોએ આવા ન્યુડ ફોટાની ફરિયાદો કરી હતી. ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા સ્ત્રીઓ પર થતાં રેપ અંગે દુનિયાના કોઈપણ દેશમાં કોઈ ઠોસ કાયદા નથી. ફિઝિકલ રેપની સ્ત્રીઓ સાબિત નથી કરી શકતી, તો ટેક્નોલૉજીના ઉપયોગ થકી થયેલા રેપને કેવી રીતે સાબિત કરી શકશે? એકવાર વાઇરલ થઈ ગયેલા ફોટાઝ, વિડિયોઝ પર ખુદ એ અપલોડ કરનારનો પણ કાબૂ રહેતો નથી. માટે આપણે સ્ત્રી તરીકે સ

 

Thursday, 15 January 2026

વૈજ્ઞાનિકો અને સંશોધકો થકી ભારતની તકદીર બદલાય છે, પણ શું નવા સંશોધનો થકી તેઓની તકદીર બદલાય છે ખરી??

 

વૈજ્ઞાનિકો અને સંશોધકો થકી ભારતની તકદીર બદલાય છે, પણ શું નવા સંશોધનો થકી તેઓની તકદીર બદલાય છે ખરી??
 Top 10 Scientists in India: From Zero to Science Heroes
 
 
 


 

 

   

  એક પ્રશ્ન છે? જેનો જવાબ આપણે સૌએ શોધવાનો છે. આપણાં દેશની ક્રિકેટ ટીમ વર્લ્ડકપ જીતીને આવે એ મહત્વનુ છે કે પછી આપણી ઇસરોની વૈજ્ઞાનિકોની ટીમ ભારતને પ્રથમ પ્રયાસે માર્સ ઓર્બિટર મિશન અંતર્ગત મંગળની ભ્રમણકક્ષા સુધી પહોંચનાર પ્રથમ દેશનું સન્માન અપાવે એ મહત્વનુ ગણાય? તમે કહેશો કે અલગ અલગ ક્ષેત્રની આ બંને સિદ્ધિઓને કમ્પેર કેવી રીતે કરવી? પણ નૈતિક રીતે જોઈએ તો ( જે દ્રષ્ટિથી આપણે ઓછું જોઈએ છીએ) બીજી ઘટના વધુ મહત્વની ગણાય! બીજી ઘટના સમયે પણ આપણે શેરીઓમાં વિજયનો ઉત્સવ મનાવવા નીકળી પડવું જોઈએ.

 ઇસરો એ સંસ્થા છે, જેણે છેલ્લા 20 વર્ષોમાં આપણાં દેશના અવકાશ સંશોધન ક્ષેત્રને આત્મનિર્ભર બનાવી દીધું છે. ઇસરો જેની સ્થાપના ડો.વિક્રમભાઈ સારાભાઈના પ્રયાસો થકી જવાહર લાલ નહેરૂજીએ કરાવેલ. 1962માં સ્થપાયેલ આ સંસ્થા 1968 સુધી ઇંડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રી-સર્ચ તરીકે જાણીતી હતી.

  15 ઓગષ્ટ,1969માં ઇસરોને તેનું અત્યારનું નામ મળ્યું, ઇંડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈજેશન જેણે અત્યાર સુધીમાં 133 અવકાશયાન મિશન, 104 પ્રક્ષેપણ મિશન હાથ ધર્યા છે અને ગગનયાન-ક્રૂ/રોબોટિક અને આંતરગ્રહીય મિશન જેમ કે ચંદ્રયાન-4, ચંદ્ર ધ્રુવીય સંશોધન મિશન, શુક્ર ઓર્બિટર મિશન અને માર્સ લેન્ડર મિશન સહિત અનેક મિશનનું આયોજન કર્યું છે. 2035માં ઇસરો અવકાશમાં ભારતનું પ્રથમ સ્પેસ સ્ટેશન ભારતીય અંતરિક્ષ સ્ટેશન લોન્ચ કરશે. જેનું પ્રથમ મોડ્યુલ 2028-2030 ની આસપાસ લોન્ચ થવાની ધારણા છે, જે લાંબા ગાળાના રોકાણ અને માઇક્રોગ્રેવિટી સંશોધનમાં મદદ કરશે. 

  19મી એપ્રિલ, 1975ના દિવસે ભારત દેશનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ લોન્ચ કરીને અવકાશ સંશોધનક્ષેત્રે પગ મૂકનાર આ દેશે પોતાના વૈજ્ઞાનિકોના અથાક પરિશ્રમને લીધે આખા વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ જ બનાવી લીધી છે. જે સંસ્થાએ આપણને વિશ્વના નકશામાં અગ્રીમ સ્થાન અપાવ્યું તે સંસ્થાના વૈજ્ઞાનિકો વિષે આપણે કેટલું જાણીએ છીએ? અને બીજા કોઈપણ ક્ષેત્રની સેલિબ્રેટીઝ વિષે આપણે કેટલું જાણીએ છીએ? આ પણ એક રસપ્રદ સવાલ છે, જેનો જવાબ આપણે સૌએ શોધવાનો છે.

   હવે એના કરતાં પણ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે, અને એ છે, આ વૈજ્ઞાનિકોને આર્થિક વળતર અને ફેમ કેટલી મળે છે? અને ક્રિકેટરોને કેટલી?’ ઇસરોના વૈજ્ઞાનિકોને તેઓની નોકરીના વર્ષોને ધ્યાનમાં લઈને એક લેવલ-10ના સરકારી કર્મચારીને જેટલો પગાર મળે, એટલો જ પગાર મળે છે! જુદી જુદી કેટેગરીના વૈજ્ઞાનિકો અને એંજિનિયરોના પગાર તેઓની ઇસરોની નોકરી મુજબ ગણીએ તો હાઈએસ્ટ પગાર પર મંથ 300000 જેટલો મળે છે. જે ક્રિકેટરોની એક મેચ ફી કરતાં પણ ઓછો હોય છે.

   A ગ્રેડના ક્રિકેટર્સને વાર્ષિક 7 થી 8 કરોડ જેટલી આવક મળે છે, વધારાની અને જાહેરાતોની આવક સિવાય! આ બધી આવકોનો ટોટલ કરીશું તો સમજાશે કે ક્રિકેટર્સ કરોડો રૂપિયા મેળવે છે, હજી આપણે આઈ.પી. એલ. ની આવક તો આમાં ઉમેરી જ નથી. જો એ ઉમેરાય તો એક સામાન્ય ક્રિકેટરને પણ આપણા વૈજ્ઞાનિકો કરતાં વધુ આવક મળે છે. ઇવન ઓસ્ટ્રેલીયાના ક્રિકેટર કેમેરુન ગ્રીનને આ વર્ષે આઈ.પી.એલ. ઓકશનમાં રૂ. 25.20 કરોડ જેટલી રકમ મળી હતી!  ક્રિકેટરો જ્યારે કોઈપણ મોટી ટુર્નામેન્ટ જીતીને આવે તો જે કવરેજ તેઓને મળે છે, જે રૂપિયો તેઓને મળે છે, જે રીતે તેઓનું વિજય સરઘસ નીકળે છે, તેવી પ્રસિદ્ધિ શું આપણા દેશના સંશોધકોને મળે છે?

  આપણા ભારતમાં સંશોધકો અને વૈજ્ઞાનિકો કેમ ઓછા છે? અપાર સંભાવનાઓ હોવા છતાં આપણા યુવા વૈજ્ઞાનિકો અને સંશોધકો દેશમાં રહેવાને બદલે વિદેશોમાં શા માટે જતાં રહે છે? આ સંભાવનાઓને આપણે શા માટે યોગ્ય પ્લેટફોર્મ નથી આપી શકતા? આપણા જે વૈજ્ઞાનિકો અને સંશોધકો અહી રહીને સંઘર્ષ કરતાં હોય છે, તેઓને જીવનમાં એકાદ વખત તો એ ફીલિંગ થતી જ હોય છે કે આ દેશે આપણી યોગ્ય કદર ના કરી...

  અંધેરી નગરી અને ગંડુ રાજાની વાર્તામાં ગુરુ પોતાના શિષ્યને સમજાવે છે કે, જે દેશમાં બધી વસ્તુઓ એકસરખા ભાવે મળતી હોય, ત્યાં વસવાટ ના કરાય એ જ શિખામણને આપણે થોડી ફેરવીને લખીએ તો, જે દેશમાં વૈજ્ઞાનિકો અને સંશોધકોને ક્રિકેટર્સ કરતાં પણ ઓછી આવક અને ફેમ મળતી હોય તે દેશમાં!

 

Wednesday, 7 January 2026

જીંદગીની ડિક્શનરી કેવા કેવા શબ્દો થકી વાઇરલ થઈ રહી છે?

 

જીંદગીની ડિક્શનરી કેવા કેવા શબ્દો થકી વાઇરલ થઈ રહી છે?

6-7” Named 2025 Word of the Year by Dictionary.com - Wiregrass Daily News

 

 

 

 

 Impossible શબ્દ મેરી ડિક્શનરીમે નહી હે, તો ડિક્શનરી દેખ કે લેની ચાહીયે ના, આ ફન્ની ડાયલોગ છે, શાહરૂખખાન અને દિપીકા પાદુકોણની મૂવી ચેન્નાઈ એક્સપ્રેસનો... Rage bait, parasocial , slop, agentic, aura farming, vibe coding, biohack, henry,67  વગેરે વગેરે  જુદી જુદી ઇંગ્લિશ ડિક્શનરીઝ દ્વારા જાહેર થયેલા  ‘words of the year’ છે. જેનો ઉપયોગ ઓનલાઈન અને ઓફલાઈન યુજર્સે ગયા વર્ષમાં સૌથી વધુ કરેલો હતો.

  જો કે આ શબ્દો આપણી આજની અને આસપાસની દુનિયા અને મનોવલણો વિષે ઘણું બધુ કહી જાય છે, પણ એમાં ના પડતાં આપણે તેઓના અર્થ અને ઉદભવ વિષે થોડું ઘણું જાણીએ. ઓક્સફર્ડ ડિક્શનરીએ જાહેર કરેલ શબ્દ છે, ‘રેજ બાઇટ જેનો ગુજરાતી અર્થ થાય છે, ‘ભડકાવવુંકોઈના મન અને મગજમાં અશાંતિ ઊભી થાય, એવા વાકયોનો અને શબ્દોનો ઉપયોગ કરવો... જેનો આજકાલ મોટાભાગના ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર ભરપૂર માત્રામાં ઉપયોગ થાય છે. ત્રણ દિવસના વોટિંગ બાદ 30000 લોકોના અભિપ્રાયોના આધારે ઓક્સફર્ડ ડિક્શનરીએ આ શબ્દને ‘word of the year’ જાહેર કર્યો હતો.

    આ શબ્દનો પહેલીવાર ઉપયોગ 2002માં યુઝનેટ પર આવેલી એક પોસ્ટમાં થયેલો. ત્યારબાદ આ શબ્દ વાયરલ ટ્વીટ્સનું વર્ણન કરવા માટે ઉપયોગમાં લેવાતા ઇન્ટરનેટ સ્લેંગમાં વિકસિત થયો, અને આ વર્ષે કોઈકને ભડકાવવા એ ફેશન બની ગઈ...

      જ્યારે કેમ્બ્રિઝ યુનિવર્સિટીએ parasocial શબ્દને  ‘word of the year’ જાહેર કર્યો. જેનો અર્થ થાય છે, કોઈ સેલિબ્રેટી, ઇન્ફ્લુઅન્સર, કે કાલ્પનિક કેરેકટરના એકતરફી પ્રેમમાં પડી જવું! જેમાં AI નો પણ સમાવેશ થાય છે. કેટલા ભ્રમમાં આપણે જીવી રહ્યા છીએ? અને કઈ આભાસી દુનિયામાં આપણે પ્રેમને શોધી રહ્યા છીએ? લોકો જેઓને એકપણ વાર મળ્યા નથી અને છતા સાયકોલોજિકલી તેઓના આકર્ષણમાં તણાઇ રહ્યા છે!  આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 1956માં અમેરિકન સમાજશાસ્ત્રીઓ થકી થયેલો, જ્યારે લોકો ટી.વી.સ્ટાર્સ સાથે આવું આકર્ષણ ફીલ કરતાં હતા!

 Slop, શબ્દને મેરિયમ વેબસ્ટર દ્વારા ‘word of the year’ પસંદ કરવામાં આવ્યો હતો, જેનો અર્થ થાય છે, હલકી ગુણવત્તાવાળી AI જનરેટેડ એવી ડિજિટલ સામગ્રી!  જે સમાજમાં માત્ર અરાજકતા અને અસામાજિકતા ફેલાવે છે. અને છતા લોકો તેને ડાઉનલોડ કરતાં રહે છે. આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 1700માં થયેલો, જેનો અર્થ હતો, નરમ કાદવ, ત્યારબાદ 18મી સદીમાં તેનો અર્થ હતો, ખોરાકનો કચરો, અને આજે આ કચરો ઘરે ઘરે ઠલવાઈ રહ્યો છે.

 vibe coding, એ કોલીન ડિક્શનરીએ જાહેર કરેલો ‘word of the year’ છે, જેનો અર્થ થાય છે, AI જનરેટેડ સૉફ્ટવેર ડેવલપમેન્ટ અભિગમ જેના થકી યુઝર્સ કુદરતી ભાષામાં એપ્લિકેશનના કાર્યનું વર્ણન કરે છે. આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 2025 ની શરૂઆતમાં AI સંશોધક આન્દ્રેજ કાર્પથી દ્વારા થયેલો, જે એક પ્રકારના વર્કફ્લોનું વર્ણન કરે છે. જેના થકી નવા યુઝર્સ આ એપ્લીકેશનને સરળતાથી સમજી શકે છે. 

  

 67 પણ એક શબ્દ છે, તમને આંકડો લાગશે પણ ડિક્શનરી.કોમ દ્વારા આ આંકડાને  ‘word of the year’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જેનો અર્થ એકદમ રસપ્રદ છે. આમ તો, કદાચ આવા અર્થો ધરાવતા આ શબ્દોના ઉપયોગ મોટી ઉંમરના લોકોને હતાશ કરવા માટે થાય છે. આ શબ્દનો ઉદભવ સ્ક્રિલાના "ડૂટ ડૂટ (6 7)" નામના ગીતમાંથી થયો હોવાનું માનવામાં આવે છે.

 

 હજી બીજા કેટલાક શબ્દો પણ છે, જેમણે ઓનલાઈન ધૂમ મચાવેલી, જેમાનો એક શબ્દ છે, ‘Agentic’, જેનો અર્થ પણ AI સાથે જોડાયેલો છે, જે વ્યક્તિના પ્રતિનિધિ તરીકે સ્વ-સંચાલિત નિર્યણો લેવાની સિસ્ટમ શીખવે છે. Biohack પણ આવો જ એક શબ્દ છે, જેનો અર્થ થાય છે, વિજ્ઞાન અને ટેક્નોલૉજી અને પ્રયગોનો ઉપયોગ કરીને પોતાની લાઈફ-સ્ટાઈલ કે પરફોર્મન્સમાં સુધારો કરવો. અન્ય શબ્દ જોઈએ તો aura farming પણ એવો શબ્દ હતો, જે આ word of the year ની રેસ જિતતા જિતતા રહી ગયો..

   aura farming નો અર્થ થાય છે, ઓનલાઈન પ્રભાવશાળી અને આકર્ષક વ્યક્તિત્વ ઊભું કરવું આમ તો આ શબ્દ વર્ષોથી સ્લાંગ વર્ડ તરીકે ઓળખાય છે, પણ 2025માં 11 વર્ષના ઇન્ડોનેશિયન છોકરા,રેયાન અરકને પાકુ જાલુર ઉત્સવ દરમિયાન લોંગબોટ પર કરેલા અદભૂત ડાંસને લીધે આ શબ્દ ગયા વર્ષે જોરદાર વાઇરલ થઇ ગયો.

 

    હજી ઘણા શબ્દો છે, પણ થોડું તમે મથજો જેથી ઘણા નવા નવા શબ્દોના અર્થ અને ઓરિજિન મળી આવે. ભાષાને સમજવા ડિક્શનરી તો ફંફોળવી જ પડે ને!

 
 
 
 
 

 

 

 

 

વેડ ઇન ઈન્ડિયા, મેરેજ ઈકોનોમીનો ગ્રાફ ફૂલ સ્પીડે ઊંચો ને ઊંચો જઈ રહ્યો છે....

વેડ ઇન ઈન્ડિયા, મેરેજ ઈકોનોમીનો ગ્રાફ ફૂલ સ્પીડે ઊંચો ને ઊંચો જઈ રહ્યો છે....                                      ભારતમાં શિયાળો , ...