Friday, 11 July 2025

ગુરુ એ લેટેસ્ટ ટેક્નોલોજી છે, જે આપણને સતત અપડેટ કરતી રહે છે.

 

ગુરુ એ લેટેસ્ટ ટેક્નોલોજી છે, જે આપણને સતત અપડેટ કરતી રહે છે.

 Guru Purnima 2025, Know Date, Time, History, Significance, ritual and more  | ગુરુ પૂર્ણિમા 2025

 

 

               તમે જ્યારે આ લેખ વાંચી રહ્યા હશો, તેના બીજા દિવસે અષાઢ પૂર્ણિમાનું અંજવાળું આપણાં સૌના જીવનમાં પથરાશે. આ દિવસે દરેક ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં આ પર્વ ઉજવવામાં આવે છે, લોકો મોટી સંખ્યામાં જોડાય પણ છે. મોટા ભાગના લોકો આ દિવસે પોતાના ગુરુનું પૂજન કરતાં હોય છે.પણ અફસોસ એ વાતનો છે કે આ પર્વની ઉજવણી પાછળનો જે મુખ્ય ઉદેશ છે, તે આપણે સૌ ભૂલી ચૂક્યા છીએ. સોસિયલ મીડિયા પર તે દિવસે ઘણા લોકો પોતાના ગુરુના અને ગુરુપૂજનના ફોટા શેર કરશે, પણ ગુરુએ આપેલા જ્ઞાનને કે ઉપદેશને પોતાના જીવનમાં ઉતારવાવાળા બહુ ઓછા જોવા મળશે.

    ગુરુ એ આપણા સૌના જીવનની એ વ્યક્તિવિશેષ છે, જેના થકી આપણા જીવનને સાચો રસ્તો મળે છે. એક એવો છાંયડો મળે છે, જેના થકી આપણે જીવનના ગમે તેવી મુશ્કેલીઓના તાપને જીરવી શકીએ છીએ. ગમે તેવી આફતો સામે લડતા શીખી શકીએ છીએ. હકીકત તો એ છે કે આપણને આપણા અસ્તિત્વની ઓળખાણ ગુરુ જ કરાવે છે. આપણને આપણા ઈશ્વર સુધી ગુરુ જ લઈ જાય છે.

    ગુરુ પૂર્ણિમા એટલે માત્ર હિન્દુઓ સાથે જોડાયેલો તહેવાર એવું માનવાની ભૂલ ના કરશો. આ પર્વ સાથે ભગવાન બુદ્ધ, અને મહાવીર સ્વામી પણ જોડાયેલા છે. આ દિવસે ભગવાન બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ આ વિશ્વને આપ્યો હતો. તો મહાવીર સ્વામીને આ જ દિવસે પોતાના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામી મળેલા. આ પૂર્ણિમાનો ચંદ્ર ઋષિ વેદવ્યાસના જન્મ સાથે જોડાયેલો છે. વિશ્વને વેદ અને મહાભારત જેવા ધર્મગ્રંથોની ભેટ આપનાર વેદ વ્યાસને આપણે આ દિવસે યાદ કરવા જ રહ્યા. આ એ જ દિવસ છે, જે દિવસે ભગવાન શંકરે સપ્તરૂષિઓને સૌપ્રથમ યોગનું જ્ઞાન આપેલ.

  આજે આપણે ભલે ગુરુ-શિષ્ય પરંપરાને નવા ફ્લેવર અને કલેવરમાં જોતાં હોઈએ. પણ આપણી ઋષિ પરંપરાએ જ્ઞાનના જે બીજ વાવ્યા હતા, તે વટવૃક્ષના બીજ એટલા ઊંડા ઉતરી ગયા છે કે તેને સપાટી પર લઈ આવવાની જરૂર છે. તે બીજને સૌના જીવનમાં વાવવાની જરૂર છે. કે જેથી આપણે દેશને સારા અને સાચા માર્ગે લઈ જઇ શકીએ. ગુરુ રામાનંદ થકી આપણને કબીર જેવા સંત મળ્યા જેમણે તે સમયની બૂરાઈઓ સામે અવાજ ઉઠાવ્યો. જેમણે સમાજમાં ચાલતી અંધશ્રદ્ધાનો પોતાની શ્રદ્ધા થકી સામનો કર્યો.

  સમર્થ ગુરુ રામદાસ થકી આપણને શિવાજી જેવા શિષ્ય મળ્યા જેમણે ભારતમાં સ્વધર્મનો એવો ઝંડો લહેરાવ્યો જેના થકી આપણે આપણી ઓળખ જાળવી શક્યા. તો ચાણકય જેવા ગુરુએ આપણને ચંદ્રગુપ્ત મૌર્ય જેવો શાસક આપ્યા જેમણે ધનનંદ જેવા અધર્મી રાજાના ત્રાસમાથી પ્રજાને છોડાવી વર્ષો સુધી ગુરુના આશીર્વાદ થકી શુસાસન ચલાવ્યું. તો અશોક જેવા શાસકે કલિંગના રક્તપાત બાદ પોતાના ગુરુના માર્ગદર્શન હેઠળ પોતાના હ્રદયને ધર્મના માર્ગે વાળ્યું. અને સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશો આપ્યો.

  ગુરુની આ જ કમાલ છે, જે આપણામાં રહેલી શુષુપ્ત શક્તિઓને બહાર લાવવામાં, આપણાં અશાંત મનને શાંત કરવામાં અને આપણી અંદર રહેલા અંધકારને દૂર કરવામાં આપણને મદદ કરે છે. જિંદગીમાં આપણને જેની પાસેથી કશુંક સારું અને સાચું શીખવા મળે, એ બધા જ આપણા ગુરુઓ છે. પછી એ કોઈ પક્ષી પણ હોય શકે અને કોઈ પ્રાણી પણ! ભગવાન દત્તાત્રેયે કૂતરાને પણ પોતાના ગુરુ માનેલા!

  ગુરુ એ લેટેસ્ટ ટેક્નોલોજી છે, જે આપણને સતત અપડેટ કરતી રહે છે. જેથી આપણે આઉટ ઓફ ડેટ ના થઈ જઈએ. ગુરુ એ નેચરલ ઇંટેલિજન્સ છે, જે આપણામાં સતત નવા વિચારોનું ઇમપ્લાન્ટ કરે છે. તે આપણને શીખવે છે, કે સમાજમાં ચાલતા કુરિવાજો સામે કેમ લડવું? ગુરુ એ મોસમનો એ પ્રથમ વરસાદ છે. જે દર વર્ષે આપણને તેની તાજગીથી ભીંજવતો રહે છે.અને એ ફીલિંગ જ આપણને જીવંત રહેવાની સતત પ્રેરણા આપતી રહે છે.

  અલબત આપણે પોતે પણ આપણાં ગુરુ બની શકીએ છીએ.

  

  

Thursday, 3 July 2025

માર્કેટિંગ ગઇકાલ, આજ અને આવતીકાલ

 

      માર્કેટિંગ ગઇકાલ, આજ અને આવતીકાલ

 Creative Marketing Campaign Ideas That Work

 

 

 

  તમે ઘરમાં હોવ કે ઓફિસમાં કે પછી વિદ્યાર્થી તરીકે તમે સ્કૂલમાં હોવ કે કોલેજમાં કે બીજા કોઈ ફિલ્ડમાં તમારી આસપાસ તમે નજર કરશો તો સમજાશે કે આજે આપણી પાસે દરેક વસ્તુઓ અને સેવાઓનું સ્પેશ્યલાઈઝ બજાર છે. આપણને સૌને એ માર્કેટ સુધી લઈ જનાર માર્કેટિંગના બદલાતા માધ્યમોના ફ્લેશબેકમાં આજે આપણે જવું છે.

  સમય વિતતો ગયો તેમ માર્કેટિંગના માધ્યમો પણ બદલાતા ગયા. એમાં પણ  છેલ્લા કેટલાક દાયકાઓમાં માર્કેટિંગમાં ઝડપી પરિવર્તન આવ્યું છે. પ્રિન્ટ જાહેરાતો અને બિલબોર્ડના યુગથી લઈને સોશિયલ મીડિયા અને ઇન્ફ્લુએન્સર માર્કેટિંગના યુગ સુધી, માર્કેટિંગના ઉત્ક્રાંતિને ટેકનોલોજીકલ પ્રગતિ અને બદલાતા ગ્રાહક વર્તન દ્વારા વેગ મળ્યો છે. ઇન્ટરનેટની આપણાં સૌના જીવનમાં એન્ટ્રી પહેલાં, માર્કેટિંગ મુખ્યત્વે પ્રિન્ટ મીડિયા, ટેલિવિઝન, રેડિયો અને ડાયરેક્ટ મેઇલ જેવી પરંપરાગત ચેનલો પર જ આધારિત હતું. ભારતમાં માર્કેટિંગની ઓફિસિયલ શરૂઆત ઇ.સ. 1959માં થયેલી.

    ઇ.સ. 1950ની આસપાસ એક ઠંડા પીણાની એક કંપનીએ પોતાની બ્રાન્ડને પ્રમોટ કરવા માટે મેગેઝિન અને છાપામાં રંગબેરંગી છાપેલી જાહેરાતોનો ઉપયોગ કર્યો, જેને ગ્રાહકોએ હસતાં હસતાં અપનાવી લીધી. તો ફૂડનું વેચાણ કરતી એક કંપનીએ હાઇવે પર કલરફૂલ હોડિંગસ દ્વારા ગ્રાહકો સુધી પોતાની પ્રોડકસને પહોંચાડી. જો કે આ હોડીગ્સ તો આજે પણ વસ્તુઓના માર્કેટિંગનું અસરકારક માધ્યમ ગણાય છે.

   તો ઇ.સ. 1983માં ભારતમાં સૌપ્રથમ બોમ્બે-ડાઇંગે ટી.વી. પર સૌથી પહેલી રંગીન જાહેરાત 100 સેકંડની બનાવેલી. ઇ.સ. 1980-2000 ના દસકાઓ દરમિયાન ટી.વી. પર એટલી રસપ્રદ જાહેરાતો આવતી કે Z-જનરેશનને અમુક જાહેરાતો જેવી કે હમારા બજાજ, કુછ ખાસ હે જિંદગી મે, મેગીની એડ, પારલે-જી, ફેવિકોલ,લાઈફ-બોય, નટરાજ પેન્સિલ, ફિલિપ્સ, ઓનીડા ટી.વી., થમ્સ-અપ, વગેરે વગેરે આજે પણ યાદ છે. અને જો ક્યાંક જોવા મળી જાય તો ફરીથી જોવા થંભી પણ જવાય છે.

  1990 ના દાયકામાં ઇન્ટરનેટની એન્ટ્રીથી માર્કેટિંગમાં ડિજિટલ ક્રાંતિની શરૂઆત થઈ. વેબસાઇટ્સ, ઇમેઇલ માર્કેટિંગ અને સર્ચ એન્જિન ગ્રાહકો સુધી પહોંચવા માટે નવા માધ્યમો બન્યા. એમેઝોને ઇ.સ. 1995માં સૌપ્રથમ પોતાના ઓનલાઇન બૂક-સ્ટોરની શરૂઆત કરી. અને આજે ઓનલાઈન માર્કેટિંગ અને શોપિંગ આપણાં સૌની ખરીદીનો અતૂટ હિસ્સો બની ચૂક્યું છે. 2000ની આસપાસ ડેલ કંપનીએ પોતાની પ્રોડક્ટના માર્કેટિંગ માટે ડાયરેક્ટ ગ્રાહકના ઇ-મેઈલના ઈનબોક્સનો ઉપયોગ કર્યો. 2000 ના દાયકાની શરૂઆતમાં ગૂગલ ગુરુએ ગ્રાહકોને પટાવવા SEOને(સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન) ને જોરદાર માર્કેટિંગ વ્યૂહરચના તરીકે લોન્ચ કર્યું.

 

     2000 ના દાયકાના મધ્યમાં ફેસબુક, ટ્વિટર અને લિંક્ડઇન જેવા સોશિયલ મીડિયા પ્લેટફોમ્સે દુનિયામાં ધૂમ મચાવી દીધી. જેણે બ્રાન્ડ્સના માર્કેટિંગ અને ગ્રાહકોને 360 ડિગ્રીએ ફેરવી નાખ્યા. સોશિયલ મીડિયા માર્કેટિંગે વ્યવસાયોને વાસ્તવિક સમયમાં તેમના ગ્રાહકો સાથે સરળતાથી અને ઝડપથી જોડી દીધા. અને આજે લગભગ દરેક વ્યવસાયિકો ગ્રાહકો સુધી પહોંચવા આ સોસિયલ મીડિયાઝના સહારે છે.

    ઇનસ્ટાની રીલથી લઈને યુ-ટ્યુબ વિડિયોઝ સુધી કે પછી ફેસબૂક એક લિંકડેન થકી મોટા ભાગના ધંધાદારીઓ પોતાના સંભવિત ગ્રાહકો સુધી પહોંચી ગયા છે. સ્ત્રીઓમાં રહેલા હિડન ટેલેન્ટ અને આપણી પ્રાચીન સંસ્કૃતિને લગતી પ્રોડકટ્સ આ જ માધ્યમો થકી વિશ્વભરના ગ્રાહકો સુધી પહોંચી શકી છે.

 

  ફેસબુક પર ઠંડા પીણાની એક કંપનીએ શરૂ કરેલું શેર અ ડ્રિંક’, ટ્વિટર પર ઓરિયોએ શરૂ કરેલ ‘dunk in the dark’ અને આઈ.બી.એ. મે અપનાવેલું લિંકડેન માર્કેટિંગ આના શ્રેસ્ઠ સફળ ઉદાહરણો છે. સોસિયલ મીડિયા અને મોબાઈલે સાથે મળીને આપણી આસપાસ માર્કેટિંગનું એક એવું જાળું રચી દીધું છે કે જાહેરાતોને હવે આપણે આપણાં જીવનમાથી દૂર કરી શકીએ એમ નથી. વિશ્વની અડધી પ્રજાના ખીસ્સામાં રહેલા મોબાઈલ પણ મોબાઈલ કંપનીઓની માર્કેટિંગ સ્કીલને જ આભારી છે.

       માર્કેટિંગનો વિકાસ પરંપરાગત પદ્ધતિઓથી અદ્યતન ડિજિટલ વ્યૂહરચના સુધીની એક રસપ્રદ સફર રહી છે. આ સતત બદલાતા વાતાવરણમાં ગ્રાહકો સુધી પહોંચવાનો શ્રેસ્ઠ રસ્તો એ છે કે  નવી ટેકનોલોજી અપનાવવી, ગ્રાહક વર્તણૂકને સમજવી અને સતત નવીનતા લાવવી.

 

 

ગૂગલ, આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું?

  ગૂગલ , આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું ?                        હમણાં વિદ્યાર્થીઓને ઇલોરામાં આવેલા કૈલાશ ...