ગલત ટ્રોલિંગનો સામનો કરવાની આ બાવુમાં સ્ટાઈલ શીખી લઈએ....
ક્રિકેટના મેદાન પર ટીમ જ્યારે સંઘર્ષ કરી રહી હોય ત્યારે એક છેડે સરળ, નિર્દોષ પગલા સાથે સંઘર્ષનું વજન ઉપાડતો એક ક્રિકેટર જે હંમેશા એક ખભા પર મૂળાના બુશેલઅને કમરમાં બોલ્ટ-એક્શન રેબિટ ગન સાથેદોડતો હોય તેવું લાગે છે.તો બીજી બાજુ વામન સુપર-સ્માર્ટ કાળો કેપ્ટન,જેની નવી સ્ટાઈલે આપણને સમજાવ્યું કે ગલત ટ્રોલિંગનો સામનો કેવી રીતે કરવો?
ઓસ્ટ્રેલીયા અને સાઉથ આફ્રીકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ-મેચમાં સાઉથ આફ્રિકાની હાર બાદ ઓસ્ટ્રેલિયન ઓપનર કેપ્ટન બન્યા પછી એક પણ ટેસ્ટ મેચ ના હરનાર આફ્રીકન કેપ્ટન, તેમ્બા બાવુમાંને ખરાબ રીતે ટ્રોલ કર્યા. ( જૂના જમાનાના ભસતા કુતરાઓનું સ્થાન હવે આવા ટ્રોલર્સે લઈ લીધું છે!) પણ બીજી ટેસ્ટ મેચમાં બાવુમાએ પોતાના ક્રિકેટ કરિયરનો બેસ્ટ સ્કોર બનાવી 17 વર્ષો બાદ ઓસ્ટ્રેલિયાની ટીમને એક ઇનિંગ્સથી હરાવી. એ પણ તેવા સમયે જ્યારે તેમની ટીમે માત્ર 92 રનમાં 5 વિકેટ્સ ગુમાવી દીધેલી. પાછળના બે બેટ્સમેન સાથે તેમણે 132 અને 183 રનની ભાગીદારી કરી અને ટીમના સ્કોરને 92થી 425 પર પહોંચાડી દીધો. તેઓ સૌથી છેલ્લે આઉટ થયા પહેલા 9 કલાક બેટિંગ કરી 179 રન બનાવ્યા.
આ પહેલા પણ બાવુમાને ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહે મેદાન પર ‘ઠીંગણા’ કહીને મજાક કરેલી અને ત્યારે પણ આ મહાન કેપ્ટને આવો જ જવાબ આપેલો અને ભારતને પોતાના જ ઘરેલુ મેદાન પર 25 વર્ષ બાદ સીરિઝમાં 2/0થી હરાવેલું! કોઇની ખામી વિષે ખરાબ બોલનાર કે પછી આવા ટ્રોલર્સને જવાબ આપવાની આ બેસ્ટ રીત છે. કોઈ તમારા પર ટીકાના પથ્થર ફેંકે તો એ પથ્થરની તમારી આસપાસ દીવાલ ચણી લો, જેથી લોકોને તમને નીચા દેખાડવાની નવી કોઈ રીત શોધવી પડશે. જે વ્યક્તિ સામેવાળી વ્યક્તિના રંગ, દેખાવ, હાઇટ, જાડાપણું, દિવ્યાંગતા જોઈને તેઓને હેરાન કરતાં રહે છે, તેવા લોકોને હમેંશા બાવુમા સ્ટાઇલમાં જવાબ આપતા રહો.
માત્ર 1.62 મીટર્સની હાઇટ ધરાવતા આ કેપ્ટનનો જીતનો ટેસ્ટમેચ જીતનો રેશિયો 85% છે. બીજી ટેસ્ટમાં સતત નવ કલાક સુધી બેટિંગ કરીને તેમણે એવો જવાબ આપ્યો જેને આવનારી પેઢી પ્રેરણા આપનાર પ્રસંગ તરીકે કાયમ યાદ રાખશે. પોતાના ટીકાકારોને પર્ફોર્મન્સ થકી જ જવાબ આપનારા આ કેપ્ટનનો જન્મ 17મી મે 1990માં આફ્રિકાના કેપ-ટાઉનમાં થયેલો. નાનપણથી જ ક્રિકેટ સાથે સંકળાયેલા રહ્યા અને પોતાની રમતની હાઇટના આધારે આફ્રિકન નેશનલ ટીમ સુધી પહોંચ્યા.
જમણા હાથે બેટિંગ કરનાર આ બેટ્સમેને 2014માં આફ્રિકન ટીમમાં સ્થાન મેળવેલું. 2016માં તેઓ ટેસ્ટ સદી ફટકારનાર પહેલા અશ્વેત ક્રિકેટર બન્યા. તે જ વર્ષે તેમણે વન-ડેમાં પણ સદી કરેલી. 2021માં તેઓ આફ્રિકન વન-ડે અને ટ્વેન્ટી ટીમના પ્રથમ અશ્વેત કેપ્ટન બન્યા. 2023માં તેમણે ટેસ્ટ ક્રિકેટ ટીમનું પણ સુકાન સંભાળ્યું. બાવમાની કેપ્ટનશીપ હેઠળ જ ચોકર્સનું લેબલ લઈને ફરતી આફ્રિકન ટીમે પ્રથમવાર ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતી અને એ લેબલ દૂર કર્યું.
પૃથ્વી પર માનવ-જીવનના અસ્તિત્વને હજારો વર્ષો થઈ ગયા. આપણે આદિમાનવથી લઈને હોમો સેપિયન્સ સુધીની યાત્રા કરી લીધી છે. આજે આપણી પાસે લેટેસ્ટ ટ્રેન્ડ અને ટેકનૉલોજી છે. માનવજીવનની આ સંઘર્ષ-કથાના નાયકોએ આપણને આજનો ટેકનો યુગ આપ્યો છે, જે બાબતોની પહેલા આપણે માત્ર કલ્પના કરતાં હતા એ બાબતો હવે આપણી સામે છે, પણ અફસોસ એ વાતનો છે કે આટલા યુગો પછી પણ આપણે કોઈને નીચા દેખાડવાની કે ટ્રોલ કરવાની આપણી મેંટાલિટીને નથી બદલી શક્યા.
તો સામે છેડે લગભગ દરેક યુગમાં એવા માણસો પણ થયા કે જેમણે આવા ટ્રોલિંગની પરવા કર્યા વિના માત્ર ને માત્ર પોતાના કાર્યો થકી આવા લોકોને જવાબો આપ્યા. તેમ્બા બાવુમાની આ કલાસિક ઇનિંગ્સે આપણને શીખવ્યું છે કે આસપાસના ટીકાકારોની પરવા કર્યા વિના ફ્રન્ટ ફૂટ પર રમતા રહો. સામેના લોકોની ટીકા ઘણીવાર આપણામાં રહેલું શ્રેસ્ઠ બહાર લાવવામાં આપણને મદદ કરે છે. બીજા લોકો શું કહે છે? તેની સામે જોયા વિના મારે શું કરવાનું છે? તેના પર ફોકસ રાખીને આગળ વધતાં જઈએ.

No comments:
Post a Comment