Tuesday 25 May 2021

ઓનર કિલિંગ અને આપણે,

ઓનર કિલિંગ અને આપણે,

        આજનો માણસ આધુનિક માણસ ગણાય છે.ભણેલો, ગણેલો,સુસભ્ય અને સુવિકસિત એ આજના માણસની ખાસિયત ગણાય છે. આજે આપણી પાસે વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજી છે.એટલી સોસીયલ સાઈટસ છે કે માણસને એકલું ના લાગે.( છતાં લાગે છે એ કૌંસમાં રાખું છું) આપણે બીજા ગ્રહો પરના જીવનને સમજવામાં પડ્યા છીએ. ક્યાં ગ્રહ પર વસવાટ હતો કે વાતાવરણ છે કે નહિ? વગેરે કોયડાઓ ઉકેલવા માટે આપણે અબજો રૂપિયા ખર્ચી કાઢીએ છીએ. સતત નવા સંસોધનો માનવજીવનને વધુ ને વધુ સુખ અને સગવડ આપવાની સ્પર્ધામાં ઉતર્યા છે. અને હજી એ પ્રવાહ ચાલુ જ છે. રોજ કઈક નવું શોધતું રહે છે, મને લાગે છે ભવિષ્યમાં લાગણીઓ અને સ્નેહ માપવાના મશીન પણ આવશે. જેમ મશીનથી આપણે બી.પી. અને ડાયાબીટીસ જેવા રોગો માપીએ છીએ, સંવેદનાઓ માપવાનું પણ મશીન આવશે! રોબોટ ટેકનોલોજી પણ આપણા જીવનમાં આવવા થનગની રહી છે.કૃત્રિમ બુદ્ધિ વિકસાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે.ટુકમાં આપણે સઘળું મશીનને સોપી દેવાના મૂડમાં આવી ગયા છીએ.ટેકનો એજમાં બધું જ આપણે ટેકનોલોજીને શરણે ચડાવી દીધું છે,એક ટેકનોલોજી વાપરીએ અને સમજીએ ત્યાં બીજી આવી જાય છે. બજાર તમામ પ્રકારની ચીજોથી ઉભરાય રહ્યું છે,પણ એક ક્ષ્રેત્ર એવું છે, જ્યાં આ ટેકનોલોજી પ્રવેશી નથી. તમને થશે હજી પણ કોઈ એવું ક્ષ્રેત્ર બાકી છે ખરું જ્યાં આધુનિકતા નથી આવી! માન્યમાં નથી આવતું ને? પણ છે એવું ક્ષેત્ર જ્યાં હજી આપણે જૂની સદીઓમાં જૂની પરંપરાઓ સાથે જીવી રહ્યા છીએ. જ્યાં હજી ઝડતા જોવા મળે છે. જ્યાં હજુ ઘણું બદલાવવાનું બાકી છે, જ્યાં આધુનિકતા પ્રવેશી નથી.જ્યાં પરિવર્તનો આવતા નથી. જ્યાં રીતી-રીવાજો બદલાતા નથી. ગમે તેવી ટેકનોલોજી પણ જ્યાં અસ્તિત્વ ધરાવતી નથી. એ ક્ષ્રેત્ર છે, આપણા વિચારોનું ક્ષ્રેત્ર, આપણી જૂની-પૂરાણી પરંપરાઓનું ક્ષ્રેત્ર અને જેમાં આપણે વસીએ છીએ એ સમાજનું ક્ષ્રેત્ર! વૈચારિક રીતે આજે પણ આપણે ત્યાં જ છીએ,જ્યાં સદીઓ પેલા હતા. આપણા વિચારોનું time-મશીન એ જુના સમયમાં જાણે સ્થગિત થઇ ગયું છે.
     હું એક સવાલ પૂછું તમને સૌને, શું નવા વિચારો આપણને કદી આવતા જ નથી? આપણે ગ્રહો,લઘુગ્રહો,ઉપગ્રહોને સમજી શક્યા છીએ,પણ આપણા પૂર્વગ્રહો ખોટા છે એ સમજી શકતા નથી.ને હવે બીજો સવાલ પૂછું છું, માતા-પિતાને સૌથી વધુ પ્રેમ કોના પ્રત્યે હોય છે? તમે કહેશો, પોતાના સંતાનો પ્રત્યે. સરળ જવાબ છે. પણ ઘણા માતા-પિતા માટે આ સાચું નથી. કારણ તેઓ માટે સૌથી અગત્યની તેઓની આબરૂ હોય છે. અને એટલે જ કેટલાક માતા-પિતા પોતાના સંતાનોને ‘ઓનર-કિલિંગ’ ના નામે પોતાની કહેવાતી આબરૂ જાળવવા પોતાના જ સંતાનોને મારી નાખતા હોય છે.મને તો એ જ નથી સમજાતું કે કિલિંગ આગળ ઓનર શબ્દ ફીટ જ કેવી રીતે બેસી સકે? અમુક જ્ઞાતિઓ અને કુટુંબોમાં જેવી ખબર પડે દીકરી કોઈ ઈત્તર જ્ઞાતિના છોકરાને પ્રેમ કરે છે, માં-બાપ દીકરીને મારી નાખવા ઈચ્છે છે અને મારી પણ નાખે છે.શું પ્રેમ એ એવડી મોટી ભૂલ છે, કે માતા-પિતાએ પોતાના સંતાનોને મારી નાખવા પડે. હકીકત તો એ છે કે આપણા સમાજમાં કુટુંબની આબરુને સંતાનોના પ્રેમ કરતા પણ ઉંચી ગણવામાં આવે છે.કુટુંબની આબરુથી ઊંચું જાણે કોઈ છે જ નહિ એવું જોવા મળે છે. દરેક માતા-પિતા એવું ઈચ્છે કે મારા સંતાનો માત્ર મારી જ્ઞાતિમાં જ લગ્ન કરે.અહી પણ જ્ઞાતિ ને ઊંચ-નીચનો સવાલ આવી ઉભો રહી જાય છે. શું આપણે ધર્મ જ્ઞાતિ વગેરેની સ્થાપના માણસ માટે કરી છે કે પછી માણસ માટે આ બધું છે? દરેક બાબતમાં માણસને નિમ્ન ગણી તેની સાથે આવો ખરાબ વ્યવહાર કરવામાં આવે છે. શું ઘરની આબરૂ દીકરી કરતા પણ ઉંચી હોય છે? હરિયાણા જેવા રાજ્યોમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. જેન NH-૧૦ મુવી જોયું હશે આ સમસ્યા જોઈ હશે. ક્યાં સુધી આપણે આવી ખરાબ બાબતોને સ્વીકારતા રહીશું? શું નવા વિચારો કદી આપણને આવું કૃત્ય કરતા નહિ રોકે? જ્ઞાતિના વાડા એટલા મજબુત કરી ક્યાં સુધી આપણે દીકરીઓ સાથે અન્યાય કરતા રહીશું? જો દીકરી જ ઘરની આબરૂ ગણાય તો પછી શા માટે એની આબરૂ લુંટાતી હોય ત્યારે આપણે ચુપ હોઈએ છીએ? એ બાબતમાં તો કોઈનું ઓનર કદી ઘવાતું નથી.
Image result for honour killing images
  ઘણા માં-બાપ દીકરીને મારી નાખવા ઝેર કે એસીડ જેવા પદાર્થોનો ઉપયોગ કરતા પણ અચકાતા નથી. ફાંસી આપી દેવી. અને ઘણી જ્ઞાતિઓમાં તો છોકરા-છોકરી બંને ને મારી નાખવામાં આવે છે.જો છોકરા-છોકરીએ ભાગીને લગ્ન કરેલા હોય તો એને પકડીને મારી નાખવામાં આવે છે,. આવો ન્યાય કરનાર સમાજ કદી પ્રગતિના પંથે જઈ શકે નહિ. જે સંતાનોને નાનપણમાં દૂધ પીવડાવી મોટા કર્યા હોય તેને ઝેર કે એસીડ પાય મારી નાખતા શું માં-બાપનું કાળજું નહિ કંપતું હોય? જે હાથ માત્ર સંતાનોના ભલા માટે પ્રાર્થના કરતા હોય એ એને મારી નાખવા કેમ ઉપડતા હશે.એવી તો માં-બાપને શી મજબૂરી હશે કે ઓનર-કિલિંગ કરવું પડે! હકીકત તો એ છે કે સમાજ, જ્ઞાતિ, વગેરે એ માણસને સાવ ઝાડ બનાવી દીધો છે.એને એક એવા ઊંડા કુવામાં નાખી દીધો છે, જ્યાંથી તે બહાર આવી શકતો નથી.
 નાના ગામડાઓમાં તો ઓનર-કિલિંગ એક ફેશન થઇ ગઈ છે. હાલતા છાપામાં આવા કિસ્સાઓ વાચવા મળતા રહે છે. કેટલાય તો બહાર પણ નહિ આવતા હોય. માતા-પિતા જેને આપણી સંસ્કૃતિએ ઈશ્વરની ઉપમા આપી છે, એ જયારે આવું કૃત્ય કરતા ના અચકાય તો બીજા પાસેથી શું અપેક્ષા રાખવાની? માત્ર સમાજની બીકે ખુદના સંતાનોને મારી નાખવા એ કેટલા અંશે વ્યાજબી ગણાય! વિચારજો અને કહેજો. સંતાનોને એ રસ્તેથી વાળી શકાય,સમજાવી શકાય. પણ એના માટે એને મારી નાખવા એ કોઈ કાયમી ઉકેલ નથી. માત્ર સમાજની બીકે આવું કરનાર હત્યારા જ ગણાય અને તેઓને પણ ગુનેગારની જેમ સજા આપવી જોઈએ.જેથી કોઈ બીજું આવું ના કરે.ચાલો સૌ સાથે મળી આ ખરાબ બાબતનો વિરોધ કરીએ. માતા-પિતાને અને સમાજને અને જ્ઞાતિના મહાનુભાવોને સમજાવીએ કે ‘ઓનર-કિલિંગ’ બંધ કરે. અને ખાસ તો સરકારને કહીએ કે આવા કૃત્ય વિરોધ એવો કડક કાયદો ઘડે કે લોકો સપને પણ આવું કરવાનો વિચાર ના કરે!
 Image result for honour killing images

Saturday 15 May 2021

ચાલો ગણેશજી સાથે મળીને કુદરત તરફ વળીએ!!!

શ્રી ગણેશાય નમ: 

Nature give everything to... | Quotes & Writings by Dipendu Halder |  YourQuote

નાના હતા ત્યારે મહાકવી કાલિદાસ નાં જીવનનો એક પ્રસંગ સાંભળેલો કાલીદાસ નાના હતા ત્યારે મુર્ખ હતા. એ મૂર્ખતાની નિશાની હતી કે તેઓ જે ડાળ પર બેસતા તે જ ડાળ ને કાપતા! જો એ પ્રસંગ કાલિદાસની મૂર્ખતા સૂચવે તો આજે આપણે સૌ મુર્ખ ગણાય ને? કારણ આજે આપણે પણ જે પૃથ્વી પર વસીએ છીએ તેને વિનાશ તરફ લઇ જવા મથી રહ્યા છીએ.જે પૃથ્વી નામના ગ્રહ પર આપણે વસી રહ્યા છીએ, તેને સૌથી વધુ નુકસાન અતિ બુદ્ધિવાળાઆ મનુષ્યે પહોચાડ્યું છે.હકીકત તો એ છે કે માણસની દરેક પ્રવૃતિઓ પછી તે સામાજિક હોય, ધાર્મિક હોય, આર્થીક હોય,ટેકનીકલ હોય તેણે કુદરતને નુકસાન પહોચાડવામાં કશું બાકી રાખ્યું નથી.બીજાના ભોગે વિકાસ એ આધુનિક સમયનો જીવનમંત્ર બની ગયો છે. પ્રાચીન મનુષ્ય કુદરતની નજીક રહી જિંદગી જીવતો, પણ આધુનિક મનુષ્ય કુદરતથી દુર ભાગતો જાય છે.માણસ-માણસ વચ્ચેની લડાઈની વાતો તો રામાયણ મહાભારત જેટલી પ્રાચીન છે,પણ જે ધરતીમાતા, નદીઓ,પર્વતો,જંગલો માણસને આટલા-આટલા ઉપયોગી છે તેને પણ આપણે નુકસાન પહોચાડવા બનતું કરી છુટ્યા છીએ.કુદરતથી દુર ભાગી મનુષ્યે જે દોટ ભૌતિકતાતરફ મૂકી છે,એક દિવસ માણસને થકવી વિનાશ તરફ લઇ જવાની છે. ને આપણે આપણી આ વહાલી ધરતીમાતાને ગુમાવી દઈશું.

    માનવી એકલો ના પડી જાય તે માટે ઈશ્વરે તેના જીવનને હર્યુભર્યુ બનાવવા સાથે-સાથે કુદરતની રચના કરી.માનવીને ભેટમાં પ્રાણીશ્રુષ્ટિ,વનસ્પતીશ્રુષ્ટિ,જીવશ્રુષ્ટિ,પક્ષીશ્રુષ્ટિ વગેરે આપ્યા. આ સમગ્ર શ્રુષ્ટિ એક યા બીજી રીતે માણસને આ પૃથ્વી પર એકલું લાગવા દેતી નથી.’speed’ એ આધુનિક જમાનાનો ગુરુમંત્ર બની ગયો છે.ઝડપથી કમાઈ લેવું,ઝડપથી સંપતિ ભેગી કરી લેવી,૧જી,૨જી.૩જી,૪જી ના આ યુગે માણસને જાણે શ્રુષ્ટિ માંથી માણસની બાદબાકી કરી દીધી છે. डेड लाईन का डंडा हर किसीको फोड़ रहा हे, नींद में भी हर बंदा किसी दोडमें भाग रहा हे! આ ડેડલાઈને માનવીની જીંદગીની જીવંતતાને પણ ડેડકરી નાખી છે.ને એટલે જ તો આજે માણસ પોતાના સ્વાર્થ ખાતર કેટલાયે પ્રાણીઓ ને પક્ષીઓને નાશ:પ્રાય ની યાદીમાં મૂકી દીધા છે.આજે છેલ્લા કેટલાક વરસોમાં કેટલીયે પ્રજાતિઓ રેડ-બુકમાં કાળા અક્ષરે લખાય ગઈ છે. જંગલોનો નાશ કરીને તો આપણે આ પ્રાણીઓ અને પક્ષીઓને જાણે રહેઠાણ વિનાના કરી નાખ્યા છે.જેમ ભૂકંપ આપણને આપણા ઘરવિહોણા કરે છે, આ માનવસર્જિત ભૂકંપે સમગ્ર જીવશ્રુષ્ટિ પાસેથી તેઓના ઘર છીનવી લીધા છે! સવારના કે સાંજના સમયે પક્ષીઓનો કલરવ એ તો આજે દુર્લભ દ્રશ્ય બની ગયું છે.પક્ષીઓનો કલરવ એ મન્દીરોમાં થતા આરતીના ઘંટનાદ જેટલો જ પવિત્ર હોય છે.કોયલ કે મોર નો કેકારવ માનવીની એકલતાને ગજવી મુકે છે.પણ આપણે તો આ પક્ષીઓને પણ બક્ષ્યા નથી.ચકલી, કાગડો,પોપટ,દરજીડો આપણા ઘરઆંગણાના સાથી ગણાતા એને જોવા માટે આજે આપણે વાડી ખેતરે કે પક્ષીઓના અભયારણ્યમાં જવું પડે છે! છે ને સોલીડ વિકાસ કે પછી ................................................વિચાર તો કરી જુઓ પ્રાણી કે પક્ષી વિનાની આ શ્રુષ્ટિ કેવી ભેંકાર લાગશે.આ તો પ્રકૃતિની સુંદરતાની વાત થઇ વૈજ્ઞાનિક રીતે વિચારીએ તો પણ ખ્યાલ આવશે કે આહારજાળ કે નીવસન્તંત્ર ટકાવી રાખવા, કુદરતમાં સમતુલા જાળવી રાખવા પણ તેઓને રક્ષાન આપવું રહ્યું! કુદરતના આ બંને અણમોલ રત્નો રેડ્બુકનહિ પણ શ્રુષ્ટિ ની બુકની શોભા બની રહે તે જોવાની દષ્ટિ આપણે કેળવવી રહી.

       આ ગુલાબની મહેકે કહ્યું અમારી વાત કેમ નહિ? અરે તમે તો અમારા આ પૃથ્વીની શોભા છો. તમને કેમ ભૂલાય? આ વન્સ્પતીશ્રુષ્ટિ તો માણસની શ્રેષ્ઠ મિત્ર છે.આ પૃથ્વી પર વનસ્પતિ માત્ર એક જ સ્વાવલંબી છે. આપણે સૌ તેના પર જ નભીયે છીએ.કેમ ખરું ને? સૌર-ઉર્જાનો સીધો વપરાશ આ એક જ સજીવ કરી શકે છે. માણસે પોતાનો ખોરાક મેળવવા માટે વનસ્પતિ પર જ આધાર રાખવો પડે છે. પણ આજે આ વિકાસની આંધળી દોટમાં આપણે એ સત્ય પણ ભૂલી ગયા છીએ ને તેના પર તો આપણે રીતસરનો અત્યાચાર જ કરી રહ્યા છીએ. કોઈ બાળક ગમે તેટલું બોર્નવીટાકે કોમ્પલૈનપીએ તેનો વિકાસ ક્રમિક જ થવાનો એમ જ વનસ્પતિનું છે.વનસ્પતિને તેના ક્રમમાં જ વિકસિત થવા દેવી જોઈએ તે આપણે સમજતા નથી ને પરીણામે વધુ ઉત્પાદન અને ઝડપી ઉત્પાદનની ઘેલછામાં વનસ્પતિને રસાયણિક ખાતર,જંતુનાશક દવાના ડોઝ દેતા રહીએ છીએ. વનસ્પતિની મૌલિકતાને આપને સંકરજાતોના હવાલે કરી દિધી છે.આજે આપણે ખોરાકમાં જે શાકભાજી, કઠોળ,અનાજ વગેરેનો ઉપયોગ કરીએ છીએ તેની પૌષ્ટિકતા આપણે ગુમાવી દીધી છે.આ બધું અપનાવી હવે વળી પાછા આપણે ઓર્ગનીકખેતી તરફ વળ્યા છીએ. પ્રશ્નો ખુદ ઉભા કરવા પછી તેના ઉકેલ પાછળ દોડવું ને વળી મૂળ જગ્યાએ પાછા ફરવું.એક એવું વર્તુળ આપણે સ્વાર્થના પરિકર થકી દોરીએ છીએ જેની ત્રિજ્યા એવી ખોટી લેવાય કે વર્તુળ સમાજ ની બહાર જ જતું રહે છે એટલે કે ‘out of control’ થઇ જાય છે.

    ગંદકી આપણી આગવી ખાસિયત છે. આઝાદીના 74 વર્ષો બાદ જો આપણા વડાપ્રધાને સ્વચ્છતા-અભિયાન શરુ કરવું પડે, એ ભારત વાસીઓ માટે શરમની વાત છે.આપણી આદત છે ખુદના ઘર સાફ રાખી શેરીઓ ગંદી રાખવી,ખુદની ઓફીસ ચોખ્ખી રાખી મહોલ્લાઓ ગંદા રાખવા.ઘરની કે ઓફીસ ની બાલ્કનીએ થી કચરો ફેકતા માણસો મહાન ભારત દેશની શાન છે.આ દ્રશ્ય મારા,તમારા એમ દરેક મહોલ્લાનું સામાન્ય દ્રશ્ય છે.એ જ ગંદકી રોગ નું કારણ બને છે.પણ આપણે શું? અરે યાર ડોકટરો પણ કમાવવા જોઈએ ને ? ઉદારતાથી વિચારો કેમ ખરું ને! પણ હવે ખરેખર વિચારવાનો સમય આવી ગયો છે. ગામ કે શહેર ની સાથે-સાથે આપણે આપણી નદીઓ ને સમુદ્રોને પણ ઝપટમાં લઇ લીધા છે.આને કેવાય વિકાસ” (અમે કોઈને છોડવાના મૂડમાં નથી હો!) ગંગા જેવી અતિ પવિત્ર નદીને આપણે અપવિત્ર કરવા પર તુલ્યા છીએ.આપણી અંધશ્રધ્ધાનો ભોગ આ નદીઓ બની રહી છે.એમાં ઘર આંગણની ગંગાનો પણ સમાવેશ થઇ જાય છે.       અસ્થીઓ,ફૂલો,દીવડાઓ,મૂર્તિઓ,પધરાવી આપણે પવિત્ર થવાની લયમાં આ સરિતાઓને ગંદકીના ઘટમાં ફેરવી નાખવાની સ્પર્ધાઓમાં લાગ્યા છીએ.કરોડો રૂપિયા ખર્ચવા છતાં આ નદીઓને આપણે સ્વચ્છ કરી સકતા નથી.ગંગામાં પાપ ધોવાની આપણી ઘેલછાએ એ નદીને પાવન નથી રેવા દીધી. જે નદીઓના કિનારે માનવ સંસ્કૃતિ વિકસવાની શરૂઆત થઇ ને પાંગરી એ માતાઓને આજે સૌએ ગંદકીના હવાલે કરી દીધી છે. જળ એ જ જીવનને સમજવા છતાં આપણે કેવી મૂર્ખતા કરી રહ્યા છીએ.સોમવારથી ગણેશ-ઉત્સવ ચાલુ થઇ રહ્યો છે, ને આવતા દસ દિવસોમાં કેટલાયે ગણેશજીનું વિસર્જન કરીશું વળી નદી પર સંકટ.કેવી શ્રદ્ધા જે નદી પ્રત્યેની આપણી આસ્થાને ઠેસ પહોચાડે.

હવે જરૂર છે. થોડા અટકવાની. વિકાસની આ આંધળી દોટને વિરામ આપવાની. આ પૃથ્વી ને ફરીથી જીવતી કરવાના પ્રયત્નો શરુ કરવાની. તેના પર પાંગરતા પ્રાણીઓ,પક્ષીઓ.જીવજંતુઓને આપણા કુટુંબના સભ્યો ગણી તેને રક્ષવાની ને વિકસાવવાની જવાબદારી લેવાની.આ ગ્રહ પરના સૌથી બુદ્ધિશાળી,સામાજિક પ્રાણી તરીકે આ શ્રુષ્ટિને રક્ષવાની અને સંવર્ધિત કરવાની જવાબદારી આપણી છે. આ કુટુંબના પ્રત્યેક સભ્યોની દેખભાળ માણસે જ કરવાની છે.હજુ મોડું નથી થયું, ગ્રીન-હાઉસ,પૂર,ભૂકંપ,દુકાળ, વાવાઝોડાંજેવી ઘટનાઓને ટાળવાનો માત્ર એક જ વિકલ્પ છે,”કુદરત તરફ પાછા વાળો  ને હા યાદ રાખજો માટીના ગણપતિ લાવજો.જેથી શરૂઆત અહી થી જ થાય. ને હા પ્લાષ્ટિક નામના રાક્ષશ ને નાથવાનું ના ભૂલતા.

31 Most Beautiful and Inspiring Nature Quotes | Spirit Button

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...