કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........
દુનિયા હવે કોરોના પહેલા અને કોરોના પછી એમ બે વિભાગોમાં વહેંચાઈ ગઈ છે. કોરોના પહેલા એવી ઘણી બાબતો હતી, જે આપણને સરળ લાગતી હતી પણ કોરોના બાદ સમજાયું કે આ તો સાલું અઘરું છે અને એ સમજણ બાદ ઘણા લોકોની જીવનશૈલી પણ ઘરમૂળથી બદલાઈ ગઈ છે. જે લોકો કોરોના પહેલા બાળક નહોતા ઇચ્છતા, તેઓ કોરોના બાદ મોટી ઉંમરે પણ બાળક માંગવા લાગ્યા છે. લોકોને કુટુંબનું મહત્વ પણ સમજાવા લાગ્યું છે, સિંગલ ચાઇલ્ડ અંગેના લોકોના વિચારોમાં પણ ફેરફારો થવા લાગ્યા છે. એવી જ રીતે કોરોના બાદ લોકોના આરોગ્ય અંગેના વિચારોમાં ધરખમ પરીવર્તન આવી ગયું છે.
હા કોરોનાની એક આડઅસર સ્વરૂપે બાળકોમાં અને યુવાનોમાં ઈલેક્ટ્રોનિક ગેઝેટસનો ઉપયોગ વધી ગયો છે. પણ આપણે એ વાત આજે અહી નથી કરવી. આપણે તો વાત કરવી છે અને સાચી વાત કરવી છે, વેક્સિન અને વધતાં હાર્ટ-એટેક વચ્ચેના સંબંધની. છેલ્લા એકાદ વર્ષથી ભારતમાં હાર્ટ-એટેકના કેસીઝ અને એટેકથી થતાં મૃત્યુનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. જેને લઈને એવી ચર્ચાઓ થઈ રહી હતી કે આ કોવિશિલ્ડ કે કોવેક્સિનની વેક્સિનને લીધે હાર્ટ-એટેકથી થતાં મૃત્યુ વધી રહ્યા છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ કોવિશિલ્ડ નામની કોવિડ-19 રસીનું ઉત્પાદન કર્યું હતું પરંતુ mRNA પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો ન હતો. તે વાયરલ વેક્ટર પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. રસીમાં, એક ચિમ્પાન્ઝી એડેનોવાયરસનો ઉપયોગ થયેલો. તે કોવિડ -19 સ્પાઇક પ્રોટીનને મનુષ્યના કોષોમાં વહન કરવા સક્ષમ બનાવવા માટે સંશોધિત કરવામાં આવ્યું છે. આ કોલ્ડ વાયરસ મૂળભૂત રીતે કોરોના સંક્રમણને રોકી શકતું નથી, પરંતુ તે રોગપ્રતિકારક તંત્રને આવા વાયરસ સામે મિકેનિઝમ તૈયાર કરવા માટે ખૂબ જ સારી રીતે શીખવી શકે છે. .
TTS એ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ સાથે થ્રોમ્બોસિસ છે, જે મૂળભૂત રીતે મગજની રક્ત વાહિનીઓમાં અથવા અન્ય જગ્યાએ, પ્લેટલેટની ઓછી સંખ્યા સાથે ગંઠાઈ જાય છે. ઘણી વાર,આ ગંઠાવાનું હૃદય સુધી જઈ શકે છે, જેને લીધે હૃદયરોગના હુમલા અથવા મગજમાં સ્ટ્રોક આવવાનું કારણ બની શકે છે.અને આવું કોવિશિલ્ડ કે કોવેક્સિનને લીધે થઈ રહ્યું છે, એવી અફવાઓ ફેલાઈ રહી હતી. જેને લઈને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ માર્ચ 2024 માં ‘ડાયલોગ્સ - નેવિગેટિંગ ઇન્ડિયાઝ હેલ્થ સેક્ટર' ખાતે જણાવ્યું હતું કે ICMR એ એક વિગતવાર અભ્યાસ કર્યો છે જે દર્શાવે છે કે કોવિડ -19 રસી હૃદયરોગના હુમલા માટે જવાબદાર નથી અને વ્યક્તિની જીવનશૈલી અને પરિબળો જેવા કે દારૂનું વધુ પડતું સેવનપાયાના કારણો પૈકી હોઈ શકે છે.
દેશમાં કોવિડ-19 સામે રસીકરણ કરાયેલા લગભગ 90 ટકા ભારતીયોએ કોવિશિલ્ડ લીધું હોવાનો અંદાજ છે. TTS વિશેના અહેવાલો સાર્વજનિક થયા ત્યારથી, ઘણા ડૉક્ટરોને સંભવિત હાર્ટ એટેક સામે પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું તે જાણવા માંગતા લોકો હોસ્પિટલ્સ તરફ દોડી રહ્યા છે. ઘણાએવા લોકો પણ છે જેમણે રસીકરણ પછી પ્રિયજનોને ગુમાવ્યા છે અને હવે તેઓ તેમના મૃત્યુને કોવિશિલ્ડ સાથે સંબંધિત છે અને ઉત્પાદકો સામે દાવો કરવા કોર્ટમાં જવાની ધમકી આપી રહ્યા છે.
ઘણા દર્દીઓ અને દર્દીઓના સગાઓ દ્વારા ડોકટર્સને ધમકીઑ પણ આપી રહ્યા છે કે આ ક્યારેક જ થતી આડઅસર વિષે તમારે અમોને માહિતગાર કરવાની જરૂર હતી. પણ ડોકટર્સનું કહેવું છે કે કોવિડ ચેપ રક્ત ગંઠાઈ જવાની વૃત્તિમાં વધારો કરે છે, જે હાર્ટ એટેક, સેરેબ્રલ સ્ટ્રોક, ડીપ વેઈન થ્રોમ્બોસિસ અથવા પેરિફેરલ ધમની થ્રોમ્બોસિસ જેવા લોહીના ગંઠાવાનું વિકાસને કારણે થતા તમામ રોગોનું જોખમ વધારે છે. પરંતુ આ જોખમ જીવનભરનું જોખમ નથી. આ જોખમ મુખ્યત્વે કોવિડ ચેપ દરમિયાન અને ચેપ પછી અમુક સમયગાળા (1-2 મહિના) માટે હોય છે. એટલા માટે જોખમ ઘટાડવા માટે તે સમયગાળા દરમિયાન રક્ત પાતળું થાય એવી દવાઓ સૂચવવામાં આવે છે. સંશોધન મુજબ કોવિડ-19 પછી હાર્ટ સ્ટ્રોકમાં વધારો થવાના કારણો સંપૂર્ણપણે સમજી શક્યા નથી પરંતુ તે બળતરા, થ્રોમ્બોસિસ અને એન્ડોથેલિયલ નુકસાનની પ્લિયોટ્રોપિક અસરોને કારણે થઈ શકે છે. અને એ પણ 100000 દર્દીઓમાં 1 ને થઈ શકે છે.
સાચી માહિતી એ જ બધા રોગોનું નિદાન અને સારવાર છે. માટે સોસિયલ મીડિયા પર આવતી ખોટી અને બિનજરૂરી માહિતીને ધ્યાનમાં લઈ ગભરાઈ ના જઈએ. સાથે સાથે આવી માહિતીની ચકાસણી કર્યા વિના શેર પણ ના કરીએ. ખોટું શેરિંગ તો એ ક્લોટિંગ છે, જેનાથી લોકોમાં ડરનું વાતાવરણ ઊભું થઈ જતું હોય છે. અને રોગ કરતાં પણ રોગનો ડર વધુ ખતરનાક હોય છે.
શારીરિક શ્રમની બાદબાકી અને ખોટા ખોરાકને લીધે આજે નાની ઉંમરના લોકોને પણ હાર્ટ-એટેક આવી રહ્યા છે. માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવીએ અને લાંબુ અને મોજ-મસ્તીભર્યું જીવીએ. સરળ જીવનશૈલી સૌથી મહત્વની વેક્સિન છે.
"