ચાલો ગણેશજી સાથે મળીને કુદરત તરફ વળીએ!!!
શ્રી ગણેશાય નમ:
નાના હતા ત્યારે મહાકવી કાલિદાસ નાં જીવનનો એક પ્રસંગ સાંભળેલો કાલીદાસ નાના હતા ત્યારે મુર્ખ હતા. એ મૂર્ખતાની નિશાની હતી કે તેઓ જે ડાળ પર બેસતા તે જ ડાળ ને કાપતા! જો એ પ્રસંગ કાલિદાસની મૂર્ખતા સૂચવે તો આજે આપણે સૌ મુર્ખ ગણાય ને? કારણ આજે આપણે પણ જે પૃથ્વી પર વસીએ છીએ તેને વિનાશ તરફ લઇ જવા મથી રહ્યા છીએ.જે પૃથ્વી નામના ગ્રહ પર આપણે વસી રહ્યા છીએ, તેને સૌથી વધુ નુકસાન ‘અતિ બુદ્ધિવાળા’ આ મનુષ્યે પહોચાડ્યું છે.હકીકત તો એ છે કે માણસની દરેક પ્રવૃતિઓ પછી તે સામાજિક હોય, ધાર્મિક હોય, આર્થીક હોય,ટેકનીકલ હોય તેણે કુદરતને નુકસાન પહોચાડવામાં કશું બાકી રાખ્યું નથી.બીજાના ભોગે વિકાસ એ આધુનિક સમયનો જીવનમંત્ર બની ગયો છે. પ્રાચીન મનુષ્ય કુદરતની નજીક રહી જિંદગી જીવતો, પણ આધુનિક મનુષ્ય કુદરતથી દુર ભાગતો જાય છે.માણસ-માણસ વચ્ચેની લડાઈની વાતો તો રામાયણ મહાભારત જેટલી પ્રાચીન છે,પણ જે ધરતીમાતા, નદીઓ,પર્વતો,જંગલો માણસને આટલા-આટલા ઉપયોગી છે તેને પણ આપણે નુકસાન પહોચાડવા બનતું કરી છુટ્યા છીએ.કુદરતથી દુર ભાગી મનુષ્યે જે દોટ “ભૌતિકતા” તરફ મૂકી છે,એક દિવસ માણસને થકવી વિનાશ તરફ લઇ જવાની છે. ને આપણે આપણી આ વહાલી ધરતીમાતાને ગુમાવી દઈશું.
માનવી એકલો ના પડી જાય તે માટે ઈશ્વરે તેના જીવનને હર્યુભર્યુ બનાવવા સાથે-સાથે કુદરતની રચના કરી.માનવીને ભેટમાં પ્રાણીશ્રુષ્ટિ,વનસ્પતીશ્રુષ્ટિ,જીવશ્રુષ્ટિ,પક્ષીશ્રુષ્ટિ વગેરે આપ્યા. આ સમગ્ર શ્રુષ્ટિ એક યા બીજી રીતે માણસને આ પૃથ્વી પર એકલું લાગવા દેતી નથી.’speed’ એ આધુનિક જમાનાનો ગુરુમંત્ર બની ગયો છે.ઝડપથી કમાઈ લેવું,ઝડપથી સંપતિ ભેગી કરી લેવી,૧જી,૨જી.૩જી,૪જી ના આ યુગે માણસને જાણે શ્રુષ્ટિ માંથી માણસની બાદબાકી કરી દીધી છે. डेड लाईन का डंडा हर किसीको फोड़ रहा हे, नींद में भी हर बंदा किसी दोडमें भाग रहा हे! આ ડેડલાઈને માનવીની જીંદગીની જીવંતતાને પણ ‘ડેડ’કરી નાખી છે.ને એટલે જ તો આજે માણસ પોતાના સ્વાર્થ ખાતર કેટલાયે પ્રાણીઓ ને પક્ષીઓને નાશ:પ્રાય ની યાદીમાં મૂકી દીધા છે.આજે છેલ્લા કેટલાક વરસોમાં કેટલીયે પ્રજાતિઓ “રેડ-બુક”માં કાળા અક્ષરે લખાય ગઈ છે. જંગલોનો નાશ કરીને તો આપણે આ પ્રાણીઓ અને પક્ષીઓને જાણે રહેઠાણ વિનાના કરી નાખ્યા છે.જેમ ભૂકંપ આપણને આપણા ઘરવિહોણા કરે છે, આ માનવસર્જિત ભૂકંપે સમગ્ર જીવશ્રુષ્ટિ પાસેથી તેઓના ઘર છીનવી લીધા છે! સવારના કે સાંજના સમયે પક્ષીઓનો કલરવ એ તો આજે દુર્લભ દ્રશ્ય બની ગયું છે.પક્ષીઓનો કલરવ એ મન્દીરોમાં થતા આરતીના ઘંટનાદ જેટલો જ પવિત્ર હોય છે.કોયલ કે મોર નો કેકારવ માનવીની એકલતાને ગજવી મુકે છે.પણ આપણે તો આ પક્ષીઓને પણ બક્ષ્યા નથી.ચકલી, કાગડો,પોપટ,દરજીડો આપણા ઘરઆંગણાના સાથી ગણાતા એને જોવા માટે આજે આપણે વાડી ખેતરે કે પક્ષીઓના અભયારણ્યમાં જવું પડે છે! છે ને સોલીડ વિકાસ કે પછી ................................................વિચાર તો કરી જુઓ પ્રાણી કે પક્ષી વિનાની આ શ્રુષ્ટિ કેવી ભેંકાર લાગશે.આ તો પ્રકૃતિની સુંદરતાની વાત થઇ વૈજ્ઞાનિક રીતે વિચારીએ તો પણ ખ્યાલ આવશે કે આહારજાળ કે નીવસન્તંત્ર ટકાવી રાખવા, કુદરતમાં સમતુલા જાળવી રાખવા પણ તેઓને રક્ષાન આપવું રહ્યું! કુદરતના આ બંને અણમોલ રત્નો ‘રેડ્બુક’ નહિ પણ શ્રુષ્ટિ ની બુકની શોભા બની રહે તે જોવાની દષ્ટિ આપણે કેળવવી રહી.
આ ગુલાબની મહેકે કહ્યું અમારી વાત કેમ નહિ? અરે તમે તો અમારા આ પૃથ્વીની શોભા છો. તમને કેમ ભૂલાય? આ વન્સ્પતીશ્રુષ્ટિ તો માણસની શ્રેષ્ઠ મિત્ર છે.આ પૃથ્વી પર વનસ્પતિ માત્ર એક જ સ્વાવલંબી છે. આપણે સૌ તેના પર જ નભીયે છીએ.કેમ ખરું ને? ‘સૌર-ઉર્જાનો સીધો વપરાશ આ એક જ સજીવ કરી શકે છે. માણસે પોતાનો ખોરાક મેળવવા માટે વનસ્પતિ પર જ આધાર રાખવો પડે છે. પણ આજે આ વિકાસની આંધળી દોટમાં આપણે એ સત્ય પણ ભૂલી ગયા છીએ ને તેના પર તો આપણે રીતસરનો અત્યાચાર જ કરી રહ્યા છીએ. કોઈ બાળક ગમે તેટલું “બોર્નવીટા” કે “કોમ્પલૈન” પીએ તેનો વિકાસ ક્રમિક જ થવાનો એમ જ વનસ્પતિનું છે.વનસ્પતિને તેના ક્રમમાં જ વિકસિત થવા દેવી જોઈએ તે આપણે સમજતા નથી ને પરીણામે વધુ ઉત્પાદન અને ઝડપી ઉત્પાદનની ઘેલછામાં વનસ્પતિને રસાયણિક ખાતર,જંતુનાશક દવાના ડોઝ દેતા રહીએ છીએ. વનસ્પતિની મૌલિકતાને આપને “સંકર” જાતોના હવાલે કરી દિધી છે.આજે આપણે ખોરાકમાં જે શાકભાજી, કઠોળ,અનાજ વગેરેનો ઉપયોગ કરીએ છીએ તેની પૌષ્ટિકતા આપણે ગુમાવી દીધી છે.આ બધું અપનાવી હવે વળી પાછા આપણે “ઓર્ગનીક” ખેતી તરફ વળ્યા છીએ. પ્રશ્નો ખુદ ઉભા કરવા પછી તેના ઉકેલ પાછળ દોડવું ને વળી મૂળ જગ્યાએ પાછા ફરવું.એક એવું વર્તુળ આપણે સ્વાર્થના પરિકર થકી દોરીએ છીએ જેની ત્રિજ્યા એવી ખોટી લેવાય કે વર્તુળ સમાજ ની બહાર જ જતું રહે છે એટલે કે ‘out of control’ થઇ જાય છે.
ગંદકી આપણી આગવી ખાસિયત છે. આઝાદીના 74 વર્ષો બાદ જો આપણા વડાપ્રધાને “સ્વચ્છતા-અભિયાન” શરુ કરવું પડે, એ ભારત વાસીઓ માટે શરમની વાત છે.આપણી આદત છે ખુદના ઘર સાફ રાખી શેરીઓ ગંદી રાખવી,ખુદની ઓફીસ ચોખ્ખી રાખી મહોલ્લાઓ ગંદા રાખવા.ઘરની કે ઓફીસ ની બાલ્કનીએ થી કચરો ફેકતા માણસો મહાન ભારત દેશની શાન છે.આ દ્રશ્ય મારા,તમારા એમ દરેક મહોલ્લાનું સામાન્ય દ્રશ્ય છે.એ જ ગંદકી રોગ નું કારણ બને છે.પણ આપણે શું? અરે યાર ડોકટરો પણ કમાવવા જોઈએ ને ? ઉદારતાથી વિચારો કેમ ખરું ને! પણ હવે ખરેખર વિચારવાનો સમય આવી ગયો છે. ગામ કે શહેર ની સાથે-સાથે આપણે આપણી નદીઓ ને સમુદ્રોને પણ ઝપટમાં લઇ લીધા છે.”આને કેવાય વિકાસ” (અમે કોઈને છોડવાના મૂડમાં નથી હો!) ગંગા જેવી અતિ પવિત્ર નદીને આપણે અપવિત્ર કરવા પર તુલ્યા છીએ.આપણી અંધશ્રધ્ધાનો ભોગ આ નદીઓ બની રહી છે.એમાં ઘર આંગણની ગંગાનો પણ સમાવેશ થઇ જાય છે. અસ્થીઓ,ફૂલો,દીવડાઓ,મૂર્તિઓ,પધરાવી આપણે પવિત્ર થવાની લયમાં આ સરિતાઓને ગંદકીના ઘટમાં ફેરવી નાખવાની સ્પર્ધાઓમાં લાગ્યા છીએ.કરોડો રૂપિયા ખર્ચવા છતાં આ નદીઓને આપણે સ્વચ્છ કરી સકતા નથી.ગંગામાં પાપ ધોવાની આપણી ઘેલછાએ એ નદીને પાવન નથી રેવા દીધી. જે નદીઓના કિનારે માનવ સંસ્કૃતિ વિકસવાની શરૂઆત થઇ ને પાંગરી એ માતાઓને આજે સૌએ ગંદકીના હવાલે કરી દીધી છે. ‘જળ એ જ જીવન’ ને સમજવા છતાં આપણે કેવી મૂર્ખતા કરી રહ્યા છીએ.સોમવારથી ગણેશ-ઉત્સવ ચાલુ થઇ રહ્યો છે, ને આવતા દસ દિવસોમાં કેટલાયે ગણેશજીનું વિસર્જન કરીશું વળી નદી પર સંકટ.કેવી શ્રદ્ધા જે નદી પ્રત્યેની આપણી આસ્થાને ઠેસ પહોચાડે.
હવે જરૂર છે. થોડા અટકવાની. વિકાસની આ આંધળી દોટને વિરામ આપવાની. આ પૃથ્વી ને ફરીથી જીવતી કરવાના પ્રયત્નો શરુ કરવાની. તેના પર પાંગરતા પ્રાણીઓ,પક્ષીઓ.જીવજંતુઓને આપણા કુટુંબના સભ્યો ગણી તેને રક્ષવાની ને વિકસાવવાની જવાબદારી લેવાની.આ ગ્રહ પરના સૌથી બુદ્ધિશાળી,સામાજિક પ્રાણી તરીકે આ શ્રુષ્ટિને રક્ષવાની અને સંવર્ધિત કરવાની જવાબદારી આપણી છે. આ કુટુંબના પ્રત્યેક સભ્યોની દેખભાળ માણસે જ કરવાની છે.હજુ મોડું નથી થયું, ગ્રીન-હાઉસ,પૂર,ભૂકંપ,દુકાળ, વાવાઝોડાંજેવી ઘટનાઓને ટાળવાનો માત્ર એક જ વિકલ્પ છે,”કુદરત તરફ પાછા વાળો” ને હા યાદ રાખજો માટીના ગણપતિ લાવજો.જેથી શરૂઆત અહી થી જ થાય. ને હા પ્લાષ્ટિક નામના રાક્ષશ ને નાથવાનું ના ભૂલતા.