Thursday, 6 November 2025

ફસાયેલી દીકરીઓ માટે, એક ડગલું બસ એક ડગલું......

 

ફસાયેલી દીકરીઓ માટે, એક ડગલું બસ એક ડગલું...... 

હેડિંગ: સમાજે ભલે મોટા ભાગની જવાબદારીઓ દીકરીઓ પર નાખી દીધી હોય, પણ આપણે હવે જ્યારે સમાજમાં નવા વિચારોના પવન ફૂંકાય રહ્યો છે, ત્યારે આ બધી જવાબદારીઓ માથી દીકરીઓને મુક્ત કરી દેવાની છે.

Family Love: How it Looks, and How to Cultivate it

      હમણાં અમારા ગામમાં કારકિર્દી બનાવવા માટે આતુર એક દીકરી સાથે દુર્ઘટના બની ગઈ. આમ તો પ્રેમ એ કોઈપણ વ્યક્તિના જીવનની સૌથી મસ્ત ફીલિંગ હોય છે, જેના થકી આખું જીવન મહેંકતું રહે છે, પણ ક્યારેક આ ફીલિંગ ગલત જગ્યાએ ફીલ થઈ જાય તો આખી જિંદગી તેની નકારાત્મકતા જિંદગીને હેરાન કરતી રહે છે. પ્રેમની મજા તે દીકરી માટે સજા બની ગઈ. જેની સાથે પ્રેમની શ્રદ્ધા સાથે તેણીએ સુંદર જિંદગી જીવવાના સપના જોયા હતા, તે દીકરાએ તેને દગો આપ્યો. અને ફોટાઝ અને વિડિયોઝને લઈને તે દીકરીને તે બ્લેકમેલ કરવા લાગ્યો. તેના આ ખરાબ કામમાં તેના બીજા ત્રણ મિત્રોએ પણ સહકાર આપ્યો!

 શરૂઆતમાં તો દીકરીએ તેનું બ્લેકમેલિંગ સહન કરી લીધું અને માતા-પિતાને ખબર ના પડવા દીધી, પણ એકદિવસ તેની માંગણીએ હદ વટાવી દીધી. માતા-પિતા ઘણા સમયથી દીકરીનું અણધાર્યું વર્તન ફીલ કરતાં હતા, પણ પૂંછતા નહોતા. માંગણીના દિવસે દીકરી તૂટી ગઇ અને રડતાં રડતાં બધુ તેણીએ માતા-પિતાને કહી દીધું. તમને થશે આજકાલ આવા કિસ્સાઓ તો ઘરે ઘરે થાય છે, આમાં નવું શું છે?  માતા-પિતાએ દીકરીનું ઘરથી બહાર નિકળવાનું બંધ કરી દીધું હશે, તેની સાથે બોલવાનું બંધ કરી દીધું હશે, પેલા દીકરાને જરૂરી પૈસા આપી બધુ સેટલ કરી લીધું હશે.... વગેરે વગેરે આમાથી શીખવાનું શું છે? પણ હવે વાતમાં જે વળાંક છે, તેમાથી આપણે સૌએ ખાસ શીખવાની જરૂર છે.

  તે દીકરીના માતા-પિતાએ કોઈપણ જાતનો કકળાટ કર્યા વિના દીકરીને માનસિક રીતે મજબુત બનાવી, ભૂલને સ્વીકારવાની તેને તાકાત આપી અને લડતા પણ શીખવ્યું. પોલીસમાં જાણ કરી, અને પેલા દીકરાઓને જેલભેગા કર્યા. એટલું જ નહી, હવે એ દીકરી મુક્ત મને સમાજમાં હરીફરી રહી છે અને પોતાની કારકિર્દી એસ્ટાબ્લીસ કરવા મથી રહી છે. તેણીની જીંદગીની ગાડી ફરીથી પાટા પર દોડવા લાગી છે. હિંમતનું એક ડગલું નકરાત્મક સમાજ સામે લડવાનું અનેક ગણું બળ આપણને આપે છે. બસ એ એક ડગલું ભરવાની તાકાત આપણાં સૌમાં હોવી જોઈએ.

  એ દીકરીને જેમ તેના માતા-પિતાએ સપોર્ટ આપ્યો, એવો સપોર્ટ આપનારા માતા-પિતાની સંખ્યા જેટલી સમાજમાં વધશે, તેટલી આપણે દીકરીઓની આત્મહત્યાઓને અટકાવી શકીશું. તેઓને ગલત રસ્તે જતી અટકાવી શકીશું. આ એ સપોર્ટ સિસ્ટમ છે, જેની દરેક દીકરીઓને જરૂર છે. જો આ સપોર્ટ સિસ્ટમ ઓન રહેશે, તો કોઈ આફતાબ શ્રદ્ધાના ટુકડે ટુકડા કરી ફ્રીજમાં નહી મૂકી શકે. અરે દીકરીઓ કદાચ આકર્ષણને પ્રેમ સમજી લઈ, ના પાડી હોય, તેવા છોકરા સાથે ભાગી જાય અને પછીથી કશુંક આવું થાય તો પણ માતા-પિતાએ તેને આવો જ મજબૂત આધાર પૂરો પાડવાનો છે.

  દીકરી આવા નર્ક જેવા જીવનમાથી પાછી આવવા માંગતી હોય તો પણ આપણે સૌએ તેણીને સપોર્ટ આપવો જ રહ્યો. દીકરીઓને નવજીવન આપવાની આ મહામૂલી તક કુટુંબના સભ્યોએ ગુમાવવી જોઈએ નહી. સોસિયલ મીડિયાનો ઉપયોગ જેટલી હદે વધશે, તેટલી હદે આવા કિસ્સાઓ વધવાના છે, સાથે સાથે દીકરીઓ હવે પહેલા કરતાં વધુ ઘરથી બહાર નીકળી રહી છે. એટલે આવું થવાના ચાન્સીઝ વધતાં જ જશે. પણ જો આપણે તેઓની મજબૂત સપોર્ટ સિસ્ટમ બની જઈશું, તો પોતાની જિંદગી સાથે જાણ્યે-અજાણ્યે થયેલી આ દુર્ઘટનાઓનો સામનો દીકરીઓ કરી શકશે.

  સૌથી મહત્વનુ એ પણ છે કે આવા બ્લેકમેલિંગ બાદ આ દીકરીઓને પોતાનું જીવન નવા રસ્તે વાળવામાં પણ આપણે જ મદદ કરવાની છે. હવે તેનો હાથ કોણ જાલશે? એ પ્રશ્ન વણઉકેલ્યો ના રહી જવો જોઈએ. જિંદગીમાં થયેલી દરેક ભૂલોની સુધારણા માટેના રસ્તાઓ હોય જ છે. આવી ભૂલો માટે માત્ર દીકરીઓને જ જવાબદાર ગણીને તેઓને આત્મહત્યાના રસ્તે ધકેલી દેવાનું કોઈપણ સમાજ માટે યોગ્ય નથી.

 સમાજે ભલે મોટા ભાગની જવાબદારીઓ દીકરીઓ પર નાખી દીધી હોય, પણ આપણે હવે જ્યારે સમાજમાં નવા વિચારોના પવન ફૂંકાય રહ્યો છે, ત્યારે આ બધી જવાબદારીઓ માથી દીકરીઓને મુક્ત કરી દેવાની છે. તેઓ જ્યારે પોતાની ભૂલોની માફી માટે આપણાં સૌ સામે આશાભરી નજરે જોતી હોય તો આપણે સૌએ એ આશાભરી નજરોને નિરાશામાં નથી ધકેલી દેવાની ......

    

No comments:

Post a Comment

ગૂગલ, આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું?

  ગૂગલ , આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું ?                        હમણાં વિદ્યાર્થીઓને ઇલોરામાં આવેલા કૈલાશ ...