Wednesday, 12 August 2026

કોમનવેલ્થ ગેમ્સની અન-કોમન ‘સંઘર્ષ-કથાઓ’

 

 The Unofficial Guide to The Commonwealth Games Glasgow 2026 eBook : Harrison, Simon: Amazon.in: Kindle Store

 

 કોમનવેલ્થ ગેમ્સની અન-કોમન ‘સંઘર્ષ-કથાઓ’ 


  ભારતમાં રમતગમતનો વિકાસ એ માન્યતાને કારણે અવરોધાયો છે કે રમતગમત દ્વારા લાંબા ગાળાના નાણાકીય આયોજનો થઈ શકતા નથી. જેને લીધે અલગ અલગ રમતોમાં યોગ્ય પ્રતિભા ધરાવતા રમતવીરોને તકો મળી નહી. પણ હવે નવો વાયરો ફૂંકાઈ રહ્યો છે, અને આપણે એ ફ્રેશ વાયરાને આપણાં વિચારોમાં સ્થાન આપવાની ખાસ જરૂર છે.

 

 

   આ વર્ષે કોમન વેલ્થ ગેમ્સ માં એક બાબત કોમન રહી અને એ હતી, કે ભારતે જેટલા મેડલ્સ જીતા એમાં મોટા ભાગના વિજેતાઓ એકદમ સાધારણ કુટુંબમાથી અને સાધારણ પરિસ્થિતિમાથી પસાર થઈને આ સ્ટેજ સુધી પહોંચેલા હતા. આ એવા વિજેતાઓ હતા, જેમણે વિપરીત પરિસ્થિતિઓ સામે સંઘર્ષ કરીને આ સ્થાન મેળવ્યુ. સૌથી મહત્વની વાત એ હતી કે તેમણે હાર ના માની અને લડતા રહ્યા.

 આપણે ઘણીવાર સોશિયલ મીડિયા કે અન્ય ક્ષેત્રોમાં લોકપ્રિય હોય તેવા લોકો પાસેથી પ્રેરણા મેળવતા હોઈએ છીએ. પરંતુ મને લાગે છે કે ખરેખર તો આપણે આવા લોકો તરફ જોવું જોઈએ. એવા લોકો કે જેમણે ક્રિકેટના પાગલપનથી ઘેરાયેલા આપણા દેશમાં, બહુ ઓછા સમર્થન કે માન્યતા હોવા છતાં  અકલ્પનીય મુશ્કેલીઓ વચ્ચે પણ પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો.

  અસ્મિતા ડે: તેમના પિતા સાયકલ રિપેરિંગની દુકાન ચલાવતા હતા અને તેમના સૌથી મોટા સમર્થક હતા. ડિસેમ્બર 2025માં તેમનું અવસાન થયું. તેના થોડા જ મહિનાઓ બાદ, તેમણે મહિલાઓની 48 કિગ્રા જુડો સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો; આ રમતમાં ભારતનો આ પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ મેડલ હતો.

શર્મિલા ધનકર: બે વર્ષની ઉંમરે એક અકુશળ વ્યક્તિ  દ્વારા આપવામાં આવેલા ખોટા ઈન્જેક્શનને કારણે તેઓ દિવ્યાંગ બની ગયા હતા. 19 વર્ષની ઉંમરે તેમના લગ્ન થયા, પરંતુ તે સંબંધ અત્યાચારપૂર્ણ હતો અને એકવાર તેમના પતિએ ગામમાં તેમને નિર્વસ્ત્ર પણ કર્યા હતા. 26 વર્ષની ઉંમરે તેમને તેમના બે બાળકો સાથે ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમના બીજા પતિએ જ તેમને પેરા-એથ્લેટિક્સનો પરિચય કરાવ્યો હતો. હવે તેમણે મહિલાઓની F57 શોટ પુટ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને પેરા-એથ્લેટિક્સમાં કોમનવેલ્થ ગેમ્સ મેડલ માટે ભારતની 20 વર્ષની રાહનો અંત આણ્યો છે.

દિલીપ ગાવિત: બાળપણમાં ઝાડ પરથી પડી ગયા બાદ યોગ્ય સારવાર ન મળવાને કારણે તેમણે પોતાનો હાથ ગુમાવ્યો હતો. તેમના કોચ, વૈજનાથ કાલેએ તેમને તેમના ગામમાં જોયા, તેમને દત્તક લીધા અને તાલીમ આપી. આજે, તેઓ પુરુષોની 100 મીટર T47 સ્પર્ધામાં પેરા-ટ્રેક ઈવેન્ટમાં કોમનવેલ્થ ગેમ્સનો સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે.

ઋષિકાંત સિંહ: તેઓ દૈનિક વેતન મેળવતા મજૂર તરીકે કામ કરતા હતા અને દિવસના માત્ર 150200 કમાતા હતા; આ પૈસાનો ઉપયોગ તેઓ વેઈટલિફ્ટિંગના પોતાના સપનાને સાકાર કરવા માટે કરતા હતા અને બાદમાં તેઓ ભારતીય સેનામાં જોડાયા. તેમણે પુરુષોની 60 કિગ્રા સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો.

  આ તો હજી થોડી જ સંઘર્ષ-કથાઓ છે, જે આપણને ગમે તેવી વિપરીત પરિસ્થિતીઓમા ફરિયાદો કરવાને બદલે લડી લેવાની પ્રેરણા આપતી રહે છે. બાકી આ વખતે આપણને મળેલા 39 મેડલ્સ સાથે એક એક આવી સંઘર્ષ-કથા જોડાયેલી છે. કોઈ આપણને મહત્વના સમજે કે ના સમજે પણ આપણે નક્કી કરેલા રસ્તે આપણે આગળ વધતાં રહેવાનુ છે.

 સાથે સાથે આપણે હવે માતા-પિતા તરીકે આપણાં બાળકોને એ પણ સમજાવવાનું રહેશે કે રમત-ગમત થકી પણ કેરિયર બનાવી શકાય છે. અને ક્રિકેટ સિવાય પણ ઘણી બધી રમતો છે, જેમાં આપણે આગળ વધી શકીએ છીએ. બાળકોને એથલિટ્સ, જુડો, જિમનાસ્ટિક જેવી રમતો તરફ પણ વાળવા પડશે, એમાં પણ રસ લેતા કરવા પડશે. ભારતમાં, પરંપરાગત રીતે, રમતગમતને આશાસ્પદ કારકિર્દી કરતાં વધુ મનોરંજન પ્રવૃત્તિઓ તરીકે જોવામાં આવે છે. રમતગમતને સામાન્ય રીતે ગૌણ રુચિ માનવામાં આવતી હતી. એટલું જ નહી, યોગ્ય સુવિધાઓના અભાવે, ખેલાડીઓ પાસે સગવડો ના હોવાને લીધે કે તેઓની આર્થિક-સામાજિક પરિસ્થિતી નબળી હોવાને લીધે તેઓને આગળ આવવાનું કોઈ પ્લેટફોર્મ્ જ મળતું નહોતું. પણ આ ખેલાડીઓએ આ બધી બાબતોને સાઈડ પર રાખી આગળ વધી ગયા.

  ભારતમાં રમતગમતનો વિકાસ એ માન્યતાને કારણે અવરોધાયો છે કે રમતગમત દ્વારા લાંબા ગાળાના નાણાકીય આયોજનો થઈ શકતા નથી. જેને લીધે અલગ અલગ રમતોમાં યોગ્ય પ્રતિભા ધરાવતા રમતવીરોને તકો મળી નહી. પણ હવે નવો વાયરો ફૂંકાઈ રહ્યો છે, અને આપણે એ ફ્રેશ વાયરાને આપણાં વિચારોમાં સ્થાન આપવાની ખાસ જરૂર છે.

No comments:

Post a Comment

કોમનવેલ્થ ગેમ્સની અન-કોમન ‘સંઘર્ષ-કથાઓ’

        કોમનવેલ્થ ગેમ્સની અન-કોમન ‘સંઘર્ષ-કથાઓ’    ભારતમાં રમતગમતનો વિકાસ એ માન્યતાને કારણે અવરોધાયો છે કે રમતગમત દ્વારા લાંબા ગાળાના નાણ...