Friday, 11 September 2026

આકાશને નવી ઉડાન આપતો ટીન-એજર... નમન પુષ્પ

 

 Airbound Raises $37 Mn To Crack The Economics Of Drone Deliveries – Outlook  Business


આકાશને નવી ઉડાન આપતો ટીન-એજર... નમન પુષ્પ


 

 

   આપણને સૌને ક્યારેક ને ક્યારેક આપણી આસપાસની પરિસ્થિતિઓથી કંટાળો આવતો હોય છે. ખાસ કરીને બાળકોને જો મનગમતી પ્રવૃતિ ના મળે તો તેઓ તરત જ કંટાળો અનુભવવા લાગે છે. ઘણાને શાળામાં તો ઘણાને શાળાની બહાર જબરદસ્ત કંટાળો આવતો હોય છે. તો ઘણા લોકો આ કંટાળાના સમય દરમિયાન પોતાના માટે એવું કશુંક શોધી લેતા હોય છે, જે બાબત જ આગળ જઈને તેઓનું કરિયર બની જતી હોય છે. કોરોના દરમિયાન જ્યારે આખી દુનિયા ઘરમાં પુરાઈને કંટાળો ફીલ કરી રહી હતી, ત્યારે 15 વર્ષના એક તરુણે જેને નાનપણમાં રોબોટ બનાવવાનો શોખ હતો, તેણે લોકડાઉન દરમિયાન ડ્રોન બનાવવામાં રસ લીધો.    

 પોતાના એ રસને આજે 352 કરોડની કંપનીમાં કન્વર્ટ કરી દીધો અને એ પણ માત્ર 21 વર્ષની ઉંમરે! આ યુવાન છે, બેંગલુરુનો નમન પુષ્પ!  નમન પુષ્પની કંપની, એરબાઉન્ડ, જેની માર્કેટ વેલ્યુ 40 મિલિયન ડોલર્સની છે, તે ડ્રોન વિકસાવી રહી છે. આ યુવાનની સફળતા સાથે સાથે એ સફળતા મેળવવા તેણે કરેલો પ્રવાસ પણ એટલો જ રસપ્રદ છે.

  નવા વિચારો સાથે નવી વસ્તુઓ બનાવવામાં નમનને નાનપણથી જ રસ હતો. તેનો જન્મ મુંબઈમાં થયેલો જ્યારે થોડો સમય તેણે હૈદરાબાદ અને મલેશિયામાં વીતાવેલો. મલેશિયામાં હતો ત્યારે, ધોરણ ૫ અને ૬માં તેમણે સાદા રોબોટ્સ બનાવવાનું શરૂ કર્યું હતું અને બાદમાં રોબોટિક્સ સ્પર્ધાઓ તથા એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સમાં ભાગ લીધો હતો. જ્યારે તેઓ સિનિયર સ્કૂલના તબક્કે પહોંચ્યા, ત્યારે ચીલાચાલુ શિક્ષણ મેળવવાને બદલે વસ્તુઓનું નિર્માણ કરીને શીખવા તરફ તે પ્રેરિત થયો હતો.

  તેની પાછળ કોઈ ભવ્ય વ્યવસાયિક યોજના નહોતી. પુષ્પ, જેનો અમુક ઉછેર મલેશિયામાં થયો હતો, તે લોકડાઉન દરમિયાન કંઈક નવું વિકસાવવા માટે તકની શોધમાં હતો. તેણે આ પ્રોજેક્ટને 'ઓપન ડ્રોન'  નામ આપ્યું અને તેને એક હેકાથોનમાં રજૂ કર્યો. તેમાં તેને $500નું ઈનામ મળ્યું. તેણે ઈનામની એ રકમ ફરીથી પ્રોજેક્ટમાં રોકી અને તેનો ઉપયોગ પોતાનો પ્રથમ ડ્રોન તૈયાર કરવા માટે કર્યો. જે  ડ્રોન હજુ પણ એરબાઉન્ડની ઓફિસની દિવાલ પર લટકેલું છે.

  સામાન્ય રીતે આપણે સૌ ડ્રોનને માત્ર કેમેરા, ફોટોગ્રાફી કે નાના નાના કામો સાથે જ જોડીએ છીએ. પરંતુ નમનની કલ્પનાઓ તેનાથી ઘણી ઊંચી ઉડાન ભરી રહી છે. તેની કંપની હળવા સ્વાયત એરક્રાફ્ટ બનાવી રહી છે, જે સામાનની ઝડપી હેરફેર માટે ઉપયોગી બની શકે. ખાસ કરીને આરોગ્ય-સેવા, ઇ-કોમર્સ, અને બીજા જરૂરી ક્ષેત્રે આ ટેકનૉલોજી સમય બચાવવામાં મદદ કરશે. એટલું જ નહી તે આ ટેકનોલોજી નિર્માણ પાછળ થતાં ખર્ચને પણ ઘટાડવા માંગે છે. જેના માટે તેની કંપનીએ 13000થી વધુ સ્વાયત ઉડાનો પૂરી કરી છે.

  2026માં  આ કંપનીને 37 મિલિયન ડોલર્સનું ફંડિંગ મળેલું હતું, જેનો ઉપયોગ નવા વિચારોને અમલમાં મૂકવા માટે થશે. નમન પુષ્પ કહે છે, એમ શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું નથી, સાચું શિક્ષણ તો ત્યારે સાર થાય છે, જ્યારે આપણે પ્રશ્નો પુંછીએ છીએ, પ્રયોગ કરીએ છીએ અને ફરીથી પ્રયાસો કરીએ છીએ.

 

 

    

 

 

 

No comments:

Post a Comment

આકાશને નવી ઉડાન આપતો ટીન-એજર... નમન પુષ્પ

    આકાશને નવી ઉડાન આપતો ટીન-એજર... નમન પુષ્પ        આપણને સૌને ક્યારેક ને ક્યારેક આપણી આસપાસની પરિસ્થિતિઓથી કંટાળો આવતો હો...