Sunday, 9 May 2021

જોઈએ છે જોઈએ છે, શીખનાર!

 

 જોઈએ છે જોઈએ છે, શીખનાર!

 

 Daily Thought (Never stop learning, because life never stops teaching) -  Best Daily Thoughts (With Meanings)

 

   એક વિદ્યાર્થી હતો.તેના અક્ષર સારા ના થતા. એટલે એ વારંવાર પેન બદલતો રહેતો,મોંઘામાં મોંઘી પેન લઇ વાપરી જોઈ પણ અક્ષર સુધર્યા નહિ. કોઈએ કહ્યું નોટબુક ના પેજ બદલવાથી અક્ષર સુધરશે, તેણે નોટબુક ચેન્જ કરી જોઈ. સારામાં સારી મોંઘી નોટબુક ખરીદી જોઈ પણ પરિણામ જોઈએ એવું ના મળ્યું.પેન બદલી,નોટબુક બદલી પણ અક્ષર ના સુધર્યા તેથી તે નિરાશ થઇ ગયો.એક દિવસ નિશાળે એક નવા શિક્ષક આવ્યા તેણે શિક્ષક્ને આ વાત કરી. શિક્ષકે તેને સમજાવ્યું,પેનો કે નોટો બદલવાથી અક્ષર નાં સુધરે એના માટે યોગ્ય દિશામાં મહેનત કરવી પડે.વળાંકો બદલવા પડે ને સૌથી અગત્યનું જાતે શીખવું પડે.જો તું આટલું કરીશ તો તારા અક્ષર સુધરી જશે. વિદ્યાર્થીએ નવેસરથી જાતે પ્રયત્નો કર્યાને અક્ષર સુધરી ગયા. પરિણામ મળી ગયું.દરેક અર્જુનને દ્રોણાચાર્ય નથી મળતા. માટે જાતે શીખવા એકલવ્યબનવું પડે છે.ને જે જાતે શીખે છે તે શીખતા શીખી જાય છે. ને આપણામાં કહેવત છે ને,”કામ કામને શીખવે

   આપણે પણ પેલા વિદ્યાર્થીની જેમ શીખવાને બદલે શિક્ષકો અને ક્લાસીસ અને સ્કૂલો બદલતા રહીએ છીએ પણ યોગ્ય દિશામાં પ્રયાસો કરતા નથી. શીખવાના પ્રયાસો કરતા નથી.કેમ ખરુંને? મને આ નથી આવડતું તો હું શું કરું છું? આ સવાલ જો તમે તમારી જાતને પૂછશો તો જવાબ મળશે, બીજા મને શીખવાડે એવા પ્રયાસો કરું છું. કે પછી હવે મને નહિ આવડે એવું માની પ્રયત્નો છોડી દઉં છું. ને સાચી રીતે શીખનાર ત્યાંથી જ શરૂઆત કરે છે.જ્યાંથી આપણે અટકી જઈએ છીએ.બોર્ડ માં નંબર લાવનાર કે કોઈ અગત્યની સ્પર્ધાત્મક પરિક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ સાંભળજો કે વાંચજો, એક બાબત કોમન મળશે તેઓ જાતે સીખીને પાસ થયા હોય છે. યોગ્ય દિશાના પ્રયાસો થકી પાસ થયા હોય છે, તેઓ ક્યારેય કોઈ કલાસીસ કે સ્કૂલોના નામ તેની સફળતામાં આપતા નથી. પણ ખુદના પ્રયાસો થકી જ આગળ આવે છે.એમાંથી ઘણા તો ક્લાસીસ ને બિનજરૂરી સમયનો બગાડ ગણે છે. આપણે જ્યારે કોઈ પરીક્ષામાં નાપાસ થઈએ તો શું કરીયે છીએ? કે પછી એકાદ વિષય ના આવડતો હોય તો શું કરીએ છીએ? કલાસીસ બદલતા રહીએ,સ્ટડી મટીરીયલ ભેગું કરતા રહિયે છીએ ને મૂળ શું શીખવાનું છે એ ભૂલી જઈએ છીએ! પરીક્ષા સમયે એટલું બધું મટીરીયલ ભેગું થઇ જાય કે શું વાંચવું ને શું નાં વાંચવું એ જ સમજાતું નથી.હકીકત તો એ છે કે કલાસીસ કે સ્કૂલ બદલતા રહેવાથી કશું નાં આવડે,આવડે તો શીખવાથી,સતત પ્રયાસો કરતા રહેવાથી.બીજા રસ્તાઓ બદલતા રહેવાથી ના આવડતું આવડી જાય તેની ગેરંટી નથી પણ સતત શીખતા રહેવાથી આવડી જાય કે તમે પાસ થઇ જાવ એવી ગેરંટી ચોક્કસ છે.

આપણે સૌ એવું જ માની લઈયે છીએ કે જે તે કલાસીસ,શિક્ષકો કે અન્ય વ્યક્તિઓ જ આપણને બધું શીખવી દેશે. પણ સાચી વાત તો એ છે કે જેને શીખવું છે તે અથાક પ્રયાસો થકી શીખી જ લેશે. જેમ ઝરણું ગમે તેવી વિકટ પરિસ્થિતિઓમાં પણ પોતાનું અસ્તિત્વ શોધી લે છે તેમ જ સ્તો! તમે જ વિચારો તમે અત્યાર સુધીમાં જેટલા મહાન માણસોના જીવન વૃતાંત વાચ્યા કે સાંભળ્યા હશે તેઓએ પોતાની જિંદગીને પ્રયોગશાળા બનાવી જાતે જ શીખવાના પ્રયોગો કાર્ય અને સફળ થયા.અરે ગાંધીજીએ તો સત્ય શીખવાની પોતાની પ્રયોગશાળાના નામને જ પોતાની આત્મકથાને સત્યનાપ્રયોગોએવું નામ આપ્યું.જયારે એક વિદ્યાર્થીને ક્લાસમાં કોઈ વિષય ના આવડે તો એ શું કરે છે? બાજુ વાળા વિદ્યાર્થીની બુકમાંથી જોઈ લખી નાખશે કા તો એ વિષય મને નથી આવડતો એમ માની પ્રયાસો છોડી દેશે. પણ જાતે નહિ શીખે.શિક્ષક્ને ના આવડતા પ્રશ્નો પૂછવાની મહેનત પણ તે કરતો નથી.પૂછતા શરમ આવે.બધાને ખબર પડી જાય મને નથી આવડતું.એની બીકમાં તો તે પ્રયત્નો કરવાનું પણ છોડી દે છે.પણ જાતે શીખવાનું પસંદ કરતા નથી.એટલે જ અમુક વિષયો વિદ્યાર્થીઓ માટે કાયમ અળખામણા બની જાય છે.પણ જો તેઓ શીખવાના પ્રયત્નો વધારી દે તો કોઇપણ વિષય અઘરો લાગતો નથી. શિક્ષક માર્ગદર્શન આપે,શિખવાડવાના વધુ પ્રયાસો કરે પણ શીખવું તો આપણે જ પડે છે.એકવાર બેવાર શીખતા રહો નહિ આવડે એમ માની અટકી ના જાવ.જેને શીખવું છે ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ શીખી લે છે. યાદ કરો આપણા દેશને અણુવિજ્ઞાનક્ષેત્રે સ્વાવલંબી બનાવનાર આપણા સૌના મિસાઈલ મેન એ.પી.જે.અબ્દુલ કલામ જેમણે જાતે સમસ્યાઓ વચ્ચે રહીને પણ સઘળું શીખ્યું ને આપણે દુનિયા આખીને અંધારામા રાખી અણુધડાકા કરી શકયા. જેની પાસેથી શીખવા મળે શીખી લ્યો શીખતી વખતે ક્યારેય તમારી ઉમર કે અહમને વચ્ચે ના આવવા દો.એ એવો અવરોધ ઉભો કરશે કે જીવવાનું ભૂલી જવાય. કોઈએ કહ્યું છે ને शिखना बंद तो जितना बंध

   આ બાબત દરેક કામને લાગુ પડે છે. શીખો એટલે આવડે. કોઈ ના કોઈ પણ વિષય માંગ અનુસાર રાખી દેવાથી આવડતો નથી.આ વિષય સાથે graduation કરો એટલે આપણે આવડતું હોય કે ના હોય રાખી લઈએ છીએ ને પછી englishરાખનાર વિદ્યાર્થીને ઘણીવાર પોતાનું નામ પણ લખતા આવડતું હોતું નથી.કોલેજમાં ૧૨મુ પાસ કરીને આવનાર વિદ્યાર્થીઓને ઘણીવાર માતૃભાષામાં પણ વ્યવસ્થિત લખતા-વાચતા આવડતું હોતું નથી.કારણકે આપણે શીખતા નથી. વિચારો તો ખરા જે અભ્યાસ પાછળ તમે તમારા જિંદગીના અમૂલ્ય વરસો અને માતા-પિતાની મહેનતની કમાણી ખરચો છો તે પણ તમને આવડતું નથી માટે પણ શીખો. ન શીખવાને લીધે અન્ય રસ્તાઓ અપનાવવા પડે છે, જે ક્યારેય લક્ષ સુધી લઇ જઈ શકતા નથી

  તમે જ કહો અત્યાર સુધીમાં આપણે જે કઈ કર્યું તે જાતે શીખતા રહેવાથી જ થયું છે.જન્મ્યા પછી આપણીશીખવાની પ્રવૃતિઓ ચાલુ થઇ જાય છે. ભૂખ લાગે તો રડીને સિગ્નલ આપતા શીખ્યા બધાને જોતા શીખ્યા,ઓળખતા શીખ્યા,રમતા શીખ્યા,(રમાડતા શીખ્યા) ,ચાલતા શીખ્યા,પડીને ઉભા થતા શીખ્યા, શીખ્યા એટલે બધું આવડ્યું! ભણવાનું કે અન્ય પ્રવૃતિઓનું પણ એવું જ છે. માટે જેમ બને તેમ શીખો, શીખતા પણ શીખો. આગળ વધનાર કદી શોર્ટકટ અપનાવતા નથી.શીખવાડનાર તો ઘણા મળી રહે છે, નથી મળતા શીખનાર માટે “be a good learner” એકલવ્ય બનો. ગુરુ શીખવવાની ના પાડે અને શીખ્યા પછી ગુરુદક્ષીણામાં અંગુઠો માગી લે છતાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શક્યો!કારણકે કે તે જાતે શીખ્યો હતો. શીખવું એ આજીવન પ્રક્રિયા છે,જે ક્યારેય અટકવી જોઈએ નહિ.  એટલે જ તો કોઈએ કહ્યું છે ને શિક્ષક પોતે પણ આજીવન વિદ્યાર્થી હોવો જોઈએ

 જિંદગીની મુશ્કેલીઓમાંથી પણ શીખતાં રહો. એ પરિસ્થિતિઓ આપણને સૌથી વધુ શીખવે છે અને વળી એ શીખેલું કદી ભુલાતું પણ નથી! જિંદગી જેવો બીજો કોઈ શિક્ષક નથી, માટે તેની પાસેથી જે કઈ પણ શીખવા મળે શીખતાં રહીએ. સંઘર્ષો જેટલું શીખવે છે, એટલું કોઈ શીખવી શકતું નથી. માટે સંઘર્ષો દ્વારા ઘડાતાં જઈએ. ઈશ્વર જયારે આપણને કશું શીખવવા માંગે છે, મુશ્કેલીઓને આપણી પાસે મોકલે છે. 

 Learning Quotes: 15 Quotes to Inspire You to Keep Learning

 

    

 

 

No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...