Tuesday, 11 May 2021

આત્મનિરીક્ષણ છે જરૂરી જીવન માટે,

આત્મનિરીક્ષણ છે જરૂરી જીવન માટે,

 

soul Archives - Inspirational Quotes - Pictures - Motivational Thoughts


આપણા ઘરની, શેરી-મહોલ્લાની અને ગામની ગંદકી દુર કરનાર વ્યક્તિઓને આપણે અછૂત ગણીએ છીએ પણ આપણા જીવનને,હદયને,ને આપણા મનને મલીન કરનાર દુર્ગુણો જેવા કે લાંચ-રુશ્વત ,લાગવગ, ચોરી, સત્તાલાલસા, છળકપટ, ભ્રષ્ટાચાર,વેશ્યાવૃત્તિ વગેરેને આપને અપનાવતા જરાયે ખચકાતા નથી. આજે આ બધું કોમન થઇ ગયું છે.આજના આ કહેવાતા પ્રેક્ટિકલ યુગમાં આ બધા દુર્ગુણ કોમન અને સર્વસ્વીકાર્ય થઇ ગયા છે. પણ હકીકત તો એ છે કે દુર્ગુણો ક્યારેય કોમન થતા નથી. તે અસ્વીકાર્ય જ ગણાવા જોઈએ. આવા કાર્યો કરતી વખતે આત્માસતત આપણને ડંખતો રહે છે, પણ એ અવાજ સાંભળવાનો સમય કોઈની પાસે નથી હોતો. આત્મા નો અવાજ જાહોજલાલી ના શોરબકોર માં ક્યાંક ખોવાઈ જાય છે. એ આપણને બોલાવતો રહે છે ને આપણે અવગણતા રહીએ છીએ. આત્મા વંચનાએ આજના સંદર્ભે કોમન સંવેદના ગણાય છે. એવી સંવેદના જે માણસને આત્મશૂન્યબનાવી દે છે.

                                  દુનિયામાં જે જે મહાપુરુષોએ આપણા જીવન પર ઊંડી છાપ છોડી છે, તેઓના જીવનનું એક અગત્યનું પાસું હતું આત્મમંથનનેઆત્મનિરિક્ષણ પોતે જ પોતાની જાતનાં સાચા સમીક્ષક બની એ મહાપુરુષોએ પોતાના જીવનને ઘડ્યું હતું. આત્મનિરીક્ષણ એ જીંદગી ને સાચા રસ્તે લઇ જવાનો શ્રેષ્ઠ માર્ગ છે. કારણ એમાં વ્યક્તિને સ્વયંનું મુલ્યાંકન કરવાનો મોકો મળી રહે છે ને આમ પણ વ્યક્તિ પોતે જ પોતાનો શ્રેષ્ઠ મિત્ર છે.અન્ય કોઈ નથી. જેમ પાણી ને શુદ્ધ કરવાની અનેક રીતો આપને અપનાવી છે તેમજ આત્મા ને પણ શુદ્ધ કરવાની રીતો અપનાવી સકાય.પેટ્રોલ જ્યારે કુદરતમાંથી મળી આવે છે એક કળા કદડા સ્વરૂપે હોય છે તેને જ્યારે શુદ્ધ કરવામાં આવે ત્યારે જ તે ઉપયોગી નીપજો આપે છે તેવી જ રીતે આત્મામાંથી સત્વસભર નીપજો મેળવવા તેનું મંથન જરૂરી છે. મંથન થકી જ તો અમૃત મળે છે, ને વિષ છુટું પડે છે. એમ જ આપણે પણ મંથન થકી જ જીવનમાં સારા અને ખરાબ તત્વોનું અલગીકરણ કરી જીવનને સાચા રસ્તે લઇ જઈ સકીશું.

                                ગાંધીજી પણ કહેતા કે " માનવીની સૌથી મોટી અદાલત તેનો આત્મા છે." માણસ બહારના જગતને ગમે તેટલું છેતરી લે પણ આત્મ જગતને તે છેતરી શકતો નથી. તેને કરેલા અપરાધોની સજામાંથી આત્મા તેને મુક્ત થવા દેતો નથી. આત્માની અદાલત સમક્ષ તેના ગુનાઓ આપોઆપ કબુલ થાય છે. ના કોઈ જજ નાં કોઈ વકીલ ના કોઈ સાક્ષી કે નાં કોઈ કેસ બસ સીધોજ ફેસલો થાય છે. જેમ તનનું સ્નાન જરૂરી છે તેમજ આત્મ-સ્નાનપણ જરૂરી છે. આખી જિંદગી જે જોઈતું હતું તે મેળવ્યા બાદ પણ ખાલીપો લાગે છે કારણકે આત્મનિરીક્ષણ નાં અભાવે જે મેળવ્યું તેનો હાર્દ ના પામી શક્યા.

                          કોઈ વિદ્યાર્થી આખું વરસ વાંચ્યા જ કરે પણ જો તેને ચિંતન નહિ કર્યું હોય તો પરીક્ષા પાસ તો કરશે પણ તેનો સારાંશ જે જીંદગી માં ઉતરવો જોઈએ ઉતરતો નથી. જે આજનો મુખ્ય પ્રશ્ન છે. આવું થવાને લીધે જ આજનું શિક્ષણ જીવેન ઉપયોગી બની શક્યું નથી. દરિયામાં મુસાફરી કરનાર નાવિકો માટે જે મહત્વ દીવાદાંડીનું છે એ જ મહત્વ વિદ્યાર્થિયો માટે ચિંતન અને મનનનું છે. જીવન અને શિક્ષણ ને સાથે જોડનાર કડી આત્મ-ચિંતનછે.

અંતમાં , સતત દોડધામ ભરેલી આ જિંદગી નાં કોઈ રસ્તે શાંતિથી ઉભા રહી ભીડની વચ્ચે પણ આપણે ક્યા છીએ તે જોઈ લેવું. રસ્તા પરના વાહનોના ધૂમાડામાં ક્યાંક આપણું જીવન વિખરાઈ તો નથી જતુને ? સતત ઘોંઘાટ વચ્ચે આપણા આત્માનો અવાજ કચડાઈ તો નથી જાતોને? બનાવટી ફૂલો વચ્ચે જીવંત ફૂલોનું સૌંદર્ય સંતાઈ તો નથી જતુને, તેની તપાસ માટે પણ આત્મ-નિરીક્ષણજરૂરી છે.

 

100+ Beautiful Soul Quotes and Images to Inspire You

    

 


 

No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...