Thursday, 13 January 2022

ડોકટર્સ, ઉદ્યોગપતિઓ, અને શિક્ષકો જલસા કરે છે, એવું માની બધા બળતરા કરે છે, પણ……………………

 

ડોકટર્સ, ઉદ્યોગપતિઓ, અને શિક્ષકો જલસા કરે છે, એવું માની બધા બળતરા કરે છે, પણ……………………

 Doctor pictured in viral photo hugging elderly Covid patient speaks out: 'I  was feeling sad just like him' | The Independent

 

 અત્યારે કોરોનાને કારણે જે લોકોએ પોતાની રોજગારી નથી ગુમાવી તેમાં ઉપરના ત્રણ વ્યવસાયિકો સૌથી આગળ છે. ઘણા લોકોને પોતાના વ્યવસાયો અને ધંધાઓમાં ઘરમૂળથી ફેરફાર કરવો પડ્યો છે. જ્યારે આ લોકોને માત્ર કામ કરવાની રીત જ બદલાવવી પડી છે. વળી મોટા ભાગના લોકો એવું માને છે કે કોરોના આવવા છતાં આ લોકોની આવકમાં કોઈ ઝાઝો ફેરફાર નથી પડ્યો ઉલ્ટાનું તેઓને ફાયદો થયો છે. જો કે આ ત્રણ એવા ક્ષેત્રના લોકો છે, જેઓની આવક વધે એટલે આખો દેશ ચર્ચાના ચગડોળે ચડી જાય છે. હા હા તેઓને તો જલસા જ છે ને! કામ ઓછું કરવાનું અને આવક કેવડી? હવે તો જ્યારે જ્યારે આ વર્ગના લોકોની આવક વધે ઘણા લોકોને એ.સી.ડી.ટી. થઈ જતી હોય છે. આ લોકો તો બેઠા બેઠા જ આવક મેળવે છે, તેવું મોટાભાગના લોકોનું માનવું હોય છે. પણ એકવાર આ મુકામ પર પહોંચવાના વર્ષો અને મહેનત જાણી લઈએ તો કદાચ આપણો તેઓ પ્રત્યેનો પૂર્વગ્રહ દૂર થઈ જશે.

 જ્યારે જ્યારે કોઈ મહામારી આવે, ડોકટર્સ આપણને યાદ આવે. આમ તો કોઈપણ રોગ આવે કે આપણને કશું વાગે કે અકસ્માત થાય એટલે ડોકટર્સ તરત યાદ આવે છે. પણ મહામારીમાં આપણને ડોક્ટર્સ પ્રત્યે ઊંડો પ્રેમ જાગી જાય છે. કોરોના સમયે આપણને તેઓમાં રહેલા ભગવાન દેખાય જ ગયા છે. આપણે ત્રીજી લહેર સુધી પહોંચી ગયા છીએ. છેલ્લા બે વર્ષથી તેમણે જે કામ કર્યું છે. આપણી નજર સામે જ છે. ઘણા ડોકટર્સે પોતાના જીવ પણ ગુમાવ્યા છે. ઘણા હજી ગુમાવી રહ્યા છે. ઘણા ડોકટર્સે પોતાના કુટુંબોથી દૂર રહીને મહિનાઓ સુધી દિવસ-રાત આપણી પડખે ઊભા રહીને કાર્ય કર્યું છે. બહુ થોડાએ આ પરિસ્થિતિનો લાભ ઉઠાવવાની કોશીશ કરી છે, પણ આપણી ખરાબ બાબતો પર એકાગ્ર થવાની જૂની આદત હજી બદલાઈ નથી. આપણે કાળા-બજાર કર્યા એટલે તેમણે એવું કર્યું. વિચારજો આપણને જ ઉતાવળ હતી બધુ ખરીદી લેવાની, રજવાડી સગવડો સાથે કોરોનાનો સામનો કરવાની. આપણે જ્યારે કોઈપણ બાબતે અધીરા કે લોભી બની જતાં હોઈએ છીએ ત્યારે જ આવું બધુ બનતું હોય છે. નહોતી જરૂર છતાં આપણે દવાઓ અને ઈંજેકશનોનો સ્ટોક કર્યો અને પછી શું થયું હતું? તેની આપણને સૌને ખબર જ છે. બધા ડોકટર્સ સારા નથી હોતા,એમ બધા જ ખરાબ પણ નથી હોતા.’ ઈમરજન્સી શબ્દ ડોકટર્સની જિંદગી સાથે વણાઈ ગયેલો હોય છે. તેઓને જરૂર પડ્યે રાત્રે પણ દોડવું પડતું હોય છે.

હવે આ લોકોની એકેડેમીક મહેનત જોઈશું તો ખ્યાલ આવશે કે ડોકટર બનવા માટે કેટલી મહેનત કરવી પડે છે? કેટલા વર્ષોના અથાક પરિશ્રમ બાદ ડોક્ટરની પદવી મળે છે? તેઓના એકેડેમીક વર્ષ ગણજો, એ વર્ષોનું માનસિક દબાણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ઈંટરવ્યુઝ, બધુ પસાર કરવામાં જિંદગીનો એક આખો ભાગ પસાર થઈ જતો હોય છે. તે લોકો જ્યારે કમાવવાનું શરૂ કરે અને કમાવવા લાગે, ઘણાના પેટમાં બળતરા ઉપડી જતી હોય છે. ડોક્ટર્સ પોતાની ફી જેટલી વાર નહી ગણતાં હોય, એટલીવાર એવા ઇર્ષ્યાળૂ લોકો ગણતાં રહેતા હોય છે.  તેઓ પાસે તો નોટો છાપવાના મશીન્સ હોય છે, એવું મોટાભાગના માને છે. પણ જેઓ પોતાની ડીગ્રીને આટલા બધા વર્ષો અને આટલું મોટું મૂડી-રોકાણ આપે છે, તેઓ કમાણીમાં બીજા કરતાં આગળ રહેવાના જ! તેઓની કમાણી પર ઈર્ષ્યા કરવાને બદલે ખુદની કમાણી વધારવા પર ધ્યાન આપીશું તો એ વધુ સારું રહેશે. બાકી તમારી મરજી.....

  હવે કરીએ ઉદ્યોગપતિઓની વાત! આ એ લોકો છે, જેના લીધે દેશનું અર્થતંત્ર ધમ-ધમતું રહે છે. તેઓ જોખમ ઉઠાવે છે, એટલે આપણને નવી નવી વસ્તુઓ અને ટેકનૉલોજિ વાપરવા મળી રહે છે. તેઓ નવા નવા ઉદ્યોગ સ્થાપે છે, એટલે દેશમાં રોજગારીની તકો વધતી રહે છે. એ ઉદ્યોગ સ્થાપે છે, ત્યારે તેઓને ખબર નથી હોતી કે તેઓ સફળ થશે કે નિષ્ફળ? છતાં તેઓ સતત નવા નવા ક્ષેત્રોમાં ખેડાણ કરી પોતાની અને દેશની પ્રગતિનો માર્ગ બનાવતા રહે છે. તમે જ વિચારો કોઈપણ નવા ઉદ્યોગની સ્થાપના અને સફળતા માટે કેટલા વર્ષો સુધી અથાક પ્રયત્નો કરવા પડતાં હોય છે? કોઈ સફળ ઉદ્યોગપતિની સંઘર્ષ-કથા વાંચીશું કે જાણીશું તો સમજાશે કે કેવા કેવા અઘરા દિવસો તેમણે પસાર કરેલા હોય છે. કેટ-કેટલી નિષ્ફળતાઓનો તેમણે સામનો કરેલો હોય છે. તેઓ પણ ફૂટ-પાઠ પર સૂતેલા હોય છે. ભૂખ-તરસ તેમણે પણ વેઠી હોય છે. પોતાની પેદાશને સફળ બનાવવા એ લોકો રાત-દિવસ એક કરતાં હોય છે. પોતાના માલની ગુણવત્તા જાળવવા તેઓ પોતાના ધંધાને સતત અપડેટ કરતાં રહેતા હોય છે. જે લોકો પોતાના ધંધાને પોતાની જિંદગી આપી દેતા હોય તે લોકો જલસા કરે કે નહી? વિચારજો.....

કોરોના સમયે કે બીજી કોઈપણ આફત વખતે આ લોકો સૌથી વધુ દાન આપતા હોય છે. સરકારને મદદ કરવા તેઓ રાહત ફંડ છલકાવી દેતાં હોય છે. કોરોના સમયે તેમણે જ સૌથી વધુ દાન આપેલું. વળી દેશના ટેલેંટેડ યુવાનોને રોજગારીની તકો તેઓ જ પૂરી પાડતા હોય છે. દેશના આર્થિક, સામાજિક અને ટેક્નોલોજિકલ વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ હોય છે. અને અભિપ્રાયો આપી દેવાવાળાઓ તેઓ વિષે ગમે તેમ બોલતા રહે છે.

શિક્ષકો ( આમાં આપણે પ્રાથમિક, માધ્યમિક, કોલેજ એમ દરેક ક્ષેત્રના શિક્ષકોની વાત કરીએ છીએ) શિક્ષકો બેઠા બેઠા પગાર લે છે, એવું સૌને લાગે છે. પણ એકવાર તેઓ સ્કૂલે કે કોલેજો કે ક્લાસીસમાં આવીને જુએ તો સમજાશે કે વિદ્યાર્થીઓને ભણાવવા તેઓ કેટલા કેટલા પ્રયાસો કરતાં હોય છે. કોરોના વખતથી બધાને સમજાય ગયું છે કે બાળકોને ઘરે રાખવા કેટલા અઘરા છે. એ અઘરું કામ શૈક્ષણિક સંસ્થાઓમાં થઈ રહ્યું છે. આ લોકોને ભણાવવા સિવાય પણ બીજું કેટલું કામ હોય છે, બધાને ખબર જ છે. આ દેશનું એકપણ ગાણિતિક કામ શિક્ષકો વગર થતું નથી. જુદા જુદા વિચારો અને જુદી જુદી શીખવાની રીત ધરાવતા વિદ્યાર્થીઓને ભણાવવા એ કામ વિશિષ્ટ આવડત માંગી લેતું હોય છે. અને જ વ્યવસાય માનસિક શ્રમ સાથે જોડાયેલો હોય તેને તમે કામના કલાકો સાથે કેવી રીતે જોડી શકો?

તે લોકો પણ કેટલું કેટલું ભણતા હોય છે, ત્યારે નોકરીઓ મળતી હોય છે. કેટલો પરિશ્રમ કરતાં હોય છે, ત્યારે એ મુકામ પર પહોંચતા હોય છે. એકવાર કોલેજના પ્રોફેસર બનવા જે ડીગ્રીઓ જોઈતી હોય છે, તેનું લિસ્ટ વાચજો. એટલે સમજાઈ જશે કે એ કક્ષાએ પહોંચવું કેટલું અઘરું છે! શિક્ષકનું કામ દુનિયાનું સૌથી સર્જનાત્મક કાર્ય છે અને જ્યાં સર્જનાત્મકતા હોય ત્યાં વળતર તો ઊંચુ રહેવાનુ જ. કોરોના સમયે તેમણે જલસા નથી કર્યા,પણ કામ કર્યું છે.

હવે જો આ બધા એટલી બધી મહેનત કરતાં હોય તો આર્થિક સદ્ધરતા તેઓના આંગણે હોવાની અને તેઓ જલસા કરવાના જ! એમાં બાકીનાએ બેઠા બેઠા તેઓની આવકની ચર્ચા કરવાને બદલે તેઓને થોડું પ્રોત્સાહન પણ આપવાની જરૂર છે. થોડો એવો વર્ગ ખરાબ હોય એટલે આખો વર્ગ એવો જ હોય એવું માની લેવાની જરૂર નથી. આપણને બધાને એક જ લાકડી વડે હાંકવાની ટેવ પડી ગઈ છે. જેઓ પોતાની જીંદગીનો એક આખો હિસ્સો કમાવવા પાછળ વિતાવી દેતા હોય છે, તેઓને પણ જલસા કરવાનો અધિકાર હોય છે. કેમ ખરું ને?

લાઈક,કમેંટ અને શેર......

એક રીક્ષા પાછળ લખેલું હતું, “ઈર્ષાળુ ને આશીર્વાદ

 

 

 

 

 

 

No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...