કાયદાઓ વિરોધ અને આપણે,
હમણાં આપણા દેશમાં સુપ્રીમકોર્ટના ચુકાદા સામે
તોફાનો અને બંધ ચાલે છે. કોઈએક સમાજ પોતાને મળેલા શસ્ત્રનો ગલત ઉપયોગ ના કરે એ
માટે સુપ્રીમકોર્ટે વર્ષો જુના કાયદામા ફેરફાર કર્યો. અને એ આદેશ વાચ્યા કે સમજ્યા વિના એ સમાજે એનો
વિરોધ કર્યો. આપણા દેશમાં આમપણ ટોળાશાહી તો છે જ! કોઈ અત્યાચાર સામે અવાજ ઉઠાવવા લોકો
ભેગા થાય કે ના થાય પણ આવી બાબતોનો વિરોધ કરવા લોકો ભેગા થઇ જ જાય છે.અને એ પણ એવા
લોકો જેને દેશના વિકાસ ની કશી પડી જ હોતી નથી.જેઓને નવરા બેઠા માત્ર હંગામો
કરવામાં જ રસ હોય છે.આવા ટોળાઓને કારણે ઘણીવાર લોકોને પોતાની દુકાનો બંધ રાખવી પડે
છે ને કોઈ કારણ વિના એક દિવસની પોતાની આવક જતી કરવી પડે છે. કરે કોઈ અને ભરે કોઈ!
આ લોકો ઉશ્કેરાટમાં ને ઉશ્કેરાટમાં જાહેર મિલકતોને પણ નુકસાન પહોચાડે છે. એસ.ટી.
બસો બાળે છે કે પોલીસની જીપો બાળી મુકે છે. આ બધું નુકસાન પણ અંતે તો સામાન્ય
માણસો એ જ ભરવું પડે છે. જેઓ આવી કોઈપણ પ્રવૃતિઓમાં રોકાયેલા નથી તેઓને જ જાજુ સહન
કરવું પડે છે. (છતાં કોઈ આવી બાબતોનો વિરોધ નથી કરતા એ અલગ વાત છે.) આવા વિરોધમાં
ઘણીવાર તો કોઈ નિર્દોષ નાગરિક પોતાનો જીવ પણ ગુમાવી બેસે છે. કોઈનો જુવાનજોધ દીકરો
મૃત્યુ પામે ત્યારે એ માતા-પિતાનું શું? ઘણા લોકો પોતાની અંગત દુશ્મની કાઢવા આવી
ઘટનાઓનો સહારો લેતા હોય છે.
જે લોકો કાયદાઓને
સમજે છે એ કદી હિંસક બનતા નથી. પણ આપણા દેશમા કેટલાક અણસમજુ લોકો કોઈપણ સારા
ચુકાદાનો પણ વિરોધ જ કરતા રહે છે.અને એ પણ એવો હિંસક વિરોધ જેના થકી સમાજને જ
નુકસાન સહન કરવું પડે છે.કોઈપણ દેશમાં કાયદાઓ શાંતિ અને સલામતી સ્થાપવા ઘડવામાં આવતા
હોય છે. કાયદો હોય તો સમાજ પર નિયંત્રણ રહે અને સમાજ-વ્યવસ્થા જળવાય રહે.જ્યાં
માણસોનો સમૂહ છે, ત્યાં પ્રશ્નો થવાના જ. માણસ છે, ત્યાં કોઈપણ બાબતે ઝઘડા થવાના
જ. એ ઝઘડાઓના ઉકેલ માટે પણ કાયદાઓ અગત્યના છે. કાયદાઓ છે,તો માનવજીવન સુચારુ રૂપે
ચાલે છે.પણ હકીકત એ પણ છે કે એ કાયદાઓનું અમલીકરણ વ્યવસ્થિત થવું જોઈએ.અને વળી
કાયદા જે તે દેશમાં વસતી પ્રત્યેક વ્યક્તિ માટે એકસમાન હોવા જોઈએ. ગુનો કરનાર
વ્યક્તિ ગમે તે કેટેગરીની હોય એને સજા સામાન્ય માણસ જેટલી જ થવી જોઈએ. કાયદાની
નજરમાં દરેક વ્યક્તિ ‘કોમનમેન’ જ હોવો જોઈએ.
આપણે ત્યાં વિશ્વમાં સૌથી વધુ ‘લોકશાહી’ નો ગલત
ઉપયોગ થાય છે.કાયદાઓ જાણે આપણા દેશમાં તોડવા માટે જ ઘડાતા હોય એવું લાગે.જ્યાં કોઈ
એક કાયદો ઘડાય આપણે એમાંથી છટકવાના ઉપાયો શોધતા રહીએ છીએ.અને છટકી પણ જઈએ છીએ.
ન્યાયતંત્ર કોઈપણ દેશનો આધાર-સ્તંભ ગણાય છે. એ રાજકારણથી પણ પર છે.છતાં આપણે તેણે
આપેલા ચુકાદાનો હિંસક વિરોધ કરતા રહીએ છીએ.સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે અને અમુક
લોકોને ના ગમે એટલે તરત જ એનો વિરોધ ચાલુ થઇ જાય છે.એ ચુકાદો અમલમાં તો આવવા
દયો.પછી ખબર પડે કે એની સારી-ખરાબ અસરો શી છે? એ કશું જાણ્યા સમજ્યા વિના આપણે સાવ
ખોટો વિરોધ કરતા રહીએ છીએ.સમાજમાં પરિવર્તન લાવવા ઘણીવાર અમુક બાબતોમાં પરિવર્તન
આવવું જરૂરી છે. જૂની પુરાણી બાબતોમાં ફેરફાર થાય તો એને સ્વીકારવું જોઈએ, નહિ કે
તેનો વિરોધ જ કર્યા કરીએ.કાયદાઓ બદલાશે તો સમાજમાં પણ પરિવર્તન આવશે. તમે જ વિચારજો
આપણા દેશમા બાળ-લગ્ન, સતી-પ્રથા, વિધ્વાપુનર્લગ્ન જેવા દુષણો નહીવત થઇ ગયા એમાં
કાયદાના બદલાવનો કેટલો બધો હાથ છે. આ બાબતોને લગતા કાયદા ઘડાયા તો આજે આપણે એ કુરિવાજોને
દુર કરી શક્યા છીએ.એવી જ રીતે અમુક કાયદાઓમાં થતા ફેરફારોને આપણે સ્વીકારવા રહ્યા.
અને વળી જો કોઈ
કાયદો ખરેખર આપણને વિરોધ કરવા જેવો લાગતો હોય તો એનો વિરોધ શાંતિથી કરવો જોઈએ. એ
માટે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવી જોઈએ. શાંતિથી એ પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરવો
જોઈએ. શું આપણે શાંતિની પરિભાષા સાવ ભૂલી જ ગયા છીએ.આપણને માત્ર તોફાનો કરવામાં
અને સમાજ અને રાષ્ટ્રને નુકસાન કરવામાં જ રસ છે! એ આપણે શાંત ચિતે વિચારવાની જરૂર
છે. કોઇપણ બાબતના વિરોધમાં સીધુ સડકો પર આવી જવું કેટલું યોગ્ય છે? એ આપણે શીખવાની
અને સમજવાની જરૂર છે.કેમ કોઈએ c.b.s.c. માં ફૂટી ગયેલા પેપરો બાબતે પેપર ફોડનારને
સજા થવી જોઈએ એ બાબતે વિરોધ ના કર્યો? આવી જરૂરી બાબતો પ્રત્યે આપણે કદી જાગૃત થતા
નથી.પેપર ફૂટવાથી કેટલા બધા નિર્દોષ લોકોને સહન કરવું પડે છે, પણ આપણે સમજતા જ
નથી.અને બિનજરૂરી વિવાદો કરતા રહીએ છીએ.આપણને માત્ર સમાચારોમાં જ રસ છે. એમાં
કેટલું સત્ય છે એ આપણે કદી જાણવાનો કે સમજવાનો પ્રયત્ન કરતા નથી. કાયદાઓ સમાજની
ભલાઈ માટે જ ઘડવામાં આવે છે, પણ આપણે એને ફોલો કરતા નથી.આપણે ત્યાં તો કાયદા તોડવા
એ જાણે ફેશન કે સાહસ નું કામ હોય એમ લોકો માને છે. સિગ્નલ તોડનાર વ્યક્તિને આપણે
અટકાવતા નથી એટલે ભયંકર અકસ્માતો થાય છે. હેલ્મેટ પહેરતા નથી એટલે હાય-વે પર આપણે
સલામત નથી. ને છતાં આપણે કાયદાઓ તોડતા રહીએ છીએ. જો આપણે ‘લોકશાહી’ સફળ બનાવવી
હશે, તો કાયદાનું પાલન કરવું પડશે ને નવા કાયદાઓ સ્વીકારવા પણ પડશે. કાયદાઓ થી
માત્ર સમાજનું જ નહિ,પણ આપણું પણ ભલું થાય છે.માટે પણ એને સ્વીકારવા રહ્યા.
કાયદાનો જેટલો અમલ થાય આપણા માટે સારું રહેશે. અને હા એ કાયદાઓ તમામ લોકોને એકસમાન
રીતે લાગુ પડે એ જોવાનું પણ આપણે જ છે. વિરોધ ત્યાં જરૂર કરજો
.
“When the crowd follows you, their noise can misguide you. When
you follow the crowd, their direction may mislead you.”
No comments:
Post a Comment