કેટલાક લેખોને કોઈ શીર્ષક આપવાની જરૂર હોતી નથી. વાંચો એટલે શીર્ષક આપોઆપ સમજાય જાય. ને એવું બને ત્યારે શબ્દો નથી લખતા પણ કોઈના પ્રત્યેની આપણી લાગણી આપણો સ્નેહ ને આપણી શ્રદ્ધા રચાતી હોય છે. કાલે s.y.b.com.ના વર્ગમાં એક ‘group-discussion’ રાખેલું, ટોપિક હતો, “શ્રાવણ માસ શ્રદ્ધા કે અંધશ્રદ્ધા.” વિધાર્થીયોએ મસ્ત રજૂઆત કરી. બંને પક્ષોએ સુંદર રજૂઆત કરી. સૌથી અગત્ય તો એ વાતનું હતું કે આ બાબતે યંગ-જનરેશન નાં વિચારો જાણવા મળ્યા ને થયું શ્રદ્ધા પરનો વિશ્વાસ આજે પણ એટલો જ કાયમ છે. સાર લખું તો “શ્રદ્ધા થકી દરેક કાર્યો પાર પડે ને અંધશ્રદ્ધા થકી કશું જ ના થાય.” સાચું ને મિત્રો શ્રદ્ધા ને કદી પુરાવાની જરૂર પડતી ને જ્યાં પુરાવા દેવા પડે એ અંધશ્રદ્ધા ! જ્યારે હૃદયના ઊંડાણથી કોઈ એક બાબતને આપણે વળગી રહીએ છીએ ને સારા ઉદેશથી કોઈ કાર્ય ને સ્વીકારીએ છીએ શ્રદ્ધા આપોઆપ પ્રગટ થઇ જાય છે.આવા સંજોગો માં ઈશ્વરને શોધવા જવા નથી પડતા તેઓ હાજર જ હોય છે, ને સાંજે જ ૬.૩૦ વાગ્યે ટી.વી. પર ‘પ્રમુખ સ્વામી’ બ્રમ્હલીન થયાના સમાચાર જોયા ને આંખમાં આંસુ સાથે સમજાય ગયું આજે ઈશ્વર ખુશ ને આપણે દુખી થવાનો વારો છે.શ્રદ્ધા જ રહી મનમાં ને થયું કશુક લખું ચાલો.
‘પ્રમુખ સ્વામી’ એ કોઈ અસ્તિત્વ કે વ્યક્તિત્વ નહોતા પણ એક સંસ્થા સમાન હતા જેઓના અંદરથી કાર્યોનો પ્રવાહ વહેતો જ ગયો ને એ પ્રવાહે જ આજે સૌને ભીંજવી દીધા. તેઓ માત્ર કોઈ એક ધર્મના નહિ પણ સમ્રગ ધર્મોના સ્વામી છે.(હતા એવું નહિ માનવાનું સદેહે ભલે તેઓ આપણી વચ્ચે નથી પણ વિચારો ને કાર્યો થકી આપણી સાથે જ રહેવાના છે.) તેઓ એક એવા સંત છે જેઓમાં તમે મુસ્લિમ હોવ તો ખુદાના, હિંદુ હોવ તો ઈશ્વરના, ખ્રિસ્તી હોવ તો જીસસના, શીખ હોવ તો ગુરુનાનકનાં, બૌદ્ધ હોવ તો બુધના, જૈન હોવ તો મહાવીરના ને કોઈ પણ ધર્મ સાથે સંકળાયેલા હોવ તમારા ગુરુના દર્શન થશે! ને એ જ તેઓના વ્યક્તિત્વ ની વિશેષતા છે. એટલું સરળ વ્યક્તિત્વ કે સ્વીકાર આપોઆપ જ થઇ જાય ને એટલે જ તેઓ આટલા વિશાળ સમુદાય ને તારી શક્યા. હકીકત તો એ છે કે આવા સંતો ના જ આધારે આ વિશ્વ ટકી રહ્યું છે. ઈશ્વર નો વિશ્વાસ પણ આ દુનિયા પર એટલેજ ટકી રહ્યો હોય એવું લાગે છે. ચહેરા પર એટલી શાંતિ ને સરળતા કે જોતા જ એવું લાગે એમનું કહીએ માનીએ. એક સંસ્થા જેટલું કાર્ય એમણે એકલાએ જ કર્યું ને આપણને સમજાવ્યું કે વ્યક્તિ ધારે તો શું ના કરી સકે! ઈશ્વરે મનુષ્યને આપેલી શક્તિનો ઉપયોગ યોગ્ય દિશામાં થાય તો કેટલી વ્યક્તિઓના જીવન સુધરી શકે ને સ્વયં ઈશ્વર પણ નિરાંત નો શ્વાસ લઇ શકે.કેટલી વ્યક્તિઓના જીવન એમને ઘડ્યા ને જીવન ઘડવૈયા બની સૌના જીવનને ઉગારતા રહ્યા.
૧૭ વર્ષની ઉમરે જ તેઓને સંકેત મળી ગયા મારો જન્મ અસાધારણ કાર્યો માટે થયો છે ને ઈશ્વરને સમર્પિત થઇ ગયા. એ ઉમરે શરુ કરેલ કાર્યો નો યજ્ઞ આજે પણ ચાલુ છે. વ્યક્તિના કાર્યો જ તેઓના અંતિમ શ્વાસ બાદ તેઓના અસ્તિત્વને જીવતું રાખે છે ને પ્રમુખસ્વામીના કાર્યો તો અવરણીય છે. હજારો લોકોના અંધકારમય જીવનમાં પ્રકાશ પાથરનાર, લાખો વ્યસનીઓને વ્યસનમુક્ત કરનાર, વિદ્યાર્થીયોમાં સંસ્કાર નું સિંચન કરનાર, કુદરતી આફતો સમયે લોકોને સહાય કરનાર, પ્રત્યેક ધર્મના લોકોને સ્વીકારનાર,ઈશ્વરના દરેક કાર્યો કરનાર આ સ્વામીજી માટે આજે આ દેશના પી.એમ.થી માંડી સામાન્ય માણસ પણ દુખ અનુભવે છે. સમાચાર જ એવા કે લોકોને એવું લાગે કે ઈશ્વરે આપણી પાસેથી એક રાહ દેખાડનાર દીપક લઇ લીધો ખુદના સ્થાનને દિપાવવા.તેઓના અનુયાયી ના હોય તેવા લોકોને પણ ઘરમાંથી કોઈ સદસ્ય જતું રહ્યું હોય એવું લાગી રહ્યું છે ને એજ એમના અસ્તિત્વ ની વિશેષતા છે.
હવે આપણે તેઓના ચિંધેલા માર્ગે આગળ વધીએ તેઓની સત્કર્મોની જ્યોત જાળવી રાખીએ એ જ તેઓને સાચી શ્રધ્ધાંજલી! તેઓએ શરુ કરેલા કાર્યોને આપણે to be continue રાખવાના છે.સાચી શ્રદ્ધાંજલિ પુષ્પો થકી કે તેઓના દર્શન થકી તો આપીએજ પણ સાથે સાથે તેઓના વિચારો ને કાર્યોને પણ જીવનમાં ઉતારીએ તો તેમને શ્રેષ્ઠ સમર્પણ કહેવાશે. ગરીબોને મદદ કરો, દરેક ધર્મના લોકોને સ્વીકારો, વ્યસનમુક્તિ અભિયાનમાં મદદ કરો, મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદ કરો. ટૂંકમાં તેઓના ચિંધેલા માર્ગે આગળ વધી જ તેઓને સાચી રીતે આપણી સાથે રાખી શકીશું.કોઈ પણ એક સત્કાર્ય માં જોડાઈ તેઓને આકાશમાં હસતા જોઈ શકીશું. જુઓ નભ ભણી તેઓ પણ એ જ કહી રહ્યા છે.
“મને તમારા વિચારોમાં, કાર્યોમાં, જીવતા રાખજો હું ક્યાય નહિ તમારી સાથે જ છું. Keep me in your heart and I will be always there with you! મને શોધસો નહિ કાર્યો થકી પામવાની કોશિશ કરજો. ને અંતમાં જેઓનો આત્મા જ પરમાત્મા હોય તેઓની આત્માની શાંતિ માટે પ્રાથના ના હોય એ તો ખુદ બધાને આત્મા ની શાંતિ બક્ષે! કેમ ખરુંને?
No comments:
Post a Comment