Wednesday, 1 January 2025

શું તમે ‘સર્જનાત્મક’ માતા-પિતા છો?

 

શું તમે ‘સર્જનાત્મક’ માતા-પિતા છો?

 

 So what you looking for, parents love is unconditional quotes, quotes about parents love for child, parents quotes from daughter, quotes for parents, proud parents quotes, quotes on parents respect. Quotes Sacrifice, Parents Love Quotes, New Mom Quotes, A Quotes, Motherhood Quotes, Parents Love, Quotes Ideas, Cool Captions, Quotes About Motherhood

 

 

 

     

    ડી. ગુકેશ આ નામ છેલ્લા કેટલાક દિવસોથી દરેક સોસિયલ મીડિયામાં છવાયેલું છે. 18 વર્ષની ઉંમરે, જે ઉંમરે આપણા દેશમાં વસતા નાગરિકને મત આપવાનો અધિકાર મળે છે. એ ઉંમરે આ યુવાને  ચેસમાં વર્લ્ડ-ચેમ્પિયનશીપ જીતીને દેશને ગૌરવ અપાવ્યું. ગુકેશ અને તેની આસપાસની વ્યક્તિઓએ ગુકેશની ચેસ રમી શકવાની પ્રતિભાને ઓળખી તેને જ તેની જિંદગીનું લક્ષ્ય બનાવી લીધું તેનું ફળ તેને મળ્યું. જે ઉંમરે આપણા દેશમાં યુવાનો ગેરવાળા વાહનોના ડ્રાઇવિંગ લાયસન્સ લેવા ઉછળતા હોય એ ઉંમરે આ છોકરાએ વર્લ્ડ રેકોર્ડ તોડીને આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું! અને આવું કરનાર તે વિશ્વનો આ ઉંમરનો સૌથી પ્રથમ ખેલાડી બન્યો.

   જીત્યા બાદના તેની આંખોના આંસુ એ છેલ્લા કેટલાક વર્ષોમાં જોયેલા શ્રેષ્ઠ દ્રશ્યોમાનું એક દ્રશ્ય હતું. એ દ્રશ્ય એટલું બધુ લાગણીશીલ હતું કે એને ફીલ કરવાની ક્ષમતા ધરાવનાર દરેકની આંખોમાં તેની જીતના હરખના આંસુ આવી જાય. એ આંસુઓની ભીનાશ એક વર્લ્ડ-ચેમ્પિયનની તો હતી જ પણ જીતેલા એ ચહેરા પર જે શ્રદ્ધા હતી, એ હતી ગુકેશના માતા-પિતાની, માતા-પિતાએ સિંચેલા એક એવા છોડની જેની છાયામાં આજે તેઓ અલગ જ પ્રકારની ઠંડકનો અનુભવ કરી રહ્યા હશે!

  ગુકેશની આ સફળતામાં ખડે પગે હાજર રહેનાર તેના માતા-પિતા પાસેથી આપણે ઘણું બધુ શીખવાની જરૂર છે. 29મી મે. 2006માં ચેન્નઈના તમિલ કુટુંબમાં જન્મેલા આ યુવાનના માતા-પિતાએ પોતાના સંતાનમાં રહેલી પ્રતિભાને ઓળખીને તેને આગળ વધવાનો જે માર્ગ કરી આપ્યો છે, એ રસ્તો આ દેશના તમામ માતા-પિતાએ પકડી લેવાની જરૂર છે. ગુકેશના પિતા રજનીકાંત ઇ.એન.ટી. સર્જન છે, પણ પોતાના સંતાનમાં રહેલા પેશનને સમજીને તેમણે ડોક્ટર તરીકેની પ્રેકટિસ છોડીને ચેસની દરેક ટુર્નામેન્ટમાં તેની સાથે હાજર રહીને ગુકેશને સપોર્ટ આપ્યો. તેની માતા પદમાવતી માઇક્રો-બાયોલોજિસ્ટ છે, અને એકલે હાથે ઘરને આર્થિક અને સામાજિક બંને મોરચે સંભાળ્યું કે જેથી ગુકેશ અને તેના પેશન વચ્ચે કોઈ ના આવી શકે.

     ગુકેશની માતાએ હમેંશા તેને ડાઉન ટૂ અર્થ રહેતા શીખવ્યું. કે જેથી કોઈ નાની-મોટી જીતથી તેનામાં અભિમાન ના આવી જાય. નાણાકીય મુશ્કેલીઓ વેઠીને પણ તેમણે પોતાના દિકરાને જે દિશામાં આગળ વધવું હતું, એ દિશામાં જવા દીધો. આપણી આસપાસ એવા કેટલા માતા-પિતા છે? જેઓ આવું કરી શકે. આવી સર્જનાત્મકતા બતાવી શકે. ખરેખર માતા-પિતા હોવું એ એકદમ સર્જનાત્મક કાર્ય છે, પણ આજે આ કાર્ય એકદમ ચીલાચાલુ બની ગયું છે. સંતાનોમાં રહેલી કોઈપણ બાબત પ્રત્યેની પ્રતિભાને ઓળખીને તેને આવો સર્જનાત્મક વળાંક આપનાર માતા-પિતા આંગળીને વેઢે ગણાય એટલા જ જડશે.

  સંતાનોને એક જ ટ્રેકમાં ધકેલી દેવાની મા-બાપને આદત પડી ગઈ છે. ને બાકીનું અધૂરું કામ આપણી શિક્ષણપ્રથાએ કર્યું છે. રમતગમત,કલા, વગેરે ક્ષેત્રોમાં આપણે બાળકોને જવા જ દેતાં નથી. તું ભણીશ નહી, તો કાઇ નહી કરી શકે, એવા ટ્રેક પર દોડાવીને તેનામાં રહેલી પ્રતિભાઓને માં-બાપ કચડી નાખતા હોય છે. તેને લીધે જે દર વર્ષે સેંકડો આશાસ્પદ યુવાનો અને યુવતીઓ આપઘાત કરી લેતા હોય છે. માં-બાપની આ સંતાનોને નહી ઓળખી શકવાની ટેવને લીધે જ ભણવામાં તેજસ્વી હોય એવા યુવાનો અને યુવતીઓ પણ આપઘાત કરી રહ્યા છે. પોતાના સંતાનોની બીજાના સંતાનો સાથે સરખામણી કરીને, પોતાના સપનાઓ બાળકો પર થોપીને બાળકોને પરાણે ના જવું હોય એ ફીલ્ડમાં મોકલીને મા-બાપ બાળકોમાં રહેલી પ્રતિભાને લીટરલી કેન્સલ જ કરી નાખતા હોય છે.

   શાળાઓમાં પણ આજ ટ્રેક ચાલે છે, આપણી શિક્ષણપદ્ધતિ તો દર વર્ષે કરોડો યુવાનો/યુવતીઓના સપનાઓને અધૂરા રાખી દે એવી છે. શાળાઓ તો બાળકોને ભણવા સિવાય બીજી કોઈ પ્રવૃતિમાં ભાગ જ લેવા દેતી નથી. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની સંકલ્પના જ જાણે કે સાવ નબળી પડી ગઈ છે. શાળાઓ અને મહાશાળાઓમાથી સર્જનાત્મકતા શીખવતી પ્રવૃત્તિઓ ગાયબ જ થઈ ગઈ છે. ને શારીરીક શિક્ષણ તો ઇતિહાસ બની ગયું છે. શૈક્ષણિક સંસ્થાઓ ગોખણપટ્ટીના રોલ જેવી બની ગઈ છે.

  ગુકેશે જીત્યા બાદની સ્પીચમાં કહેલું કે, મારી સફળતામાં મારા માતા-પિતાનો ઈમોશનલ સપોર્ટ સૌથી મજબૂત પાયો હતો. હું જયારે જ્યારે માનસિક રીતે તૂટી જતો ત્યારે તેમણે મને લાગણીઓ વડે સાંધ્યો હતો. માતા-પિતા તરીકે સંતાનોને નાણાકીય સપોર્ટ કરતાં કે તેઓની તમામ જરૂરિયાતો પૂરી કરવા કરતાં તેઓને જીંદગીની કોઈપણ સ્પર્ધામાં કે મુશ્કેલીઓમાં લડતા શીખવવું વધારે જરૂરી છે. સંતાનોને આર્થિક રીતે સદ્ધર બનતા શીખવવું જરૂરી છે. પણ એ તેઓના પેશનને ફોલો કરવામાં મદદ કરીને પણ શીખવી શકાય એમ છે જ. કેમ ખરું ને?

 

No comments:

Post a Comment

એ.આઈ.રમકડાઓ’ બાળકોના ભવિષ્ય સાથે રમી રહ્યા છે!!!

  ‘ એ.આઈ.રમકડાઓ ’ બાળકોના ભવિષ્ય સાથે રમી રહ્યા છે!!!           રમકડાં એક એવું વિશ્વ છે , જ્યાથી બહાર નીકળવું બાળકો માટે અશક્...