Wednesday 5 May 2021

જીંદગીમાં નિરાશા ને કહો નો એntry........

 



 

જીંદગીમાં નિરાશા ને કહો નો એntry........

 

 

gujju quotes Images kundan sankhat - ShareChat - ભારતનું પોતાનું ભારતીય  સોશ્યલ નેટવર્ક

 

 

    જિંદગીમાં જ્યારે તમે હતાશ, નિરાશ થઇ જાવ, ક્યાય પણ આગળ જવાનો માર્ગ ના દેખાય, બહુ મહેનત કરવા છતાં ધારેલી સફળતા ના મળે, જે પરીક્ષા પાસ કરવા ખૂબ પરિશ્રમ કર્યો હોય છતાં ધાર્યું પરિણામ ના મળે. બસ હવે આગળ કઈ કરવું જ નથી. એવું મન થાય આજથી મહેનત બંધ. હવે અહીજ અટકી જવું છે.હવે નવેસરથી કોઈ પ્રયત્નો કરવા જ નથી એવું તમે નક્કી કરી લીધું.હવે એ રસ્તે જવું જ નથી.પ્રયત્નો પર પૂર્ણવિરામ મૂકી દેવું છે.જો તમારી સાથે ખરેખર આવું થઇ રહ્યું છે ને તમે અટકી જવાનું નક્કી કરી જ લીધું છે તો થોભો . થોડા રીલેક્ષ થઇ જાવ ,થોડીક વાર મનને શાંત કરી દો, ઉચાટ છોડી દો, અસફલતા ને લઈને ઉઠતા પ્રશ્નોને સમાવી લો. ગુસ્સાને નિયંત્રણમાં રાખો,ને સૌથી અગત્યનું તમારા મગજને નિરાશા ના વિચારોથી મુક્ત કરી દ્યો ને ટી.વી. ઓન કરો. ના મજા આવી ડોન્ટવરી ,તો બીજું કામ કરો જો તમે ફિલ્મો જોતા હોવ તો તમારી ડીવીડી ની લાયબ્રેરી ખોલો અને તેમાંથી જબ વી મેટ ` ની સી.ડી. કે ડી.વી.ડી. ઓન કરો . પીચર ને ફોરવર્ડ કરતા જાવ જ્યાં સુધી તમને શાહિદ કપૂર ફરીવાર પોતાનો ધંધો સંભાળે ત્યારની સ્પીચ ના સંભળાય ત્યાં સુધી. ઓ.કે. કર્યું સાંભળો તેમાં એક ડાયલોગ  આવે છે,

                                 મેરી સારી કમ્પનીયાં ડૂબ ચૂકી હે,શેરમાર્કેટમેં કંપનીઓ કે શેર કી હાલત પતલી હો ચુકી હૈ, ભાઈલોગ મેરી કંપની કી તો બેન્ડ બજ ગઈ હૈ, પર મેને  સોચ લિયા હે કી લાઈફમે ઇસસે બુરા કુછ હો નહિ સકતા, જીતના બુરા હોના થા હો ગયા.અબ નયી રાહે, નયે ઈરાદે ઓર નયી મંઝીલે.

           બસ જીવનમાં ગમે ત્યારે આવી પરિસ્થિતિ આવે કે તમને લાગે આગળ કશું છે જ નહિ ,હવે ઝીંદગી અહીથી જ અટકી જશે વગેરે વગેરે, આ વાક્ય મોટેથી અને જોશથી અને જોરથી બોલો   ઇસસે બુરા અબ કુછ હો નહિ સકતા.

મિત્રો ઈશ્વર સહન કરી શકે તેને જ સંઘર્ષો આપે છે. તેને સૌની ક્ષમતાની ખબર હોય છે,ને તે મુજબ જ તે સુખ-દુખ વહેચે છે. તો whyme પૂછવાનું છોડી એમ કહો તમારી જાતને what i have to do? પ્રશ્ન પૂછો ને લાગી પડો પાછી મહેનત કરવા. નિષ્ફળતા મળી તેથી શું જીંદગી ક્યારેય અટકતી નથી. ને ઘણી વાર સફળતા આ નવા સંકલ્પ માટે જ અટકી હોય એવું પણ બને. ચાવી નાં ઝૂડાની છેલ્લી ચાવી ઘણીવાર તાળું ખોલી આપે છે.માટે હતાશ ના થાવ આગળ વધો. ને કોઈવાર રસ્તો બદલાય જાય તોય વાંધો નહિ , દુનિયામાં એવાયે માણસો સફળ થયા છે જેઓને એ ક્ષેત્રમા જવું જ નહોતું. કારણકે કોઈએ કહ્યું છે ક જિંદગીમાં સફળતા કા તો “ by chance hoy કા તો by choice.” પણ મળે છે ખરી. તેથી આગળ વધો. કારણકે મિત્રો

સફળતા એ વર્ષોની સંચિત મહેનતનું અને દ્રઢ-મનોબળનું પરિણામ હોય છે. માટે લડતાં રહીએ અને આગળ વધતાં રહીએ. જિંદગીમાં કોઈ સફળતા કે નિષ્ફળતા અંતિમ નથી હોતી. પ્રત્યેક સફળ જીવન પાછળ આકરો સંઘર્ષ હોય છે! અને એ જ આપણે શીખવાનું છે.

                         


 

                                                                 

                                

 

                                    

                               

                

                                   

 

 

1 comment:

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...