Monday 24 July 2023

ક્યાં સુધી?...............................ક્યાં સુધી?.............. આપણે ચૂપ રહીશું?

 

ક્યાં સુધી?...............................ક્યાં સુધી?.............. આપણે ચૂપ રહીશું? 

The Dalits of India: A story of injustice

 

 

 

 

          છેલ્લા ચાર દિવસથી    મોટી ઘટનાની અસર નીચે આપણે સૌ જીવી રહ્યા છીએ. એ  ઘટના વિષે કોણે શું કહ્યું? એ આપણે સતત સાંભળી રહ્યા છીએ, વાંચી રહ્યા છીએ. એ ઘટના વિષે વાંચતાં વાંચતાં આંખોમાં ગુસ્સો અને આંસુ બંને આવી રહ્યા છે. સાથે સાથે મનમાં આક્રોશ પણ થઈ રહ્યો છે કે  જેણે આવું કર્યું, તેઓને ત્યાં જઈને મારી આવીએ. આ ઘટનાના પ્રત્યાઘાતો નથી પડી રહ્યા પણ લોકોને તેનું દર્દ ફીલ થઈ રહ્યું છે. એવું કશુંક ઘૂંટાય રહ્યું છે કે એમ થઈ રહ્યું છે કે એ લોકોને સજા ના મળે ત્યાં સુધી હવે ચૂપ નથી બેસવું.

 એમાં પણ મણિપુરની ઘટનાઓનું શબ્દોમાં વર્ણન સાંભળીને કે વાંચીને જે અરેરાટી થઇ રહી છે, તે તો અસહ્ય લાગી રહી છે. આપણે સૌએ માણસોને ધર્મ અને કોમના નામે વહેંચીને જે પાપ કર્યું છે, તે કદી માફ થઈ શકે એમ જ નથી. મણીપુરમાં કૂકી અને મૈતી કોમ વચ્ચેના ઝઘડાનો બદલો લેવા મૈતી કોમના બે લોકોએ કુકી કોમની બે સ્ત્રીઓને ઉઘાડી કરી, તેની પાસે પરેડ કરાવી, એટલું જ નહી, તેઓને ખેતરમાં લઈ જઇ તેઓ પર ગેંગ-રેપ પણ કર્યો! આવું બધુ 4થી મે ના રોજ થયેલું, અને સમાચારો હવે વાઇરલ થયા! છેલ્લા ત્રણ-ચાર મહિનાઓથી મણીપુરમાં આ બે કોમો વચ્ચે કોમી રમખાણો થઈ રહ્યા છે, જેમાં 160 લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.

  આ કેવી કોમી લડાઈ જેમાં બદલો લેવા સ્ત્રીઓ સાથે આવા અત્યાચારો થઇ રહ્યા છે? શું સ્ત્રીઓ માટે જોહર કરી લેવું પડે એવી સ્થિતિ પાછી આવી રહી છે? હજી પણ ચારેબાજુથી મણીપુરમાં સ્ત્રીઓ પરના અત્યાચાર વધી રહ્યા છે. અને સાથે સાથે પશ્ચિમ બંગાળ, રાજસ્થાનમાથી આવા સ્ત્રીઓને ઉઘાડી કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નેતાઓ એકબીજાના રાજ્યોમાં થઈ રહેલા આવા કિસ્સાઓ પર ફોકસ કરી રહ્યા છે! સામસામે આરોપો કરવામાં તેઓ એ પણ ભૂલી રહયા છે કે તેઓના ઘરોમાં પણ દીકરીઓ હશે, અને જો તેઓ સાથે પણ આવું કશું થયું હોત તો?

  તે સ્ત્રીઓ સાથે જે થયું એનું વર્ણન વાંચીએ તો દરેક શબ્દે શબ્દે એવું થાય કે બેનરો લઈને નીકળી પડવાથી કે પછી માત્ર દૂ:ખ કે દર્દ રજૂ કરવાથી કશું નહી થાય, ચાલો આપણે જાતે જ જઈને તે દોષીતોને સજા આપી આવીએ. પહેલીવાર એવું ફીલ થઇ રહ્યું છે કે આ લોકશાહી દેશની આઝાદીની શાહીનો રંગ જે લોહીથી બન્યો હતો, તે શાહી આજે સાવ ફિક્કી પડી ગઈ છે. દેશ ગુલામ હોય કે આઝાદ, સ્ત્રીઓની પરિસ્થિતિઓમાં કોઈ જ ફેર પડવાનો નથી. તે સ્ત્રીઑ સાથે આવું થયું, ત્યારે ત્યાં ઘણા લોકો હાજર હતાં, પણ એમાથી કોઈએ તે સ્ત્રીઓને બચાવવાની હિંમત ના દાખવી! ઇવન પોલીસોએ પણ નહી!

   ને બીજો કિસ્સો જેમાં એક ધનવાન માણસના નબીરાએ ઓવરસ્પીડમાં કાર ચલાવી અકસ્માતમાં ફસાયેલા લોકોને મદદ કરી રહેલા યુવાનો અને પોલીસવાળાને અતિ ક્રૂર રીતે કચડી નાખ્યા. એક જ સાથે નવ નવ કુટુંબોના દિપક બુઝાઇ ગયા. માત્ર 19 વર્ષના યુવકે, તેની સાથે કારમાં રહેલા તેના મિત્રો સાથે ચાલુ કારે મોજ મજા કરતાં કરતાં 160કિમી ની ઝડપે ગાડી ચલાવી રસ્તામાં પર ઉભેલા લોકોને 120 મીટર સુધી ઢસડયા અને નવ યુવાનોના અંગેઅંગ છુટ્ટા પાડી નાખ્યા! 13 લોકો ઘાયલ પણ થયા. ને ગણતરીના કલાકોમાં આપણા નેતાઓએ એ યુવાનોની જિંદગીની કિંમત પણ 4-4 લાખ રૂ. ની સહાયની જાહેરાત કરી નક્કી કરી લીધી!

  આજે મીડિયાના દરેક શબ્દે શબ્દે એવું લાગી રહ્યું છે કે તેઓ પણ ઈચ્છે છે કે આ બંને ઘટનાઓના આરોપીઓને સજા થવી જ જોઈએ. આજે દેશના સમજદાર દરેક નાગરિકને એવું ફીલ થઈ રહ્યું છે કે આ લોકોને સજા ઝડપથી થઈ જવી જોઈએ. કેટલાક તો તેઓને જાહેરમાં ફાંસી મળે, એવું ઈચ્છી રહ્યા છે. દેશના નેતાઓ પણ સોસિયલ મીડિયા પર લખી રહ્યા છે કે ગમે તે થાય આ લોકોને સજા કરો. તો ઘણા એવું પણ વિચારી રહ્યા છે કે આ બધુ થોડા દિવસો ચાલશે, પછી કોઈને એ જાણવામાં રસ પણ નહી રહે કે આરોપીઓને સજા થઈ કે ના થઈ!

  તો ઘણા એવું પણ લખી રહયા છે કે આપણે સૌ સંવેદનશીલતા ગુમાવી ચૂક્યા છીએ હવે આવી ઘટનાઓની કોઈ જ અસરો આપણાં પર નથી થઈ રહી. પણ સાચું કહું, આ આજે જે કઈ પણ થઈ રહ્યું છે, તે આપણે કરેલા કર્મોના ફળ સ્વરૂપે આપણી સામે આવી રહ્યું છે! ચૂપ રહીને, કે પછી મારે શું ? એવું વિચારીને જ્યારે જ્યારે આપણે આવી ગંદી ઘટનાઓનો વિરોધ નથી કરતાં તો આપણે આગલી આવી જ ઘટનાઓને મંજૂરીની મહોર મારી દેતાં હોઈએ છીએ.

   સૌ પોતપોતાનો ભાગ લઈ કેસ બંધ કરવાના પ્રયાસો કરે, એના કરતાં સૌ પોતપોતાનો એટલો ફાળો આપે કે આરોપીઓને સજા થઈને જ રહે, તો આવી ક્રૂર અને ઘાતક દુર્ઘટનાઓ આપણે વાઇરલ નહી કરવી પડે!

  

 

  

 

No comments:

Post a Comment

કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........

    કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........                        દુનિયા હવે કોરોના પહેલા અને કોરોના પછી એમ ...