ટીમ ઈન્ડિયા હવે બની ‘ડ્રીમ ઇલેવન’ !!! સેમ ઓન ઇંડિયન ક્રિકેટ બોર્ડ .....
ટીમ ઈન્ડિયા હવે બની ‘ડ્રીમ ઇલેવન’ !!! સેમ ઓન ઇંડિયન ક્રિકેટ બોર્ડ .....
ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી જોઈ? ના જોઈ હોય તો ધ્યાનથી જોઈ લેજો. હવે તે જર્સી પર એક નવો લોગો આવી ગયો છે અને તે લોગો છે, ‘ડ્રીમ ઇલેવન’ કંપનીનો! જેણે ભારતની ક્રીકેટ ટીમની જર્સી પર પોતાનો લોગો હાઇ-લાઇટ કરવાના ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને 358 કરોડ રૂ. આપ્યા છે! આમ તો કોઈ કંપની પોતાના માર્કેટિંગ માટે આવું કરે એવું તો વર્ષોથી ચાલ્યું આવે છે, પણ એક ‘ઓનલાઈન જુગાર રમાડતી’ કંપનીને ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પર સ્થાન આપવું એ જરા વિચારીને કહેજો તમને કેવું લાગ્યું?
ભારતમાં ક્રીકેટ ‘ધર્મ’ સમાન મનાય છે. કરોડો ભારતીય નાગરિકો ક્રિકેટની રમત પાછળ પાગલ છે. અહી ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ ક્રિકેટ રમાતું રહે છે. લોકોની રગે રગમાં ક્રીકેટ વહી રહ્યું છે. આ દેશમાં ક્રિકેટરોને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. એ ભગવાન હવે ઓનલાઈન જુગાર રમવાની લોકોને અપીલ કરશે! આ ડીલથી ભારતીય ક્રિકેટ બોર્ડને ભલે કરોડો રૂપિયાની આવક થઈ પણ, તેને લીધે દેશના કરોડો યુવાનો અને ઓનલાઈટીન-એજર્સ જુગારની લતે ચડી જશે, એનું શું?
જ્યારે જ્યારે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે, એ લોગો તેઓની સાથે રહેશે. આ ડ્રીમ ઇલેવન કેટલાયે ભારતીય માતા-પિતાઓના અને યુવાનોના ‘ડ્રીમ’ ને અંધકારમાં ગરકાવ કરી દેશે, તેના વિષે આપણા બુદ્ધિશાળી વેપારીઓએ જરાપણ ના વિચાર્યું! એક તો ક્રિકેટની રમતને ‘આઈ-પી-એલ’ જેવી લીગના હવાલે કરી, ભારતીય ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટને ઓલરેડી બહુ નુકસાન કરી જ દીધું છે, અને હવે આવી જુગાર રમાડતી કંપનીને ‘મેન ઇન બ્લૂ’ની જર્શી પર લાવીને આપણું ક્રિકેટ બોર્ડ રહી-સહી કસર પણ પૂરી કરી રહ્યું છે.
આવી ઓનલાઈન ગેમ રમાડતી કંપનીઓ ભલે તે ગેમને ‘ફેન્ટસી અને સ્કીલ ગેમ’ નું બિરુદ આપતી હોય, પણ કોઈ બાળકને પણ સમજાય એવું છે કે આ બધી ગેમ્સ વહેલા કે મોડા લોકોને જુગારની લત તરફ જ લઈ જતી હોય છે. ભારતમાં કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, અને કેરલ જેવા રાજ્યોએ આવી ઓનલાઈન ગેમ્સ ના વિરોધમાં ક્યારનાએ પગલાં લેવાનું ચાલુ કરી દીધું છે.
ભારતમાં આવી ગેમ્સનું બજાર 431 મિલિયન ડોલર્સનું થઈ ગયેલ છે. ભારતમાં લગભગ 61 મિલિયન યુજર્સ આવી જુદી જુદી ગેમ્સમાં ફસાયેલા છે, જેમાથી 65% લોકો નાના શહેરોના છે. જબલપુર હાઇકોર્ટના વકીલ શશાંક તિવારીના કહેવા મુજબ ભારતમાં આવા ખતરનાક ગેમ્બલિંગ પ્લેટફોર્મ્સને રોકવા માટેનો મૂળ કાયદો ઈ.સ. 1867નો પબ્લિક ગેમિંગ એક્ટ છે. આવી ગેમ્સની જાહેરાતો આજના યુવાનોને ગેરમાર્ગે લઈ જઇ રહી છે. વધુ કમાણીના સપના દેખાડી આવી એપ્સ ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનોના કુટુંબોની મહેનતની કમાણીને પણ લૂંટી રહી છે.
ક્રિકેટ મેચ ચાલતી હોય, ત્યારે દર ત્રીજી જાહેરાત આવી ‘ગેમ્બલિંગ-કંપની’ ઓની હોય છે. મે માહિનામાં પૂરા થયેલ આઈ.પી. એલ. ની મુખ્ય સ્પોન્સર્સ જ આવી ઓનલાઈન જુગાર રમાડતી કંપની હતી! દેશના મોટા ભાગના રાજ્યોમાં રોજ કેટલાયે યુવાનો અને ટીન-એજર્સ આવી કોઈ ગેમ્બલિંગ-ગેમના ચક્ર-વ્યૂહમાં ફસાઈને આપઘાત કરી રહ્યા છે. કોઈ કુટુંબના એક ના એક સંતાનો આવી ગેમ્સમાં ફસાઈને આપઘાતનો રસ્તો પસંદ કરી રહ્યા છે.
ગયા જાન્યુઆરી મહીનામા મધ્યપ્રદેશમાં એક અગિયાર વર્ષના છોકરાએ આ લતને લીધે આપઘાત કરી લીધેલ. તો માર્ચ માહિનામાં ચેન્નઈમાં 37 વર્ષના એક યુવકે પોતાની પત્ની અને બે બાળકોના ભાવિ વિષે વિચાર્યા વિના ઓનલાઈન ગેમ્સમાં ફસાયા બાદ આપઘાત કરી લીધો અને પોતાની સ્યૂસાઇડ નોટમાં લખ્યું કે હું સરકારને વિનંતી કરું છુ કે આવી ઓનલાઈન ગેમ્સ પર બેન લગાવી દે, જેથી હજી વધુ લોકોના જીવ ના જાય!
આવી યાદી હજી ઘણી લાંબી છે, રોજ છાપાઓમાં અને બીજા સોસિયલ મીડિયા પર આવા આપઘાતના કિસ્સાઓ વધતાં જ જઇ રહ્યા છે. અરે આવી ગેમ્સના લીધે ટીન એજર્સ અને યુવાનો પોતાના ઘરના સભ્યોના ખૂન પણ કરી રહ્યા છે. દેશનું યુવાધન આના લીધે હતાશા અને નિરાશામાં ગરકાવ થઈ રહ્યું છે. તેઓ ભણવાનું છોડી ‘જુગારી’ બની રહ્યા છે. ક્રિકેટ ફેન્સે પણ જુદી જુદી સોસિયલ સાઇટ્સ પર આનો વિરોધ કર્યો છે.
શું ‘ટીમ-ઈન્ડિયા’ ભારતના યુવાનોને આ રસ્તે લઈ જવા માંગે છે, સરકારે પોતે વહેલી તકે આવા લોગો હટાવવા બાબતે પગલાં લેવાની જરૂર છે. શું કોઈ સ્કિલ જ્ઞાન અને અટેન્શનના નામે જુગાર રમાડતી કંપનીને ભારતની ક્રિકેટ ટીમ વિશ્વભરમાં ‘રીપ્રેઝેન્ટ’ કરશે?
No comments:
Post a Comment