Friday, 28 November 2025

મિસ યુનિવર્સ સ્પર્ધા અને વિવાદો... ]હમ બને તુમ બને એક દુજે કે લિયે

મિસ યુનિવર્સ સ્પર્ધા અને વિવાદો... ]હમ બને તુમ બને એક દુજે કે લિયે 


Inline image





 

 

    


હેડિંગ :
આવી સ્પર્ધાઓમાં સ્ત્રીઓની સુંદરતા માપવાના જે કઈ માપદંડો હોય, પણ જ્યાં સુધી સ્ત્રીઓને વિશ્વ સન્માનની નજરે નહી જુએ ત્યાં સુધી તેઓ સ્ત્રીઓની સુંદરતાને નહી સમજી શકે.






 થાઈલેંડમાં યોજાયેલી 74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ગઇકાલે મિસ યુનિવર્સ તરીકે મેક્સિકોના ફાતેમા બોસ્ક ચૂંટાયા. આ જ ફાતેમા બોસ્કે થોડા દિવસ પહેલા આ એવાર્ડમાં ચાલતી ગેરરીતિઓ વિષે વિશ્વને માહિતી આપેલ. તેમણે જ વિરોધ કરેલો કે આ સ્પર્ધામાં પહેલેથી જ બધુ નક્કી હોય છે. આ જ સ્પર્ધકને મિસ યુનિવર્સના થાઈલેન્ડના ડિરેક્ટરે મૂર્ખ કહીને અપમાન પણ કરેલું. એટલે થોડા દિવસો પહેલા ચાલુ સ્પર્ધાએ કેટલીક મોડેલ્સે વોક-આઉટ કરેલું. અને ડીરેકટરે ચાલુ શો એ આ બધાને ડીસક્વોલિફાય કરવાની ધમકી પણ આપેલી. મિસ યુનિવર્સ કમિટીએ આ ઘટનાની નોંધ લીધેલી અને ડીરેકટરે માફી પણ માંગવી પડી હતી.

    આયોજકો પર પસંદગીમાં ગોટાળા કરવાના આરોપસર બે જજીસે રાજીનામાં આપી દીધા. લેબનીઝ-ફ્રેન્ચ સંગીતકાર ઓમર હાર્ફૌચેજેમણે ઇન્સ્ટાગ્રામ પર આઠ સભ્યોની જ્યુરીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતીતેમણે આરોપ લગાવ્યો હતો કે સ્પર્ધા થઈ એ પહેલા જ જયુરીએ ફાઇનલિસ્ટની પસંદગી કરી લીધી હતી. તેના અમુક કલાકો બાદ ફ્રેન્ચ ફૂટબોલ મેનેજર ક્લાઉડ મેકેલેલેએ પણ વ્યક્તિગત કારણોસર જજ તરીકે રાજીનામું આપી દીધું. આમ આ વર્ષે આ સ્પર્ધા એકદમ વિવાદાસ્પદ રહી. જો કે ભૂતકાળમાં પણ ઘણીવાર આ સ્પર્ધામાં આવા વિવાદો થયેલા છે.

    1957માં મેરી લિયોના ગેજને ખોટું બોલવાને લીધે મિસ યુનિવર્સમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી ન હતી તો 1994માં વિનર મિસ પ્યુઅર્ટો રિકોનો ખિતાબ છીનવી લેવામાં આવ્યો હતો કારણકે તેણીને બાળક હતું! 1996માં ડોનાલ્ડ ટ્રમ્પે 18 વર્ષની વિનર માચાડોનું વજન વધી જવાથી ટીકા કરેલી. ડોનાલ્ડ ટ્રમ્પે તેણી માટે મિસ પિગી અને મિસ હાઉસ-કીપીંગ જેવા શબ્દો વાપરેલાં! 2008 માં, મિસ પ્યુઅર્ટો રિકો ઇન્ગ્રીડ મેરી રિવેરાએ આરોપ લગાવ્યો હતો કે સ્પર્ધા દરમિયાન તેમના મેકઅપ અને કપડાં પર મરીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. 2015 માં, સ્ટીવ હાર્વેએ ખોટા વિજેતાને તાજ પહેરાવી દીધો હતો! 2022માં  મારિયા ફર્નાન્ડા પાવિસિકે અન્ય મિસ યુનિવર્સ સ્પર્ધકો વિશે કરેલી વાતોને  કારણે પોતાનું ટાઇટલ ગુમાવી દીધું. 

   વિશ્વમાં સ્ત્રીઓની સુંદરતા શોધવા માટે, મિસ વર્લ્ડ, મિસ અર્થ, મિસ ઇન્ટરનેશનલ અને મિસ યુનિવર્સ આ ચાર સ્પર્ધાઓ દર વર્ષે યોજાય છે. મિસ યુનિવર્સ સ્પર્ધાની શરૂઆત આંતરરાષ્ટ્રીય પ્યુરિટીડ પેજન્ટ, દ્વારા 1926માં થયેલી. 1935 સુધી આ સ્પર્ધા દર વર્ષે યોજાઇ પણ ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધને લીધે અમુક વર્ષો સુધી તે બંધ કરી દેવામાં આવી. આ સ્પર્ધાની ફરીથી શરૂઆત 1952માં પેસિફિક નિટિંગ મીલ દ્વારા થયેલી. સ્પર્ધાનું સૌપ્રથમ ટી.વી. માં પ્રસારણ 1955માં થયું. સી.બી.એસે ૧૯૬૦માં મિસ યુ.એસ.એ અને મિસ યુનિવર્સ સ્પર્ધાઓનું સંયુક્ત પ્રસારણ શરૂ કર્યું, અને ૧૯૬૫માં અલગ-અલગ સ્પર્ધાઓ તરીકે. ૧૯૭૫માંગલ્ફ અને વેસ્ટર્ન ઇન્ડસ્ટ્રીઝે કેસર-રોથ કોર્પોરેશનને ખરીદી લીધું. ૧૯૯૧ સુધી તે મિસ યુનિવર્સ સ્પર્ધાનું માલિક હતું, ત્યાર બાદ પ્રોક્ટર એન્ડ ગેમ્બલે તેને ખરીદી લીધી.

 ૧૯૯૬માંડોનાલ્ડ ટ્રમ્પે આઇટીટી કોર્પ પાસેથી આ સ્પર્ધા ખરીદીઅને ૨૦૦૨ સુધી સી.બી.એસ સાથે પ્રસારણ વ્યવસ્થા કરી. 1998માં મુખ્ય મથક લોસ એન્જલસથી ન્યુ યોર્ક સિટી ખસેડાયું. ૨૦૦૨ના અંત સુધીમાંટ્રમ્પે એન.બી.સી સાથે સંયુક્ત સાહસમાં પ્રવેશ કર્યો૨૦૦૩ થી ૨૦૧૪ સુધીઆ સ્પર્ધા યુ.એસ.માં એન.બી.સી પર પ્રસારિત થતી રહી.

    સુસ્મિતા સેને ભારત વતી સૌપ્રથમ 1994માં આ સ્પર્ધા જીતેલી. ત્યારબાદ 2000માં લારા દત્તાએ અને 2021માં હરનાઝ સંધુએ આ સ્પર્ધા જીતેલી. આ સ્પર્ધામાં સ્ત્રીઓના સૌંદર્ય સાથે સાથે તેઓની બુદ્ધિમત્તાને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તેઓની હાજર જવાબીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. લગભગ 19/20 દિવસો સુધી ચાલતી આ સ્પર્ધામાં સ્પર્ધકોના તમામ પાસા ધ્યાનમાં લેવામાં આવે છે.

     મિસ યુનિવર્સ સ્પર્ધકોના કહેવા મુજબ આ સ્પર્ધામાં ઘણીવાર સ્ત્રીઓ સાથે મિસ બીહેવ કરવામાં આવે છે. તેઓ જાણે કે કોઈ શો-કેસની આઈટમ હોય તેવો વ્યવહાર તેઓની સાથે કરવામાં આવે છે. એટલુ જ નહી ઘણીવાર તેઓનું જાતિય શોષણ પણ થતું હોય છે. તો મેકઅપ અને ફેશન જગત સાથે જોડાયેલી વ્યક્તિઓ પોતાની પ્રોડક્ટનું વેચાણ વધારવા માટે આવી સ્પર્ધાઓ ગોઠવતી હોય છે, એવું પણ ઘણા લોકોનું કહેવું છે.


 


No comments:

Post a Comment

ગૂગલ, આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું?

  ગૂગલ , આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું ?                        હમણાં વિદ્યાર્થીઓને ઇલોરામાં આવેલા કૈલાશ ...