Wednesday, 1 January 2025

શું તમે ‘સર્જનાત્મક’ માતા-પિતા છો?

 

શું તમે ‘સર્જનાત્મક’ માતા-પિતા છો?

 

 So what you looking for, parents love is unconditional quotes, quotes about parents love for child, parents quotes from daughter, quotes for parents, proud parents quotes, quotes on parents respect. Quotes Sacrifice, Parents Love Quotes, New Mom Quotes, A Quotes, Motherhood Quotes, Parents Love, Quotes Ideas, Cool Captions, Quotes About Motherhood

 

 

 

     

    ડી. ગુકેશ આ નામ છેલ્લા કેટલાક દિવસોથી દરેક સોસિયલ મીડિયામાં છવાયેલું છે. 18 વર્ષની ઉંમરે, જે ઉંમરે આપણા દેશમાં વસતા નાગરિકને મત આપવાનો અધિકાર મળે છે. એ ઉંમરે આ યુવાને  ચેસમાં વર્લ્ડ-ચેમ્પિયનશીપ જીતીને દેશને ગૌરવ અપાવ્યું. ગુકેશ અને તેની આસપાસની વ્યક્તિઓએ ગુકેશની ચેસ રમી શકવાની પ્રતિભાને ઓળખી તેને જ તેની જિંદગીનું લક્ષ્ય બનાવી લીધું તેનું ફળ તેને મળ્યું. જે ઉંમરે આપણા દેશમાં યુવાનો ગેરવાળા વાહનોના ડ્રાઇવિંગ લાયસન્સ લેવા ઉછળતા હોય એ ઉંમરે આ છોકરાએ વર્લ્ડ રેકોર્ડ તોડીને આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું! અને આવું કરનાર તે વિશ્વનો આ ઉંમરનો સૌથી પ્રથમ ખેલાડી બન્યો.

   જીત્યા બાદના તેની આંખોના આંસુ એ છેલ્લા કેટલાક વર્ષોમાં જોયેલા શ્રેષ્ઠ દ્રશ્યોમાનું એક દ્રશ્ય હતું. એ દ્રશ્ય એટલું બધુ લાગણીશીલ હતું કે એને ફીલ કરવાની ક્ષમતા ધરાવનાર દરેકની આંખોમાં તેની જીતના હરખના આંસુ આવી જાય. એ આંસુઓની ભીનાશ એક વર્લ્ડ-ચેમ્પિયનની તો હતી જ પણ જીતેલા એ ચહેરા પર જે શ્રદ્ધા હતી, એ હતી ગુકેશના માતા-પિતાની, માતા-પિતાએ સિંચેલા એક એવા છોડની જેની છાયામાં આજે તેઓ અલગ જ પ્રકારની ઠંડકનો અનુભવ કરી રહ્યા હશે!

  ગુકેશની આ સફળતામાં ખડે પગે હાજર રહેનાર તેના માતા-પિતા પાસેથી આપણે ઘણું બધુ શીખવાની જરૂર છે. 29મી મે. 2006માં ચેન્નઈના તમિલ કુટુંબમાં જન્મેલા આ યુવાનના માતા-પિતાએ પોતાના સંતાનમાં રહેલી પ્રતિભાને ઓળખીને તેને આગળ વધવાનો જે માર્ગ કરી આપ્યો છે, એ રસ્તો આ દેશના તમામ માતા-પિતાએ પકડી લેવાની જરૂર છે. ગુકેશના પિતા રજનીકાંત ઇ.એન.ટી. સર્જન છે, પણ પોતાના સંતાનમાં રહેલા પેશનને સમજીને તેમણે ડોક્ટર તરીકેની પ્રેકટિસ છોડીને ચેસની દરેક ટુર્નામેન્ટમાં તેની સાથે હાજર રહીને ગુકેશને સપોર્ટ આપ્યો. તેની માતા પદમાવતી માઇક્રો-બાયોલોજિસ્ટ છે, અને એકલે હાથે ઘરને આર્થિક અને સામાજિક બંને મોરચે સંભાળ્યું કે જેથી ગુકેશ અને તેના પેશન વચ્ચે કોઈ ના આવી શકે.

     ગુકેશની માતાએ હમેંશા તેને ડાઉન ટૂ અર્થ રહેતા શીખવ્યું. કે જેથી કોઈ નાની-મોટી જીતથી તેનામાં અભિમાન ના આવી જાય. નાણાકીય મુશ્કેલીઓ વેઠીને પણ તેમણે પોતાના દિકરાને જે દિશામાં આગળ વધવું હતું, એ દિશામાં જવા દીધો. આપણી આસપાસ એવા કેટલા માતા-પિતા છે? જેઓ આવું કરી શકે. આવી સર્જનાત્મકતા બતાવી શકે. ખરેખર માતા-પિતા હોવું એ એકદમ સર્જનાત્મક કાર્ય છે, પણ આજે આ કાર્ય એકદમ ચીલાચાલુ બની ગયું છે. સંતાનોમાં રહેલી કોઈપણ બાબત પ્રત્યેની પ્રતિભાને ઓળખીને તેને આવો સર્જનાત્મક વળાંક આપનાર માતા-પિતા આંગળીને વેઢે ગણાય એટલા જ જડશે.

  સંતાનોને એક જ ટ્રેકમાં ધકેલી દેવાની મા-બાપને આદત પડી ગઈ છે. ને બાકીનું અધૂરું કામ આપણી શિક્ષણપ્રથાએ કર્યું છે. રમતગમત,કલા, વગેરે ક્ષેત્રોમાં આપણે બાળકોને જવા જ દેતાં નથી. તું ભણીશ નહી, તો કાઇ નહી કરી શકે, એવા ટ્રેક પર દોડાવીને તેનામાં રહેલી પ્રતિભાઓને માં-બાપ કચડી નાખતા હોય છે. તેને લીધે જે દર વર્ષે સેંકડો આશાસ્પદ યુવાનો અને યુવતીઓ આપઘાત કરી લેતા હોય છે. માં-બાપની આ સંતાનોને નહી ઓળખી શકવાની ટેવને લીધે જ ભણવામાં તેજસ્વી હોય એવા યુવાનો અને યુવતીઓ પણ આપઘાત કરી રહ્યા છે. પોતાના સંતાનોની બીજાના સંતાનો સાથે સરખામણી કરીને, પોતાના સપનાઓ બાળકો પર થોપીને બાળકોને પરાણે ના જવું હોય એ ફીલ્ડમાં મોકલીને મા-બાપ બાળકોમાં રહેલી પ્રતિભાને લીટરલી કેન્સલ જ કરી નાખતા હોય છે.

   શાળાઓમાં પણ આજ ટ્રેક ચાલે છે, આપણી શિક્ષણપદ્ધતિ તો દર વર્ષે કરોડો યુવાનો/યુવતીઓના સપનાઓને અધૂરા રાખી દે એવી છે. શાળાઓ તો બાળકોને ભણવા સિવાય બીજી કોઈ પ્રવૃતિમાં ભાગ જ લેવા દેતી નથી. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની સંકલ્પના જ જાણે કે સાવ નબળી પડી ગઈ છે. શાળાઓ અને મહાશાળાઓમાથી સર્જનાત્મકતા શીખવતી પ્રવૃત્તિઓ ગાયબ જ થઈ ગઈ છે. ને શારીરીક શિક્ષણ તો ઇતિહાસ બની ગયું છે. શૈક્ષણિક સંસ્થાઓ ગોખણપટ્ટીના રોલ જેવી બની ગઈ છે.

  ગુકેશે જીત્યા બાદની સ્પીચમાં કહેલું કે, મારી સફળતામાં મારા માતા-પિતાનો ઈમોશનલ સપોર્ટ સૌથી મજબૂત પાયો હતો. હું જયારે જ્યારે માનસિક રીતે તૂટી જતો ત્યારે તેમણે મને લાગણીઓ વડે સાંધ્યો હતો. માતા-પિતા તરીકે સંતાનોને નાણાકીય સપોર્ટ કરતાં કે તેઓની તમામ જરૂરિયાતો પૂરી કરવા કરતાં તેઓને જીંદગીની કોઈપણ સ્પર્ધામાં કે મુશ્કેલીઓમાં લડતા શીખવવું વધારે જરૂરી છે. સંતાનોને આર્થિક રીતે સદ્ધર બનતા શીખવવું જરૂરી છે. પણ એ તેઓના પેશનને ફોલો કરવામાં મદદ કરીને પણ શીખવી શકાય એમ છે જ. કેમ ખરું ને?

 

Wednesday, 18 December 2024

 

ભારતીય ‘ન્યાય-વ્યવસ્થા’ દેર પણ અને અંધેર પણ!!!

 Fallacies of Digitization of Judicial System of India - LawLex.Org

 

         નીટનું પેપર ફોડીને જેણે આ દેશના લાખો હોશિયાર વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમાં ગરકાવ કરી દિધૂ?  એ લોકોને સજા થશે કે કેમ? તથ્ય પટેલ કે જેણે કોઈના ઘરના દીપકને ઓલવી નાખ્યા, તેને સજા થશે કે કેમ?  ધનીકો અને મોટા મોટા રાજકારણીઓના નબીરાઓ મોંઘીદાટ ગાડીઓના નશામાં જે ગરીબોને કચડીને ભાગી જતાં હોય છે, તેઓને સજા થશે કે કેમ? વડોદરા રેપ કેસના ગુનેગારોને કેટલા વર્ષે સજા મળશે? મોરબીના ઝૂલતા પુલ હત્યા-કાંડના આરોપીઓને કોઈ પકડી શકશે કે નહી?  રાજકોટ અગ્નિકાંડના આરોપીઓને સજા મળશે કે કેમ?  હમણાં બેંગલુરુમાં એ.આઈ. એંજિનિયરે આ સિસ્ટમથી કંટાળીને લાઈવ સ્યૂસાઇડ કર્યું. તેને કોણ ન્યાય અપાવશે? બે વર્ષ પહેલા બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડના આરોપીઓ અત્યારે ક્યાં છે? કોલકાતા રેપ અને મર્ડર કેસના આરોપીઓને સજા થશે કે કેમ?

      ઉપરના બધા પ્રશ્નોનાં જવાબોનો જો સર્વે કરવામાં આવે તો 95% લોકો એવું કહેશે કે આમાથી કોઈને કઈ થવાનું નથી. અમને ખબર છે, આ લોકો પૈસા અને પાવરનો ઉપયોગ કરીને ગમે તેમ કરીને છટકી જશે. એટલે કે કોઈને સજા નહી થાય! આપણી આસપાસ આજકાલ જે કઈ થઈ રહ્યું છે, તેને જોઈને એવું નથી લાગી રહ્યું કે આ દેશમાં તમારી પાસે પૈસો અને પાવર બેમાથી કોઈ એક શક્તિ હોય એટલે તમને આ દેશનો કાયદો ટચ પણ નહી કરી શકે. આવા કેસોના ચુકાદાઓમાં એટલી બધી તારીખો પડે છે, કે પેઢીઓની પેઢીઓ બદલાય જાય છે, પણ કોઈ ચુકાદો આવતો નથી. ઉપરના જેવા મોટા ભાગના કેસોને એટલા બધા ખેંચવામાં આવે છે કે તેની સાથે જોડાયેલા બધા જ સાક્ષીઓ ફરી જાય છે, લોકો શું થયું હતું? એ ભૂલી જાય છે. સાચું બોલજો ઉપરના કેસોમાથી આપણને કેટલા યાદ છે? જ્યારે જુવાળ ઊભો થયો હતો, ત્યારે બધાને એવું લાગતું હતું કે સજા થવી જોઈએ, પણ હવે અત્યારે આપણે શું માની લીધું છે?

  હકીકત એ છે કે આ દેશમાં જ્યારે કોઈ આવો ચોંકાવી દેનારો કિસ્સો થાય ત્યારે થોડા દિવસો સુધી બધે જ એની ચર્ચા થાય છે, લોકો આંદોલનો કરવા રસ્તા પર ઉતરી આવે છે, મીણબત્તીઓ લઈને ન્યાય મળે તે માટે એક દિપક પ્રગટાવવાની કોશીશો થાય છે, પણ પછી થોડા જ સમયમાં એ દીપક ઓલવાઈ જતો હોય છે. સવારે ચા ની ચૂસકી સાથે વાંચેલી આ હેડલાઈન્સો વરાળ બનીને ક્યાય ઊડી જતી હોય છે. આપણે ત્યાં કોર્ટમાં કેસો એટલા લાંબા ચાલે છે. કે મૂળ કેસ જ ભૂલાય જતો હોય છે, અને કા તો એ આરોપીએ ગુનો કર્યો હતો, એ આ દેશની 142.67 કરોડની વસ્તીને ખબર હોય છે, પણ છતા પુરાવાઓના અભાવે તે છૂટી જતા હોય છે. યાદ કરો, સલમાનખાન વાળો હિટ એન્ડ રન વાળો કેસ! એ કેસ લગભગ 13 વર્ષો સુધી ચાલ્યો, પણ ચુકાદો શું આવ્યો? તે કેસ સાથે જોડાયેલા આઈ-વિટનેસ ની હાલત વિષે કોને ખબર નથી?

      ભારતની જુદી જુદી કોર્ટસમાં પેન્ડિંગ કેસોના આંકડા દેશના જી.ડી.પી. વૃદ્ધિદરની જેમ વધતાં જ જઇ રહ્યા છે. વિશ્વના સૌથી મોટા બંધારણમાં કાયદાઓ એટલા બટકણા છે, અને એમાં એટલા બધા છીંડા છે કે શક્તિશાળી આરોપીઑ આબાદ છટકી જતાં હોય છે. આ દેશમાં સેલેબ્રેટીઓ માટે, મોટા માણસો માટે, રાજકારણીઓના સગાવહાલાં માટે, ધનિક માણસો માટે, અને ગરીબ માણસો માટે અલગ આલગ કાયદાઓ છે! આગળના બધા જ ખરાબ કામો કરીને છૂટી જાય છે, જ્યારે જેની કોઈ પહોંચ નથી કે જેની પાસે પૈસો નથી તેઓ કાયદાની આંટીઘૂંટીમાં જકડાઈ જતાં જોય છે. આ દેશમાં સજા શબ્દ માત્ર પૈસા કે પાવર વગરના લોકોના શબ્દકોશમાં જ છે.

   જેઓ ન્યાયની અપેક્ષામાં પોતાના મંગલસૂત્ર પણ વહેંચી દેતાં હોય છે, તેવા સામાન્ય લોકો માટે આ કાચબા જેવી સિસ્ટમ સિવાય બીજો સહારો કોનો છે? અમુક કેસોના ચુકાદાઓ 32 વર્ષે, પણ આવે છે. વચ્ચેથી ત્રણ પેઢીઓ પસાર થઈ જાય પછી મળેલા ન્યાયનું શું મહત્વ? કેસ દાખલ કરનાર ઘણા લોકો તો મૃત્યને પણ પામી ગયા હોય છે. મોડે મોડે મળતો ન્યાય પણ અન્યાય સમાન જ ગણાય!

   આપણાં દેશમાં એક સક્રિય સિસ્ટમ છે, જ્યારે આવો કોઈપણ હાઇ-પ્રોફાઇલ કે લો-પ્રોફાઇલ કેસ માર્કેટમાં આવે, દરેકને તેમાં પોતાનો હિસ્સો જ દેખાતો હોય છે. રાજકારણીઓને તેઓનો, વકીલોને તેઓનો, પોલીસોને તેઓનો, મીડિયાવાળાઓને તેઓનો, વગેરે વગેરે સૌને સૌનો હિસ્સો મળી જાય એટલે કેસ બાષ્પ બનીને ઊડી જાય છે. ગુનેગારો આબાદ છટકી જાય છે. અને આની સૌથી મોટી આડઅસર એ થાય છે કે ગુનાઓ વધતાં જ જાય છે, કારણકે કાયદાઓનો કોઈને ડર નથી.

Wednesday, 11 December 2024

ગીતાજી... ઈશ્વરે આપણાં વાંચન પર મૂકેલી શ્રદ્ધા છે!!!

 

ગીતાજી... ઈશ્વરે આપણાં વાંચન પર મૂકેલી શ્રદ્ધા છે!!!

 Unveiling the Essence of the Bhagavad Gita: A Guide to Life's Ultimate  Learnings

 

કોણ એવું હશે? જેણે હતાશ, નિરાશ થઈને જિંદગીમાં એકવાર હથિયાર હેઠા મૂક્યા નહી હોય? કોણ એવું હશે? જેણે પોતાની જિંદગીના કુરુક્ષેત્રની લડાઈ અંગત સંબંધો સામે નહી લડી હોય? કોણ એવું હશે? જેને એકવાર તો જિંદગીમાં હું કોણ છુ” એવો પ્રશ્ન નહી થયો હોય? 142.67 કરોડ ભારતીયો, ભલે પછી તેઓ ગમે તે ધર્મને અનુસરનારા હોય, કોણ એવું હશે જેણે જિંદગીમાં એકવાર આ જ્ઞાન-ગંગામાં ડૂબકી મારવાનું નહી વિચાર્યું હોય? સાવ ખાલી થઈને કોઇની પાસે જઈએ તો શું મળી શકે? થાકીને, હારીને, નિરાશાના અંધકારમાં ગરકાવ થઈને કોઇની પાસે જઈએ તો શું મળી શકે? જ્યારે આત્મજ્ઞાન ખોટા સમયે પ્રગટે ત્યારે શું મળી શકે? જ્યારે જિંદગીના કુરુક્ષેત્રમાં અંગત માણસો સામે ધર્મ માટે લડવા અંગે મૂંઝવણ હોય ત્યારે શું મળી શકે? હું સક્ષમ છુ, છતાં લડી નહી શકું! એવા નકારાત્મક વિચારો મનને ધમરોળી નાખે ત્યારે શું મળી શકે?

  તમને થશે લેખ છે, કે પ્રશ્નબેંક? પણ જરા વિચારો એક પ્રિય મિત્ર પોતાના પરમ મિત્રને એક પછી એક એમ પ્રશ્નો પૂંછતો જાય અને બીજો મિત્ર તેને બધુ જ સમજાય ના જાય, તે લડવા માટે તૈયાર ના થઈ જાય ત્યાં સુધી જવાબો આપતો જ રહે, એ પણ જરાપણ ગુસ્સે થયા વિના! તો હું તમને એટલા પ્રશ્નો તો પુંછી જ શકું ને? જેથી તમને ખબર પડી જાય કે આજે એટલે કે માગશર શુદ અગિયારસના પાવન દિવસે આપણે વિશ્વને સદીઓથી મૂંઝવતા પ્રશ્નોનાં જવાબો આપનાર જીવંત પુસ્તકની વાતો કરવાના છીએ.

 5 હજાર વર્ષો પહેલા કુરુક્ષેત્રના ધર્મયુદ્ધ માં લડાઈ શરૂ થવાના થોડા સમય પહેલા અર્જુનમાં પ્રગટેલા ક-ટાઇમના આત્મજ્ઞાનને ( ભાગેડુવૃત્તિને) નિરાશાના અંધકારમાથી આશાના અંજવાળામાં લઈ આવવા બંને મિત્રો વચ્ચે જે સંવાદો થયા તે આજે પણ આ દેશની ગલીએ ગલીએ ગુંજી રહ્યા છે. આજે પણ લખાતું અને છપાતું દર ત્રીજું પુસ્તક ગીતાજીના વિચારોને આધારે ઘડાઈ રહ્યું છે. બિઝનેસ મેનેજમેન્ટ થી લઈને રીલેશન મેનેજમેન્ટ સુધી બધુ જ મેનેજ કરવા ગીતાજીમાં શ્રીકૃષ્ણએ આપેલા વિચારોને લોકો અપનાવી રહ્યા છે.

   જીવનની વિપરીત પરિસ્થિતિઓ સામે લડવા બહાર ભટકતા રહેવું એના કરતાં અંદરનું જે જીવન આપણને બોલાવી રહ્યું છે, તેનો અવાજ સાંભળવા લોકો આ પુસ્તકને જીવતે-જીવ વાંચે તો એમાં મારે કેમ જીવવું? એ જાણવા માટેની શ્રદ્ધાના બીજ રોપાયેલા છે. આપણાં મનમાં ઉછળતા પ્રશ્નોને બંધ નથી કરવાના પણ જે કઈ સવાલો આપણને આપણાં અસ્તિત્વને લઈને ઊભા થાય છે, તે સઘળા પ્રશ્નોનાં જવાબો મેળવવા આ ગ્રંથને ઘરની અને જીવનની લાયબ્રેરીમાં સામે રાખવાનું છે,વાંચવાનું છે.

  દરેક પરિસ્થિતિને એકસરખી રીતે ફીલ કરતાં શીખી જઈશું તો તમામ વિપરીત અને મુશ્કેલ પરિસ્થિતિઓ સામે લડવાની આપણી ઇમ્યુનિટી વધી જશે. મને કશું મળશે કે નહી? તે અપેક્ષામાં ફસાયા વિના પ્રયત્નો કરતાં રહીશું તો જિંદગીમાં જે મેળવવું છે, તે મળી રહેવાની આશાઓને કાયમ જીવંત રાખી શકીશું. જીવવા માટે, જીવી લેવા માટે સૌથી શ્રેસ્ઠ સમય વર્તમાન છે. મારુ અત્યારનુ, આ ક્ષણનું કર્તવ્ય શું છે? જેઓને આ પ્રશ્નનો જવાબ ગીતાજી થકી મળી જાય તેઓ સરદાર વલ્લભભાઈની જેમ ચાલુ અદાલતે પત્નીના મૃત્યુના સમાચાર વાંચીને પણ સ્વસ્થતાથી જીંદગીનો કોઈપણ અઘરો કેસ લડી શકે છે, જીતી શકે છે. આ તો માત્ર ટ્રેલર છે, આવા લગભગ દરેક સમસ્યાઓને લગતા સોલ્યુશન આ ગ્રંથ આપણને આપે છે.

  શ્લોકોની સંખ્યા, અધ્યાયોની સંખ્યા એ ગીતાજીનું વિષયવસ્તુ નથી. ઘણા લોકો આખી ગીતાજી મોઢે કરી લેતા હોય છે. પણ એનાથી શું થઈ જવાનું? આપણે ગીતાજી કેટલા ગોખ્યા? કેટલીવાર વાંચ્યા? એ મહત્વનુ નથી, મહત્વનું તો છે, કે ગીતાજી સાંભળ્યા બાદ કે વાંચ્યા બાદ આપણે અર્જુનની જેમ રીફ્રેશ અને અપડેટ થઈને લડવા તૈયાર થઈ ગયા કે નહી? આ ગ્રંથ જીવનમાં ઉતારવાનો છે. જ્યારે જ્યારે આપણે મૂંઝાઈએ ત્યાં માર્ગદર્શન મેળવવાનો ગ્રંથ છે. જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ કોઈપણ યોગનો એકાદ શ્લોક પણ જીવનમાં છેક તળિયા સુધી લઈ જઇ શકીશું તોપણ જિંદગીને મોજ-મસ્તીથી જીવી શકીશું. જીવંત રાખી શકીશું. અરે મૃત્યુનો ડર ખતમ કરી શકીશું. જિંદગીને આત્માના રહસ્યો શોધવામાં વેડફી નાખવાને બદલે આત્માનું પરમાત્મા સાથે કનેક્શન કેમ કરવું? આત્માનું સિગ્નલ સાંભળીને ખરાબ રસ્તે જતાં સ્ટોપ થઈ જવું, ખરાબ કર્મો કરતાં અટકી જવું બસ એ જ ગીતા જયંતીની સાચી ઉજવણી છે.

   હકીકત તો એ છે કે આ ગ્રંથનું જ્ઞાન આપ્યા બાદ આપણે યંગ જનરેશનને કઈ પણ નહી આપીએ તોપણ ચાલશે. સાહિત્યના અઘરા અર્થોમાથી, વિવેચનોમાથી, ગીતાજીને બહાર લઈ આવી સરળ ભાષામાં યંગ જનરેશનને તેઓની ભાષામાં જ તેઓ સુધી પહોંચાડી શકીશું. જેમ પ.પૂ. મોરારી બાપુ પોતાની રામકથા માં રામને, હનુમાનજીને અને રામાયણના સંદેશાઓને લોકોના હ્રદય સુધી પહોંચાડે છે, તેમ જ સ્તો!

          

  

 

  

 

ગૂગલ, આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું?

  ગૂગલ , આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું ?                        હમણાં વિદ્યાર્થીઓને ઇલોરામાં આવેલા કૈલાશ ...