Friday, 11 June 2021

પ્રેમમાં પડેલા છોકરા,છોકરી અને આપણે,

 

પ્રેમમાં પડેલા છોકરા,છોકરી અને આપણે,

Top of Form

Bottom of Form

 Haryana Honour Killing: 4 Arrested For Killing Woman, Her Lover In Rohtak

  The greatest way to live with honour in this world is to be what we pretend to be.” 
― SocratesEssential Thinkers - Socrates

 

   મારા એક વિદ્યાર્થીનું સુરતમાં ખૂન થઇ ગયું. બે દિવસ પહેલા એનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો.૨૨ વર્ષનો છોકરો હતો.,બે ભાઈઓ છે. એમાં આ નાનો છે.જોયેલા ચહેરા કાયમ માટે જાય એટલે આંખ સામા તરે.એના ખૂન નું કારણ પ્રેમ-પ્રકરણએ કોઈ છોકરીને લવ કરતો હતો,એ છોકરીના કાકા એ  મરાવી નાખ્યો.સવાલ એ છે કે જયારે કોઈ પ્રેમ-પરાક્રમ પકડાય વાંક શું એક જ પક્ષનો હોય છે? હું પ્રેમને પ્રકરણ નહિ પરાક્રમ માનું છું, આપણા સમાજમાં તો એ પરાક્રમ જ ગણાય! આપણે ત્યાં મોટા ભાગે જ્ઞાતિ બહારના લગ્નો સ્વીકારવામાં આવતા નથી. એમાયે અમુક જ્ઞાતિને જાણે પ્રેમ કરવાનો અધિકાર જ ના હોય એવું લાગે. પ્રેમ કરનાર જાણે કોઈ ગુનેગાર હોય એવું વર્તન કરવામાં આવે છે.કૃષ્ણ-રાધાના પ્રેમ ને હોશે હોશે ભજનાર લોકો આપણા પ્રેમ-પરાક્રમોને સ્વીકારતું નથી.ઘણા કહે છે, પેલા કરતા હવે સારું છે. માતા-પિતા માની જાય છે. તો પછી આ ઓનર-કિલિંગશબ્દ આવ્યો ક્યાંથી? માં-બાપ માટે પોતાનું માન શું દીકરા-દીકરીઓના જીવ કરતા પણ વધુ વહાલું હોય છે! કે પછી તેઓને ન માનવાની સજા આપવામાં આવે છે.આનો મતલબ તો એ થયો કે સંતાનો તમારું માને તો સારું નહિ તો એ ખરાબ! હા ઘણી વાર સામેનું પાત્ર ખરાબ હોય ને માં-બાપ વિરોધ કરે તો યોગ્ય છે,પણ એવું તો ઘણીવાર એરેન્જ મેરેજ માં પણ થઇ શકે ખરું! અને ચાલો કદાચ સંતાન થી પ્રેમ-લગ્ન કરવામાં ભૂલ થઇ જાય તો શું એને માફ કરી સ્વીકારી ના શકાય? પાછા તેઓને ઘરમાં સ્થાન ના આપી શકાય? આવા સમયે જ સંતાનોને માતા-પિતા ની જરૂર હોય છે,પણ નહિ માતા-પિતા ઘરના દરવાજા કાયમ માટે બંધ કરી સંતાનોને ભૂલની સજા આપવામાં લાગી જાય છે.ને અંતે ઘણીવાર સંતાનો આત્મ-હત્યા કરી લે છે.

ને હવે નવું ચાલ્યું છે, જો છોકરી કોઈ છોકરાને લવ કરતી હોય અને કુટુંબના સભ્યોને લાગે છોકરો નીચલી જ્ઞાતિ કે પોતાના લેવલ નો નથી તો એને મારી નાખવામાં આવે છે. શું હત્યા એ દરેક પ્રશ્નનો હલ છે? કદાચ આવી ઘટનાઓ ને આપણે ઓનર મર્ડરપણ કહીશું. મને એ નથી સમજાતું કેવું માન અને કેવું સન્માન જે કોઈના જીવન કરતા પણ શું ઊંચું હોય શકે? માત્ર માન જાળવવા કોઈની હત્યા કરી નાખવી એ કેટલું વાજબી છે, આવા લોકોને તો જાહેરમાં ફાંસી થવી જોઈએ.અને મૂળ વાત તો એ છે કે એક પક્ષનો જ શું વાંક હોય છે? એ ૨૨ વર્ષનો દીકરો ગુમાવનાર કુટુંબની શું હાલત થઇ હશે! એ માં ની કલ્પના કરો જેને પોતાનો જુવાનજોધ દીકરો ગુમાવ્યો હશે! એ બાપ ની વ્યથા કોણ સમજશે જેને દીકરાને ઘોડીએ ચડાવવાના સપના જોયા હશે, એને દીકરાને અર્થી પર જોયો હશે, એ ભાઈ-બહેન નું શું જેને પોતાનો વહાલસોયો ભાઈ ગુમાવ્યો. મને એટલી ખબર પડે હત્યા કોઈ ભૂલ માટે કદી આખરી ઉપાય નથી હોતો.અને આવી બાબતમાં તો બંને એટલા જ જવાબદાર હોય છે,તો પછી એક ને જ કેમ સજા મળે અને એ પણ આવી. આવા કિસ્સા તો દેશમાં દર વર્ષે અનેક બનતા હશે,ઘણા બહાર પડતા પણ નહિ હોય. કેટલાક આપણે સાવધાન-ઇન્ડિયા કે crime પેટ્રોલમાં જોઈતા હઈશું ને કેટલાક સાવ છુપાવી દેવામાં આવે છે.આપણે પણ આ કિસ્સાની થોડા દીવસ ચર્ચા કરી ભૂલી જઈશું.પણ જેને ઘરનો એક સદસ્ય કાયમ માટે ગુમાવ્યો એનું શું?

હકીકત તો એ છે કે આવી બબતોંમાં બંને પક્ષકારોનો એકસરખો હિસ્સો હોય છે, છતાં હમેંશા કોઈ એકે જ ભોગવવું પડે છે.અને અગત્યનું તો એ છે કે ખબર હોય છોકરીનો પણ એટલો જ વાંક છે,છતાં સજા છોકરાને જ મળે છે.સ્ત્રી-સશક્તિકરણ ની આડપેદાશ રૂપે આવી ઘટનાઓ બનતી રહે છે,જેમાં છોકરીઓ પેલા પ્રેમ-પરાક્રમ કરે છે,પણ પછી પકડાય જાય એટલે કહી દે આપણે નહિ રમતા, એ જ મારી પાછળ પડ્યો હતો.ને આપણો સમાજ એની વાત સ્વીકારી છોકરાઓને મારતી રહે છે.હવે છોકરી ઓ મોબાઈલ લેવા કે મોબાઈલના બીલ ભરવા કે ચોકલેટ કે ભેટ માટે છોકરાઓ સાથે લાવ-અફેર કરે પણ જયારે એ બહાર આવે છટકી જાય! પણ એને ખબર છે, ક્યારેક આમાં કોઈની જિંદગી છીનવાય જાય છે.અને મારનાર એ નહિ વિચારતા હોય વાંક આમાં બંનેનો છે, તો આવું ના કરાય.બંને ને સમજાવી શકાય અને વાતનો ઉકેલ લાવી શકાય. પણ એવું થતું જ નથી અતિ ક્રોધમાં આવી કુટુંબના સભ્યો છોકરાને હુમલો કરી મારી નાખે છે. આને આઠ જાણે ભેગા મળી માર્યો. હાડકા ખોખરા કરી નાખ્યા.તે કોમમાં આવી ગયો ને અંતે મરી ગયો.આ મેથડ છે, કોઈ બાબતનો અંત લાવવાની અને શું મારનાર શાંતિથી જીવી શકશે,કે પેલી છોકરી શાંતિથી જીવન વિતાવી શકશે ખરી!

અને ઘણીવાર છોકરા-છોકરીની પસંદગી સારી પણ હોય છે.છતાં તને ખબર ના પડે એમ કહી આવી બાબતોનો અંત લાવી દેવામાં આવે છે.અરે યાર એમને પણ જિંદગીના નિર્ણયો લેવા તો દયો! જરૂરી નથી કે તેઓ દરેક વખતે ગલત હશે.ક્યારેક તેઓની પસંદ પણ સાચી હોય શકે છે.ને ઘણી જ્ઞાતિઓમાં તો આ બીકે દીકરા-દીકરીઓને વહેલા પરણાવી દેવામાં આવે છે,પછી ભલે સમાજના અભાવે તેઓનું લગ્ન-જીવન પરાણે-પરાણે ચાલે, ઝઘડા પણ થાય અને ઘણીવાર ડાયવોર્સ પણ થઇ જાય.સાચું તો એ છે કે સંબંધો પ્રકરણો ક્યારેય એટલા વિકટ હોતા જ નથી કે આપણે કોઈની હત્યાઓ  જેવું ખરાબ કામ કરવું પડે પણ આ તો કહેવાતી આબરૂ જાળવવા આવું કૃત્ય કરવામાં આવે છે. માણસની જિંદગીથી મોટું કઈ હોતું જ નથી.નહિ માન,નહિ સન્માન કે નહિ આબરૂ. કોઈને મારી નાખવા જેવડું મોટું ખરાબ કાર્ય છે જ નહિ. તમે કદાચ માણસની અદાલતમાં છૂટી જશો,એની અદાલતમાંથી કોણ છોડાવશે? અહમ અને આબરૂથી પણ મોટી એક વાત છે,અને એ છે માણસાઈ

so please,stop the “honour-killing” or “honour-murder”

Pakistan Police arrest two in suspected 'honour killing' of Italian woman,  South Asia News | wionews.com

 

Friday, 4 June 2021

વેક્સિન,અંધ-શ્રદ્ધા,અફવાઓ અને આપણે,

 

વેક્સિન,અંધ-શ્રદ્ધા,અફવાઓ અને આપણે,

 

 age group of 18 to 44 will be vaccinated in all 33 districts from tomorrow  in gujarat | ગુજરાતમાં આવતીકાલથી તમામ 33 જિલ્લામાં 18થી 44 વય જૂથના લોકોનું  વેક્સિનેશન, 45+ને 75 હજાર

   ગામમાં ચોરે બધા બેઠા છે, કોરોનાની વાતો થઇ રહી હતી. બધા પોત-પોતાની રીતે કોરોના વિષે જ્ઞાન પીરસી રહ્યા હતા. એવામાં કોઈએ કહ્યું, હવે તો કોરોનાની વેક્સિન આવી ગઈ છે. આપણે બધાએ લઇ લેવી જોઈએ. ત્યાંતો એક ભાઈ બોલ્યાં નાં હો, વેક્સિન લેવાથી તો કોરોના થાય છે, તો બીજાએ કહ્યું વેક્સિન લેવાથી મરી જવાય, વળી કોઈ બોલ્યું એ તો વડા-પ્રધાનની ચાલ છે, વેક્સિન આપી એ બધાને મારી નાખવા માંગે છે. એ જ્ઞાન-સભાના અંતે નક્કી થયું કે કોઈ વેક્સિન નહી લે!

શાળાનાં સ્ટાફ-રૂમમાં સૌ બેઠા છે. સ્ટાફ બેઠા બેઠા વાતો કરી રહ્યો છે, કોરોનાની જ વાતો આજ-કાલ તો હોટ-ટોપિક છે. એમાં પણ એક વ્યક્તિએ કહ્યું, વેક્સિન નાં લેવાય હો, એની બહુ આડ-અસર થાય છે. મેં કાલે જ છાપામાં વાંચ્યું હતું કે એક જગ્યાએ વેક્સિન લીધા બાદ એક મહિલાનું મૃત્યુ થઇ ગયું. તો બીજાએ કહ્યું હા હો, અમારા ગામમાં પણ કાલે વેક્સિન લીધા બાદ એક ભાઈને તાવ આવી ગયો. અને દવાખાને લઇ જવા પડ્યા. ત્યાં તો કોઈકે કહ્યું એ તો વેક્સિન લીધા બાદ તો તાવ આવે જ ને! નાનાં બાળકોને નથી આવતો? વારાફરતી બધાએ પોતાના વેક્સિન વિશેના અભિપ્રાયો રજુ કરી દિધા. અને એમાંથી પણ ઘણા બધાએ વેક્સિન નહી લેવાનાં સમ ખાઈ લીધા.

 અત્યારે લોકોમાં કોરોનાની વેક્સિન વિશે, ચર્ચાઓ થતી જ રહે છે. લેવાય કે નાં લેવાય? એ રાષ્ટ્રીય પ્રશ્ન બની ગયો છે. સરકાર ઈચ્છે છે કે લોકો વેક્સિન લઇ લે, પણ લોકોનો એક બહુ મોટો ભાગ આ બાબત સમજવા માંગતો જ નથી! કોણ જાણે? કોણ? આવી અફવાઓ ફેલાવી રહ્યું છે. ૧૦૦૦ લોકો વેક્સિન લે ત્યારે ૩/૪ લોકોને કદાચ આડ-અસર થાય છે. એ સાજા પણ થઇ જાય છે. છતાં લોકો વેક્સિન લેવા તૈયાર નથી. અભણ, ભણેલાઓ બધા જ અત્યારે અફવાઓ અને અંધશ્રદ્ધાઓ ફેલાવવામાં મશગુલ થઇ ગયા છે. કોરોનાની બીજી લહેર આવ્યાં પહેલાં તો લોકોને સમજાવી સમજાવી થાક્યા,મોટા ભાગનાં વેક્સિન લેવા તૈયાર નાં થયા. અને બીજી લહેર પછી...... એમ હતું કે હવે લોકો હોંશે હોંશે વેક્સિન લઇ લેશે. પણ એવું નાં થયું! ખરેખર ભારત આશ્ચર્યોનો દેશ છે!

  આજે છાપું વાંચ્યું, હેડીંગમાં જ લખેલું હતું કે ગામડાઓમાં લોકો અંધ-શ્રદ્ધા અને અફવાઓને લીધે વેક્સિન નથી લઇ રહ્યા. હવે વિચારો આપણો મોટો લોક-સમુદાય ગામડાઓમાં વસે છે, અને જો તેઓ જ વેક્સિન નહી, લે તો આપણે કોરોના સામે કેમ લડી શકીશું? ખબર નહી પણ કેમ? આપણા દેશમાં કોઈપણ કુદરતી કે કૃત્રિમ આફત વખતે આવી અફવાઓ અને અંધ-શ્રદ્ધાઓ ક્યાંથી આવી જાય છે? ક્યારેય તો એવું લાગે કે આપણો દેશ અફવાઓ અને અંધ-શ્રદ્ધાનો દેશ બની રહી ગયો છે! કોઈ કશું સમજવા જ તૈયાર નથી. આજના છાપાનાં આંકડાઓ એવું કહે છે કે જિલ્લાનાં ૬૫૦ ગામોમાંથી ૯૮ ગામોમાં ૨૦% થી ઓછુ વેક્સીનેશન થયું છે. કોરોના રોકવા લોકો નાળીયેરના તોરણ બાંધે છે, પણ વેક્સિન મુકાવતાં નથી! માતાજી એ નાં પાડી છે, એટલે વેક્સિન નહી લઈએ. રોજા છે, એટલે વેક્સિન નહી લઈએ. વગેરે વગેરે...

  વળી ઘણા તો એવું કહે છે કે ‘કોરોના છે જ નહિ!’ હવે આને કોણ સમજાવે? આખું વિશ્વ આજે આ મહામારીનો સામનો કરી રહ્યું છે ને આ લોકોને કોરોનાનું અસ્તિત્વ જ દેખાતું નથી. અરે યાર અમુક ગામનાં લોકોએ તો એવું કહ્યું કે હિંદુ અને મુસ્લિમ માટેની રસી અલગ-અલગ છે, એટલે રસી નહી લઈએ. હા આપણે એકવીસમી સદીમાં જ જીવી રહ્યા છીએ, જ્યાં રસી-વિજ્ઞાન કરતા પણ વધારે અસર હજી અંધ-શ્રદ્ધાની છે! ઓશો એવું કહેતા કે “ ડર સૌથી મોટો વાયરસ છે” અને મિત્રો ખાસ યાદ રાખજો ડરમાંથી જ અંધ-શ્રદ્ધા જન્મે છે. હકીકત તો એ છે કે આપણા ડરે જ આપણને ધર્મની સાચી પરિભાષા સમજવા નથી દીધી. લોકોને તેઓના હિત માટે સમજાવવા પડે એવી વિચિત્રતા તો આ દેશમાં જ શક્ય બને!

 આપણા ગામડાઓ શા માટે અફવાઓ અને અંધ-શ્રદ્ધાઓના વિષ-ચક્રમાંથી બહાર નથી આવતાં? આ સંશોધનનો વિષય છે. હજી આજે પણ લોકો રોગોની સારવાર કરાવવા ભૂવાઓ અને બાવાઓ પાસે જતાં હોય છે. દોરા-ધાગાઓ વડે હજી આજે પણ આપણો ગ્રામ્ય-સમાજ અને અમુક માત્રામાં શહેરી સમાજ બંધાયેલો છે. વિજ્ઞાન ભલે વિશિષ્ટ જ્ઞાન આપે, પણ આપણે હજી એ વિશિષ્ટ જ્ઞાનનું મહત્વ સમજી શક્યા નથી. આપણે ટેકનોલોજીકલ રીતે ભલે ગમે તેટલા આગળ વધી ગયા હોઈએ પણ અંધ-શ્રદ્ધાઓ અને અફવાઓ બાબતે હજી એટલાં જ..... પછાત છીએ. હવે લોકો સોસીયલ-મીડિયા દ્વારા પણ આ કચરો ફેલાવી રહ્યાં છે. અને આપણે સૌ પાસ પણ કરી રહ્યાં છીએ! વિવેક-બુદ્ધિ બહુ અગત્યની બાબત છે. પણ અફસોસ આપણે એનો ઉપયોગ કરતાં હોતાં નથી.

  અંધ-શ્રદ્ધા માન્યતાઓની જેમ આપણા મનમાં ઘર કરી ગઈ છે. બિલાડીને અને આપણા જવાને કોઈ સંબંધ નથી હોતો, પણ છતાં હજી બિલાડી આડી ઉતરે તો બહાર જવાનું કે એ રસ્તેથી જવાનું ટાળતાં રહે છે. સૂર્ય-ગ્રહણ, ચંદ્ર-ગ્રહણ જેવી ખગોળીય ઘટનાઓને પણ આપણે અંધ-શ્રદ્ધાના દાયરામાં કેદ કરી દીધી છે. પેડમેન મુવીમાં પેડમેન તેની પત્નીને પેડ લાવી આપે છે, પણ પેલી ખર્ચો વધી જવાથી એ પેડનો ઉપયોગ નથી કરતી, પણ ભગવાનના મંદિરમાં મુકવા પૈસા વાપરી શકે છે. આપણે સૌ આવા જ છીએ, આપણે સ્વાસ્થ્યને પણ અંધ-શ્રદ્ધા સાથે જોડી દેતાં હોઈએ છીએ. ધર્મ-સ્થાનોમાં જતું દાન જો જરૂરી જગ્યાએ વપરાય તો.... આપણા ઘણા આર્થિક પ્રશ્નો ઉકેલી શકાય તેમ છે. આવી ઘટનાઓ શ્રદ્ધાના દાયરામાં આવે કે અંધ-શ્રદ્ધાના! એ તમારે નક્કી કરવાનું?

 અફવાઓ અને અંધ-શ્રદ્ધાઓ પાછળ આપણે ‘માનવતા’ પણ ભૂલી જતાં હોઈએ છીએ. વેક્સિન એ બીજું કઈ નથી, પણ જે તે રોગના મૃત જીવાણુંઓ જ છે, જે આપણા શરીરમાં એન્ટી-બોડી બનાવવા આપણને આપવામાં આવે છે. વેક્સિન ને લીધે જ આજે આપણે શીતળા,મલેરિયા,પ્લેગ, પોલીયો, ફ્લુ, કોલેરા, ડીપ્થેરીયા,ક્ષય, વગેરે જેવા રોગોથી માનવ-જાતને બચાવી શક્યા છીએ. કોઈ વેક્સિન લેવા તૈયાર થતું હોય, તેને રોકતાં નહી. અને તમે પણ લઇ લેજો. કોઈને નડીએ નહી, એ પણ મોટી સમાજ-સેવા જ છે. અને હા કોઈપણ રોગની સારવાર માટે ભૂવા કે બાવા પાસે નહી, પણ ડોક્ટર પાસે જજો. 

તમે ભલે ખોટું નથી કર્યું,પણ તમારા જીવન સાથે ખોટું નાં થાય એટલા માટે પણ વેક્સિન લઇ લેજો.... 

 

આ દેશમાં વેક્સિન લેશો તો મળશે 10 લાખ રૂપિયા, જાણો શું છે ઑફર | If you get  vaccinated in this country, you will get 10 lakh rupees

વેક્સીન માટેની સાઇટ

https://www.cowin.gov.in/notfound
 વેકિસન લેવા આ સાઈટ પર રજિસ્ટ્રેશન કરો.

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...