Saturday 13 January 2018

વસ્તી અનામત અને આપણે,

વસ્તી અનામત અને આપણે,




  અત્યાર સુધી જુદા-જુદા વિષયોમાં આપણે એવું શીખતા રહ્યા કે, “વસ્તી-વધારો” કોઈ પણ દેશમાં દરેક સમસ્યાનું મૂળ હોય છે. જે દેશમાં વસ્તી ઓછી હોય તે દેશ વધુ વિકાસ કરી શકે છે.અને અતિ-વસ્તી ધરાવતા દેશો કદી વિકસિત થઇ શકતા નથી કારણકે વિશાળ વસ્તીની જરૂરિયાતો પૂરી કરવી કોઈ પણ રાષ્ટ્ર માટે અઘરું કામ થઇ પડે છે, અને એમાં પણ જો દેશમાં આપણા જેટલી વિવિધતા અને વિચિત્રતા હોય તો દેશ માટે વિકાસ સાધવો હમેંશા મુશ્કેલ થઇ પડે છે.આપણને ઘણીવાર એક પ્રશ્ન થાય કે એવું કયું પરિબળ છે, કે આપણને આઝાદી પછી શા માટે એવું લાગે છે કે આપણો વિકાસ થયો જ નથી. દેશની કુલ વસ્તીનો ૨૬% હિસ્સો હજી આજે પણ ગરીબી-રેખા નીચે જીવી રહ્યો છે. દેશનું આંતરમાળખું આજે પણ નબળું ગણાય છે. અનામત જેવી સમસ્યાઓ આજે પણ ક્યાય સરકાર ઉથલાવવા સક્ષમ ગણાય છે. ધર્મના નામે ઝઘડા હજી શમ્યા નથી. દહેજ-પ્રથા, ભ્રૂણ-હત્યા,બળાત્કાર,સ્ત્રી-શોષણ,જેવી સમસ્યાઓ આજે પણ હતી ત્યાં ને ત્યાં જ છે. ને વળી પ્રદુષણ,આંતકવાદ,જેવી નવી સમસ્યાઓ તો એન્ટર થતી જ રહે છે.અત્યાર સુધી એવું લાગતું કે આ બધી સમસ્યાઓ આપણી મુખ્ય સમસ્યાઓ છે, પણ ખરેખર આ બધી સમસ્યાઓને જન્મ આપનાર એક મુખ્ય સમસ્યા છે, જે ચૂંટણી સમયે જ બહાર આવે છે.અને એ છે. “ વસ્તી-અનામત” જેને આપણે બીજા શબ્દોમાં “જ્ઞાતિવાદ” તરીકે ઓળખીએ છીએ. મોટા ભાગના વાહનો પાછળ જ્ઞાતિનું લેબલ મારેલું હોય છે, પણ ક્યાય “ હું ભારતીય છે” એવું લખેલું હોતું નથી. જે બતાવે છે, આપણે બધા ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદના અને વસ્તી-અનામતના ચક્કરમાં ફસાયેલા છીએ. અને આપણા નેતાઓ એ મુદ્દાને “વોટબેંક” માં ફેરવી પોતાનું કામ કઢાવતા રહે છે. અને એમાં વાંક નેતાઓનો નહિ પણ આપણો જ છે, જે આવી નકામી બાબતોને મહત્વ આપી મત આપતા રહીએ છીએ.
હકીકત તો એ છે કે જ્ઞાતિવાદ ને લીધે ઘણીવાર લાયક ઉમેદવાર હારી જાય છે અને જે લાયક ના હોય તે જીતી જાય છે. જેનું પરિણામ જે તે વિસ્તારના લોકોએ લાંબા સમય સુધી ભોગવવું પડે છે. એ વિસ્તારનો વિકાસ જ થતો નથી. મત આપવા જઈએ ત્યારે આપણે આ બધું સમજતા હોઈએ છીએ, પરંતુ સ્વીકારતા નથી અને મતદાન માત્ર જ્ઞાતિને આધારે જ કરીએ છીએ. આપણે જ્યાં સુધી આ ‘વસ્તી અનામત’ ને ખતમ નહિ કરીએ લાયક વ્યક્તિઓ નહિ ચૂંટાય અને આપણા દેશને સારા નેતાઓ નહિ મળે. અને જો નેતાઓ જ સારા નહિ મળે તો દેશને સારા અને સાચા માર્ગે કોણ લઇ જશે? આપના મતાધિકારનો ઉપયોગ આપણે કરવાનો હોય છે, ને વળી એ ગુપ્ત પણ હોય છે. તો એ અધિકારનો આપણે યોગ્ય ઉપયોગ કરવો જ રહ્યો.ઘણા વિસ્તારોમાં તો માં-બાપ પોતાના સંતાનોને સ્કૂલ કે કલાસીસમાં પણ જ્ઞાતિ’ જોઈને ભણવા મોકલે છે.મારું સંતાન માત્ર મારી જ્ઞાતિના શિક્ષક પાસે જ શીખે! આ માન્યતા જ કેટલી ખોટી છે. ને છતાં માં-બાપ પોતાના બાળકોને ભણાવનાર શિક્ષકોની પ્રતિભા જોવાને બદલે માત્ર ‘જ્ઞાતિ’ જ જુએ છે.હવે તો એવું થઇ ગયું છે કે જ્ઞાતિ જ વ્યક્તિનું સૌથી મોટું સર્ટીફીકેટ બની ગયું છે.જે તે જગ્યાએ જગ્યાએ રજુ કરતો રહે છે ને ખોટી રીતે આગળ વધતો રહે છે. જે લોકો પાસે જે વિસ્તારમાં વસ્તી વધુ છે તે વિસ્તારમાં તેઓ પોતાનું ધાર્યું કરાવતા રહે છે, પછી તે સાચુ હોય કે ખોટું હોય! ઘણીવાર તો વસ્તીના જોરે સાવ નકામી બાબતોને પણ તેઓ મહત્વ આપી તોફાનો, રમખાણો, કરાવતા રહે છે. ને સાવ નિર્દોષ લોકો તેનો ભોગ બનતા રહે છે.
  આપણે દરેક વખતે એવું કહી છટકી જતા હોઈએ છીએ કે ‘દેશના રાજકારણીઓ’ વસ્તી-અનામતનો ઉપયોગ કરી આપણને ઉલ્લુ બનાવી મત લય જાય છે.પણ આવું ક્યાં સુધી ચાલ્યા કરશે? હવે તો દેશમાં શિક્ષણ વધવાને લીધે એવું કહેવાય અને મનાય છે કે લોક-જાગૃતિમાં વધારો થયો છે.તો પછી શા માટે નેતાઓ આપણો ઉપયોગ ‘જ્ઞાતિવાદના’ નામે કરી જાય! કારણ આપણામાં શિક્ષણ વધ્યું છે, પણ સમજણ વધી નથી. દરેક ચૂંટણીમાં આ શબ્દ સૌથી મોટો મુદ્દો બની ગમે ત્યાંથી આવી જાય છે ને આપણે કશું કરી શકતા નથી. અભણ, તો ઠીક પણ ભણેલા પણ આ વિષચક્ર માંથી ના તો પોતે બહાર આવે છે, ના અન્યને બહાર આવવા સમજાવે છે. હકીકત તો એ છે કે ચૂંટણી આવે એટલે ‘જ્ઞાતિવાદ’ સૌને સરમાં આવી જાય છે. ને આ ભૂત જે પાંચ વર્ષથી શાંત હતું તે પાછુ જીવતું થાય છે, ને બધાને વળગી જાય છે. આના પરિણામો સૌએ ભોગવવા રહ્યા. વળી ઘણી સંસ્થાઓમાં નોકરી માટે જ્ઞાતિવાદ સૌથી મોટી લાયકાત ગણાય છે. ઘણી સંસ્થાઓમાં તમને નીચેથી ઉપર દરેક સ્થાન પર એક જ જ્ઞાતિના લોકો જોવા મળશે. શું છે આ બધું? કોઈ સમજાવશે ખરા.આપણને સૌને ખબર છે, આ “ભાગલા પાડો અને રાજ કરો” એ અનીતિ એ જ આપણા દેશને ભૂતકાળમાં વિખંડિત કર્યો હતો. અને અંગ્રેજોએ આ જ નીતિ થકી આપણા પર વર્ષો સુધી રાજ કર્યું હતું. છતાં આપણે આપણા ઈતિહાસમાંથી બોધપાઠ લઇ આવું કશું જ શીખતા નથી ને હજુ પણ એ જ રસ્તે ચાલી રહ્યા છીએ. ક્યારે આપણને સાચા માઈલ-સ્ટોન દેખાશે અને ક્યારે આપણે સાચી મંઝીલે પહોચીશું.આવું ત્યારે જ શક્ય બનશે જયારે આપણે જ્ઞાતિ ભૂલી માત્ર દેશના વિકાસને મહત્વ આપીશું. જયારે આપણે વસ્તી અનામતને ભૂલી જઈશું પછી કોઈપણ પ્રકારની અનામત ને સ્થાન નહી આપવું પડે!

India is the land of democracy,
Not the land of autocracy,
But autocracy is still there,
Law is not believed where.

Caste system is a way,
Used to divide people on their have,
Such as Brahmins, kshatriyas,
Shudras, chandellas and vaishyas.

Brahmins, kshatriyas, vaishyas live an honoured life,
But shudras, chandellas live an honourless life.
It is bad to see shudras in the morn,
Chandellas are not even insane.

In India, caste system is touristy,
Used only by the people dirty,
Who want laws from autocracy,
Not the laws from democracy.

Law is against caste system,
Ban is put on caste system,
But still it is not abolished,
Rather it is being polished.

We have to stop this practice,
Government has given us some tactics.
Equality is becoming touristy,
Opposed by the people dirty.



Elections have equality,
Healthcare has equality,
At offices, there is equality,
At many places, there is equality.

Caste system is a problem, with which we are fighting,
On which in this poem I am writing.
We have to remove this problem and remove autocracy,
And then store democracy. 
Poems by Siddhant Sharma : 2 / 17




No comments:

Post a Comment

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...